વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રીને શ્રધ્ધાજંલી

September 17, 2012 at 8:01 pm 13 comments

વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રીને શ્રધ્ધાજંલી
અંજલીરૂપે વસંતભાઈને વંદન છે મારા,
સ્વીકારજો એ, હ્રદયભાવો ભર્યા વંદન મારા !……….(ટેક)
 
મરોલી ગામ છોડી, પરદેશગમન કર્યું,
અંતે, ઈંગલેન્ડ આવી, લેસ્ટર શહેરમાં રહેવું,
એવા સાહસભર્યા માનવીને યાદ કરી, વંદન હું કરૂં !…..અંજલીરૂપે…(૧)
 
કર્તવ્યપાલન કરી, પરિવાર માટે જીવન સફર રહી,
મુશીબતોનો સામનો કરી, અંતે માંદગીને પ્રભુનામે સ્વીકારી,
એવા લડવૈયાને યાદ કરી, વંદન હું કરૂં !…….અંજલીરૂપે…..(૨)
 
નથી પરિચય એમનો જરા, છતાં એમણે અનેકને સ્નેહતાતંણે બાંધ્યા હતા,
પુત્ર દિનેશના પરિચય થકી, લાગે કે મેં એમને જાણ્યા હતા,
એવા માનવતાભરપૂરને યાદ કરી, વંદન હું કરૂં !…….અંજલીરૂપે…(૩)
 
વસંત દેહ તો બળી રાખ થઈ, માટીમાં મળી ગયો,
પણ, વસંત આત્મા તો પ્રભુ પાસે પહોંચી ગયો,
એવી અમરભાવરૂપી યાદ કરી, વંદન હું કરૂં !…..અંજલીરૂપે…(૪)
 
દિનેશ અને સર્વની મીઠી યાદમાં વસંતભાઈ તો અમર છે,
જાણી એવું, ચંદ્ર અંતિમ અંજલીરૂપે સૌને કહેઃ
વસંત તો પ્રભુ સાથે રમે ! વસંત તો પ્રભુ સાથે રમે !….અંજલીરૂપે…(૫)
 
કાવ્ય રચના..તારીખ, સેપ્ટેમ્બર,૧૭, ૨૦૧૨                     ચંદ્રવદન
બે શબ્દો…
આજે છે સેપ્ટેમ્બર,૧૭, ૨૦૧૨નો દિવસ.
આ દિવસે, ઈંગલેન્ડના લેસ્ટર શહેરના રહીશ શ્રી વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રી, અને પ્રજાપતિ જ્ઞાતિના એક વડીલનું અવસાન થયું.
એમને હું,મારા ખ્યાલ પ્રમાણે, મળ્યો નથી.
પણ, એમના પુત્ર દિનેશ સાથે હું સ્નેહસબંધે બંધાયેલ છું. જેથી જ આ સમાચાર જાણી ખુબ જ દીલગીરી અનુભવી.
ઘડપણમાં એમણે બિમારી સહન કરી, એવું જાણ્યું.
જે જાણ્યું એ આધારીત, મારા હૈયામાંથી “શબ્દો” વહી ગયા….જે એક “અંજલી કાવ્ય”રૂપે હતા. અને એ જ મેં દિનેશભાઈને પત્ર દ્વારા જણાવ્યા.
આજે એ કાવ્ય રચના એક પોસ્ટરૂપે ચંદ્રપૂકાર પર છે.
આપ સૌ પણ વસંતભાઈને જાણતા નથી. પણ એક માનવના નાતે આપણે સૌ એકબીજા સાથે બંધાયેલા જ છીએ. તો, આશા છે કે આપ સૌ આ પોસ્ટ વાંચી “એવો જ ભાવ” હયે ભરશો.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
This Post is an ANJALI ( Tribute) to one Vasantbhai Morarbhai Mistry of Leister, England, who had died on 17th September,2012.
He is known to me as the father of my friend Dinesh Mistry of Preston, England.
Heaaring of the death & my heart filled with the sadness, there were the outpouring of “words” which were as an ANJALI to Vasantbhai.
I took the opportunity of sharing that feelings with all as a Post on Chandrapukar.
Hope you are also touched by a person unknown.
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

“આસુંમાં સ્મિત” પુસ્તકનું ચંદ્ર વાંચન ! સુરજબાને શ્રધ્ધાંજલી !

13 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  September 17, 2012 at 8:29 pm

  શ્રી વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રી,કે જેને તમોએ જોયા નથી પણ એમના પરિચિત પુત્ર દીનેશભાઈના પિતાના નાતે એક જ્ઞાતિ બંધુને યાદ કરી
  સરસ કાવ્યાંજલિ એમને આપી તમોએ તમારા હૃદયની એમના પ્રત્યેની
  ભાવના રજુ કરી છે, ચન્દ્રવદનભાઈ.

  શ્રી વસંતભાઈનાં આત્માને પ્રભુ શાંતિ બક્ષે એવી મારી પ્રાર્થના .

  Reply
 • 2. pragnaju  |  September 17, 2012 at 9:03 pm

  જાણી એવું, ચંદ્ર અંતિમ અંજલીરૂપે સૌને કહેઃ
  વસંત તો પ્રભુ સાથે રમે ! વસંત તો પ્રભુ સાથે રમે !
  સુંદર કાવ્યાજલી
  યાદ આવે મરોલી આશ્રમ અને ત્યાં ભેગા થતા સ્વાતંત્ર સેનાનીઓ
  ૧૯૪૨નો અંગ્રેજી સરકાર સામેનો બળવો એ પ્રજાનો આખરી અને નીર્ણાયક બળવો. મુંબઈમાં મળેલી કોંગ્રેસની સમીતીએ ‘હીંદ છોડો’ના ઠરાવની સાથોસાથ એક ઈન્કીલાબી સુત્ર પ્રજાને આપ્યું-‘કરેંગે યા મરેંગે’. પ્રજાએ આ સુત્ર ઝીલી લીધું, અને સમગ્ર દેશ ઈન્કીલાબ ઝીંદાબાદ, કરેંગે યા મરેંગેના સુત્રોથી ગાજી ઉઠ્યો. ‘નહીંં નમશે નહીંં નમશે નીશાન ભુમી ભારતનું’, ‘અમે લીધી પ્રતીજ્ઞા પાળીશું રે’ જેવાં ગીતોથી દેશનું હવામાન ગાજવા લાગ્યું. આ યુદ્ધમાં, લોકક્રાંતીમાં અનેક કીશોરો, યુવાનો, બુઝર્ગોએ ઝંપલાવ્યું. પ્રત્યેકના દીલમાં આગ પ્રજ્વલીત બની હતી.
  આપણે સ્વાતંત્ર્ય સેનાનીનો અર્થ સંકુચીત બનાવી દીધો છે. જે જેલમાં ગયા તે જ સ્વાતંત્ર્ય સેનાની એવો સંકુચીત અર્થ કર્યો. પણ જેઓ બ્રીટીશ સરકાર સામે યુદ્ધે ચઢ્યા અને ભુગર્ભમાં રહીને સરકાર વીરુદ્ધ પ્રવૃત્તીઓ કરી, તે પછી વ્યક્તીગત ધોરણે કરી હોય કે સામુહીક ધોરણે, એવા તો અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ આ દેશમાં વસે છે. અહીં થોડા વળી ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે.

  ૨૨મી ઑગષ્ટ ૧૯૪૨ના દીવસે મટવાડમાં પોલીસ અને પ્રજા સમાસામે આવી ગઈ. આઝાદીની આગ ભભુકી ઉઠી. એ આગમાં, સ્વાતંત્ર્યની આગમાં કાંઠાની ત્રણ વ્યક્તી- રણછોડભાઈ લાલાભાઈ કરાડી, મોરારભાઈ પાંચીયા અને મગનભાઈ ધનજી મટવાડ, મોખલા ફળીયા આ ત્રણે હોમાઈ ગયા. દેશને કાજે શહીદ થઈ ગયા. શહીદીની તવારીખનો આંકડો દેશમાં ઘણો મોટો છે.

  Reply
 • 3. SARYU PARIKH  |  September 17, 2012 at 10:10 pm

  ભાઇશ્રી, તમારા પ્રેમાળ દિલની ભાવુક અંજલી બહુ જ સરસ છે.
  સ્નેહ અનુભવ માટે વ્યક્તિને મળવુ જરૂરી નથી એ તમે દર્શાવી આપ્યુ.
  સરયૂના વંદન

  Reply
 • 4. sapana53  |  September 18, 2012 at 4:18 am

  હ્રદયદ્રાવક..

  Reply
 • 5. mdgandhi21  |  September 18, 2012 at 4:31 am

  તમે યોગ્ય શ્રદ્ધાંજલિ આપી છે.

  Reply
 • 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  September 18, 2012 at 4:32 pm

  શ્રીમાન. ડૉ.પુકાર સાહેબ

  આપના કર કલમે રચાયેલ શ્રધ્ધાંજલિ રચના ખુબ જ સરસ રીતે

  આપે પ્રસ્તુત કરેલ છે.

  જેમને આપે જોયા નથી તેમને માત્ર કલ્પ્નાશક્તિ દ્વારા તેમના

  પુત્ર સાથે સ્નેહ સંબંધથી આપે વર્ણવેલ છે. શ્રી વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રીને

  તમારા પ્રેમાળ દિલની ભાવુક અંજલી બહુ જ સરસ છે.

  Reply
 • 7. Ishvarlal R. Mistry  |  September 18, 2012 at 4:57 pm

  Chandravadanbhai , Very nicely expressed your condolence to your friend’s father ,Very nice poem to remember, May his soul rest in peace.May his family follow their father’s teaching.Thankyou for sharing your thoughts.

  Ishvarbhai.

  Reply
 • 8. Dr P A Mevada  |  September 18, 2012 at 5:56 pm

  It is wonderful attempt for an unknown person!

  Reply
 • 9. pravina  |  September 19, 2012 at 12:04 am

  નથી પરિચય એમનો જરા, છતાં એમણે અનેકને સ્નેહતાતંણે બાંધ્યા હતા,

  Even do not know him ! Good thoughts

  see you

  http://www.pravinash.wordpress.com

  Reply
 • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  શ્રી વસંતભાઈનાં આત્માને પ્રભુ શાંતિ બક્ષે એવી મારી પ્રાર્થના . શ્રદ્ધાંજલી ની સુંદર રચના બદલ ધન્યવાદ !

  Reply
 • 11. પરાર્થે સમર્પણ  |  September 22, 2012 at 1:45 am

  આદરણીય વડીલ ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  સમાજના અગ્રણી એવા વસંતભાઈને શ્રદ્ધાંજલિ
  ઘણે દુર વસતા અને ઓળખતા ન હોવા ચતા પણ આપે દિલથી એક
  માનવતાનો નાતો નિભાવ્યો ને શ્રદ્ધાંજલિ રૂપી પુષ્પો અર્પણ કરતા કાવ્ય
  રચના કરી દીધી એ આપના માનવીય અભિગમને ઉજાગર કરે છે સાહેબ,

  Reply
 • 12. ઇન્દુ શાહ  |  September 23, 2012 at 11:12 pm

  આપે બે શ્રદ્ધાંજલિ કાવ્યો રજુ કર્યા, જેનો આપને પરોક્ષ પરિચય હતો ,છતા તમારા દિલથી માનવતા નીતરતી શ્રદ્ધાંજલિ રૂપી પુષ્પો સદગતના આત્માને અર્પણ કર્યા,ધન્યવાદ

  Reply
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  September 24, 2012 at 2:10 pm

  This was an Email Response to this Post>>>>

  Vasant Mistry
  TO: Doctor Chandravadan Mistry

  Monday, September 24, 2012 6:51 AM

  Namste Chandravadanbhai,
  Thank you for the latest poetry on Vasantbhai. Nicely given shrdha anjali to late Vasantbhai father of Dineshbhai of Preston.
  Since you retired from medical practice you have devoted your time on poetry.You are gifted as poet.It all comes from whithin.We as Prajapatis very much proud of you.
  Kind regards to you and kamuben.
  Vasant and Nirmala
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>Vasantbhai,
  Thanks for your response.
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

September 2012
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: