“આસુંમાં સ્મિત” પુસ્તકનું ચંદ્ર વાંચન !

સપ્ટેમ્બર 10, 2012 at 10:11 પી એમ(pm) 10 comments

Pink Cymbidium Hybrid Orchid

“આસુંમાં સ્મિત” પુસ્તકનું ચંદ્ર વાંચન !
Smile in Tears
Author: Saryu Parikh
: True stories in words and verses in English & Gujarati.
સરયુબેન,
તમારી પ્રથમ પુસ્તક “નિતરતી સાંજ” વાંચવાનો લ્હાવો મને મળ્યો હતો. એ પુસ્તક દ્વારા તમારા કાવ્યો માણવાનો આનંદ થયો હતો. તમે ઈમેઈલ દ્વારા તમારી બીજી પુસ્તક અંગ્રેજી નામે“Smile in Tears” કે પછી ગુજરાતી નામે “આંસુમાં સ્મિત”વાંચી,ફરી ખુબ જ આનંદ. આ બીજી પુસ્તક અંગ્રેજી તેમજ ગુજરાતી લખાણે વાર્તાઓ તેમજ કાવ્યો સ્વરૂપે છે. આ લખાણમાં ખરેખર તો તમારા જીવનમાં થયેલા અનુભવોનું વર્ણન છે, અને જેમાં તમારી “સેવા”ના દર્શન થાય છે.
સરયુબેન, હું તમોને રૂબરૂ મળ્યો નથી….તેમ છતાં કેમ જાણે “મળ્યો છું” એવો ભાવ મારા દીલમાં જાગૃત થાય છે.
આ પુસ્તક પહેલા પાનથી અંત સુધી વાંચી ગયો. આ પુસ્તક લખાણમાં પ્રથમ અંગ્રેજીમાં વાર્તાઓ, અને જેની સાથે અંગ્રેજીમાં થોડી કાવ્ય રચનાઓ. ત્યારબાદ, ફરી એ જ વાર્તાઓ ગુજરાતી લખાણે અને એની સાથે ગુજરાતીમાં કાવ્યરચનાઓ.
પાન ૧ પર જે વાંચ્યું તેમાં જે સારરૂપે તમે જે ઉલ્લેખ કર્યો, તેમાં અન્ય પ્રત્યે તમારો પ્રેમ અને મિત્રતાની આતુરતાભરી નારીના દર્શન થયા.
પહેલી અંગ્રેજીમાં વાર્તા હતી “Smile Again”, અને છેલ્લી ૧૬મી હતી “Unacceptable”….પણ આ બધી જ વાર્તાઓમાં મને તમોએ કરેલી “સોસીઅલ વર્કર”ની સેવાના દર્શન થયા.એ વાંચી હું એટલું કહી શકું કે એ સર્વ લખાણમાં તમારો અન્ય પ્રત્યેનો સ્નેહ છલકતો હતો.
પણ…ખરેખર જ્યારે “Choice of Marriage” અને “The Joy of Journey”દ્વારા મેં તમારા લગ્ન તેમજ લગ્ન બાદના જીવન વિષે જાણ્યું ત્યારે જ મને તમારા જીવન ઘડતરનો પુરો ખ્યાલ આવ્યો.પરિવારમાં “થોડો” વિરોધ હોવા છતાં માતા અને ભાઈના સહારે તમે તમારી ઈચ્છા મુજબ લગ્ન કર્યા, અને ત્યારબાદ, અમેરીકા આવી જુદી જુદી જગ્યાએ રહી આજે ઓસ્ટીન ટેક્ષાસમાં સ્થીયી થયા છો. તમે જ્યાં જ્યાં રહ્યા ત્યાંત્યાં તમે અન્યને સેવા આપવાની તકો લઈ તમારો “સ્નેહ” આપ્યો છે. અને સંતાનસુખરૂપે તમોને સમીર અને સંગીતા છે જેઓ પણ એમના જીવનમાં ભણી સુખી છે.આવી દીકરા દીકરીની સફળતા કે સુખમાં તમારો તેમજ દીલીપભાઈનો ફાળો ખુબ જ અગત્યનો છે.
સરયુબેન, તમો હવે ટેક્ષાસમાં રહી “માનવસેવા” કરતા રહો, એવી પ્રભુને પ્રાર્થના.
તમારા સ્વભાવમાં “સેવા” અને “સાહિત્ય”નું મિલન છે. જેના બીજ રોપનાર છે તમારો જ પરિવાર અને જેમાં સમાવેશ થાય છે તમારી માતાની “સાહિત્ય યાત્રા”.
સરયુબેન, એક સુદર પુસ્તક પ્રગટ કરવા માટે મારા તમોને અભિનંદન !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, અમેરીકા.
બે શબ્દો…
“ગંગોત્રી”નો બ્લોગ એટલે સરયુબેન.
સરયુબેન તરફથી એક ઈમેઈલ આવ્યો. એની સાથે એમના બીજા પુસ્તક “આંસુમાં સ્મિત”નું
લખાણ હતું, અને જે અંગ્રેજી તેમજ ગુજરાતી લીપીમાં હતું.
મેં વાંચી, ઉપર મુજબનું લખી ઈમેઈલથી એમને જવાબ આપ્યો.
પુસ્તક વાંચ્યાની મને ખુશી થઈ.
મારૂં માનવું છે કે આ પુસ્તક વિષે કોઈક પોસ્ટ એમના બ્લોગ “ગંગોત્રી” પર હશે. તો, એ જરૂરથી
વાંચશો એવી આશા. એમના બ્લોગ પર જવા માટેની “લીન્ક” નીચે મુજબ છે >>>>
ચાલો, ભવિષ્યમાં જો એ પુસ્તક પ્રગટ થાય તો જરૂરથી વાંચશો, એવી આશા.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today I had published a Post about a Book written by Saryu Parikh who has a
Blog by the name “Gangotri”.The new book is by the name “Smile in Tears” is a
collection of the short stories in English which are based on the personal
experiences of Saryuben in her life. Many of these are the stories of the
individuals who had benefitted from Saryuben’s work as a Social Worker.There
are some stories about the personal family life, which gives the insight of the
Saryuben’s family roots.
The book has also some stories written in Gujarati.
There are poems in Gujarati & English, many of these are the creations  based
on the actual true stories in this book.
This book still under the final review by Saryuben, will be published officially
very soon.
It is a very touching & very nicely narrated by Saryuben. One can feel that all
that is written is from the heart of Saryuben.
Whenever it is published, I recommend it will be worth reading by all. One will
be informed about the details at Saryuben’s Blog Gangotri at>>>
             OR
Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized.

તંદરસ્તી તમારી, જવાબદારી છે અમારી ! વસંતભાઈ મોરારભાઈ મિસ્ત્રીને શ્રધ્ધાજંલી

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pravina Avinash  |  સપ્ટેમ્બર 10, 2012 પર 10:35 પી એમ(pm)

  Yes, she is a good friend. wonderful writer.

  visit…

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 2. pragnaju  |  સપ્ટેમ્બર 10, 2012 પર 11:09 પી એમ(pm)

  ખૂબ સુંદર પુસ્તકનું સ રસ વિવેચન
  તેમના મામાશ્રી નાથાલાલભાઈ દવે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સાહિત્યસેવા માટે તેમને અનેક સુવર્ણચંદ્રકો અને પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા છે. તેમની અનેક કૃતિઓને ‘શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ’, ‘શ્રેષ્ઠ નવલિકાસંગ્રહ’, ‘શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ’ તરીકે ગુજરાત સરકાર દ્વારા નવાજવામાં આવી છે. માત્ર આટલું જ નહિ, તેમની અનેક કૃતિઓનો પાઠ્યપુસ્તકોમાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે. હાલમાં તેમના ઘણા પુસ્તકો અપ્રાપ્ય છે, પરંતુ તેમના પૌત્રી શ્રીમતી કવિતાબેને પાસે આ દુર્લભ પ્રતો છે.\
  આવા આદરણિય મહાનુભાવોના્ સંસ્કાર પામેલા માનનિય સરયુબેનના બ્લોગ પર તેમની રચનાઓ માણી છે.તેમની રચનાઓ ન કેવળ સંત સાહિત્ય લાગે પણ તેમા અનુભૂતિ થયા બાદ આ રચનાઓ કોઈ સર્વશક્તિમાનની શક્તીએ લખાવી હોય તેમ સહજ લખાઇ હોય તેવું લાગે..
  તેમના પર મા સરસ્વતીની કપા બની રહે અને આવું ઉત્તમ સાહિત્ય પીરસતા રહે
  તેવી પ્રભુ પ્રાર્થના

  જવાબ આપો
 • 3. Ramesh Patel  |  સપ્ટેમ્બર 10, 2012 પર 11:17 પી એમ(pm)

  કૌશલ્યને એક ઓપ આપી સાહિત્ય અને સમાજોપયોગી જીવનનો આદર્શ, સૌના
  માટે પ્રેરણાદાયી છે…સુશ્રી સરયુબહેનને ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  સપ્ટેમ્બર 11, 2012 પર 1:03 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ તમારી આજની પોસ્ટમાં તમોએ કરેલ સર્યુંબેન પરીખના કાવ્યોનું રસ દર્શને એમના સરસ બ્લોગનો પરિચય કરાવ્યો.

  એમના બ્લોગમાં સર્ફ કરતાં એમના પરિચય સાથે એમના આસ્વાદ્ય
  ગદ્ય અને પદ્યની સમૃદ્ધ સામગ્રી માણીને ખુબ આનંદ થયો.આભાર.

  જવાબ આપો
 • 5. SARYU PARIKH  |  સપ્ટેમ્બર 11, 2012 પર 2:40 એ એમ (am)

  આપ સર્વેનો હાર્દિક આભાર. પુસ્તક મઠારીને બ્લોગ પર મુકવામાં વ્યસ્ત છું. તમારા પ્રત્સાહનથી કામ જલ્દી થશે તેવા ઉત્સાહ સાથે ફરી મળીશુ.
  સરયૂના વંદન

  જવાબ આપો
 • 6. sapana  |  સપ્ટેમ્બર 11, 2012 પર 8:38 પી એમ(pm)

  સર્યુબેનને અભિનંદન…એમને મળવાનો મોકો ફ્લોરીડામાં મળ્યો..કોઈ સ્નેહીજનને વરસો પછી મળ્યાં એવું લાગ્યું ..એમની બુક નીતરતી સાંજ વાંચી રહી છું..અને ચંદ્રવદનભાઈ તમે રીવ્યુ આપ્યો એ બુક પણ જરૂર વાંચીશ …સરસ રીવ્યુ અને અભિનંદન સર્યુબેન…

  જવાબ આપો
 • 7. chandravadan  |  સપ્ટેમ્બર 12, 2012 પર 12:57 એ એમ (am)

  This is an Email Response from Devikaben>>>>

  NEW POST…A BOOK REVIEW

  FROM: Devika
  TO: chadravada mistry

  Tuesday, September 11, 2012 2:35 PM

  ચન્દ્રવદનભાઇ,

  નમસ્તે.

  સરયુબેન તો ઘરના છે,અમારા ગુજરાતી સાહિત્ય સરિતાના.આપના મુખે તેમના વિષે સાંભળીને આનંદ થયો.

  અમે એકમેકનું રોજ વાંચીએ છીએ.તમારી કલમ પણ અવારનવાર વાંચવા મળે છે. સરયુબેનના પૂસ્તક વિષે સરસ લખ્યું છે.

  ખાત્રી છે કે તમે http://devikadhruva.wordpress.com ની મુલાકાત લેતા જ હશો.

  કુશળ હશો.

  દેવિકા
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Devikaben,
  Thanks for your Email after reading this Post.
  Hope you will visit my Blog & post COMMENTS for the Posts you like.
  You all are doing great in Houston, Texas with the Gujarati Sahitya.
  All the Best !
  Chandravadan

  જવાબ આપો
 • 8. Ishvarlal R. Mistry  |  સપ્ટેમ્બર 12, 2012 પર 5:42 એ એમ (am)

  Seems very interesting book to read, Looking forward to read it when published,
  Thankyou Chandravadanbhai for the information.
  Ishvarbhai

  જવાબ આપો
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  સપ્ટેમ્બર 14, 2012 પર 11:41 એ એમ (am)

  શ્રીમાન. ડૉ. પુકાર સાહેબ

  આપે આજે સરસ શ્રી. સરયુબહેનના બોગનું રસદર્શન કરાવ્યુ.

  એક નોખ અનોખા બ્લોગ વિશે અમારા જેવા નવા બ્લોગરોને જાણવાનું મળ્યુ

  સાહેબ

  સાહેબ આવા અવનવા પરિચયો કરાવતા રહેશોજી.

  મુ. બહેનને પણ ખુબ ખુબ ગુજરાતી સમાજની સેવા કરતા રહેવાની અપીલ.

  જવાબ આપો
 • 10. dhavalrajgeera  |  સપ્ટેમ્બર 16, 2012 પર 10:49 પી એમ(pm)

  Dear Chandra,

  Good work as always…” સર્યુબેનને અભિનંદન.”

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 328,672 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: