પત્નીઓની સભા !

ઓગસ્ટ 24, 2012 at 11:53 પી એમ(pm) 14 comments

પત્નીઓની સભા !
 
આ તો છે પન્તીઓની સભા,
પતિઓ વિષે વાતો કરવાની આ છે સભા !…….(ટેક)
 
“હવામાં જ ઉડ્યા કરે છે એ તો”પાઈલોટની પત્ની પ્રથમ બોલી,
મેં પણ અનેકવાર ખીજાયને કહી દીધું એમને મુજ  હૈયું ખોલીઃ
“હવામાં જ ઉડ્યા કરજોતમે,’ને હું ધરતી પર સૌ સાથે ખેલીશ હોળી”…..આ તો છે ….(૧)
 
અરે, મારા પતિ તો મીનીસ્ટર છે મોટા, ઓ,સખી મારી,
“તમારા વચનો ના કદી થાય પુરા” કહ્યું મેં એમને ગુસ્સો લાવી,
જાણે મેં કહ્યું  કાંઈ નહી, એવા ભાવે વર્તન હતું એમનું મુખે હાસ્ય લાવી !…..આ તો છે….(૨)
 
“મને નહી શીખવો !” શિક્ષક પત્નીનું ગુસ્સાભર્યા વર્તનનું વર્ણન હતું,
“થોબડું રંગી નાખીશ તમારૂં” શબ્દોમાં રંગારીની પત્નીનું ખીજ દર્શન હતું,
“બરાબરની ધૂલાઈ કરી નાંખીશ” ધોબી પત્નીની ખીજ વિષે સૌએ જાણવું રહ્યું !…..આ તો છે…..(૩)
 
“ઠોકીને સીધા કરી દઈશ”કહે એવું સુથાર પત્ની સુથારને,
“તેલ લેવા જાઓ તમે!” કહે એવું ગુસ્સામાં પત્ની તેલવેપારીને,
“હવે, નાટક બંધ કરો તમારૂં” કહી ગુસ્સો હલકો કર્યો અભિનેતાની પત્નીએ !…..આ તો છે ……(૪)
 
“આવી ને ગાડી તમારી લાઈન પર” કહેતા રેલ્વે ડ્રાઈવરની પત્નીએ લડાઈમાં થયેલી જીત જાહેર કરી,
“તને ડિલીટ કરી નાંખીશ !” ક્મપ્યુટર એન્જીયરની પત્નીએ આપેલ ધમકીનું સૌને વાત કરી,
“દાંત તોડીને હાથમાં આપી તને” કહે ડેન્ટીસ્ટની પત્ની જાણે યુધ્ધમાં શુરવીર બની !….આ તો છે ….(૫)
 
એવા સમયે, સભાગ્રહના પાછલા દરવાજાથી ચંદ્ર બોલી રહે….
“અરે, ઓ, નારીઓ, શાને તમો સૌ આવું કહે ?
પતિ વગર પત્ની અધૂરી, પત્ની વગર છે પતિ અધુરો રહે,
સત્ય આવું જો જાણો તમે, તો, સૌના હ્રદયે ફક્ત પ્રેમ જ વહે !”…..આ તો છે …..(૬)
 
 
કાવ્ય રચના..તારીખ ઓગસ્ટ,૨૪,૨૦૧૨                    ચંદ્રવદન
બે શબ્દો…
આજે તારીખ ઓગસ્ટ,૨૪, ૨૦૧૨ના દિવસે, ઈંગલેન્ડથી એક મિત્રનો “ફોર્વાડ ” કરેલો સંદેશો હતો…”જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે કેવા શબ્દો બોલે”ના ટાઈટલ સાથે “શબ્દોનું લખાણ ” હતું તે આધારીત આ રચના શક્ય થઈ છે.
આ લખાણના લેખક હતા..(સી.કે.)ચંદ્રકાન્ત.
જુદાજુદાવ્યવસાયનાપુરુષોનીપત્નીઓ એમનાપતિઓનેવઢેત્યારે,કેવાશબ્દોબોલે……………?
પાઈલટનીપત્ની………………..હવામાંજઊડ્યાકરોતમે…..                 મિનિસ્ટરનીપત્ની…………..તમારાવચનોક્યારેયપૂરાથાયછેખરા?….   શિક્ષકનીપત્ની………….મનેનહીંશીખડાવો….                                          રંગારીનીપત્ની………………થોબડુંરંગીનાખીશ….                                    ધોબીનીપત્ની………….બરાબરનીધુલાઈકરીનાખીશ….                          સુથારનીપત્ની…………….ઠોકીનેસીધાકરીદઈશ….                                    તેલનાવેપારીનીપત્ની………….તોતેલલેવાજાવ…..                                દરજીનીપત્ની…………….મારુંમોઢુંસીવ્યુંતોયાદરાખજો….             અભિનેતાનીપત્ની…………….હવેનાટકબંધકરો….                                      રેલવેડ્રાઈવરનીપત્ની…………………આવીગઈનેગાડીલાઈનપર?….     કોમ્પ્યુટરએન્જિનિયરનીપત્ની……………….તનેડિલીટકરીનાખીશ…   ડેન્ટિસ્ટનીપત્ની………………દાંતતોડીનેહાથમાંઆપીદઈશ…

(સી કે) ચંદ્રકાન્ત

તો, આ રચનાના પ્રાણદાતા ચંદ્રકાન્તભાઈ છે !..એઓ ક્યાં છે તે વિષે હું અજાણ છું..જે કોઈ એમને જાણે તેઓ જો એમને આ રચના વિષે જાણ કરે, અને જો એઓ પધારી વાંચે તો મારા હૈયે ખુબ જ ખુશી હશે !
પણ….
મારે સૌને પુછવું છે કે તમોને આ પોસ્ટ ગમી કે નહી ?
જરૂરથી જણાવશો !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today, on 24th August 2012, I receive an Email, which had the words of Wives as they get ANGRY on their HUSBANDS of the different occupations.
Today I creat this Poem in Gujarati.
Hope you like it !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ ! સ્વપ્નું અને આશાઓનું મિલન !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ઓગસ્ટ 25, 2012 પર 1:22 એ એમ (am)

  સરસ રમુજ
  યાદ આવીHAZAL by Raeesh Maniyar – પન્નીને પહ્તાય તો કે’ટો ની …
  ► 3:21► 3:21

  http://www.youtube.com/watch?v=QW_o9OeKOC8Jun 12, 2008 – 3 min – Uploaded by naikmo
  HAZAL by Raeesh Maniyar – પન્નીને પહ્તાય તો કે’ટો ની. naikmo. Subscribe Subscribed Unsubscribe. Loading… 20 videos …
  More videos for “પન્નીને પહતાય તો કે’ટો ની »

  જવાબ આપો
  • 2. Dilip Gajjar  |  ઓગસ્ટ 25, 2012 પર 7:43 એ એમ (am)

   પ્રજ્ઞાશુજી, ચંદ્રકાન્તભાઈ એ મજા કરાવી દીધી પત્નીઓની આવી છણકાસભર કવિતા લઇ આવ્યા ..
   મને પણ રઈશભાઈની જ કવિતા યાદ આવી ગઈ…

   પન્ની ને પહતાય તો કે’ટોની
   વાહણ જો અથડાય તો કે’ટોની

   હમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લે’ઉ
   પછી માથે ચડી જાય તો કે’ટોની

   હમના તો પ્યાર જાણે રેહમની ડોરી
   એના પર લૂગડા હૂકવાય તો કે’ટોની

   એની આંખોના આભમાં પંખી ના ટોળા
   પછી ડોળા દેખાય તો કે’ટોની

   હમ ટુમ ઔર ટન્હાઇ બધું ઠીક મારા ભઇ
   પછી પોયરાં અડ્ડાય તો કે’ટોની……..

   જવાબ આપો
 • 3. pravina Avinash  |  ઓગસ્ટ 25, 2012 પર 1:35 એ એમ (am)

  આ.વાંચીને સરસ એક જોક યાદ આવ્યો.

  એક પાર્ટીમાં બધા પાયલટ પતિઓ વિમાનની અને તેમના ઉડાણની બડાશ હાંકતા હતાં,

  એક સ્માર્ટ પાયલટની પત્ની બોલી તમારી જોબની બોરીંગ વાત શું કરો છો. આવી વાત જોબ ઉપર હોય ત્યારે કરતાં હો તો ?

  પાયલટ પતિઃ અમે જ્યારે આકાશમાં પ્લેન ઉડાવતા હોઈએ છીએ ત્યારેતમારી વાતો કરીએ છીએ.

  રમુજ ભરી કવિતા પર રમુજ.

  click on

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 4. Samir Dholakia  |  ઓગસ્ટ 25, 2012 પર 4:19 એ એમ (am)

  WAH BHAI WAH…….   SAMIR RANJITBHAI DHOLAKIA(B.Ed)(VOCAL CLASSICAL)                                                                    SWARAA MUSIC CLASSES                                                                                                                                                                                           9033956785                                                                                                                                                                      9228401683

  ________________________________

  જવાબ આપો
 • 5. Dilip Gajjar  |  ઓગસ્ટ 25, 2012 પર 7:45 એ એમ (am)

  ચંદ્રકાન્તભાઈ, મજા કરાવી દીધી પત્નીઓની આવી છણકાસભર કવિતા લઇ આવ્યા ..મને પણ રઈશભાઈની જ કવિતા યાદ આવી ગઈ…

  જવાબ આપો
 • 6. પ્રવિણ શ્રીમાળી  |  ઓગસ્ટ 25, 2012 પર 7:50 એ એમ (am)

  Saras, Maja aavi gai

  જવાબ આપો
 • 7. hemapatel  |  ઓગસ્ટ 25, 2012 પર 11:42 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ,
  ડોક્ટરની પત્નિ શું બોલે ના જણાવ્યું !

  જવાબ આપો
 • 8. Ishvarlal R. Mistry  |  ઓગસ્ટ 26, 2012 પર 5:42 એ એમ (am)

  Very nicely done in your poem, liked it very much , Thanks for sharing your thoughts.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓગસ્ટ 26, 2012 પર 10:59 એ એમ (am)

  શ્રીમાન. ડો. ચન્દ્ર સાહેબ

  આપે તો બધાનો રવિવાર સુધારી દીધો.

  ખુબ જ મજા પડી ગઈ. સાહેબ

  આવુ અઠવાડિયામાં એક્વાર લખતા રહો

  જવાબ આપો
 • 10. Ramesh Patel  |  ઓગસ્ટ 27, 2012 પર 6:38 પી એમ(pm)

  જીસકી બીબી લમ્બી ઊસકા ભી બૂરા હાલ હૈ!!

  સંસારની લીલા અજબગઝબની ..હળવા થવાની મજા માણીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. sapana  |  ઓગસ્ટ 27, 2012 પર 7:47 પી એમ(pm)

  “અરે, ઓ, નારીઓ, શાને તમો સૌ આવું કહે ?
  પતિ વગર પત્ની અધૂરી, પત્ની વગર છે પતિ અધુરો રહે,
  સત્ય આવું જો જાણો તમે, તો, સૌના હ્રદયે ફક્ત પ્રેમ જ વહે !”મજા પડિ મજા પડી ભાઈ મજા પડી…ફારમાસિસ્ટની પત્નિ રહી ગઈ ચાલો..હું જ ઉમેરી દૌ
  મારાં પતિ ફાર્માસીસ્ટછે સખી ગોળિઓ ગણ્યાંકરે
  મૈ પણ છણકો કરી કહી દિધું સખી વહાલી સખી
  ગોળીઓ આપ્યા કરો જગને હું આપીશ ગોળિ તમને…હા હા હા

  જવાબ આપો
  • 12. chandravadan  |  ઓગસ્ટ 27, 2012 પર 8:50 પી એમ(pm)

   સપનાબેન, તમે આવ્યા અને પ્રતિભાવ આપ્યો, વાંચી ખુશી.

   એવી ખુશી સાથે ….નીચેનું હું લખું>>>

   સભામાં એક ડોકટરની પત્ની અંતે સૌને કહે,ઃ

   “મારો પતિ તો ઈલાજ કરી સૌને સારા કરે,

   પણ એમની દવાઓ શાને મુજને માફક ના આવે ?

   અનેકવાર એઓ મોડા આવે તેનો ગુસ્સો જ્યારે શબ્દોમાં કહ્યો,

   ત્યારે “દર્દીઓ જોઈને થાક્યો છું” કહી ગુસ્સો મારો એમણે નિંદરમાં ભર્યો !”
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 13. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 30, 2012 પર 4:08 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ .
  કવિ કે લેખકની પત્ની- હવે લખી લખીને શું ઢેખાળા કાઢવાના છે એમાં
  સરસ સંકલન કર્યું છે સાહેબ.

  “કોમ્પ્યુટર પજવે છે એટલે જ સંદેશો આપવામાં ગોવિંદ રખડે છે

  જવાબ આપો
 • 14. બીના  |  સપ્ટેમ્બર 8, 2012 પર 2:42 પી એમ(pm)

  ખુબ જ મજા પડી ગઈ. સરસ!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,074 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: