ગાંધી બુધ્ધિ વાણી !

August 10, 2012 at 4:20 pm 14 comments

The face of Gandhi in old age—smiling, wearing glasses, and with a white sash over his right shoulder

 ગાંધી બુધ્ધિ વાણી !

ગાંધીજીના વિચારો તો ઝવેરાત છે,

હું કહું કે તમે એનો અમલ કરી,જીવન ધન્ય કરો !…….(ટેક)

 

માનવતા પર વિષ્વાસ રાખો, ના કદી એને તોડો,

માનવતા તો એક મહાસાગર છે, એવું હૈયે જોડો,

ટીપારૂપે કદી કોઈ બુરૂ, તો, મહાસાગર ના હોય કદી બુરો !…..ગાંઘીજીના ..(૧)

 

કદી એક માનવી માટે સેવા કરી તમ હ્રદયભાવ સંગે,

ભલે, લાખો પ્રભુને ભજે,તુલના કરતા તમ સેવા હોય રે ઉંચે,

એથી, બધી જ ચિન્તાઓ ત્યાગી, માનવ દેહને તું બચાવજે !……ગાંધીજીના….(૨)

 

પ્રભુ પર શ્રધ્ધા રાખનારથી ચિન્તાઓ દુર ભાગે,

ચિન્તા મુક્ત રહી, માનવી એવો અકલ્પીત કરી શકે,

આ જગતમાં નિર્ભય થઈ, એ તો જીવન જીવી શકે !…….ગાંધીજીના…..(૩)

 

પ્રભુને પ્રાર્થના કરો ત્યાં હોય ભલે શબ્દો સારા,

પણ, જ્યાં હ્દય ના હોય તો છે એ બધા નકામા,

તો, કરો પ્રાર્થના હ્દયથી, ‘ને છોડો પરિણામ પ્રભુ હાથમાં !…..ગાંધીજીના…..(૪)

 

મિત્રોની સોબતે  મિત્રો બનાવવું તો સહેલું રહ્યું,

શત્રુ માનનારાને મિત્રો કરવાનું સૌએ કઠીન કહ્યું,

એવા સમયે, સર્વમાં “મિત્રતા” નિહાળતા, ખરા ધર્મ તરફ તમે પગલું ભયું !…..ગાંધીજીના…(૫)

 

જ્યારે કોઈ માનવીને અપમાનીત કરી જમીન પર ફેંકાય,

ત્યારે, એવા માનવીને મળેલા સનમાનમાં શું માણસાય ?

આવા દર્શનમાં મનડું મારૂં આશ્ચર્યમાં ભટકી પસ્તાય !……ગાંધીજીના….(૬)

 

પ્રભુએ સર્જેલા આ જગતમાં સૌના જીવન માટે બધુ જ બરાબર છે,

એવા સમયે, લોભવૃત્તિએ સંગ્રહ કરનારને ધિક્કાર છે,

સંતોષભાવે, પ્રભુનામે જીવનારનું જીવન ધન્ય છે !…..ગાંધીજીના……(૭)

 

સૌ માનવમાં સદગુણો ફક્ત નિહાળું હું,

હું પોતે અપુર્ણ, ભુલો બર્યો છે હું,

તો, શાને અન્યના અવગુણો ગણવાનો અધિકારી હું ?……ગાંધીજીના……(૮)

 

જ્યારે જગતમાં ખરેખર શાંતી સ્થાપવી હોય તમોએ,

ત્યારે, યુધ્ધ સમયે શસ્ત્રો ત્યાગ કરવો રહ્યો તમોએ,

અને, બાળકોમાં પ્રેમ જગૃત કરતા, જગમાં નિહાળવા મળશે ખરી શાંતી તમોને !……ગાંધીજીના….(૯)

 

જગમાં ખુશી ક્યારે અનુભવી શકો તમે ?

વિચારો, શબ્દો કે કાર્યો જે જગમાં કરો તમે,

તો, ત્યારે વિચારો, શબ્દો અને કાર્યમાં “એકતા” અપનાવો તમે !…….ગાંધીજીના…..(૧૦)

 

હું સાંજે સુર્યોદયમાં અવર્ણીત   અદભુદતા નિહાળું,

હું રાત્રીમાં ચાંદનીમાં એની મધુર સંદરતા નિહાળું,

એવી હાલતમાં, સર્જનહાર પ્રભુની યાદમાં હું રહું !……ગાંધીજીના…….(૧૧)

 

હું કોણ ? હું કોણ ? જો તમોને સતાવે,

એવા સમયે, જનકલ્યાણના કાર્યો જગાડે,

તો, “હું કોણ?” જીવનમાં કદી ના સતાવે !……ગાંધીજીના……..(૧૨)

 

આ રહી ગાંધી બુધ્ધિની વાણી,

કાવ્યરૂપી શબ્દોમાં કહી છે એ જ વાણી,

ખુશી છે કે આટલી ચંદ્ર અરજી તમે જો માની !…..ગાંધીજીના…..(૧૩)

 

કાવ્ય રચનાઃ શુક્રવાર, અને તારીખ ઓગસ્ટ ૧૦, ૨૦૧૨                   ચંદ્રવદન

આજે છે જન્માષ્ઠમીનો શુભ દિવસ, અને આજે આ રચના શક્ય થઈ તે માટે ખુબ જ ખુશી છે !

બે શબ્દો…

આજે જન્માષ્ઠમીનો શુભ દિવસ !

આજે ગાંધીજીના વિચારો જે મેં અંગ્રેજીમાં વાંચ્યા તેને જ કાવ્ય સ્વરૂપ ગુજરાતીમાં આપ્યું છે !

આ વિચારો અંગ્રેજીમાં નીચેના અંગ્રેજી લખાણમાં છે.તે જરૂર વાંચશો !

આ  શુભ દિવસે અને હંમેશા શ્રી કૃષ્ણની કૄપા સૌ પર વરસે એવી અંતરની પ્રાર્થના !

 

ડો.ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…

Today’s Post is based on the Words of Wisdom of Gandhiji in English as read below>>>>

Gandhi’s   wise words
Advertisements

Entry filed under: કાવ્યો.

પ્રભુજન તો એ જ રે ! ૧૭મી સેપ્ટેમ્બરનો દિવસ !

14 Comments Add your own

 • 1. Vinod R. Patel  |  August 10, 2012 at 4:27 pm

  હું સાંજે સુર્યોદયમાં અવર્ણીત અદખુદતા નિહાળું,

  હું રાત્રીમાં ચાંદનીમાં એની મધુર સંદરતા નિહાળું,

  એવી હાલતમાં, સર્જનહાર પ્રભુની યાદમાં હું રહું !……

  કાવ્ય રચના ગમી. ગાંધીજીના વિચારોને આધારિત કાવ્યનો સંદેશ પણ

  ગમ્યો.

  Reply
 • 2. sapana  |  August 10, 2012 at 4:50 pm

  હું સાંજે સુર્યોદયમાં અવર્ણીત અદખુદતા નિહાળું,

  હું રાત્રીમાં ચાંદનીમાં એની મધુર સંદરતા નિહાળું,

  એવી હાલતમાં, સર્જનહાર પ્રભુની યાદમાં હું રહું !…આખી રચનામાં સરસ શીખ છે ખરેખર કૈ પંક્તિ ટાંકવી એમાં અટવાઈ હતી

  Reply
 • 3. pragnaju  |  August 10, 2012 at 5:49 pm

  ખૂબ સુંદર
  હું કોણ ? હું કોણ ? જો તમોને સતાવે,

  એવા સમયે, જનકલ્યાણના કાર્યો જગાડે,

  તો, “હું કોણ?” જીવનમાં કદી ના સતાવે !……ગાંધીજીના……..(૧૨)

  આ રહી ગાંધી બુધ્ધિની વાણી,

  કાવ્યરૂપી શબ્દોમાં કહી છે એ જ વાણી,

  ખુશી છે કે આટલી ચંદ્ર અરજી તમે જો માની !…..ગાંધીજીના…..(૧૩)
  પ્રેરણાદાયી વિચારોની ભાવભરી રજુઆત

  Reply
 • 4. pravinshastri  |  August 11, 2012 at 1:05 am

  ચંદ્રવદનભાઈ,
  આપના કાવ્યો હંમેશા સરળ શબ્દોમાં હાર્દિક સદભાવના વહાવતા રહે છે. વ્યક્ત્તિગત રીતે મળ્યો નથી પણ તમારા સંવેદનશીલ હદય અને લાગણીનો અહેસાસ કરું છું.

  Reply
 • 5. jagdishshabdsoor  |  August 11, 2012 at 4:31 am

  આજે પાકિસ્તાન માં હિન્દુઓની હાલત બદતર થઇ છે. ત્યાંથી બિચારા પનાહ લેવા ભારત માં આવી રહ્યા છે. આનું ઉદભવસ્થાન શું છે
  તે બધા જ જાણે છે. ભારત માં જ જયારે હિંદુઓ બિચારા કહેવાય ત્યારે તેવોની દશા અને દિશા ત્યાં કેવી હશે તેતો કવિઓ તમે ત્યાં જઈ ને
  રહો એટલે ખ્યાલ આવી જશે. મહાત્માઓ ભૂલ કરે તે પણ સ્વીકારી લેવી એતો બાયલાવેડા જ કહેવાય. આસામ માં અત્યારે હિન્દુઓની દશા
  માઠી ચાલી રહી છે તો કવિઓએ ત્યાં જઈ ને લાગણી બતાવવી જોઈએ. ઉત્તરપ્રદેશ માં નવા નવા ફતવા બહાર આવે છે તેના વિષે કવિતા લખવી જોઈએ

  ગાંધી ની રાખ માંથી લીલો રંગ નીકળ્યો,
  ૬ દાયકા પછી સાચી વાત નીકળી.

  આઝાદી ની લડત કાજે લડ્યા
  વીરો ભગત ને સુખરામ.
  ને બાપુ નો જીવન મંત્ર
  તો હતો ફક્ત ઇસ્લામ.

  Reply
  • 6. DR. CHANDRAVADAN MISTRY  |  August 11, 2012 at 11:35 am

   જુગલભાઈ,

   તમે આવ્યા…તમે પ્રતિભાવ આપ્યો…એનો આનંદ.

   પ્રભુનું આ જગત…સૌ સૌની રીતે વિચારે…તમારા વિચારોને સલામ !

   ….ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 7. Ishvarlal R. Mistry  |  August 11, 2012 at 5:45 am

  Chandravadanbhai very nicely expresse Gandhi vani, it has lot of good meaning to keen in mind, like it very much , best wishes

  Reply
 • 8. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  August 11, 2012 at 4:46 pm

  ડૉ. પુકાર સાહેબ
  ખુબ જ સરસ્ રચના
  આપ ખુબ જ સંવેદનશીલ છો એટ્લે આપ હ્રદયસ્પર્શી
  રચના કરી શકો છો, હ્રદય્ને આપની રચના હલાવી ગઈ સાહેબ્

  Reply
 • 9. પરાર્થે સમર્પણ  |  August 12, 2012 at 4:47 am

  આ રહી ગાંધી બુધ્ધિની વાણી,

  કાવ્યરૂપી શબ્દોમાં કહી છે એ જ વાણી,

  ખુશી છે કે આટલી ચંદ્ર અરજી તમે જો માની !…..ગાંધીજીના…..(૧૩

  Reply
 • 10. પરાર્થે સમર્પણ  |  August 12, 2012 at 4:47 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  આ રહી ગાંધી બુધ્ધિની વાણી,

  કાવ્યરૂપી શબ્દોમાં કહી છે એ જ વાણી,

  ખુશી છે કે આટલી ચંદ્ર અરજી તમે જો માની !…..ગાંધીજીના…..(૧૩

  ગાંધી વાણીનો ટહુકો ચન્દ્ર પુકારમાં શબ્દાવલીમાં સુંદર ગાજ્યો છે.

  Reply
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  હું સાંજે સુર્યોદયમાં અવર્ણીત અદખુદતા નિહાળું,
  હું રાત્રીમાં ચાંદનીમાં એની મધુર સંદરતા નિહાળું,
  એવી હાલતમાં, સર્જનહાર પ્રભુની યાદમાં હું રહું !……
  કાવ્ય રચના તેમજ ગાંધીજીના વિચારોને આધારિત કાવ્યનો સંદેશ પણ
  ગમ્યો

  ધન્યવાદ !

  Reply
 • 12. Vishvas  |  August 15, 2012 at 11:37 am

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપને તથા સર્વ વાચકમિત્રોને મારા અને મન તરફથી સ્વતંત્રતા દિન ની શુભકામનાઓ.

  ડો.હિતેશ ચૌહાણ અને મન

  Reply
 • 13. Ramesh Patel  |  August 15, 2012 at 6:15 pm

  પ્રભુને પ્રાર્થના કરો ત્યાં હોય ભલે શબ્દો સારા,

  પણ, જ્યાં હ્દય ના હોય તો છે એ બધા નકામા,

  તો, કરો પ્રાર્થના હ્દયથી, ‘ને છોડો પરિણામ પ્રભુ હાથમાં !…..
  …………………………
  ડોશ્રી ચંદ્રવદનભાઈ ..ખૂબ જ ઉચ્ચકોટિનું દર્શન , ગાંધી બાપુએ જીવી બતાવ્યું અને આપે તેનું સુંદર રસ દર્શન ગીતમાં ચલકાવ્યું…બસ વાંચી જીવન
  ફીલોસોફીનું ચિત્રપટ અનુભવાય. પંદરમી ઑગષ્ટના આ પર્વે , દેશનું ભાવિ
  ઘડવા સાચારાહબર મળે એ ભાવ સાથે શુભેચ્છા.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 14. Dilip Gajjar  |  August 18, 2012 at 9:14 am

  Shree chandravadanbhai,
  Khub j sunder prerak gandhivani…aape sunder rite kavyama vani lidhu..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

August 2012
M T W T F S S
« Jul   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: