પ્રભુજન તો એ જ રે !

August 6, 2012 at 12:56 pm 16 comments

Pink Cymbidium Hybrid Orchid

પ્રભુજન તો એ જ રે !

પ્રભુજન તો એ જ રે, જે પીડા અન્યની અનુભવી,

દુઃખયાની  સેવા કરતા, કદી ના ગર્વ કરે રે………………(ટેક)

આખા વિશ્વમાં માન સૌને આપી,અપમાન કોઈનું કદી ના કરે રે,

એ તો વાણી કાર્યોને ફરજ સમજે,એવા જન કેરી માતને વંદન રે !……પ્રભુજન તો..(૧)

સમતોલન ભાવે, બધી વાસનાઓ છોડી, પર નારી તો સૌ એને માત સમાન રે,

જીવતા, જીવતા, અસત્ય ના ઉચરે, ‘નેકદી ના લુટે કોઈને રે ……..પ્રભુજન તો….(૨)

મોહમાયાથી દુર રહી, એ તો રહે જગમાં પુર્ણ વૈરાગી રે,

પ્રભુનામમાં પાગલ રહીને, રાખે  તિર્થધામો સગળા એના તનમાં રે……પ્રભુજન તો….(૩)

નથી લોભી કે કપટી, એ તો પવિત્રતાથી ભરપુર રે,

અંતે, ચંદ્ર એવા પ્રભુજન નિહાળી, પાર કરે આ ભવસાગર રે !….પ્રભુજન તો…….(૪)

કાવ્યરચના તારીખ….માર્ચ,૨૩, ૨૦૧૨                                  ચંદ્રવદન

— On Wed, 3/21/12, Mahendra Modi

Subject: FW: Vaishnav Jana to with Lyrics and Meaning To: “Mahendra Modi” <mlmodi@telkomsa.net> Date: Wednesday, March 21, 2012, 4:01 PM

Subject: Vaishnav Jana to with Lyrics and Meaning
Narsinh Mehta (Gujarati:નરસિંહ મહેતા)also known as Narsi Mehta or Narsi Bhagat (1414? – 1481?) was a poetsaint of Gujarat, India, and a member of the Nagar Brahmins community, notable as a bhakta, an exponent of Hindu devotional religious poetry. He is especially revered in Gujarati literature, where he is acclaimed as its Adi Kavi (Sanskrit for “first among poets”). His bhajan, Vaishnav Jan To is Mahatma Gandhi‘s favorite and has become synonymous to him.
With English translation – just lovely !
Have a nice day

Vaishnav Jana to with Lyrics and Meaning

By rcsabat| 1 video

બે શબ્દો…

આજે છે એક કાવ્ય-પોસ્ટ જેનું નામકરણ છે “પ્રભુજન તો એ જ રે !”.
એ માટે પ્રેરણા છે સૌનું પ્રિય નરસિંહ મહેતાનું ભજન ” વૈષ્ણવ જન તો તેને કહીએ”.
બસ, આ ભજનના શબ્દોને “જરા નવા શબ્દોરૂપી શણગાર” આપી મેં મારી રચના કરી છે.
હું નથી નરસિંહ થવા માંગતો. હું “વૈષ્ણવ જન”ભજન સાથે સરખામણી કરવા લાયક નથી
.
એ ગાંધીજીનું પ્યારું, અને આજે વિશ્વનું પ્યારું છે અને હંમેશા રહેશે.

હું તો વિનંતી કરૂં કે તમે ફક્ત પ્રગટ કરેલી વીડીઓ ક્લીપ નિહાળી સાંભળશો તો મને ખુબ જ આનંદ થશે.

યુવાનો જેઓ ગુજરાતી વાંચી ના શકે કે પુર્ણ રીતે સમજી ના શકે તેઓએ તો ખાસ એ જોવી/સાંભળવી જોઈએ.

અરે, હું તો એમ કહું કે વાંચકો એમના બાળકોને આ સંભળાવે, સમજાવે…અંગ્રેજીમાં અર્થ જાણી બાળકોને આનંદ થશે.

અને, “વૈષ્ણવ જન ” ભજનના ચાહકો બનશે. એથી વધું હું શું માંગુ ?…હા, એવી સમજ બાળકોમાં આવે તો એમનું

જીવન જરૂર સતકર્મ તરફ વળશે એવું મારૂં માનવું છે !

આશા છે કે અનેક્ને આ પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati based on the original Bhajan ” VAISHANAV JAN TO TENE KAHIYE”
You may or may NOT read my Poem but I INSIST you CLICK on the LINK &  WATCH/LISTEN to the Bhajan of NARSINH MEHTA, a Great Poet & a  KRISHNA LOVER.
The THOUGHTS conveyed in his CREATION are so DEEP that if one follows as one’s GUIDING PRINCIPLES, then he/she will  attain the SALVATION as desired by the Poet Narsinh in his Poem.
Inviting ALL to  VIEW this Post..Your COMMENTS appreciated.
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

ભક્તિના સતભાવોના દર્શન ગાંધી બુધ્ધિ વાણી !

16 Comments Add your own

 • 1. SARYU PARIKH  |  August 6, 2012 at 1:44 pm

  વાહ! બહુ સરસ કાળજીપૂર્વક તૈયાર કરેલ દર્શન…મજાની ભાવુક લાગણીઓનો સંયોગ.અભિનંદન. સરયૂ
  નમ્રસૂચન, ‘સઘળા’ – સગળાને બદલે!

  Reply
 • 2. pragnaju  |  August 6, 2012 at 2:03 pm

  સુંદર
  મોહમાયાથી દુર રહી, એ તો રહે જગમાં પુર્ણ વૈરાગી રે,
  પ્રભુનામમાં પાગલ રહીને, રાખે તિર્થધામો સગળા એના તનમાં રે……પ્રભુજન તો….(૩) આ સત્ય સમજાય અને સગુણાત્મક પરિવર્તન થાય તો ઉધ્ધાર થાય

  Reply
 • 3. pravinshastri  |  August 6, 2012 at 2:04 pm

  ભલે શાબ્દિક હેરાફેરી હોય પણ તમારું આંતરમન તો નરસિંહ મહેતાજી સાથે સાનિધ્ય પામ્યું જ છે.
  પ્રવીણ શાસ્ત્રી.
  http://pravinshastri.wordpress.com

  Reply
 • નરસિંહ મહેતાની રચના ને તમારા શબ્દોમાં સુંદર કોશિશ કરેલ ચે. સુંદર ભાવ દર્શાવ્યો છે.

  Reply
 • 5. Vinod R. Patel  |  August 6, 2012 at 5:16 pm

  http://www.youtube.com/watch?feature=player_detailpage&v=VVbE2pvmh1M&list=PL55736308786F27EEએ ગાંધી બાપુનું પ્રિય ભજન , જે આશ્રમની પ્રાથ્નામાં હમ્મેશાં ગાવામાં આવતું.
  આ ભજનમાં આદર્શ જીવન જીવવાની કલાના લક્ષણ આવી જાય છે।
  આ ભજનમાંથી પ્રેરણા લઈને બનાવેલી તમારી રચના માણીને આનંદ થયો.

  Reply
 • 6. Ishvarlal R. Mistry  |  August 6, 2012 at 7:25 pm

  Very nice Bhajan , It is sung many times in prayers and Bhajan, very good meaning in it ,Favorite Bhajan of GandhiBapu.Well said.

  Ishvarbhai.

  Reply
 • 7. Ramesh Patel  |  August 6, 2012 at 11:43 pm

  બહુ સરસ દર્શન, નરસિંહ મહેતાજી જેવું……

  પ્રભુનામમાં પાગલ રહીને, રાખે તિર્થધામો સગળા એના તનમાં રે……પ્રભુજન તો….(૩)
  નથી લોભી કે કપટી, એ તો પવિત્રતાથી ભરપુર રે,
  અંતે, ચંદ્ર એવા પ્રભુજન નિહાળી, પાર કરે આ ભવસાગર રે !….પ્રભુજન તો…….(૪
  ……………………..

  Reply
 • 8. pravina Avinash  |  August 7, 2012 at 2:46 am

  simple words and very nice bhajan.

  નથી લોભી કે કપટી, એ તો પવિત્રતાથી ભરપુર રે,
  અંતે, ચંદ્ર એવા પ્રભુજન નિહાળી, પાર કરે આ ભવસાગર રે !….પ્રભુજન તો…….(૪

  Reply
 • 9. sapana  |  August 7, 2012 at 4:01 am

  નથી લોભી કે કપટી, એ તો પવિત્રતાથી ભરપુર રે,
  અંતે, ચંદ્ર એવા પ્રભુજન નિહાળી, પાર કરે આ ભવસાગર રે
  ભકતીરસથી ભરપૂર ગીત…હા ગીતમાં આપની પર્સનાલીટી બરાબર ઉભરે છે ભાઈ..

  Reply
 • 10. Dr P A Mevada  |  August 7, 2012 at 6:33 am

  Really you have done a marvellous job, Kept the original meter and “bhaav”. Congratulations!

  Reply
 • 11. kanakraval  |  August 7, 2012 at 9:18 pm

  આપની આ કાવ્ય રચના આદર્ણિય છે.
  એક સુચન.તમે જે નરસિંહમહેતાની તસ્વીર છાપી છે તે મારા પિતા સ્વ.કલાગુરુ રવિશંકર રાવ્ળે કરેલી છે અને તે કોપીરાટથી સૂરક્ષિત છે (જુવો http://ravishankarmraval.org/).
  ચિત્રને નીચે ડાબે ખુણે ર.મ.રા. હસ્તાક્ષ્ર જોઈ શકશો
  તમારે તેનો કલાગુરુના નામ સહિત સાભાર ઉલ્લેખ કરવો જોઈએ.

  Reply
  • 12. DR. CHANDRAVADAN MISTRY  |  August 7, 2012 at 11:00 pm

   Dear Kanakji,
   Thanks for your comment, and THANKS for drawing my attention to the picture of NARSINH MEHTA being the Creation your father.
   I DID NOT KNOW.
   Please revisit my Blog & read what I had added below that Picture.
   If you still feel it is NOT OK, then tell me so, & then I can REMOVE the Picture from this Post.
   Hope you will revisit my Blog.
   Chandravadan

   Reply
 • 13. Dilip Gajjar  |  August 7, 2012 at 10:43 pm

  પ્રભુજન તો એ જ રે, જે પીડા અન્યની અનુભવી,
  દુઃખયાની સેવા કરતા, કદી ના ગર્વ કરે રે………………(ટેક)
  આખા વિશ્વમાં માન સૌને આપી,અપમાન કોઈનું કદી ના કરે રે,
  એ તો વાણી કાર્યોને ફરજ સમજે,એવા જન કેરી માતને વંદન રે !……પ્રભુજન તો..(૧)
  Khub j gamyu aa geet..ane video link pn sambhli..Anup jalota

  Reply
 • 14. પરાર્થે સમર્પણ  |  August 9, 2012 at 9:25 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  નથી લોભી કે કપટી, એ તો પવિત્રતાથી ભરપુર રે,
  અંતે, ચંદ્ર એવા પ્રભુજન નિહાળી, પાર કરે આ ભવસાગર રે !….પ્રભુજન તો…….(૪)

  માનવ જીવને જીવન પથમાં ઉપયોગી બને તેવી બેનમુન પંક્તિઓ રચી છે
  ચન્દ્રે આજ વૈષ્ણવ જન ને ખુદ નરસિંહ બની કરતાલ ને કલમના સંયોજન દ્વારા સુંદર પુષ્પ પાંખડીઓ વેરી છે.
  જન્માષ્ટમીના પવન પર્વની શુભ કામના
  .હમણાં દર ચાર પાંચ મીનીટમાં જ કોમ્પ્યુટર બંધ થઇ જવાથી સંદેશ પાઠવવા

  જલ્દી આવી શકાતું નથી. માફ કરશો

  Reply
 • 15. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  August 18, 2012 at 9:22 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ ( પુકાર )

  ” નરસિંહ મહેતા ” ની યાદ આપી ગયા

  આ સુંદર રચનામાં

  ગુજરાતી સમાજનું આપ સાચુ ઘરેણું છો.

  Reply
 • 16. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  August 18, 2012 at 9:27 am

  ગુજરાતીજન તો તેને રે કહીએ,
  જે બીજાને મદદ કરી જાણે રે.

  કવિતા અને ગઝલ લખે તોય,
  મન અભિમાન ન આણે રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

  સકળ લોકમાં સૌને કોમેન્ટસ આપે,
  નિંદા ન કરે કોઈની રે.

  વાણી, વર્તન શુધ્ધ રાખે,
  ધન્ય ધન્ય છે તેમની જનેતા રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

  શાયરી – ગઝલમાં સમય કાઢી,
  પરસ્પર દેવોભવોની ભાવના રે.

  સત્યના માર્ગે ચાલે અને ચલાવે,
  તોય કાળું નાંણું નવ ઝાલે હાથ રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

  મોહ માયા પર કાબુ જેનો,
  સેવા ભાવ તેમના મનમાં રે.

  સ્વરે સ્વરે ઈશ્વર બેઠો તોય,
  તિરથ માત-પિતાના ચરણોમાં રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

  લોભ-થોભ છોડ્યો જેણે,
  તન મનમાં શાંતિ તેને રે.

  કિશોર પટેલની રચના જોતાં,
  ગુજરાતી સમાજે તેને તાર્યો રે…ગુજરાતીજન તો તેને રે કહીએ…!

  ડો.કિશોરભાઈ એમ.પટેલ
  આઈ.એન.ટેકરાવાળા ઉ.મા.શાળા,રાંદેરરોડ,સુરત-૯

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

August 2012
M T W T F S S
« Jul   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: