ચંદ્ર સાથે રમણીક !

July 18, 2012 at 2:25 pm 12 comments

ચંદ્ર સાથે રમણીક !
એકવાર, પ્રભુ સાથે હું રમતો હતો, અને પ્રભુ કહેઃ
“હૈયે ખુશી ભરી છે, આનંદ છે મને,
શું જોઈએ છે, આપીશ જે જોઈએ તને !”
ત્યારે, બાળમનડું મારૂં, વિચારોમાં પડી કહેઃ
“એક રમણીક પ્યારો જોઈએ છે મને,
પ્રભુજી, આપશોને, જે જોઈએ છે મને ?”
ત્યારે, પ્રભુ હસીને પુછે છે મને ઃ
“જોઈએ તને એ કેવો ?
તારાથી નાનો કે એ મોટો ?”
ફરી જાણે મુજવણમાં હોય, છતાં અંતે કહ્યુંઃ
“આપતા જ છો, તો નાનો શા માટે ?
આપજો મોટો જ મારા માટે !”
એથી, પ્રભુનું હાસ્ય વધ્યું, અને તથાસ્તુ કહેતા,
એક રમણીક બાળ ઉભો હતો મારી સામે,
અને, હવે, પ્રભુ નથી મારી પાસે !
ત્યાં, અચાનક, રમણીક આવાજ હતો કાને,
“ભૈયા, શું જોઈએ છે તને ?
જરૂર ઈચ્છા તારી પુર્ણ કરવી છે મારે !”
જાણે, બાળ રમણીકની પરિક્ષા કરવા તૈયાર હતો ‘ને કહી દીધુંઃ
“મુજ જીવનથી અજાણ છે તું,
તો, કહી દે મારી જ કહાણી તું !”
હાથમાં કંઈક પકડી, રમણીક મુજને કહેઃ
” આ રહી જીવન કહાણી તારી અહી,
જે મેં ભરી છે,હ્રદય ખોલી, પુસ્તક મહી”
બાળચંદ્ર તો, અચંબો સાથે હૈયે ખુશી લાવી,
પુસ્તક પાન એક પછી એક વાંચી, ઉથલાવે,
મુખડે હસ્ય લાવી,હૈયાની એની ખુશી દર્શાવે !
આવું દ્રશ્ય નિહાળી, રમણીક ઉચ્ચરેઃ
“ચાલો, પ્રભુએ મુજને કહ્યું હતું તે પ્રમાણે જ મેં કર્યું,
અને, જે શક્ય થયું તેથી ચંદ્રને ખુશી તો મુજ જીવન ધન્ય થયું !”
ત્યારે, ગગનમાંથી પ્રભુ શબ્દો ગુંજી રહે ઃ
ચંદ્ર, રમણીક મારા પ્યારા બાળ છો તમે,
મારા જ જગત બાગમાં હંમેશા રમજો તમે,
આજે તમે છો મિત્રો મારી જ ઈચ્છા પ્રમાણે,
મિત્ર બની રહી, જગ-બાગમાં રહેજો અન્યની સેવા કરવા કાજે !”
આવી પ્રભુવાણી સાંભળી, અંતે ચંદ્ર સૌને કહે ઃ
“પ્રભુ, તું જ છે પિતા માતા, આધાર મારો,
આંગળી પકડી, હેતથી સંભાળજે, બસ,જોઈએ એટલો જ સાથ તારો !”
કાવ્ય રચના તારીખ ……
જુન ૧૯,૨૦૧૨ના સાંજના સુતા પહેલા, રમણીકભાઈનો પત્ર વાંચ્યા બાદ, એમને યાદ કરતો હતો, અને મારા મનમાં “કંઈક” થવા લાગ્યું….કાબ્યધારારૂપે શબ્દો વહી ગયા…એ ભુલાય ના જાય એ કારણે એક પાન પર એ શબ્દો લખી દીધા…અને જુન,૨૦,૨૦૧૨ની વહેલી સવારે, એક્ ઈમેઈલ કારણે રમણીકભાઈને ફોન કરી વાતો કરી આનંદ અનુભવ્યો….ત્યારબાદ, જે શબ્દો પાન પર હતા તે ફરી વાંચ્યા….અને કાવ્યરચનાને પુર્ણતા આપી….જે વાંચી રહ્યા છો તે પ્રભુકૃપાનું “અંતિમ પરિણામ ” છે !….ચંદ્રવદન
બે શબ્દો…
આજની પોસ્ટ છે રમણીક અને હું.
રમણીકભાઈને જાણવાનો લ્હાવો મળ્યો.
પત્ર અને ફોનથી મળ્યા.
હજુ રૂબરૂ મળ્યા નથી.
તો શું ?
એમને મેં મારા મિત્ર સ્વરૂપે નિહાળ્યા…અને એક નવી “મિત્રતા” થઈ.
બસ, એ જ કાવ્ય દ્વારા કહ્યું છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS
Today’s Post is a Poem about knowing a Person by the name of “Ramnik”. To Chandravadan he is a FRIEND in his Heart.
And….hope to meet him one day !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

ધર્મના નામે શાને કરે હત્યા તું ? મૈત્રીભાવનું ઝરણું !

12 Comments Add your own

 • 1. pragnaju  |  July 18, 2012 at 2:39 pm

  “પ્રભુ, તું જ છે પિતા માતા, આધાર મારો,
  આંગળી પકડી, હેતથી સંભાળજે, બસ,જોઈએ એટલો જ સાથ તારો !”
  ખૂબ મધુરી અનુભૂતિ આ અણસારને સહારે બાકીનું જીવન ધન્ય ધન્ય

  Reply
 • ભાત્રુ પ્રેમ અને ભાવ ને ખૂબજ સુંદર મનોભાવ સાથે દર્શાવવા કોશિશ કરેલ છે. ખૂબજ સુંદર અને મધુર અનુભૂતિ.

  Reply
 • 3. vandana patel  |  July 22, 2012 at 5:30 pm

  આદરણીય સર,
  મને આનંદ છે કે ફરી એક વખત આ બ્લોગ વિશ્વ સાથે જોડાવવાનો અને આપના શબ્દ વાંચવાનો મોકો મળ્યો, આ સ્વાર્થી સંસારમાં સાચી ભાવના જ કદાચ જીવનની મુળી છે. અહી એવી જ ઉત્કટ અને સ્પંદન કરતી ભાવના આપના કાવ્ય થકી નિહાળી આનંદ થઓં … સરસ રચના….

  વંદના જેઠલોજા…

  Reply
 • 4. pravina  |  July 22, 2012 at 10:09 pm

  Pleaselet us know when you meet “Ramnik”

  Ramnik and Me”

  Reply
 • 5. sapana  |  July 22, 2012 at 11:26 pm

  ભાઇના પ્રેમને સરસ રીતે દર્શાવ્યો છે….લખતાં રહેશો….સરસ ભાવ..

  Reply
 • 6. Vinod R. Patel  |  July 23, 2012 at 7:50 pm

  રમણીકભાઈને જાણવાનો લ્હાવો મળ્યો.
  પત્ર અને ફોનથી મળ્યા.
  હજુ રૂબરૂ મળ્યા નથી.
  તો શું ?

  આવું જ બનતું હોય છે નેટ જગતની મૈત્રીમાં.કદી નજરે જોયા ન હોય

  પણ ઈ-મેલ,પત્ર કે ફોન દ્વારા અંતરના તંતુ જોડાય છે , એક સરખો જીવન રસ

  માણતા મિત્રો સાથે એક નવી “મિત્રતા” થાય છે ને દિલ આનંદિત થઇ જાય છે.
  .
  આવી એક અનુભતી ચંદ્રવદનભાઈ ને રમણીકભાઈની મૈત્રીમાં થઇ અને

  આ મૈત્રીને સરસ કાવ્યાંજલિ આપીને વધાવી લીધી..અભિનંદન

  Reply
 • 7. chandravadan  |  July 24, 2012 at 1:23 am

  This was an Email Response from UK>>>>

  : Fw: NEW POST…ચંદ્ર સાથે રમણીક ! 1

  FROM: Uday Kuntawala
  TO: chadravada mistry

  Monday, July 23, 2012 3:45 AM

  Hello Dr.Chandravadanbhai,

  many thanks for your e mail post : Chandra sathe Ramnik…very nice indeed.

  May I add, you have written you have never met this person….pls note you must visit me when you are next in London.

  I was expecting a reply from you for the e mail I sent to you regarding Mr Khandoobhai of Lusaka 1970..era. Pls acknowledge.

  Regards,

  Uday
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Uday,
  Thanks for your Comment for the Post !
  Chandravadan

  Reply
 • 8. chandravadan  |  July 24, 2012 at 1:25 am

  This was an Email Response from India>>>>>

  Fw: NEW POST…ચંદ્ર સાથે રમણીક ! 1

  FROM: K R PRAJAPATI
  TO: chadravada mistr

  Sunday, July 22, 2012 8:47 PM

  Nice one thanks
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks a lot !
  Chandravadan

  Reply
 • 9. chandravadan  |  July 24, 2012 at 1:30 am

  Re: NEW POST…ચંદ્ર સાથે રમણીક ! 1

  FROM: Pravinkant Shastri
  TO: chadravada mistry

  Sunday, July 22, 2012 2:26 PM

  ——————————————————————————–
  From: chadravada mistry
  To:
  Sent: Sunday, July 22, 2012 4:09 PM
  Subject: Fw: NEW POST…ચંદ્ર સાથે રમણીક !

  ખૂબ સરસ.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai,
  Thanks !
  Chandravadan

  Reply
 • 10. nabhakashdeep  |  July 24, 2012 at 5:51 pm

  આત્મિયતા પ્રગટ થઈ કેવો અનુરાગ વહેછે ..આપના વિશાળ હ્ર્દયથી.
  ખૂબ જ ઉર્મિશીલ ગીત.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 11. SARYU PARIKH  |  July 24, 2012 at 7:17 pm

  બહુ મજાની રચના.
  આવો ભાવ મેં પણ અનુભવ્યો છે એક નાની બહેનપણી માટે. સ્નેહપૂર્વક..સરયૂ

  Reply
 • 12. પરાર્થે સમર્પણ  |  August 2, 2012 at 12:00 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  લ્યો પ્રભુએ આપની ઈચ્છા પૂર્ણ કરી . હવે પ્રભુ મળે તો અમારી મુલાકાત કરાવજો હોકે
  કોમ્પ્યુટરમાં ખામીના કારણે સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરશો.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

July 2012
M T W T F S S
« Jun   Aug »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: