ધર્મના નામે શાને કરે હત્યા તું ?

જુલાઇ 12, 2012 at 12:38 પી એમ(pm) 22 comments

Symbol of Buddhism Buddhism

Symbol of Hinduism Hinduism

Symbol of Sikhism Sikhism

Symbol of Shinto Shinto

Symbol of Jainism Jainism

Symbol of Judaism Judaism

Symbol of Christianity Christianity

Symbol of Islam Islam

Symbol of Baha'i Faith Baha’i

ધર્મના નામે શાને કરે હત્યા તું ?

ધર્મના નામે શાને કરે હત્યા તું ?
અરે, ઓ, મુરખ, હવે તો કાંઈ સમજ તું !……….(ટેક)
ધર્મના નામે, લીલી ધજા પર તારલા સંગે બીજનો ચાંદ રમે,
ધર્મના નામે, ધજામાં કોઈ કેસરી કે લાલ રંગ ભરે,
ધર્મના નામે, ધજા પર કોઈ “ક્રોસ” ચીતરે,
પણ…..ખરેખર, સૌ માનવીઓ તો “એક”ને જ ભજે,
તો…અન્યની હત્યા શાને તું કરે ?…………ધર્મના નામે  (૧)
કોઈ કહે, શરણું લેતા, ખુદા સૌને ઉગારશે,
કોઈ કહે, શરણું લેતા, ઈશ્વર સૌને ગોદમાં લેશે,
કોઈ કહે, શરણું લેતા, ઈશુ સૌને બચાવશે,
પણ…..ખરેખર સૌ માનવીઓ તો એક જ “પરમ તત્વ”ને ભજે,
તો….અન્યની હત્યા શાને તું કરે ?…….ધર્મના નામે..(૨)
પહેરી અહંકારનું આભુષણ અંધકારમાં માનવી તો ફરે,
“ધર્મ-યુધ્ધ”ના નામે, માનવી જ હત્યા કરતો રહે,
ખોટું કરે છતાં, “શહીદ”થઈ પરમ ધામે જવાના મોહમાં એ પડે,
પણ….ખરેખર તો, ખુદા, ઈશ્વર કે ઈશુને એવું કાઈ મંજુર નથી,
તો,,,,,અન્યની હત્યા શાને તું કરે ?…….ધર્મના નામે..(૩)
ધર્મ શાસ્ત્રમાં કહેલા “ઈનફીડાલ”નથી કોઈ બીજા ધર્મ ચાહનારા,
ધર્મયુધ્ધ કહી હત્યા કરનારા, ના કદી “આત્મા” ની પૂકાર સાંભળનારા,
હૈયે “સર્વ ધર્મ એક”નું સુત્ર હોય તો, કદી ના અન્યની હત્યાનું વિચારવાના,
એથી જ…..ચંદ્ર કહે,…ખરેખર એવા જ ખુદા,ઈશ્વર કે ઈશુને છે પ્યારા,
તો…..અન્યની હત્યા ના કર..ના કર, ફક્ત પ્રેમ કર ફક્ત પ્રેમ કર !…ધર્મના નામે …(૪)
કાવ્ય રચનાઃ તારીખ,એપ્રિલ,૭,૨૦૧૨                                    ચંદ્રવદન.

બે શબ્દો…

આજે ધર્મના નામે હ્ત્યા કરતો માનવી અંધકારમાં ડુબતો જાય છે !
આંતકવાદી સ્વરૂપે પોતાની હત્યા કરી, અનેકની હત્યા કરવા એ તૈયાર થઈ જાય છે….ત્યારે એ ખરેખર, એનું ભાન ભુલી ગયો હોય છે.
એનું કારણ શું ?
જ્યારે ધર્મના રક્ષકો કે પાલનહારા ખોટું “માર્ગદર્શન” આપે, ત્યારે એને જ “સત્ય”  માની “શહીદ” કે “પરમ ધામ”ના મોહમાં પડી, એ કોઈ પણ “સ્વતંત્ર” વિચાર કર્યા  વગર આવા “અકલ્પીત” કાર્ય કરવા તૈયાર થઈ જાય છે.
અહી, એક બીજો વિચાર !
સૌ માનવીઓ “એક”ને ભજે …તો, શા માટે જગતમાં અનેક ધર્મો બન્યા ?
ત્યારે…..વિચાર આવે…..એક રસ્તે “સરળ” ના લાગે તો બીજે રસ્તે જઈ માનવી એ “પરમ તત્વ” કે  પ્રભુને પામી શકે છે. સર્વ ધર્મનો “હેતુ” તો એક જ છે.
પણ…..મુરખ માનવી “મારો રસ્તો જ સાચો”નું સુત્ર પકડી અને ધર્મની “ધજા” ફરકાવી આગેકુચ  કરતો રહે….ત્યારે ઉપરથી પ્રભુ પણ માનવીની “મુર્ખતા” પર જરા હસી લેતા હશે !
બસ, આવી જ વિચારધારા દ્વારા આ રચના શક્ય થઈ છે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Poem in Gujarati on the IGNORANCE of the TRUE TEACHINGS of ALL RELIGIONS of the World.
Once a Human claim that “his or her Religion” is the BEST & the ONLY WAY to the desired SALVATION, the ROOTS of HATE towards OTHERS are  knowingly or unknowingly planted.
If the RELIGIOUS LEADERS  do not CORRECT this MISCONCEPTION & SUPPORT this VIEW as the TRUTH,  the World will witness MORE of the KILLING of HUMANS in the Name od the  DHARMA or the RELIGION.
This is the MESSAGE of this Post.
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

ઘડપણને યુવાની માનો તમે ! ચંદ્ર સાથે રમણીક !

22 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  જુલાઇ 12, 2012 પર 1:05 પી એમ(pm)

  ખરેખર સૌ માનવીઓ તો એક જ “પરમ તત્વ”ને ભજે,

  જવાબ આપો
 • 2. pragnaju  |  જુલાઇ 12, 2012 પર 1:23 પી એમ(pm)

  ‘ફક્ત પ્રેમ કર ફક્ત પ્રેમ કર !…ધર્મના નામે ……….’
  ખૂબ સુંદર
  બસ આટલું જ સમજાય તો જગનું કલ્યાણ થાય!

  જવાબ આપો
 • 3. Shashikant Mistry  |  જુલાઇ 12, 2012 પર 4:44 પી એમ(pm)

  Beautiflly expressed. I hope people will read and stop the carnage caused by fanatism.

  જવાબ આપો
 • 4. Sharad Shah  |  જુલાઇ 12, 2012 પર 6:25 પી એમ(pm)

  પ્રિય ચંદ્રવદનભાઈ;
  પ્રેમ.
  જેના નામે હિંસા થાય છે તે કમ સે કમ ધર્મ તો હોઈ જ ન શકે.હા, ધર્મના નામનુ પાટિયું લગાવી ગોરખધંધા જરુર હોય. મારા ગુરુ કહેતા,” અસત્ય સ્વયં પાંગળું છે તેને ચલાવવા માટ સત્યનો આંચળો ઓઢવો પડે છે”
  તેવી જ રીતે અધર્મ પણ સ્વયં લંગડો છે તેને ચાલવા માટે ધર્મની બૈશાખી ની જરુર પડે છે. જેટલાં ઉપર નામો લખ્યા છે તે બધા પાટિયા જ છે.
  આ ધર્મના નામે ચાલતા અખાડાઓથી તમને જ નહી અનેક જીવોને બળતરા થાય છે. અહીં તમે કવિતાની રચનાથી તેને વાચા આપી છે. આભાર,મારા તરફથી અને બધા જ બળતા જીવો તરફથી.

  પ્રભુશ્રીના આશિષ.
  શરદ

  જવાબ આપો
 • 5. Thakorbhai Mistry  |  જુલાઇ 12, 2012 પર 6:42 પી એમ(pm)

  When one faith preaches not to respect other faiths and also to instil in their mind that the believers in other faiths are not human beings, they will have no remorse or hesitation in maiming or hurting non-believers in that faith. If believers in various faiths start respecting each others faith, there would be peace and harmony in the world. Hope common sense shall prevail from what is happening in the world. You have very rightly expressed your concern.

  જવાબ આપો
 • 6. Dilip Gajjar  |  જુલાઇ 13, 2012 પર 1:01 એ એમ (am)

  શ્રી ચન્દ્રવદનભાઈ,
  માનવો માનવ ઉપર જ્યા ધર્મ શત્રુ થઈ ધસ્યાં
  મુજ વતનના આસમાને ગીધના ટોળા ઉડ્યાં
  એક ભાણે રક્ત સર્જક સંબંધે જમતાં હતા
  ભાઈઓ તલવાર તાની ખૂનના પ્યાસા થયાં
  -દિલીપ
  મારા ‘અંતરદીપ’ સંગ્રહમાંથી
  ધર્મ અનેક છે અને ધારણાઓ પણ અનેક છે પણ તે સૌનો હેતુ એક જ છે..બીજાનું બીજાપણૂં દૂર જાય તે માટે જ ધરમનો મહત્વનો ભાગ છે કે બીજા માં પણ એજ છે જે મારામાં છે..સમજ નો દિપક પ્રગટે ત્યારે કોઈ ધર્મ પણ પરાયો ન લાગે અને કોઈ માનવ પણ હીન અજાણ્યો ન લાગે..
  ધર્મના નામે શાને કરે હત્યા તું ?
  અરે, ઓ, મુરખ, હવે તો કાંઈ સમજ તું !……….(ટેક)
  ધર્મના નામે, લીલી ધજા પર તારલા સંગે બીજનો ચાંદ રમે,
  ધર્મના નામે, ધજામાં કોઈ કેસરી કે લાલ રંગ ભરે,
  ધર્મના નામે, ધજા પર કોઈ “ક્રોસ” ચીતરે,
  પણ…..ખરેખર, સૌ માનવીઓ તો “એક”ને જ ભજે,

  જવાબ આપો
 • 7. Vinod R. Patel  |  જુલાઇ 13, 2012 પર 3:34 એ એમ (am)

  અહિંસા એ પરમો ધર્મ કહેવાય છે.ધર્મને નામે ઘણી હિંસા અને યુધ્ધો લડાય

  છે એ ખોટું છે.ગાંધીજીએ કહ્યું હતું કે કોઈ એક આંખ ફોડે તો બદલો લેવા

  બીજાની બે આંખ લેવા જતાં આખી દુનિયા આંધળી થઇ જશે.

  પણ….ખરેખર તો, ખુદા, ઈશ્વર કે ઈશુને એવું કાઈ મંજુર નથી,
  તો,,,,,અન્યની હત્યા શાને તું કરે ?…….ધર્મના નામે..

  જવાબ આપો
 • 8. Atul Jani (Agantuk)  |  જુલાઇ 13, 2012 પર 4:52 એ એમ (am)

  જ્યારે પાખંડીઓ, રાજનેતાઓ અને સ્થાપિત હિતો ધર્મનો મુખવટો પહેરીને આવે છે ત્યારે હત્યા થાય છે.

  બીજું એક કારણ સર્વોપરી થવાની અથવા તો સહુ કોઈ મારો ધર્મ સ્વીકારે તેવી ઘેલછા બીજા લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે અને તેમ કરવા તૈયાર ન થાય તેની હત્યા કરે છે.

  ધર્મને નામે થતી હત્યા મોટા ભાગે સમૂહ દ્વારા થતી હોય છે અને આ સમૂહને ઉશ્કેરણી જનક પ્રવચનો / ભાષણો અને સમાચારોથી ઉત્તેજીત કરવામાં આવ્યા હોય છે.

  ધર્મને નામે મુરખ નહીં પણ મુરખાઓનો સમૂહ હત્યા કરતો હોય છે. એકલો મુરખ કોઈની હત્યા કરવા જાય તો તેને બીજા લોકો રહેંસી નાખે.

  જવાબ આપો
 • 9. ishvarlal Mistry  |  જુલાઇ 13, 2012 પર 4:53 એ એમ (am)

  Chandravadanbhai,
  Very nicely expressed, people should take note of it and not cause any harm to anybody in the name of Religeon.Everybody has a right to live in this world ,without causing any harm no matter what their belief is.

  Ishvarbhai R Mistry

  જવાબ આપો
 • 10. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  જુલાઇ 13, 2012 પર 9:40 એ એમ (am)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  ધર્મ ના નામે હત્યા તું શાને કરે ? દ્વારા ખૂબજ ઉત્તમ ભાવ સાથે યોગ્ય સંદેશ રચના દ્વારા આપે આપ્યો છે. હકીકતમાં આજે ધર્મ એ વેપાર નું એક પરિબળ-સાધન થઇ ગયું છે, અને પોતાની ઇન્ડસ્ટ્રીઝ ને કોઈ હરીફ નડવા ના જોઈએ, પોતાનું આધિપત્ય જળવાઈ રહેવું જોઈએ , આ જ કે આવા હેતુસર લોકોને ભ્રમિત કરવામાં આવે છે, અને આંધળુકીયા થઈ પ્રવાહ આવા ખોટા કાર્ય કરવા પ્રેરાય છે.

  સુંદર સંદેશ સાથે ની રચના !

  જવાબ આપો
 • 11. Saralhindi  |  જુલાઇ 14, 2012 પર 3:31 એ એમ (am)

  Are All Religions The Same? Do All Religions Lead To The Same God?

  જવાબ આપો
  • 12. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 14, 2012 પર 8:20 પી એમ(pm)

   Dear Saralhindi,
   Thanks for visiting my Blog…Reading this Post and putting the LINK to a Video.
   I heard the Video sermon of a Christian Devotee.
   The Devotee talks of ALL Religions…telling that ALL are seeking the SAME….yet as he dicusses the Christianity, his AIM is to convince that CHRISTIANTY is the ONLY answer to the SALVATION.
   When, the Leaders OR the Followers os any Religion claim that the ONLY Path to the SALVATION (OR Nirvana..Moksha…Surrender to God & God Realization) is VIA that Religion..then I DISAGREE.
   It is this CONCEPT of “our is the RIGHT PATH” that leads to the HATE & DISLIKE for the OTHERS.
   If one accepts ALL RELIGIONS as “the different PATHS to GOD REALISATION” then there will ONLY LOVE in ALL HUMANS.
   The TEACHINGS od ALL RELIGIONS is “Be a Real Human Being filled with LOVE for all” and have the TOTAL FAITH in the ALMIGHTY.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
   • 13. Saralhindi  |  જુલાઇ 14, 2012 પર 9:44 પી એમ(pm)

    It all depends on how you market the product by fancy title?
    One may seek wisdom from all sources or from within.

    His more videos

    http://www.youtube.com/user/patcondell

    Dr.mistry,

    If not appropriate for viewers you may delete.

 • 14. Dr P A Mevada  |  જુલાઇ 14, 2012 પર 12:31 પી એમ(pm)

  Yes, poems tells the real truth in all religions! Words used are nice & to the point!

  જવાબ આપો
 • 15. Ashvin Patel  |  જુલાઇ 14, 2012 પર 3:06 પી એમ(pm)

  પહેલા વસ્ત્રો આવ્યા કે પહેલા સભ્યસમાજનો Concept આવ્યો, તે કહેવું તો મુશ્કેલ છે! પણ વસ્ત્રો, એ સભ્ય સમાજનો Symbol અને જરૂરિયાત ચોક્કસપણે બની ગયા! શરીરની નગ્નતાને તો વસ્ત્રોએ ઢાંકવા માંડી, પણ મનની નગ્નતાને, મનની જંગલીયતને ભલા કોણ ઢાંકે કે કોણ મીટાવે? તો આ કાજે, ધર્મ (Religion) પણ એક સભ્યતા-સંસ્કૃતતા અને વિવેકતાનું આવરણ બની, વસ્ત્રની જેમે જ માનવની મદદે આવ્યો! વસ્ત્રોની બનાવટ અને Brand અલગ-અલગ હોવા છતાં માનુંષે પણ એ અલગતાની બાબતે લડાઈ કે યુદ્ધ ન છેડ્યા! કારણકે કદાચ ધર્મે, તેને તેવી બાબતો પર યુધ્ધે ન જવાની સભ્યતા-વિવેક-સંસ્કૃતતા આપી! તો પછી આ ધર્મના આવરણની Brandની અલગતાની બાબતે મનુષ્ય, અમાનુષી બની ખૂના-મરકી પર શાનો લાગી જાય છે?
  બનાવટ અને Brandની અલગતા હોવા છતાં વસ્ત્રો, શરીરની નગ્નતાને ઢાંકવાના Common-goalને ખુબ સારી રીતે કરી રહ્યા છે! તો પછી ધર્મમાં શું ઉણપ છે કે તે બીજી બધી બાબતમાં મનુષ્યને સભ્યતા-વિવેક-સંસ્કૃતતા આપી યુધ્ધે જતા રોકી શકે છે પણ પોતાની-ખુદની બાબતમાં માનવને યુધ્ધે ન જવાનો, ખૂના-મરકી ન કરવાનો વિવેક-સભ્યતા આપી નથી શકતો? અને અન થકી ઘણા પ્રશ્નો ઉદભવે છે:
  (૧) શું આ માનવ, આ ધર્મની બાબતમાં, ધર્મે શિખવેલ વિવેકને જ ભૂલી ગયો છે કે પછી તે ધર્મનું સંભાળતો જ નથી અને મનમાની કરે છે?
  (૨) કે પછી, શું જુદા જુદા ધર્મોના એજન્ડા કે Teaching અલગ-અલગ હોવાથી વસ્ત્રોની અલગતા અને તેના Common-goal ને ધર્મ સાથે સરખાવી ન શકાય?
  (૩) કે પછી, ધર્મ પણ રાજકારણીયોની જેમ ભ્રષ્ટ થઇ ગયો છે કે ભ્રસ્ટોની ઘુષણખોરીને વશ થઇ ગયો છે?
  (૪) કે પછી, ધર્મ પણ સર્જન-વિસર્જનના પ્રાકૃતિક નિયમનને follow કરે છે?
  ખેર, ચંદ્રવદનજી તમારી રચના ખુબ ભાવાત્મિક તીક્ષણતા અને ગર્ભિત કુશળતાની ઝાંખી કરાવે છે… અભિનંદન!

  જવાબ આપો
  • 16. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 14, 2012 પર 7:21 પી એમ(pm)

   Ashwinbhai,
   Are you 1st time to my Blog ?
   Thanks for this NICE Comment for the post.
   Please do REVISIT my Blog.
   DR. Chandravadan Mistry

   જવાબ આપો
 • 17. jjkishor  |  જુલાઇ 15, 2012 પર 1:42 એ એમ (am)

  મારો જ રસ્તો સાચોવાળી વાત જ ધર્મનો છેદ ઉડાડે છે. “તારી વાત પણ સાચી” એમ કહેવાથી પણ આગળ જઈને “સૌની વાત એક જ છે” ત્યાં સુધી પહોંચી શકાય તો કેવું ?

  સરસ રચના.

  જવાબ આપો
 • 18. ડૉ. કિશોરભાઈ એમ.પટેલDr. Kishorabhai M. Patel  |  જુલાઇ 15, 2012 પર 4:27 પી એમ(pm)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  ખુબ જ સરસ રચના

  આજે આખુ વિશ્વ ” પ્રેમ અને વ્હેમ ” નામના

  અઢી અક્ષરના શબ્દમાં ખલાસ થઈ ગયું.

  આપની રચનાનો ભાવાર્થ સમજાય તોય બસ છે.

  આપ ગુજરાતી સમાજને ખુબ જ ઉમદા સેવા કરી રહ્યા છો.

  જવાબ આપો
 • 19. nabhakashdeep  |  જુલાઇ 16, 2012 પર 5:47 એ એમ (am)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ.

  આજે હિસાથી ત્રસ્ત વિશ્વને જોઈ રચાયેલી આ કવિતા આત્મચિંતન ને મંથન
  તરફ દોરી જાયછે. ધર્મનો સાચો અર્થ ભૂલી સૌ એક બંધિયાર વિચારધારામાં
  જકડાઈ ગયા છે. પ્રેમ અને અહીંસા વગર સાચી સુખ શાન્તી નથી એ જેટલું
  વહેલું સમજાશે એ સૌના માટે હિતકારી બનશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 20. pravina Avinash  |  જુલાઇ 16, 2012 પર 6:57 પી એમ(pm)

  ધર્મને નામે ખુલ્લેઆમ અધર્મનું આચરણ નજરે પડે છે.

  ધર્મનું મધ્ય બિંદુ પ્રેમ છે. આજના સમયમાં ધર્મ મજાક

  બની ગયો છે. તમારી રચના ઘણું બધું કહી જાય છે.

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 21. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 1, 2012 પર 11:57 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  સર્વ ધર્મ સમભાવ સંદેશ
  કોમ્પ્યુટરમાં ખામીના કારણે સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરશો.

  જવાબ આપો
 • 22. smdave1940  |  ઓગસ્ટ 21, 2012 પર 12:34 પી એમ(pm)

  મારે શરણે આવો. હું તમારા બધા પાપ મારે માથે લઈ લઈશ. જ્યાં સુધી જુના અને નવા બાવાઓનો સંદેશ આવો હશે ત્યાં સુધી ધર્મના નામે કતલ થશે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: