ઘડપણને યુવાની માનો તમે !

July 7, 2012 at 12:00 pm 9 comments

ઘડપણને યુવાની માનો તમે !
ઘડપણને યુવાની માનો તમે, મેરે ભાઈ ! (૨)…..(ટેક)
ચાલો, અને સાથે તમે કસરત કરતા રહો,
અરે, કરશો એવું તો, રાત્રીએ નિંદર મીઠી પામશો !
નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ !(૨)…..ઘડપણને..(૧)
આહાર વિહાર ની ખાસ કાળજી રાખો,
સૌને સાંભળો,’ને ઓછું બોલવાનું જરા શીખો !
નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ ! (૨)…..ઘડપણને.. (૨)
નવી પેઢી સાથે, તાલ મેળ જાળવો,
વડીલશાહીનો ડગલો ખીટીએ ટીંગાળો !
નથી વૃધ્ધ,યુવાન છું હું, મેરે ભાઈ!(૨)…..ઘડપણને..(૩)
જે સંપતિ છે, તેને જરા સાચવો,
જે છે,તેને અંતીમ ઈચ્છામાં ભરજો !
નથી વૃધ્ધ, યુવાન છું હું ,મેરે ભાઈ ! (૨)……ઘડપણને..(૪)
સૌ જીવે છે સૌની રીતે, ચિન્તા ના કરો,
મૃત્યુ ડર છોડી, પ્રાણભર્યા દેહને સંભાળજો !
નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ !(૨)…..ઘડપણને ..(૫)
“પોઝીટીવ”વિચારો ‘ને આત્મબળ કેળવો,
ચંદ્ર કહે…એવી જીવન જીવવાની ચાવી મેળવો !
નથી વૃધ્ધ, યુવાન છું હું,મેરે ભાઈ ! (૨)…..ઘડપણને…(૬)
કાવ્ય રચના,…તારીખઃ જુલાઈ,૫,૨૦૧૨            ચંદ્રવદન
બે શબ્દો…
જુલાઈ,૪,૨૦૧૨ના દિવસે “ઘડપણનું ગાડું”નામની કાવ્ય પોસ્ટ પ્રગટ કરી.
પ્રજ્ઞાજુબેન (સુરેશભાઈના શબ્દો લખી), વિનોદભાઈ, અને અરવિંદભાઈએ ઘડપણને “યુવાની”ગણી, આગેકુચ કરવાની સલાહ પ્રતિભાવરૂપે આપી.
અને…ઈંગલેન્ડથી વસંતભાઈએ કોઈએ મોકલેલ ઈમેઈલ “ફોરવાર્ડ” કરી એવી જ સલાહો જણાવી !
હજુ, “ઘડપણનું ગાડું”ની પોસ્ટ સૌ વાંચી રહ્યા છે, અને મારા મનમાં ધડપણમાં “યુવાની” ….અને આ કાવ્યરચના શક્ય થઈ !
ખાસ અગત્યનું >>> જે ઘડપણ વિષે કાવ્ય રચના થઈ હતી તે જગતમાં જે થાય તે નિહાળી કરી હતી…અહી માનવીની “મોહમાયા”માનવીને દુઃખ કે અસંતોષ તરફ લઈ જાય છે…મારૂ તો ભાગ્ય કે દીકરીઓ સૌ દુર રહી સુખી…અમો બન્ને ઘરમાં “ભક્તિ પંથે”…આજની પોસ્ટ દ્વારા એક જ “સંદેશો”….મોહમાયા છોડો, પોઝીટીવ વિચારો અપનાવો, તો તમે યુવાન જ છો !
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !
ચંદ્રવદન.
FEW WORDS…
Today’s Kavya Post is the result of the Readers’ Interaction with their Comments for the Previous Post “GhadapanNu Gadu”.
This Post gives the Message of the Positive Thinking & see the “Old Age” as “Youth”…it is in your Mind that what you feel…train your Mind with the Positive Thoughts that eventually you are the YOUTH !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

ઘડપણનું ગાડું ! ધર્મના નામે શાને કરે હત્યા તું ?

9 Comments Add your own

 • 1. sapana53  |  July 7, 2012 at 12:03 pm

  “પોઝીટીવ”વિચારો ‘ને આત્મબળ કેળવો,
  ચંદ્ર કહે…એવી જીવન જીવવાની ચાવી મેળવો ભાઇ આ મારા માટે લખાય લાગેછે આભાર….આપની વાત મનવાની કોશીશ કરીશ…

  Reply
 • 2. pragnaju  |  July 7, 2012 at 12:38 pm

  થી વૃધ્ધ, યુવાન છું હું ,મેરે ભાઈ !
  સૌ જીવે છે સૌની રીતે, ચિન્તા ના કરો,
  મૃત્યુ ડર છોડી, પ્રાણભર્યા દેહને સંભાળજો !
  નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ ..
  વાહ ગયા પછી કદી ન આવનાર બચપણ તથા યુવાની અને એક વાર આવ્યા પછી કદી ન જનારી વૃદ્ધાવસ્થા – બંને જીવનના સત્ય છે. માણસ ચાહે એને સ્વીકારે કે ન સ્વીકારે.
  તમે તો મોહમ્મદરફીનો સ્વર ગુંજતો કરી ડીધો
  કહું છું જવાનીને, પાછી વળી જા
  કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
  મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
  પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

  મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
  કાલે જ મેં કોઇને માશુક કહી છે
  ફરી પાછા મળશું પાગલ થવાને
  હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

  મુહોબ્બત તો મારો હક છે જનમનો
  સાકી હતો ને રહ્યો છું સનમનો
  ઘડપણને કહું છું કે માફી દઇ દે
  મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

  Reply
 • 3. Vinod R. Patel  |  July 7, 2012 at 7:27 pm

  ચન્દ્રવદનભાઈ,

  ઘડપણ અંગેની તમારી આગલી જૂની પોસ્ટને આ નવી પોસ્ટ દ્વારા જુવાન

  બનાવી દીધી એ ગમ્યું.

  ઘડપણ એ જીવન સંધ્યાનો સોનેરી સમય છે .

  જન્મથી આજ સુધી મેળવેલ અનુભવનું ભાથું છોડીને બધામાં વહેંચવાની આ

  વેળા છે.

  આપણે આપણા બ્લોગ મારફતે એ જ તો કરી રહ્યા છીએ.સોનેરી સમયનો એ

  એક સદુપયોગ જ છે.એકલતાને નાથવાનો એ રામબાણ ઉપાય છે.

  આપણે આપણી જવાબદારીઓ નિભાવ્યા પછી આવેલ આ ઘડપણનો સમય

  એ પ્રભુ સાથે પ્રીતડી કરી આનંદવાનો સમય છે.એમ કરતાં કરતાં

  નિરાશાને ખંખેરી આનંદ સાથે ચિદાનંદ સ્વરૂપ એ દિવ્ય તત્વમાં એકાકાર

  થઇ જીવનને ધન્ય બનાવવા માટેની આ જીવન યાત્રાનો અંતિમ પડાવ છે.

  સતત વૃદ્ધિ પામતો રહે એ જ વૃદ્ધ.

  Reply
 • 4. SARYU PARIKH  |  July 7, 2012 at 11:18 pm

  ભાઈશ્રી,
  મજાની રચના.
  પોઝીટીવને બદલે, રચનાત્મક શબ્દ, નમ્ર સૂચન.
  સરયૂના વંદન

  Reply
 • 5. Dr P A Mevada  |  July 8, 2012 at 1:08 pm

  નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ
  These lines are really encouraging and ways to accept the old-age are nicely told!

  Reply
 • 6. ishvarlal Mistry  |  July 9, 2012 at 6:45 pm

  Very nice post Chandravadanbhai, thinking positively will boost your mind to get extra strength and faith in God can create miracle,that is how to deal with old age.Thankyou for your guidance.

  Ishvarbhai R Mistry.

  Reply
 • 7. nabhakashdeep  |  July 11, 2012 at 12:05 am

  હસી હસી આગળ ધપે જુવાન ડોસલો… શ્રી ગાંધીજીને આઝાદીની ચળવળ
  વખતે ડોદતા જઈ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અમર પંક્તિઓનું સ્મરણ
  આપની આ પોઝીટીવ કવિતાથી યાદ આવી ગઈ. જીવનની ત્રણ અવસ્થાઓ
  અને દરેકની પોતાની આગવી શૈલી…આ સત્યને સ્વીકારી તેમાં ઢળી જઈ
  ગમતું કરવું એ જ શાણપણ . સરસ કવિતા છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  ઘડપણને યુવાની માનો દ્વારા સકારત્મક વિચારો જીવનમાં દાખવવાની જે શીખ કવિતા દ્વારા આપવાની કોશિશ કરેલ છે તે ઉત્તમ છે.

  સુંદર કવિતા…

  Reply
 • 9. પરાર્થે સમર્પણ  |  August 1, 2012 at 11:56 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  સૌ જીવે છે સૌની રીતે, ચિન્તા ના કરો,
  મૃત્યુ ડર છોડી, પ્રાણભર્યા દેહને સંભાળજો !
  નથી વૃધ્ધ, યુવાન છું હું, મેરે ભાઈ !(૨)…..ઘડપણને ..(૫)
  “પોઝીટીવ”વિચારો ‘ને આત્મબળ કેળવો,
  ચંદ્ર કહે…એવી જીવન જીવવાની ચાવી મેળવો !
  નથી વૃધ્ધ, યુવાન છું હું,મેરે ભાઈ ! (૨)…..ઘડપણને

  જીવન જીવવાના દ્રઢ મનોબળ સાથે હર્હ્મર્ષ જુવાની જાળવવાનો સુંદર સંદેશ
  કોમ્પ્યુટરમાં ખામીના કારણે સંદેશ પાઠવવામાં મોડો પડ્યો છું તે બદલ ક્ષમા કરશો.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

July 2012
M T W T F S S
« Jun   Aug »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: