સૌરાષ્ટનો સાહિત્ય અને સંતવાણીનો અમરવારસો !

જૂન 26, 2012 at 1:01 પી એમ(pm) 21 comments

Districts included in Saurastra highlighted

Dr Niranjan Rajyaguru

Dr. Niranjan Rajyaguru

 

સૌરાષ્ટનો સાહિત્ય અને સંતવાણીનો અમરવારસો !
આ પોસ્ટની કહાની જાણવી એટલે જરા ગુજરાતની સૌરાષ્ટની ભુમીને ખરેખર જાણવી !
સાનડીયાગો,કેલીફોર્નીઆથી વિનાદભાઈ પટેલે પ્રજ્ઞાજુબેન વ્યાસને એક ઈમેઈલ મોક્લ્યો. એમાં નામ હતું એક “ડો. નિરંજન રાજ્યગુરૂ”નું…અને સાથે ઉલ્લેખ હતો સૌરાષ્ટનું સાહિત્ય/સંતવાણી, અને, એની સાથે એક યુટુબની “વીડીઓ”લીન્ક.
એટલું જાણી, હું એ લીન્ક આધારે વીડીઓ નિહાવા લાગ્યો.
આ પ્રમાણે કરતા, મેં જાણ્યું કે રાજકોટ અને ગોંડલની નજીક એક ધોધાવદર નામનું નાનું ગામ છે. આ ગામમાં સૌના જાણીતા ભક્ત “દાસી જીવણ”નો જન્મ થયો હતો. અહી જ “આનંદ આશ્રમ”ની સ્થાપના થઈ હતી. આ સંસ્થા દ્વારા સતનિર્વાણ ફાઉન્ડેશનની શરૂઆત થઈ. આ સંસ્થાનો એક હતુ હતો કે સૌરાષ્ટના લોકગીતો/ભજનો અને સંતવાણીના “ખજાના”ને અમરતા આપવી. આ સંસ્થાએ સાહિત્ય ખજાનાને વાર્તાઓ, લોક્ગીતો, ભજનો તેમજ સંતવાણી કે સંતો વિષેની જાણકારીનો સંગ્રહ શરૂ કર્યો. આ ભગીરથ કાર્ય સાથે, માનવ સેવા/ગૌસેવા વિગેરે પર ધ્યાન આપ્યું
સાહિત્યનું સંશોધન કરતા ક્રરતા ડો.નિરંજન રાજ્યગુરૂના લખેલા અનેક પુસ્તકો પ્રગટ કર્યા. ડો. નિરંજનભાઈ તો પી એચ ડી થઈ બાળકોને ભણાવતા હતા.એઓ પણ આ સંતવાણી /ભજનો નો વારસો અમર રાખવા સંસ્થા સાથે જોડાયા. નિરંજનભાઈએ પોતાના સુરે અનેક જુના ભજનો ગાયા…સૌરાષ્ટના ગામોના જાણીતા ગાયકોને પણ ઉત્તેજન આપ્યું. અનેક ભજન/ગીતો રેકોર્ડ થઈ શક્યા. વિશ્વમાં અનેકને એ સાંભળવા મળે, એવા હેતુથી “યુ ટ્યુબ” ના માધ્યમે ઈનટરનેટ દ્વારા અનેક જુદી જુદી “વીડીઓ ક્લીપો” સ્વરૂપે પ્રગટ કર્યા. આવી જ લીન્કો કારણે હું અનેક ભજનો સાંભળી ખુશ થયો…સાથે, દાસી જીવણના જીવન વિષે પણ નિરંજનભાઈના મુખે જાણ્યું.
મને ગમતા થોડા ભજનો સાંભળવા  નીચેની “લીન્કો” પર ક્લીક કરવા વિનંતી>>>
Bhajans sung by Dr. Niranjan Rajyaguru>>>
And…The Dasi Jivan Parichay by Niranjanbhai>>
Bhajans sung by Samatbhai Bhundlwa>>>>
Bhajan sung by Lakhabhai Arjan Parmar>>>
Bhajan sung by Unkabhai Bijal Rabari>>>
AND MORE…….
 
પણ જે કોઈને બધા જ ભજનો અને અન્ય માહિતી જાણવા ઈચ્છા હોય તો જે વિનોદભાઈએ પ્રજ્ઞાજુબેનને મુખ્ય લીન્ક  મોકલી હતી તે જાણવી જ જોઈએ…એ જે રીતે પ્રજ્ઞાજુબેનના બ્લોગ પર પોસ્ટરૂપે પ્રગટ થઈ હતી તે જ રીતે હું નીચે મુજબ જાણ કરૂં છું>>>>>
Vinod R. Patel

June 21, 2012 at 3:49 am
પ્રજ્ઞાબેન,
ડો.નિરંજન રાજયગુરુ લોક સાહિત્યને પ્રોત્સાહન આપવાનું સુંદર કાર્ય બજાવી સ્વ.
ઝવેરચંદ મેઘાણીના વારસાને જીવંત રાખ્યો છે.
એક મિત્રે મને ઈ-મેલમાં ડો.નિરંજન રાજ્યગુરુના ભજનો ,પ્રવચનો વી.નાં
૬૧ અપલોડ કરેલ વિડીયોની યુ-ટ્યુબની લિંક મોકલેલી એ નીચે આપું છું.
આ વિડીયો જોઇને આપના બ્લોગના વાચકો લોક સાહિત્યમાં તરબોળ થશે.
Dr. Niranjan Rajyguru -61 uploaded videos
જે કોઈને ડો. નિરંજન રાજ્યગુરૂ વિષે વધુ જાણવું હોય તેઓ નીચેની “લીન્ક” પર જઈ એમનો પુરો “પ્રોફાઈલ” વાંચી શકે છે>>>
બે શબ્દો…
આજની પોસ્ટ નવા રંગે છે.
હું એને “અનકેટોગરઆઈઝ” કે “અનામી” તરીકે ગણી શકું.
પણ….મારો વિચાર જુદો જ છે !
મારા મનમાં થયું કે આ પોસ્ટનો વિષય ચર્ચા કરવા માટે યોગ્ય છે, એથી નિર્ણય લીધો કે આજની પોસ્ટને “ચંદ્રવિચારધારા” કેટેગોરીમાં લઈ, થોડી ચર્ચા કરીએ.
ગુજરાતની ભુમી પર “સૌરાષ્ટ”નું શું મહત્વ ?
પ્રથમ નિહાળીએ “પ્રભુ-ભક્તિ”.
અસલ જુના જમાનામાં નજર કરતા, સૌથી પહેલા નરસીહ મેહતાનું નામ આવે. એ હતા પ્રભુભક્ત, એ હતા જ્ઞાની…એ હતા સમાજ પરિવર્તન કરનાર….અને માનવતાભર્યા માનવી ! માતા સરસ્વતીની એમના પર ખુબ જ કૃપા હતી..એમણે રચેલા પ્રભાતિયા…અને, અનેક પ્રાર્થના/ભજનોમાં સરળ ભાષામાં રચી, “ગીતા જ્ઞાન” નો રસ સૌને પાયો હતો. એમનું જ ભજન ગાંધીજીએ સૌને સંભળાવી પ્રિય કર્યું હતું.
આ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે “દાસી જીવણ”નો. એમના દેહમાં “ભક્તિભાવ” બહાર આવવા પ્રયાસો કરતો હતો, પણ એમનું મન ભટકતું હતું …ત્યારે અનેક ગુરૂઓ કર્યા બાદ, એમને એમના સદગુરૂ મણ્યા અને ભક્તિભાવ એમનો શબ્દોમાં છ્લકાતા એમણે પણ રચનાઓ કરી ,જે આજે સૌની પ્રિય છે.
બસ, ભક્તિભાવના દર્શન આપતા ફક્ત સંતો જ આ ભુમી પર ?
આ ભુમીમાં જન્મ લેનારા હતા અનેક રાજા અને માર્ગદર્શન આપનારાઓ જેઓએ ભુમીની રક્ષા પણ કરી છે.
જે કોઈને એવી મહાન વ્યક્તિઓની યાદ આવે તેઓને મારી નમ્ર વિનંતી કે જરૂરથી એઓ “પ્રતિભાવ” આપી દર્શાવે !
ચાલો…હવે જરા “નવા જમાના”ની વાત કરીએ !
ભારતમાતા અંગ્રજી સરકારની ગુલામીથી ત્રાસી ગઈ હતી.
એવ સમયે મરાઠા સત્તા નીચે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ લડત શરૂ કરી ભારવાસીઓને જાગૃત કર્યા બાદ, ઈંગલેડની મહાન સત્તાને ધ્યાનમાં લઈ “અહિંસા”નું સુત્ર આપી, લોકએકતા કરી આખરે ભારતમાતાને “સ્વતંત્રતા” મેળવી આપનાર બીજો કોઈ નહી પણ સૌરાષ્ટનો જ દીકરો હતો મોહનદાસ કરમચંદ ગાંધી..જે ફક્ત “ગાંધીબાપુ” કે “બાપુ” તરીકે અમર થઈ ગયા !
 
હવે….આપણે “આનંદ આશ્રમ” અને “ડો. નિરંજન રાજ્યગુરૂ” વિષે ચર્ચાઓ કરીએ…..
 
પ્રથમ, કોણ જાણે છે આ આશ્રમને ? સૌરાષ્ટના ગૌરવતાને અમર રાખવાનો એનો હેતું પુર્ણ કરવાના કાર્યને કેટલી સફળતા મળી છે ?
જે કોઈ આ સવાલો પર વિચારો કરે તો…..ડો. નિરંજન રાજ્યગુરૂનું નામ તરત જ આગળ આવે. મેં એમના વિષે પહેલા જાણ્યું ના હતું….પણ વાંચન બાદ, હું એમને જાણી સમજું પણ છું  તમો કોઈએ તો એમના વિષે જાણતા જ હશો, અને જો અજાણ હતા, તો, આજે “લીન્ક” મારફતે ઘણું જ જાણી ખુશ થયા હશો.
મે મારી સમજ/વિચારે ચર્ચાની શરૂઆત કરી….હવે, આ પોસ્ટ વાંચી તમે પ્રતિભાવરૂપે આ ચર્ચાને આગળ વધારવાની છે.
તો…તમે તૈયાર છો ?
ચાલો, મને લાગે છે કે….ઘણું જ કહેવાય ગયું. આ પોસ્ટને વિરામ આપી રહ્યો છું !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is about Saurastra Region of Gujarat….the land which had given Saints…Devotees of God…Sahityakaro & the Leaders like Gandhiji.
To preserve the treasure of the “Folk Songs & Sahitya it is the Crusade of DR. NIRANJAN RAJYAGURU who is deeply involved at the ANAND ASHRAM.
Hope you like the Post & the discussins.
DR. CHANDRAVADAN MISTRY

 

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

મારી ૪૨મી વેડીંગ એનીવરસરી ! માનવ તંદુરસ્તી (૨૫)..ડોકટરપૂકાર (૧૦) સીસ્ટમીક લુપસ એરીથમાટોસીસ (Systemic Lupus Erythematosis or SLE)

21 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જૂન 26, 2012 પર 1:41 પી એમ(pm)

  ખૂબ સુંદર લીંકો
  માણતા ખૂબ આનંદ થયો.
  ફરી ફરી માણતા રહીશું
  ભાવભર્યા ભજનો અને તે અંગે વિદ્વતાભર્યું છતા સરળ સહજ વિવરણ અંગે
  વિનાદભાઈ પટેલે જે ધ્યાન દોર્યું તેમનો પણ ખૂબ આભાર
  બ્લોગ પર પધારી આવા પ્રેરણાદાયી સૂચનો આપતા રહેશો

  જવાબ આપો
 • 2. Vinod R. Patel  |  જૂન 26, 2012 પર 7:32 પી એમ(pm)

  ડો.રાજ્યગુરુ અંગે અને સૌરાષ્ટ્રની રસધાર જેવી વિપુલ પ્રમાણમાં માહિતી આ પોસ્ટમાં રજુ કરી એને ફરી ફરી માણીને ખુબ આનંદ થયો.

  ખુબ જહેમતથી લોકસાહિત્યને જાણવા માટે ખુબ ઉપયોગી માહિતી પૂરી પાડવા માટે આપનો ખુબ આભાર અને અભિનંદન ,ચંદ્રવદનભાઈ.
  મને મળ્યું આંગળી ચિંધ્યાનું પુણ્ય એની ખુશી.

  જવાબ આપો
 • 3. chandravadan  |  જૂન 26, 2012 પર 9:26 પી એમ(pm)

  પ્રજ્ઞાજુબેન અને વિનોદભાઈ,

  આ પોસ્ટ માટે તમો બંને તરફથી પહેલા પ્રતિભાવો મળ્યા….જે વાંચી, ખુબ જ ખુશી.

  આ પોસ્ટ શક્ય થઈ તેમાં તમારો ફાળો છે !

  પ્રતિભાવ આપ્યો તેમજ તમારા ઈમૅઈલ દ્વારા આપેલી પ્રેરણા માટે એ માટે અભાર !

  આશા છે કે સૌને આ પોસ્ટ ગમે !

  આ પોસ્ટ પ્રગટ કરવાનો એક જ “હેતુ”…..સૌને ગુજરાતી લોકગીતો અને સાહિત્યનો “પ્રેમ” વધે.

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY

  જવાબ આપો
 • 4. અશોકકુમાર (દાસ) 'દાદીમા ની પોટલી'  |  જૂન 26, 2012 પર 11:48 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,
  ડૉ.નિરંજન રાજગુરુ એ ખૂબજ મહેનત દ્વારા લોક સાહિત્ય નો વારસો -ભજન -વાણી વિગેરેને જાળવવા કોશિશ કરેલ છે અને જે લોકઉપયોગ માટે પણ ખુલ્લો મૂકેલ છે તે હકીકત છે.
  ખૂબજ સુંદર માહિતી આપવા બદલ ધન્યવાદ !

  જવાબ આપો
 • 5. mdgandhi21  |  જૂન 27, 2012 પર 5:26 એ એમ (am)

  ડોક્ટર સાહેબ,
  તમે તો મોટો ખજાનો ખુલ્લો મુકી દીધોને! મનભરીને માણી શકવા અને. આપણી સંસ્કૃતિનો રસ ચખાડવા બદલ તમારો, વિનોદભાઈ તથા પ્રજ્ઞાજુબેન વ્યાસનો આભાર અને અભિનંદન..

  મનસુખલાલ ડી.ગાંધી

  જવાબ આપો
 • 6. chandravadan  |  જૂન 27, 2012 પર 5:09 પી એમ(pm)

  This was an Email from Rajubhai Desai of Rajkot>>>>

  kathiawadi……….

  FROM: R M Desai
  TO: Kavee..

  Wednesday, June 27, 2012 7:45 AM

  YES,

  kathiawadi language is diff frm gujarati and more powerful.

  Gadhvi/Charan people , were

  encouraging the King for the battle with their Kuneh/efforts with powerful words in the past.

  the style and diff words for one word with specific style and tune, now famous in the film industries………

  you can find the same on Gujarati channels……..

  kathiawadi are spread all over the world with their Kuneh and words…

  the language is quite diff and touching makes you to feel the real figures…

  I can describe more in Guj as my English is not so well, pl bear with me.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajubhai,
  So nice !
  Thanks !
  Chandravadan

  regards,

  raajubhai

  rajkot

  Dear Mitro,

  A New Post on Chandrapukar.

  જવાબ આપો
 • 7. ishvarlal Mistry  |  જૂન 28, 2012 પર 4:38 એ એમ (am)

  Very nice post , Very true Saurastra region has lots of Saints ,Devoteesof God, I like your post.Thanks.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. pravina  |  જૂન 28, 2012 પર 1:53 પી એમ(pm)

  Thanks for sharing such a wonderful post.

  enjoyed thoroughly.

  જવાબ આપો
 • 9. nabhakashdeep  |  જૂન 29, 2012 પર 1:28 એ એમ (am)

  ગુજરાતની ધરા અને એવાજ તેના સુભટો, સાહિત્યવિદો ને સંતો..જેમની
  યશોગાથા સાંભળવી અને માણવી એ સૌનું અહોભાગ્ય. આપ જેવા પારખુઓને
  લીધે સહજ રીતે આવો લાભ મળેછે એ અમારું સૌભાગ્ય જ ને?..આપ, સુશ્રી પ્રજ્ઞાબેન ને શ્રી વિનોદભાઈ તલસ્પર્શી અભ્યાસથી સૌ જન હિતાય જે પ્રસાદી આપેછે તે માટે ખૂબખૂબ આભાર અને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. Tejas Shah  |  જૂન 29, 2012 પર 12:37 પી એમ(pm)

  Very nice. Thanks for the post. Good work

  જવાબ આપો
  • 11. chandravadan  |  જુલાઇ 1, 2012 પર 11:20 પી એમ(pm)

   Tejas,
   It was my pleasure to read your Comment for this Post & also for the previous Post.
   You visiting my Blog after a long time….I had always wished to see you on my Blog !
   Thanks !
   I had visited your Blog in the past but then had seem the “old Posts on which I had commented & always wished to see your Gazal & other Creations.
   Hope all well in UK !
   Chandravadan

   જવાબ આપો
 • 12. પરાર્થે સમર્પણ  |  જુલાઇ 2, 2012 પર 12:45 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  એટલે જ કહ્યું છે કે……
  સંત સુરા અને સાવજ સોરઠનાં..

  જવાબ આપો
 • 13. Shirish Dave  |  ઓગસ્ટ 12, 2012 પર 6:00 એ એમ (am)

  Is there “Yug Vandana” (written by Zaverchand Meghani) book on any site?

  જવાબ આપો
  • 14. chandravadan  |  ઓગસ્ટ 16, 2012 પર 12:36 એ એમ (am)

   Shirishji,
   Thanks for your visit/comment.
   The LINK below willl tell you about what you desire to know

   http://www.jhaverchandmeghani.com/
   Sorry for delay in responding.
   Chandravadan.

   જવાબ આપો
 • 15. jitendra parajapti  |  ઓગસ્ટ 13, 2012 પર 1:56 પી એમ(pm)

  i like bhajan and loksangit it is our cultur

  જવાબ આપો
  • 16. chandravadan  |  ઓગસ્ટ 15, 2012 પર 3:28 એ એમ (am)

   Jitendraji,
   May be your 1st visit to my Blog.
   Thanks fo your Comment.
   Please revisit.
   Chandravadan

   જવાબ આપો
 • 17. Dr.Niranjan Rajyaguru  |  એપ્રિલ 22, 2013 પર 4:56 પી એમ(pm)

  પ્રિય ડૉ.ચન્દ્રવદનભાઈ,
  આજે ઓચિંતા, અચાનક આપના બ્લોગની મુલાકાત થઇ, આપે શુદ્ધ-સાત્વિક ભાવથી અમારી પ્રવૃત્તિઓને બિરદાવી અને જગત સામે મૂકી આપી,એ કારણે ઘણા જિજ્ઞાસુ -સાહિત્ય,સંગીત અને કલામાં રસ લેનારા મરમી જનો સુધી અમારી સામગ્રી પહોંચી ..આ માટે આપનો આભાર. હજુ ઘણું બાકી છે,આશ્રમમાં પડેલી લગભગ છસો કલાકની ધ્વનીમુદ્રિત સામગ્રીમાંથી અહીં તો માત્ર આચમનીભર મુકાયું છે,ભવિષ્યના સ્વપ્નો સ્નેહીજનોના સહકારે સાકાર થશે જ એવી શ્રદ્ધા છે. નિરંજનના સ્મરણ…

  જવાબ આપો
  • 18. chandravadan  |  એપ્રિલ 23, 2013 પર 1:09 એ એમ (am)

   શ્રી નિરંજનજી,

   નમસ્તે !

   જુન ૨૬,૨૦૧૨ના દિવસે “સૌરષ્ટના સાહિત્ય અને સંતવાણી” વિષે પોસ્ટ પ્રગટ કરી એમાં તમારો ફોટો અને તમારી આશ્રમ દ્વારા થયેલ પ્રવ્રુત્તિઓ વિષે મેં કંઈક લખવાનો પ્યાસ કર્યો હતો.

   આજે એપ્રિલ ૨૨,૨૦૧૩ના દિવસે તમો જાતે પધારી “બે શબ્દો” લખ્યા તે વાંચી હું તો ધન્ય થી ગયો.

   તમે જે સેવાભર્યું કાર્ય કરી રહ્યા છો તે માટે તમો મારા હ્રદયમાં છો.

   મારી પ્રાર્થના છે કે…તમે તંદુરસ્ત રહો, અને પ્રભુ તમોને વધુ શક્તિ બક્ષે કે તમો આશ્રમ દ્વારા વધુ કાર્ય કરી શકો.

   તમે લખો છો કે…જે કર્યું તે અલ્પ છે, અને હજુ તો ઘણુ કરવાનું બાકી છે.

   તો, ભવિષ્યમાં શું કરવા વિચારો છો ?

   એ ભવિષ્યના વિચારોમાંથી થોડું જરૂરથી જણાવવા કૃપા કરશો.

   તમે લખો છો તે પ્રમાણે અન્ય તરફથી “સહકાર” મળશે જ કે જેથી એ સ્વપ્ન સકાર થશે….તો. કેવો સહકાર ?

   …..ચંદ્રવદનના પ્રણામ
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 19. નિરંજન રાજ્યગુરૂ કહાણી ! | ચંદ્ર પુકાર  |  ઓક્ટોબર 9, 2013 પર 12:27 પી એમ(pm)

  […] તો એની “લીન્ક” નીચે મુજબ છે>>>>  https://chandrapukar.wordpress.com/2012/06/26/%e0%aa%b8%e0%ab%8c%e0%aa%b0%e0%aa%be%e0%aa%b7%e0%ab%8d%… આ પોસ્ટ પ્રગટ કર્યા બાદ, ૨૦૧૩માં […]

  જવાબ આપો
 • 20. captnarendra  |  ઓક્ટોબર 9, 2013 પર 5:05 પી એમ(pm)

  ડૉ.નિરંજનભાઇના કાર્ય વિશે સાવ અજાણ્યો હતો. આપની પોસ્ટ થકી તેમની વિશાળ કર્મભુમિ વિશે જાણ્યું. આપનો આભાર. વર્ષોતી દેશથી વિખૂટા પડેલા અને આપણી ભાષા, લોકસાહિત્યથી અસ્પૃશ્ય થયેલા એવા ખુણામાં વસતા એવા અમારા જેવા લોકો સુધી આવી અણમોલ માહિતી પહોંચાડવા માટે આભાર.

  જવાબ આપો
 • 21. nabhakashdeep  |  મે 3, 2015 પર 3:57 એ એમ (am)

  અમૂલ્ય ખજાનો …સૌને મળે એવા ભાવો વડે, કેવું પરગજુ મહાન કામ હાથ ધર્યું..સાદર વંદન .આપની આ પોષ્ટ વડે એક સેતુ બંધાયો ને પથ જડ્યો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: