અસલી શું ? નકલી શું ?

જૂન 7, 2012 at 11:34 પી એમ(pm) 11 comments

Tropical Organic Sampler

Certified Organic Pineapple Certified Organic Kiwi
Certified Organic Avocado- Certified Organic Bananas
Certified Organic Mangos or Papayas
BUT….The PLASTIC FRUITS LOOK SIMILAR TOO !
So What is REAL & What is FAKE ???

અસલી શું ? નકલી શું ?

અસલી શું ? નકલી શું ?
અરે, ખરેખર શું ?
કોઈ કહેશો મને ? …………………(ટેક)
પહેરવેશ નિહાળો માનવીઓનો,
ખરેખર કપડું કે રેશમ બનેલ એ છે ?
અરે ! “સીનથટીક”ચીજનો બનેલો એ છે !……શું ..(૧)
શાકભાજી સાથે અન્ન ફળો છે મોટા,
ખરેખર કુદરતે બનાવેલા એ છે ?
અરે ! “હાઈબ્રીડ”બીજમાંથી એ છે !…શું …(૨)
લોહી નથી રાતુ, વળી મગજ નથી ધોળું,
ખરેખર, દેહમાં શું સાચું રહ્યું છે ?
અરે ! અપવીત્રતાથી ભરપુર એ  છે ! …શું ……(૩)
આંખો નિહાળે, કાનો સાંભળે હજુ,
ખરેખર, બક્ષેલી ભેટો એ છે,
અરે ! કળીયુગે અભળાયેલી ચીજો એ છે !……શું …(૪)
ઓ, માનવી ! શું રે કહું હું તને આજે ?
ભલે, દેહ પવિત્રતા લુટાઈ, આત્મા શુધ્ધ છે આજે,
અરે ! એવા જ્ઞાન પંથે જઈ, ચંદ્રવાણી  તું અપનાવજે !…શું …(૫)
કાવ્ય રચનાઃ તારીખ મે, ૧૮,૨૦૧૨                 ચંદ્રવદન.

બે શબ્દો…

આજે ટીવી પર એક ભાઈ “પ્રજ્ઞા પૂરાણ” પર ચર્ચા કરતા હતા.
એ ચર્ચામાં એમણે “અસલી” અને નકલી” શબ્દો ઉચ્ચાર્યા.
બસ, આ બે શબ્દોએ મને કેદ કરી દીધો.
અને, જેમ વિચારતો ગયો તેમ મારા મનમાં આજના કળિયુગના માનવીના દર્શન થયા.
એ હસે છે ત્યારે કે રડે ત્યારે એનું “હાસ્ય કે રૂદન” અસ્લી કે નકલી એ જાણવું ઘણીવાર અશક્ય હોય છે !
બસ, આ વિચારો સાથે આ કાવ્ય રચના શક્ય થઈ.
સૌને ગમે એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s post is the Question “WHAT IS REAL & WHAT IS NOT REAL ?.
This Question is raised in the Poem in Gujarati.
Synthetic Clothings…..Hybrid Seeds & the Foods we eat….Heart & Brain  (Mind) filled with the “thoughts without Purity”….and even the Eyes & Ears are closed to the “TRUTH” and the HUMANS are on the WRONG  PATH.
So the Poet warns the HUMANITY to WAKE UP….and abandon the PATH of LIES.
I hope you like the Message !
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

લતાબેન હિરાનીના લેખના જવાબરૂપે ! જો ચાહીયે, વૌ હી કીજીયે !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. nabhakashdeep  |  જૂન 7, 2012 પર 11:49 પી એમ(pm)

  ડોશ્રીચંદ્રવદનભાઈ
  સરસ પ્રેરણાદાયી અને ચીંતનસભર રચના, આપના વિશાળ મનનને
  ઉજાગર કરેછે. અસલી નકલીની વાતને જીવનની આજની પરિસ્થિતિ સાથે જોડી, આપે ઊંડાણ માપ્યાછે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 2. pragnaju  |  જૂન 8, 2012 પર 2:45 એ એમ (am)

  લોહી નથી રાતુ, વળી મગજ નથી ધોળું,
  ખરેખર, દેહમાં શું સાચું રહ્યું છે ?
  અરે ! અપવીત્રતાથી ભરપુર એ છે ! …શું ……(૩)
  આંખો નિહાળે, કાનો સાંભળે હજુ,
  ખરેખર, બક્ષેલી ભેટો એ છે,
  અરે ! કળીયુગે અભળાયેલી ચીજો એ છે !……શું
  સ રસ લેખ

  અસલી નકલી ની જાણીતી વાત
  એક વખત અકબરને બીરબલની કસોટી કરવાનું મન થયું. તેણે એક ઝવેરીને પોતાની સમક્ષ હાજર કર્યો, ઝવેરી અદબ વાળી ઉભો રહ્યો અને બાદશાહના હુક્મની પ્રતીક્ષા કરવા લાગ્યો. અકબરે કહ્યું, “ તું આવતીકાલે દરબારમાં હાજર રહેજે.” ઝવેરીએ કહ્યું, “જેવો આપનો હુકમ !” અને પછી અકબરે કહ્યું, “એક હીરો સાચો લાવજે, અને એક હીરો ખોટો લાવજે અને ખબરદાર ! બેય એક સરખા, અદલબદલ થઈ જાય એવા; સમજ્યો ?” ઝવેરીએ કહ્યું, “સમજ્યો” અને તે કુરનીશ બજાવીને ગયો.

  બીજે દિવસે દરબાર ભરાણો. અકબર પોતાના સિંહાસન ઉપર બિરાજમાન થયો. તેની આજુબાજુ એમના નવરત્નો બિરાજ્યા અને સામે દરબારીઓ ગોઠવાયા. દરબાર હક્કડેઠઠ્ઠ થયો કે દરવાન પ્રવેશ્યો. તેણે કુરનીશ બજાવીને કહ્યું, “જહાંપનાહ, એક ઝવેરી સલામે આવ્યો છે.” અકબર વાતને સમજી ગયો. તેણે કહ્યું, “ઈજાજત છે !” દરવાન ઝવેરીને બાદશાહની રજામંદી પહોંચાડવા ગયો. દરબાર આખો, આ બધું જિજ્ઞાસાથી જોઈ રહ્યો; તે કંઈ સમજે એ પહેલાં ઝવેરી દરબારમાં પ્રવેશ્યો. તેણે બાદશાહને કુરનીશ બજાવીને નિવેદન કર્યું, “જહાંપનાહ, આ નાચીઝ આપને માટે એક ભેટ લાવ્યો છે.” બાદશાહે આશ્ચર્ય દર્શાવતા કહ્યું, “કયા ?” ઝવેરીએ કહ્યું, “જહાંપનાહ, હું બે હીરા લાવ્યો છું. એક અસલી છે, બીજો નકલી છે. આપ અસલી હીરાની ભેટ સ્વીકારો એવી મારી ગુજારીશ છે.” અને ઝવેરીએ સોનાની કાસ્કેટમાં બેય હીરા બાદશાહ સમક્ષ ધર્યા. અકબર બેય હીરા ફાટી આંખે જોઈ રહ્યો. બેયના કદ, રંગરૂપ અને ચમક એક સરખાં હતાં. કોઈની હેસિયત નહતી કે અસલી નકલી પિછાણી શકે ! અકબર ખુશ થઈ ગયો. તેણે દરબાર સમક્ષ હીરા ધર્યા અને કહ્યું, “છે કોઈ અસલી હીરાનો પારખુ ?” દરબારીઓ એકબીજા સામે જોઈ રહ્યા. કોઈનામાં કસોટીની સરાણે ચઢવાની હિંમત નહતી. બાદશાહે મોકો સાધ્યો. તેણે બીરબલને કહ્યું, “ તું અસલી નકલીનો ભેદ જાણી શકશે એવી મને ઉમ્મીદ છે, તું અસલી હીરો પારખી બતાવ.”

  દરબારીઓ બાદશાહનું આ ફરમાન સાંભળી બીરબલ શું કરે છે તે જાણવા ઉત્સુક બની ગયા. બીરબલ પોતાના આસનેથી ઉભો થયો, આગળ આવ્યો, બાદશાહને ઝૂકીને સલામ કરી; એ જ વખતે સલીમ દરબારમાં પ્રવેશ્યો. બીરબલની સલીમ ઉપર નજર પડી અને તેના મનમાં ઉકેલ ચમકી ગયો.

  તેણે બાદશાહને સલામ કરીને પૂછ્યું, “હું અસલી હીરો પારખી બતાવું ?” અકબરે કહ્યું, “ચોક્ક્સ.” બીરબલે સ્મિત કર્યું, પછી સલીમને બતાવીને કહ્યું, “જહાંપનાહ, આ તમારો અસલી હીરો છે”.

  અને દરબારીઓમાંથી ‘વાહ વાહ ! ક્યા કહી ! બહોત કહી !” ની ગુંજ ઊઠી. બીરબલે અસલી-નકલીનો ભેદ બરાબર ઉકેલી દીધો. અકબર તેની ચતુરાઈ ઉપર આફરીન પોકારી ઊઠયો. તેણે ઝવેરીએ આણેલાં બેય હીરાઓની બીરબલને ભેટ આપી.

  આ પછી દરબાર બીરબલના વખાણ કરતો કરતો બરખાસ્ત થયો. બીરબલ કહે
  છે–મા-બાપને માટે સંતાનો જ અસલી હીરા, મોતી અને માણેક છે.

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  જૂન 8, 2012 પર 3:43 એ એમ (am)

  અસલી શું અને નકલી શું એ નક્કી કરવું ઘણીવાર મુશ્કેલ બની જાય છે.

  માણસનો ચહેરો પણ અસલી નથી હોતો.માણસનો ઉપર દેખાય છે એ ચહેરા

  ની નીચે એનો અસલી ચહેરો છુપાયેલો હોય છે.પ્રજ્ઞા પુરાણ સાંભળતા તમારી

  પ્રજ્ઞા સતેજ થઇ અને એમાંથી નીપજી તમારી આ પોસ્ટ અને તમારા અસલી

  કાવ્યમાં એ માણવાની મજા આવી ગઈ.

  જવાબ આપો
 • 4. sapana  |  જૂન 8, 2012 પર 5:25 એ એમ (am)

  વાહ સરસ ગીત લાગ્યુ અમેરીકામાં મોટી મોટી વસ્તુ જોઇને થાકી ગયા…

  જવાબ આપો
 • 5. સુરેશ  |  જૂન 8, 2012 પર 12:07 પી એમ(pm)

  असली नकली चहरे देखे….

  જવાબ આપો
 • 6. hemapatel  |  જૂન 8, 2012 પર 12:41 પી એમ(pm)

  આજના જમાનામાં નકલી વધારે છે, છતાં પણ તે અસલી જેવુ લાગે.

  જવાબ આપો
 • 7. ishvarlal Mistry  |  જૂન 8, 2012 પર 11:29 પી એમ(pm)

  very nice poem, Old was nice but , but changes take place , we have to go with that , Well said Chandravadanbhai something to think about in life.Like comments by others.
  Thank you for sharing your thoughts it is always interesting.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. પરાર્થે સમર્પણ  |  જૂન 9, 2012 પર 1:06 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  કળીયુગમાં માનવ રડવામાં હસવામાં અને કામગીરીમાં અસલી નકલી ચહેરા
  બતાવ્યા જ કરે છે. . માનવ જાત ખોરાક પહેરવેશ અને ધનમાં પણ અસલી
  નકલીની ભેળસેળ કરતો થઇ ગયો છે.
  એકદમ નવા મુદ્દા સાથે ચન્દ્ર્પુકારનો અનેરો ટંકાર થયો છે.
  ગોદડીયા ચોરામાં પ્રમેશ્વરીય પરિષદના ૨ અને ૩ ભાગ રજુ થઇ ગયા છે

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  જૂન 9, 2012 પર 11:31 એ એમ (am)

  સુંદર પોષ્ટ..વિચારણીય….
  વિવેકથી અસલી નકલીનો ભેદ સમજાઈ જાય..મિશ્રણ તે માયાવી સ્વરુપ છે જેનો આશ્રય લઈને ઈશ્વરે જગત નિર્માણ કર્યુ.. એક સુભાષિત યાદ આવે છે,..
  काकः कृष्ण पीकः कृष्ण को भेद काक पीकयोः
  वसंत कालेपि स्म्रुत्वा काकः काकः पीकः पीकः

  જવાબ આપો
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  ખૂબજ સુંદર માનનીય અને ચિંતનસભર રચના… હકીકતે અસલી -નાક્લીના ભેદ ને જાણવા ખૂબજ કઠિન થઇ ગયા છે, તે માટે તો આત્માનો અવાજ અને વિવેક જ જરૂરી છે…

  જવાબ આપો
 • 11. pravina Avinash  |  જૂન 14, 2012 પર 11:41 એ એમ (am)

  Real and Unreal

  It is a nice question. Wonderful composition.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

જૂન 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: