લતાબેન હિરાનીના લેખના જવાબરૂપે !

મે 28, 2012 at 2:44 એ એમ (am) 11 comments

Diabetes Educators of Divabetic

લતાબેન હિરાનીના લેખના જવાબરૂપે !

લતાબેનનો લેખ વાંચ્યો.
એમના લેખની શરૂઆતમાં લતાબેને એક પ્રષ્ન કર્યો કે “ડાયાબીટીસ હોય તેને દવા વગર ચાલે ?”
એ સવાલ યોગ્ય જ કહેવાય.
પણ….
કોઈ જ્યારે કહે કે ઉપચારથી ડાયાબીટીસ કાયમ માટે નાબુદ થઈ જાય ત્યારે એ વ્યક્તિ અસત્ય કહે છે, એવું મારૂં માનવું છે.
કોઈને “ડાયાબીટીસ”છે એવો એક વાર “ડાયાગ્નોસીસ” થાય ત્યારે એવી વ્યક્તિને હંમેશ માટે એવી બિમારીનો “રોગી” ગણવો રહે….પણ, સારવાર।પરેજી કે કાળજીથી એ રોગને “કોન્ટ્રોલ”માં રાખી શકાય.ફક્ત ખોરાકમાં “ફેરફારો” અને “દવા વગર” એનો “કોન્ટ્રોલ” હોય શકે !
ઉપરના ઉલ્લેખ બાદ, હવે એક “એલોપથી”ના ડોકટર તરીકે લતાબેનના પ્રષ્નનો જવાબ આપવા આ મારો પ્રયાસ છે. જવાબઃ
પ્રથમ….”ડાયાબીટીસ” કેમ થાય તે જાણવું અગત્યનું છે
માનવ દેહનું પ્રભુએ એવું ઘડતર કર્યું છે કે જે ખોરાક આરોગવામાં આવે તેમાંથી જ દેહને જરૂરીત “શક્તિ” તેમજ “દેહના રક્ષણ।વધારાના “તત્વો” બને. આ કાર્ય શક્ય કરવા માટે પ્રભુએ “હોરમોન્સ”(HORMONES)નામના તત્વોનો સહકાર આપે…અનેક હોરમોન્સમાંથી એક છે “ઈનસુલીન”(INSULIN),જે બ્લડ સુગરને બારી એમાંથી “શક્તિ” આપે છે, અને જે થકી, દેહ હલનચલન તેમજ અન્ય કાર્યો હોય શકે. જેટલો ખોરક આરોગવામાં આવે તે પ્રમાણે બ્રેઈન સીગનલ મળતા, પેટની અંદર આવેલા “પેનક્રીઆસ”(Pઅન્ચ્રેઅસ્) ઈનસુલીન બનાવે અને જેથી અંતે લોહીમાં ગ્લુકોસનું પ્રમાણ “નોરમલ”રહે….પણ, જ્યારે પેનક્રીઆસના ઈનસુલીન બનાવતા સેલ્સ “ઈનફેકશન” કે “જેનેટિક”(GENETIC)બિમારી કારણે પ્રમાણમાં ઈનસુલીન બનાવી ના શકે ત્યારે લોહીમાં “ગ્લુકોસ”નો વધારો યાને “ડાયાબીટીશ” !,,,આ ડાયાબીટીસની સારવારના નિયમો નીચે મુજબ છે>>>>
(૧) જે કોઈ વ્યક્તિનું વજન વધારે હોય તેણે વજનમાં ઘટાડો કરવો, એ અગત્યનું છે.
(૨) ખોરાકમાં ફેરફારો કરવાના રહે.
   “કરબોહાઈડ્રેટ”વાળા  પ્રદાર્થો ઓછા લેવાના રહે ..આથી “બ્લડ ગ્લુકોસ” ઓછો બને.
(૩) ખોરાકનો બાળવા માટે “ચાલવું” કે “કસરતો” (EXERCISES) કરવાની આદત પાડવી.
(૪) યોગ…ધ્યાન ( YOGA & MEDITATION) દ્વારા ચીન્તા મુક્ત બનવું (Rએમોવલ ઓફ ષ્ત્રેસ્સેસ ઓફ ળિફે)..અનેક માનવ બિમારીઓનું મૂળ કારાણ “ચીન્તા” છે !
ઉપર મુજબ છે “એલોપથી સારવાર ” !
હવે, આપણે “આયુર્વેદીક” કે “નેચરલ”સારવાર વિષે ચર્ચાઓ કરીએ>>>>>>
(૧) આર્યુવેદીક સારવાર ખોરાકને મહત્વ આપે છે.
કડવા પ્રદાર્થો (કારેલા વિગેરે) પર ભાર મુકે છે…..અહી પણ પ્રમાણમાં ઓછો ખોરાક હોય એવી સલાહ હોય છે.
(૨) યોગ-આસનો…ધ્યાન યાને “મેડીટેશન”દ્વારા “સ્ત્રેસ”(STRESS) ઓછો કરવાની સલાહો હોય છે
(૩) દિવસે ચાલવું અને નિયમીત ભોજન, અને રાત્રીએ સુવા માટે પણ સલાહો હોય છે
ઉપર વર્ણન કર્યું તે પ્રમાણૅ, દવાઓનો સહારો લેવા માટે “એલોપથી સારવાર”માં ઉતાવળ હોય છે અને “આર્યુવદીક સારવાર”માં પરેજી।કસરતો।ધ્યાન પર મહત્વ અપાય છે …અંતે. “આર્યુવેદીક દવાઓ”નો સહારો લેવાય છે.
હવામાન (ENVIRONMENT)ની અસર પણ રોગો પર હોય છે.
આ વિષયે, હું મારો પોતાનો જ દાખલો આપું છું !
જાન્યુઆરી ૪ ૨૦૧૨થી ફેબ્રુઆરી,૨૪,૨૦૧૨ સુધી હું અમેરીકાથી ભારત હતો.
પ્રથમ ૨-૩ દિવસમાં ત્રણ ઈનસુલીનના ઈનજેકશનને બદલે ૨ ઈન્જેકશન, અને પછી ૧ ઈનજેકશન અને એક અઠવાડીયા બાદ ઈનસુલીનના ઈન્જેકશનો બંધ…..પણ હું જે એક ડાયાબીટીસની ગોળી લેતો હતો તેની જગાતે મેં ત્રણ ગોળીઓ લેવાનું રાખ્યું …અને મારી બ્લડ સુગર “નોરમલ” રહેતી હતી.
મારૂં માનવું છે કે ગુજરાતમાં રેહતા, અનેકવાર ચાલીને જાવું…..ખોરાક પચી જાવો, તેમજ ચીન્તા-મુક્ત ( STRESS FREE)રહેવું..આ બધાનો ફાળો હશે…અને, કદાચ, આ “દેશ”ના વાતાવરણ (ENVIRONMENT)નો ફાળો પણ હશે એવું મારૂં અનુમાન છે.હવામાનમાં “ગરમી”કારણે પરસેવો થવો…કેમીકલ।રેડીએશન વિગેરેનું પ્રમાણ  ઓછોં હોય શકે..કે પછી અન્ય કારણો હોય શકે !
અત્યારની જાણકારી આધારીત, એક વાર જેને ડાયાબીટીસનો રોગ તેને હંમેશા એ રોગ….પરેજી.સારવારથી “કંટ્રોલ”માં હોય શકે પણ એ “નાબુદ” (CURE)થયો એવું ના કહી શકાય…ભવિષ્યમાં, કદાચ, “જેનેટિક”(GENETIC)શોધો કે કોઈક બીજી જાણકારી કારણે કે પછી પેનક્રીઆસના ઈનસુલ્લીન બનાવતા “સેલ્સ ટ્રાન્સપ્લાન”ના કારણે આ રોગ નાબુદ હોય શકે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
બે શબ્દો…
આજે નવી કેટેગોરીરૂપે “(NEW CATEGORY)લતાબેન હીરાનીને જવાબ”રૂપે જે વાંચ્યું તે પ્રગટ કરવા માટે મને મુજવણો હતી.
પ્રથમ મુજવણ….
આ લખાણને નવી કેટેગોરી “ચંદ્રવિચારધારા”રૂપે કે જુની કેટેગોરી “માનવ તંદુરસ્તી”રૂપે પ્રગટ કરૂં ?
બીજી મુજવણ…..
જો આ લખાણ પ્રગટ કરૂં તો લતાબેનને ગમશે કે નહી ? થોડા દિવસો વિચાર કરતો રહ્યો.
અંતે….. મને થયું કે નવી કેટેગોરી સ્વરૂપે જ યોગ્ય હશે કારણ કે અહી એક ડોકટર તરીકે મારી વિચારધારા હતી, અને હું જુની તંદુરસ્તીની પોસ્ટની “લીન્ક” આપી વાંચકોને ત્યાં લઈ જઈ શકું….અને મને મળેલો લતાબેનનો ઈમેઈલથી મેં એવું અનુમાન કર્યું કે પોસ્ટરૂપે પ્રગટ કરીશ તો એમને ખુશી જ હશે.
પણ ….હું અહી ઉત્તમભાઈ ગજ્જરના ઈમેઈલની કોપી નીચે પ્રગટ કરૂ છું કે જેથી વાંચકો ઉત્તમભાઈ કે લતાબેનનો સંપ્રક કરી એમના “ઓરીજીનલ” લેખની વિગતો જાણી શકે.>>>>>>>
From ઊત્તમ ઙજ્જર <ઉત્તમ્ગજ્જર્@ગ્મ્ઐલ્.ચોમ્> To ઊટ્ટાં ઙાઞ્ઞાR-ઙંઐલ <ઉત્તમ્ગજ્જર્@ગ્મ્ઐલ્.ચોમ્> February૨૬, ૨૦૧૨ ૭:૫૭
ડાયાબીટીસમાં દવા વગર ચાલે ?
તમે શું માનો છો ?
તમારો જવાબ હા હોય કે ના,
તમને ડાયાબીટીસ હોય કે ન હોય,
આ લેખ જરુર વાંચો…
Uttam & Madhu Gajjar
SURAT-૩૯૫ ૦૦૬-INDIA
TEL-(૦૨૬૧)૨૫૫ ૩૫૯૧
ઉત્તમ્ગજ્જર્@ગ્મ્ઐલ્.ચોમ્
Lata Hirani
પ્રિય ઉત્તમભાઈ
તમે લેખને ક્યાં ક્યાં પહોચાડી દીધો… !! ખૂબ ગમ્યું…
ડો. ચંદ્રવદનભાઈ
નમસ્કાર.
આપનો અભિપ્રાય વાંચ્યો. સંમત છું. મારો ડાયાબીટીસ પણ કંટ્રોલ જ થયો હતો કેમ કે
હજુ બહુ પ્રાથમિક કક્ષાએ હતો. હું બહુ લો પાવરની માત્ર એક ગોળી રોજ સવારે લેતી હતી, જે બંધ થઇ હતી.
ઘરે આવીને થોડા દિવસ ચાલ્યું. પછી ખોરાક પરનો કંટ્રોલ છૂટી ગયો + સ્ટ્રેસ પણ હોય જ. વળી દવા શરુ કરવી પડી.
આ લેખ લખવાનો મારો હેતુ એ જ કે હજુ શરૂઆત હોય અને જો ખોરાકમાં મન મક્કમ રાખી શકે તો દવા વગર ચાલી શકે..
આપનો ખૂબ આભાર.
લતાહીરાની
TEL: 079- 26750563 (Home)….MOBILE  9978488855
Email:lata.hirani55@gmail.com
TO READ the Full Lekh as a Post…
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
Dr. Bharat Shah Nisargopachar Kendra, Vinoba Ashram, Gotri Vadodara – 390 021 Gujarat, India Phone : 91 – 265 – 237 1880 Fax : 91- 265 – 237 2593 Email : naturecure1978@gmail.com Website: http://naturecure.cfsites.org
આ વિષયે “ચંદ્રવિચારધારા” એટલી જ છે કે….માનવ દેહનું ગ્યાન ધીર ધીરે વધ્યું જ છે એ એક સત્ય હકિકત છે. જુની આર્યુવેદીક ઉપચારોની પ્રથાનું કારણ છે રીશીમુનીઓ કે “ફીલોસોફરો”ની નવું જાણવાની ધગશ. એવી ધગશના કારણે જ “એલોપથી”નો જન્મ થયો હતો. “કુદરતી સારવાર” કે “આર્યુવેદીક સારવાર”પણ આ મહાવિગ્યાનનો અંસ છે. એલોપથીની દવાઓ પ્રથમ વનસ્પતીમાથી ..દાખલારૂપે “ડીજોક્સીન”(Digoxin) જે હ્રદય માટે વપરાય છે….મુળ પદાર્થમાં કયો તત્વ ફાયદો આપે છે એની જાણ માટેની આશાઓના કારણે રસાયણ તત્વો કે “કેમીકલ”(Chemical)સ્વરૂપ જાણવા મળતા, નવી એલોપથી ગોળી કે “ઇનજેક્શન”(Injection)નો જન્મ થયો. અહી માનવ જ્યારે “ફક્ત દવા”ના આધારે જીવન જીવવા નિર્ણય કરે ત્યારે એ એક મોટી ભુલ કરે છે. માનવદેહ એટલે >>>શરીર + મન + આત્મા. દવા ફક્ત મોટે ભાગે શરીરને સહાય કરે, અને કદાચ મન પર “થોડી” અસર કરે, પણ આત્મા પર તો નહી જ ! જ્યારે “યોગ” કે મનન (મેડીટેશન) નો સહારો લેવાય ત્યારે  એ જરૂર આત્મા નજીક પહોંચવા માટે સહાયરૂપ બને છે…..આથી જ આર્યુવેદીક ઉપચારોમાં દવા સાથે આવો સહકાર લઈ શરીર સુધારો કરવાનો આગ્રહ છે…અહી, આર્યુવેદીક ઉપચાર સાથે “પરેજી”નાનામે ખોરાકને મહત્વ આપે છે…ખોરાક વિષે એલોપથી તંદુરસ્તી માટે ભાર મુકતી ના હતી..પણ હવે ખોરાકના જુદા જુદા તત્વો (કારબોહાઈડ્રેટ…ફેટ…પ્રોટીન)( Carbohydrates, Fat& Protein) જાણી, થોડી સલાહો આપવા શરૂઆત કરી છે….પણ ખોરાકનું તત્વ જાણકારી ભલે હોય પણ જુદા જુદા પદાર્થો જુદી જુદી અસર કરે તે માટે “અગ્યાનતા” ધરાવે છે…દાખલારૂપે કોઈ “ક્ફ”(Cough) તો કોઈ “એસીડીટી”(Acidity) પેદા કરે…..અને મુખ્ય વાત તો એ કે ખાવામાં “નિયમીકતા”અગત્યની ગણાય !

આશા છે કે…ભવિષ્યમાં “એલોપથી” અને “આર્યુવેદીક” સારવાર એક સાથે રહી, “એક્યુપ્રેસર” વિગેર પણ અપનાવે….અને જે “જેનેટીક” વિષયે દોડ છે તે ચાલુ રાખી કંઈક નવી શોધ માનવને અર્પણ કરે !

અરે,હા, ઉપર ઉલ્લેખ કર્યો તે પ્રમાણે “માનવ તંદુરસ્તી”ની બીજી પોસ્ટો વાંચવા માટે જે કોઈને ઈચ્છા હોય તેમણે નીચેની”લીન્ક” પર ક્લીક કરવી>>>>>

આ પ્રમાણે કરેલી  આ ચંદ્ર-ચર્ચા સૌને ગમે !

FEW WORDS

Today’s Post is the 3rd in this Category of “ChandraVichardhara”.

The Focus Point is the Aryuvedic ( Herbal) v/s Allopathy Medical Treatment.

The Case in the Discussion is the the Illness “Diabetes Mellitus”.

The crucial Question is : Can it be cured with the Present Knowledge & Treatments ?

I bring the “Genetic or Other Discoveries” and/or Transplant of the Pancreatic Cells that produce the Insulin as the answer..the CURE !

What you have to say ?

Dr. Chandravadan Mistry

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

બેનને ૮૦મી બર્થડેની શુભેચ્છાઓ ! અસલી શું ? નકલી શું ?

11 ટિપ્પણીઓ Add your own

 • 1. himanshupatel555  |  મે 28, 2012 પર 2:59 એ એમ (am)

  મારું લોહી ખાંડાથી કન્ટામીનેટેડ છે.માહિતિ સહાયરૂપ છે મિત્રો.

  જવાબ આપો
 • 2. readsetu  |  મે 28, 2012 પર 4:06 એ એમ (am)

  useful addition.. Dr. Chandravadanbhai… Thank u. I like it…. keep it on
  lata hirani

  જવાબ આપો
 • 3. bhajman  |  મે 28, 2012 પર 4:09 એ એમ (am)

  ડાયાબીટિસ કે મધુ પ્રમેહ ના રોગ તરફ બેદરકારી તો જરા પણ દાખવવી ન જોઇએ. આ એક છૂપો કાતિલ/દુશ્મન છે. સાચી અને માર્ગદર્શક માહિતી.

  જવાબ આપો
 • 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  મે 28, 2012 પર 11:28 એ એમ (am)

  સાચી અને માર્ગદર્શક માહિતી.

  જવાબ આપો
 • 5. pravina Avinash  |  મે 28, 2012 પર 5:35 પી એમ(pm)

  You provided very good info.

  thanks

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 6. ishvarlal Mistry  |  મે 29, 2012 પર 6:08 એ એમ (am)

  Verynice information on Diabetes , Thankyou for sharing.

  Ishvarbhai Mistry

  જવાબ આપો
 • 7. pragnaju  |  મે 30, 2012 પર 5:51 પી એમ(pm)

  ડાયાબિટીસ હાઇ બ્લડપ્રેશર વિ. સાયલન્ટ વ્યાધિ હોવાથી તેની ગંભીરતા ઓછી લાગે .આ અંગે દરેકે અભ્યાસ કરી સમજ કેળવવી ખૂબ જરુરી છે અને તેના નિષ્ણાત દ્વારા સૂચવાયેલ સારવાર કરવી .ડેશ ડાયેટ અને કસરત સાથે સમજીને સારવાર કરી ઘણા દર્દીઓ નિરામય લાંબુ જીવે છે.અમારા એક સ્નેહી ડાયાબીટોલોજીસ્ટ ડોકટર તો તેમના દર્દી બરોબર સમજી સારવાર કરે અને સ્યુગર લેવલ કંટ્રોલમા રાખે તો દર ૫,૧૦,૨૫ કે ૫૦ વર્ષે તેમના દર્દીના મેળામા પોતાના તરફથી મૉટું ઇનામ આપે.
  હજુ પણ વધુ વિગતવાર નવી શોધો અંગે જણાવવા વિનંતિ
  દા ત કેપીલરી લોહી અને વિનસ લોહીમા સ્યુગરમા ફેરફાર આવે,
  ક ઇ દવા લેતા હોય તો પ્રમાણ ખોટું બતાવે,
  લોહી સિવાયની પધ્ધતિઓ કેટલી ચોક્કસ હોય,
  તમારી પાસે સાધન ન હોય કે લેબ.મા જવાની સગવડ ન હોય તો ક ઇ રીતે અંદાજ લગાવી સારવાર ચાલુ કરવી,દર્દીના શરીરમાંથી કેવી વાસ આવે તો સ્થિતી ગંભિર કહેવાય,પોતાના પિશાબ ની સાધારણ બીનખર્ચાળ પધ્ધતિ માટે શું જાણવું જરુરી છે.કેટલાક દર્દીઓમા પિશાબ કલ્ચર/સેન્સી.મા એક પણ દવા કામ ન લાગે ત્યારે ફૂડ સપ્લીમેન્ટ થી રાહત થયાનું જોવામા આવે છે આવા ઘણા પ્રશ્નોના ઉતર અતિ વ્યસ્ત ડો.પાસે નથી મળતા.

  જવાબ આપો
 • 8. nabhakashdeep  |  જૂન 2, 2012 પર 6:14 એ એમ (am)

  રોગની સામે જેટલી તકેદારી એટલો લાભ. શરીર એક યંત્ર પાછું મનના
  તરંગો પણ ભાગ ભજવે અને અમુક વસ્તુ તેને માફક ના આવે અને રીજેક્ટ
  કરે. ડોશ્રી ચંદ્રવદનભાઈ અને અભ્યાસુ સુશ્રી પ્રજ્ઞાબેન અને તજજ્ઞોની
  વાત જાતે સમજી , આ લેખ પ્રમાણે આચરવું એ જ હિતની વાત ,એમ
  મને સમજાણું..બરાબરને ?

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. બીના  |  જૂન 4, 2012 પર 8:37 પી એમ(pm)

  Good and useful information. I like all health related posts.

  જવાબ આપો
 • 10. અમિત પટેલ  |  જૂન 7, 2012 પર 9:07 એ એમ (am)

  A scientific formula of powerful nutrients :- Chromium Picolinate, Garcinia Cambogia, Gymnema Sylvestre & Vanadium.

  This is a scientific formula with powerful nutrients that assist your body in the task of metabolizing and breaking down carbohydrates, fats, and proteins, the components of a typical diet. This supplement in combination with a nutritious low calorie diet and moderate exercise helps you maintain healthy blood glucose levels that are already within a healthy range. Also supports good digestive health.

  જવાબ આપો
 • 11. chandravadan  |  જૂન 13, 2012 પર 5:53 પી એમ(pm)

  Re: NEW POSTon CHANDRAPUKAR…લતાબેન હિરાનીના લેખના જવાબરૂપે !

  FROM: pravina kadakia
  TO: chadravada mistr

  Monday, May 28, 2012 10:38 AM

  Hello Dr

  Have a Happy Memmorial Day.

  jayshree krishna

  I do not know ,why comment is not posting?

  visit

  http://www.pravinash.wordpress.com

  you can post on commment.

  Dr. You have provided veryuseful info.

  thanks

  pravinaAvinash

  Pravinaben,
  Somehow your Comment was Spamed…I had recovered.
  Thanks for your Response !
  Chandravadanbhai

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 333,873 hits

Disclimer

સંગ્રહ

મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: