બેનને ૮૦મી બર્થડેની શુભેચ્છાઓ !

મે 23, 2012 at 12:25 pm 19 comments

 
 BHIKHIBEN with KAMU & MYSELF at her Home in LUSAKA, ZAMBIA (2003)

બેનને ૮૦મી બર્થડેની શુભેચ્છાઓ !

યાદ કરૂં છું આજે બેન, ભીખીબેન મારી !
જીવનભર યાદ કરતો રહીશ તને, ઓ બેન મારી !………….(ટેક)
વેસ્મા ગામે થયો જન્મ મારો જ્યારે,
તમ માતાએ અપનાવી ગોદમાં લીધો હતો મને ત્યારે,
જે થકી, એક ભાઈ-બેનનો પ્રેમ સબંધની કડી પ્રભુએ જ ઘડી !……….યાદ કરૂં…(૧)
નથી યાદ તારી જરા પણ, આ બાળભાઈને ઓ બેન મારી,
આફ્રીકા આવતા, ઉભરાયો પ્રેમ આ બાળ હૈયે, મળી જો બેન મારી,
હર રક્ષાબંધને અચુક મળી પ્રેમ-પતિક ભરી રાખડી ઓ બેન મારી !…….યાદ કરૂં…(૨)
બેન મારી, તને સુખમાં નિહાળી હતી મેં,
અને,હૈયે પથ્થર રાખી, દુઃખો સહન કરતી  નિહાળી હતી મેં,
ફક્ત દુર કે નજીકથી હિંમતભર્યા શબ્દોનો સહારો દીધો હતો મેં !…….યાદ કરૂં…(૩)
બે સંતાનો અને પતિ વિયોગ સમયે, દીધી શક્તિ પ્રભુએ તને,
એવા સમયે, પ્રાર્થનાઓ કરવા શક્તિ મળી હતી મુજને,
એમાં જ, પવિત્ર પ્રેમ ભાઈ બેનનો છુપાયેલો હતો, એ પ્રભુ જાણે !…….યાદ કરૂં….(૪)
૨૦૧૨ની સાલે, મે મહીનાની ૨૩મી  તારીખ આવી રહી,
એ તો છે મારા બેનની ૮૦મી બર્થડેની શુભ ઘડી,
પ્રણામો સહીત શુભેચ્છાઓ એક નાનેરા ભાઈએ વરસાવી અહી !……..યાદ કરૂ……(૫)
બેન મારી, ભુલીજા ભુતકાળને, અને ભેટી લેજે વર્તમાનને તું આજે,
આ બર્થડેના ઉત્સવે, આનંદ સહીત હસી લેજે તું આજે,
આટલી ચંદ્ર-વિનંતીમાં, એક ભાઈની પ્રાર્થનાઓ સ્વીકારી લેજે તું આજે !
કાવ્ય રચના તારીખ ફેબ્રુઆરી,૨૯, ૨૦૧૨                                           ચંદ્રવદન

બે શબ્દો…

૨૩મી મે ૨૦૧૨નો દિવદ એટલે મારા બેન (ભીખીબેન)ની ૮૦મી બર્થડે !
ખુબ જ ખુશીનો દિવસ !
એ દિવસે હું અમેરીકામાં અને મોટીબેન ઝામ્બીઆ, આફ્રીકા ના લુસાકા શહેરમાં.
ભલે, અમો એકબીજાથી દુર, પણ હ્રદયથી ખુબ જ નજીક છીએ.
એ દિવસ્રે આ કાવ્ય પોસ્ટ દ્વારા મેં મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના દર્શાવી.
આ પોસ્ટ વાંચો તો તમો પણ તમારી બેનને યાદ કરી પ્રાર્થનાઓ કરશો એવી આશા.

“હેપી બર્થ ડે”અને, જુગ જુગ જીઓ, મારી વ્હાલી બેન !

સૌને કાવ્ય તેમજ અન્ય પોસ્ટ લખાણ ગમે એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

HAPPY BIRTHDAY”…My Dear Sister !
“Happy 80th Happy Birthday !”
May God grant  you the BEST of the HEALTH. May He bring “JOY” in seeing your CHILDREN & GRANDCHILDREN, and may you forget the TRAGEDIES in your Life and  ALWAYS remember the SWEEI OLD MEMORIES.
May your Children & Grandchildren be close to you always !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

ચાર વાનરનું રમકડું ! લતાબેન હિરાનીના લેખના જવાબરૂપે !

19 Comments Add your own

 • 1. સુરેશ  |  મે 23, 2012 at 12:33 pm

  બેનને અમારાં અભિનંદન . કદાચ આ ફોટામાં ૭૦ વર્ષનાં હશે – પણ વીસ વરસ નાનાં લાગે છે. તાજેતરનો ફોટો મૂકો , તો એમના સ્વાસ્થ્યનો અંદાજ઼ આવે.
  ———–
  પણ હરનિશભાઈ કહે છે તેમ., ઉમ્મર ગણતા ન રહેવું !

  Reply
 • 2. himanshupatel555  |  મે 23, 2012 at 2:12 pm

  જન્મદિન મુબારક અને લાંબા આયુષ્યની અઢળક શુભેચ્છાઓ.

  Reply
 • 3. Vinod R. Patel  |  મે 23, 2012 at 2:24 pm

  નાનપણમાં સાથે રમેંલા ભાઈ-બેનને ઉંમર થતા પોત પોતાના કુટુંબની

  જવાબદારીઓ સંભાળવા માટે જુદા જુદા સ્થળોએ વિખુટા પડી જવું પડે

  છે પરંતુ પ્રેમના દોરથી હમ્મેશાં બંધાયેલા રહે છે. રક્ષાબંધન એનું પ્રતિક છે.

  આપનાં બેન ભીખીબેનને એમની 80મા જન્મ દિવસ માટે અને એમના

  નિરામય સ્વાસ્થ્ય માટે મારી અનેક શુભચ્છાઓ .

  Reply
 • 4. sapana53  |  મે 23, 2012 at 4:28 pm

  બહેનને સરસ શુભેચ્છા…અભિનંદન ભીખીબેન..હા આજ આટલું જરૂર કહીશ આપને દુનિયામા સૌથી વધારે પ્રેમાળ ભાઈ મળ્યો છે..ઘણાં ભાઈ તો પાછું વળિને જોતા પણ નથી કે બહેન જીવે છે કે મરી ગઈ સાસરે વળાવી એટલે બસ ગઈ..સુખી છે કે દુખી કૉઇ પૂછતું નથી જ્યારે ચંદ્રવદન મારાં ભાઈ નથી છતાં મારી ફિકર રાખે છે….લાગણીનો ભંડાર છે…

  Reply
 • 5. mdgandhi21  |  મે 23, 2012 at 5:21 pm

  ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  તમારા બેનને મારા તરફથી પણ જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ.

  લી.મનસુખલાલ ડી.ગાંધી

  Reply
 • 6. ishvarlal Mistry  |  મે 23, 2012 at 10:47 pm

  Very nice poem and thanks for remembering your sister Bhikhiben, I have known her also for long time , She had lots of tragedies in her family. Bless her with good health and Happiness, Happy Birthday from all of us.

  Ishvarbhai R. Mistry.

  Reply
 • 7. nabhakashdeep  |  મે 23, 2012 at 11:29 pm

  ભાઈ બહેનના પવિત્ર સંબંધની સુગંધ સાથેની આ કવિતા હૃદય સ્પર્શી છે.
  સુશ્રી ભીખીબેનને જન્મદિને સર્વ કુશળ મંગલ હો એ ભાવના સાથે શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 8. jjkishor  |  મે 24, 2012 at 1:05 am

  મુ. બહેનને જન્મદિનની વધાઈ.

  તમારા બ્લૉગ પર આવવાનું બનતું રહે છે. ખૂબ જ મન થાય કે સૌના બ્લૉગની મુલાકાત લઈએ અને કાંઈક ને કાંઈક લખીએ પણ સમય માનતો નથી. ક્યારેક તો ૨૪ કલાક ઓછા પડતા લાગે !

  તમે સૌ માતા સરસ્વતીની સેવા ભાષાભક્તિ મારફત કરો છો તેનું ગૌરવ છે. પાંચ વરસ પહેલાં નેટ પર આવ્યો ત્યારે ફોન્ટનાંય ઠેકાણાં નહોતાં. આજે સગવડો વધતી જાય છે તેમ તેમ ભાષાસેવાની તક પણ વધતી જાય છે. આપણે સૌ પેલી ખિસકોલીની જેમ રામસેતુ બાંધવામાં યથાશક્તિ મથતાં રહીએ તો આવતીકાલ ગુજરાતીભાષાના બચાવ ને વિકાસમાં બહુ કિંમતી સાબિત થવાની છે…..

  ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સાથે.

  Reply
 • 9. dhavalrajgeera  |  મે 24, 2012 at 2:21 am

  We have two older sisters too.
  Now this is the third one.
  Happy Birth Day ભીખીબેન………………..

  Reply
 • 10. ગોવીંદ મારુ  |  મે 24, 2012 at 2:34 am

  ૮૦મી વર્ષગાંઠે ભીખીબહેનને ખુબ ખુબ અભીનંદન.. હાર્દીક શુભેચ્છાઓ…
  – મણી અને ગોવીન્દ મારુ

  Reply
 • 11. પરાર્થે સમર્પણ  |  મે 24, 2012 at 5:30 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  આપના બહેનને ૮૦ માં જન્મદિનની ખુબ ખુબ વધી.
  બહેનના જન્મ દિનની વંદના કરતા ચન્દ્ર ખુશી અનુભવે
  અને પુકાર કરતાં તો ચંદ્ર અનોખા કાવ્ય રૂપી ગુણલા ગાવે

  Reply
 • વડીલ શ્રી ભીખીબેનને તેમની ૮૦ મી જન્મદિવસ વર્ષગાંઠ નિમિત્તે તેમના નિરામય સ્વાસ્થય માટે શુભકામનાઓ…સાથે શુભેચ્છાઓ..

  Reply
 • 13. hemapatel  |  મે 24, 2012 at 1:48 pm

  ભીખીબેનને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
  અને તેમના સ્વાસ્થ માટે શુભકામનાઓ.

  Reply
 • 14. kirtidaparikh  |  મે 24, 2012 at 4:05 pm

  સુન્દર રચના . સમય ગમે તેટલો ચાલ્યો ગયો હોય . કોઇક પળે સમય અટકે છે અને યોદોનો ખજાનોં ખોલે છે . એ પળ યાદગાર હોય છે . ભાઈ તરફથી બેનને યાદગાર ભેટ કાવ્ય રુપે મળે એ જ ઉત્કટ પ્રેમ ને દર્શાવે છે. બેનને મારી હાર્દિક શુભકામના.
  કીર્તિદા દુબઈ

  Reply
  • 15. chandravadan  |  મે 24, 2012 at 5:55 pm

   કીર્તિદાજી,
   નમસ્તે !
   આજે તમારો પ્રતિભાવ વાંચ્યો, અને તમારો “ભાવ​”સ્વીકારતા આનંદ થયો…ફરી પણ બ્લોગ પર પધારજો !
   દુબ​ઈમાં તમો સહીસલામત અને આનંદમાં રહો એવી પ્રાર્થના.
   >>>>ચંદ્ર​વદન​.
   Dr. Chandravadan Mistry

   Reply
 • 16. pgavaniya  |  મે 25, 2012 at 10:21 am

  ડીયર ચંદુભાઈ,
  લાગે છે કે આપ પ્રજાપતિ છો.હું પણ છું. મને અવસ્ય સપોર્ટ કરો

  પ્રશાંત ગવાણીયા

  http://prashantgavaniya.blogspot.in

  Reply
 • 17. chandravadan  |  મે 25, 2012 at 5:08 pm

  This was an Email Response from South Africa>>>>>>

  : Dr S D Mistry
  TO: Chandravadan M Mistry (Dr.)

  Friday, May 25, 2012 9:38 AM

  Dear Chandravadanbhai,

  I read your beautiful tribute to Bhikhiben on her 80th birthday.

  I also sent a small message to Kanakbhai which I forward it to you for information.

  Did you receive “ Gaurav Gatha “ from Balubhai at Navsari Ashram ?

  With warm regards,

  Shashibhai
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dear Shashibhai,
  It was nice of you to read this post & send me the Response by the Email.
  Thanks !
  Chandravadan

  Reply
 • 18. indushah  |  મે 25, 2012 at 8:23 pm

  બેનને જન્મદિન શુભેચ્છા,
  सतं जीव शरदम
  प्रभु तेमने स्वस्थ स्वास्थय अर्पे.

  Reply
 • 19. pragnaju  |  મે 30, 2012 at 5:11 pm

  ૮૦મી બર્થડેની શુભેચ્છાઓ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,864 hits

Disclimer

મે 2012
M T W T F S S
« Apr   Jun »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: