ચાર વાનરનું રમકડું !

મે 19, 2012 at 12:38 પી એમ(pm) 12 comments

Inline image 1

ચાર વાનરનું રમકડું !

ગાંધીજીને પ્યારૂં હતું એક રમકડું,
મંત્રરૂપે નિહાળું આજે એ જ રમકડું !…………..(ટેક)
માનવ નહી પણ વાનરો છે એક રમકડા સ્વરૂપે,
શાને બનાવ્યૂ રમકડું એવું, કાંઈ સમજાય ના મુજે !…(૧)
એક વાનર કાનો પર હાથો મુકે,
“નથી બુરૂ સાંભળવું છે મારે !” એ તો સૌને કહે,…….(૨)
બીજો વાનર આંખો પર હાથો મુકે,
“નથી બુરૂ જોવું છે મારે !” એ તો કહે,…..(૩)
ત્રીજો વાનર મો પર એક હાથ મુકે,
“નથી બુરૂ બોલવું છે મારે !”એ તો કહે…..(૪)
ચોથો વાનર એક હાથ કોમ્યુટર પર મુકે,
“નથી બુરૂ કાર્ય કરવું છે મારે !” એ તો કહે…..(૫)
ભલે, ચાર વાનરોરૂપી  છે આ મંત્ર વાણી,
દે છે શીખ, માનવીઓને એની અજ્ઞાનતા જાણી….(૬)
હવે, ચાર મંત્રભાવોને જરા સમજો તમે,
આ ચારમાં છે આત્મા પૂકાર, એવી ચંદ્રવાણી સમજો તમે !….(૭)
કાવ્ય રચનાઃ તારીખ મે, ૧૫,૨૦૧૨                           ચંદ્રવદન.

બે શબ્દો…

મે,૧૦, ૨૦૧૨ના દિવસે શરદ શાહએ “૬૦+ ગ્રુપ”ને એક ઈમેઈલ મોકલ્યો, અને મેં પણ વાંચ્યો..
આ ઈમેઈલ સાથે ચાર વાનરોનું પીકચર હતું અને નીચે અંગ્રેજીમાં શબ્દો હતા “Hear No Evil, See No Evil, Speak No Evil, Post No Evils “…છેલ્લા વાનરનો  ભાવ હતો “Do No Evil”.
આ “મંત્ર”રૂપી સંદેશો મને ગમ્યો….અને એની સાથે ગાંધીજીને પણ વ્હાલું એવું જ રમકડું હતું તે યાદ આવ્યું.
આ પ્રમાણે, જ્યારી મારી વિચારધારા વહી રહી હતી ત્યારે પ્રભુ પ્રેરણાથી આ કાવ્ય રચના શક્ય થઈ.
એ જ રચના તમે વાંચી રહ્યા છો !
આશા છે કે આ પોસ્ટ સૌને ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is a Gujarati Kavya (Poem) telling of a TOY  of 3 MONKEYS, showing the EARS/EYES/ MOUTH closed with the Hands..&  the 4th Monkey DECLINING to EMAIL ( Delines DO BAD ACTS)
The Toy is showing 4 MONKEYS…but in REALITY these 4 represent 4 HUMANS  who do BAD THINGS on this Earth & lead their LIFE to the DISASTER, & deprived of the SALVATION.
So…the ADVICE is to WAKE UP and do the RIGHT THING.
I hope this message is liked by the Readers !
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

“સ્ટીવ જોબ્સ”વિષે જરા જાણો ! બેનને ૮૦મી બર્થડેની શુભેચ્છાઓ !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 19, 2012 પર 12:46 પી એમ(pm)

  “નથી બુરૂ બોલવું છે મારે !”એ તો કહે…..(૪)
  ચોથો વાનર એક હાથ કોમ્યુટર પર મુકે,
  સાંપ્રત સમયમા લૅપટોપના વાનરવૅડા ભયંકર વિનાશ કરી શકે છે

  તેથી આની શિસ્ત પણ જરુરી

  જવાબ આપો
 • 2. himanshupatel555  |  મે 19, 2012 પર 2:01 પી એમ(pm)

  ચોથો ભલો ઉમેર્યો તમે .

  જવાબ આપો
 • 3. SARYU PARIKH  |  મે 19, 2012 પર 2:05 પી એમ(pm)

  બહુ સરસ વિચાર, નવિન વિચાર.
  અત્યારે નીચેનું લખાણ, શ્રી જોબ વિષે વાંચીને થોડું વધારે જાણવા મળ્યુ.
  શુભ કામ.
  સરયૂ પરીખ

  જવાબ આપો
 • 4. hemapatel  |  મે 19, 2012 પર 2:24 પી એમ(pm)

  ઉમદા વિચાર !

  જવાબ આપો
 • 5. અક્ષયપાત્ર/Axaypatra  |  મે 19, 2012 પર 3:06 પી એમ(pm)

  વાહ ચંદ્રભાઈ, બહુ ગમ્યુ આ કાવ્ય!

  જવાબ આપો
 • 6. Vinod R. Patel  |  મે 19, 2012 પર 3:07 પી એમ(pm)

  આ નવી ટેકનોલોજીના જમાનામાં ચોથા રમકડાને તમે જન્મ આપ્યો.

  કાવ્ય અને કલ્પના ગમી.

  કોમ્પ્યુટર હેવોક પણ સર્જી શકે છે અને સાયબર સિક્યોરીટી જોખમમાં પણ

  મૂકી શકે છે.

  જવાબ આપો
 • 7. pravina  |  મે 19, 2012 પર 3:46 પી એમ(pm)

  What a wonderful idea.Good idea.

  this is 21stcentury

  જવાબ આપો
 • 8. mdgandhi21  |  મે 19, 2012 પર 5:27 પી એમ(pm)

  Very nice poem.

  જવાબ આપો
 • 9. Dilip Patel  |  મે 19, 2012 પર 6:50 પી એમ(pm)

  આજના આ સોસિયલ નેટવર્કીંગ – સામાજિક આંતરજાળના વિસ્તરતા આયામને વિકરતા અટકાવવા માટે આપના આ ચાર વાનર સંદેશ વિકસતા જાય એજ આશા અને અભ્યર્થના.

  આભાર અને અભિનંદન ચન્દ્રવદનભાઈ.

  જવાબ આપો
 • 10. ઇન્દુ શાહ  |  મે 19, 2012 પર 8:44 પી એમ(pm)

  આજના હાઇ ટૅક યુગમા ટીનેજ માતા પિતાએ આ સંદેષ ઘરમાં રાખવો જરૂરી છૅ.અભિનંદન ચન્દ્રવદનભાઇ.આ સંદેષ અને સ્ટીવ જોબ્સ વિષે જણાવવા બદલ

  જવાબ આપો
 • 11. ishvarlal Mistry  |  મે 20, 2012 પર 12:40 એ એમ (am)

  Very nice poem Chandravadanbhai, Everybody should always remember that ,You can put good things on the computer and can put bad things so should remember that also always. Very good saying in our daily life.
  Thanks
  Ishvarbhai.

  જવાબ આપો
 • 12. nabhakashdeep  |  મે 22, 2012 પર 5:21 એ એમ (am)

  ચતુર્થ સંદેશો ગમી જાય તેવો આપે દીધો. પણ વાંદરાને નીસરણી મૂકો
  તો ચઢ ઉતર કર્યા જ કરશે.

  મજાની લેટેસ્ટ કલ્પના.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 333,873 hits

Disclimer

સંગ્રહ

મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: