“તાજ ટુર” કહાણી !

મે 15, 2012 at 10:41 પી એમ(pm) 13 comments

 

 

Map of Europe

Map of Italy

“તાજ ટુર” કહાણી !

કહું છું હું કહાણી તાજ ટુરની, તમે સાંભળશો જરા ધ્યાનથી,
જુલાઈ,૨૮, ૨૦૦૬ના શુભ દિવસે  થઈ જેની શરૂઆત વેમ્બલી ધામેથી,,
કહાણી કહું છું એ જ તાજ ટુરની !…………………………………………………(ટેક)
લક્ષઝરી કોચના ડ્રાઈવર છે “જીમ” નામે,
ટુર મેનેજર છે આના ફરનાન્ડેઝ નામે,
અને સફર કરે છે ઈન્ગલેન્ડથી ૬૧ માનવીઓ પ્રભુઈચ્છા કાજે,
કહાણી કહું છું હું એમની !…………………..કહું છું હું ..(૧)
કરે છે સફર ૧૦થી ૧૫ ફેમીલીઓ આ કોચમાં,
ભારત,ઈંગલેન્ડ,અમેરીકા અને કેનેડાના રહીશો છે કોચમાં,
બાળકો સંગે છે જુદી જુદી પ્રોફેશનના બધા આ ટુરીસ્ટો !
કહાણી કહું છું હું એમની !…………………કહું છું હું……(૨)
આવ્યા સૌ વેમ્બલીથી ઈંગલેન્ડના સમુદ્ર કાંઠે ડોવર ધામે,
એક ફેરી-બોટમાં બેસી, ચેનલનો દરિયો પાર કર્યો સૌએ,
ફાન્સના “કેલી” શહેર ઉતરતા દરિયાઈ સફર પુરી થઈ સૌની !
કહાણી કહું છું હું એમની !……………………..કહું છું હું ….(૩)
પ્રથમ, ફાન્સ દેશનું પ્રખ્યાત “પેરીસ” શહેર નિહાળ્યું સૌએ,
પછી, સ્વીઝરલેન્ડનું “જેનેવા” શહેર નિહાળ્યું સૌએ,
અને, હતી પ્રથન રાત્રી “જીનેવા” શહેરની હોટેલમાં સૌની,
કહાણી કહું છું હું …………………………કહું છું હું………(૪)
ત્યારબાદ, “પીસા” શહેરનો “લીનીન્ગ ટાવર” નિહાળી સૌના હૈયે ખુશી,
નિહાળી “ફ્લોરેન્સ” શહેર રણીયામણું સૌના હૈયે છે ખુબ જ ખુશી,
અરે, છલકાય છે ગ્રુપના સૌના હૈયેથી આનંદભરી  ખુશી,
કહાણી કહું છું હું એમની !……………………..કહું છું હું ………..(૫)
અત્યારના “નવા રોમ”ને નિહાળી, અચંબામાં સૌ નિહાળી “જુના રોમ”ની ઈમારતોની ભવ્યતા !
અને, સાથે “વેટીકન સીટી”ને નિહાળી યાદ આવે “પોપ”પૂજન અને એની અમરતા !
અને પછી માણી ઈટાલીના “વેનીસ” શહેર ની નહેરોભરી પાણી સાથની સુંદરતા !
કહાણી કહું છું હું એમની !……………………કહું છું હું ………..(૬)
નિહાળી “મીલાન” શહેર “ઈટાલીયન સ્પેનેન્ડ્સર” પુરૂં થયું,
ત્યારબાદ,સ્વીઝરલેન્ડ દેશને ફરી જોવાનું થયું,
વળી, સાથમાં, “જરમની”દેશને નિહાળવાનું થયું,
કહાણી કહું છું હું એમની ! …………………….કહું છું હું………….(૭)
રહેશે યાદ, ઓગસ્ટ,૪,અને ટુરને આઠમો દિવસ,
જોવા મળ્યો “ઝુરીચ”ની હોટેલથી “ઈન્ટરલેકન”માં બોલીવુડ સ્ટારોનો ગાર્ડન પ્યારો,
અને, “ટીટલીસ”પહોંચી, ત્રણ કેબલ-કારથી નિહાળ્યો “ગ્લેઝીઅર”સુંદર,અને ન્યારો,
કહાણી કહું છું હું એમની !…………………….કહું છું હું…………..(૮)
નહી ભુલાશે ઓગસ્ટ,૫ અને ટુરનો નવમો દિવસ,
પ્રથમ પહાડોમાંથી પડતો ધોધ જોવાનો લ્હાવો સૌએ લીધો,
અને, પછી, “બ્લેક ફોરેસ્ટ”માં રેસ્ટ-સ્ટોપ કરી, “લુસરન લેઈક”નિહાળવાનો આનંદ સૌએ લીધો,
કહાણી કહું છું હું…………………………કહું છું હું ……….(૯)
દસમે દિવસે, “નેનસી”શહેરની હોટેલ છોડી, બેલજીઅમનું “બ્રસલ” શહેર જોવાનો લ્હાવો લીધો,
અંતે, “કેલી”કોચમાં, અને ફેરીબોટમાં “ડોવર”સુધી, અને ફરી કોચથી “વેમ્બલી” પહોંચી પ્રવાસ પુરો કર્યો,
આ પ્રમાણે, ૧૦ દિવસની “તાજ ટુર” દ્વારા યુરોપ જોનારા હતા ૬૧ માનવીઓ !
કહાણી કહું છું હું એમની !…………….કહું છું હું………(૧૦)
અરે ! ઓ !…….
ફાન્સના પેરીસ શહેરના “એફીલ ટાવર”ને ના ભુલશો તમે !
ઈટાલી પ્રથમ નિહાળેલા પીસા શહેરના “લીનીન્ગ ટાવર”ને ના ભુલશો તમે !
વેનીસ શહેરમાં કરેલી “ગોન્ડોલા” બોટ સફરને ના ભુલશો તમે !
અને, રોમ શહેરમાં નિહાળેલ “ભવ્ય ખંડેરો” કેમ ભુલી શકાય ?
“ઈટાલીઅન સ્પેલન્ડર”રૂપી પાંચ શહેરોની સફરમાં “ફ્લોરેન્સ”અને “મીલન” કેમ ભુલી શકાય ?
ઈટાલીની આ ટુર સાથે “ફ્રાન્સ””સ્વીઝરલેન્ડ” “જરમની”અને “લક્ઝમબર્ગ”અને “બેલજીઅમ”ને ગણતા,
સૌએ દર્શન કર્યા ૬ યુરોપના દેશોના, તે તો હંમેશા યાદ રહેશે, અને કદી ના ભુલાશે !
કહાણી કહું છું હું યુરોપના આ ટુર કરનાર માનવીઓની !…………….કહું છું હું…………(૧૧)
અરે ઓ, બંધુઓ, હવે તમોને શું રે કહું ?
ટ્રીપના દસ દિવસો પુરા થયા તો હું શું રે કરૂં ?
ચંદ્ર કહે, નવી ઓળખાણો થઈ તો, આશા કે પ્રભુ ઈચ્છા હશે તો ફરી જરૂર મળીશું !
કહાણી આ જ છે ! કહાણી આ જ છે ૨૦૦૬માં થયેલ “તાજ ટુર”ની !……….કહું છું હું……(૧૨)
કાવ્ય રચનાઃ તારીખ ઓગસ્ટ ૨૦૦૬                                         ચંદ્રવદન

બે શબ્દો…

આજે કાવ્ય સ્વરૂપે જે કહેવાનું હતું તે બધુ જ કહી દીધું, એટલે વધું લખવાની જરૂરત નથી.
પણ, તમે સવાલ કરશો કે..”૨૦૦૬ની વાત અત્યારે શા માટે ?
તો, જવાબમાં એટલું જ કે…”મે ૨૦૦૬માં નોકરી પરથી “રીટાયરમેન્ટ” લીધા બાદ, ઈંગલેન્ડની સફર થઈ ત્યારે મોટી દીકરી નીનાએ યુરોપની ટ્રીપ ગોઠવી….જે  કારણે હું પહેલીવાર યુરોપ સફર કરી રહ્યો હતો, અને જે મેં ખુશી સાથે  નિહાળેલું તેને યાદ કરી શબ્દોમા લખ્યું ..ત્યારબાદ, આ લખાણ ભુલાઈ ગયું  હતું..અને થોડા દિવસો પહેલા જ નજરે આવ્યું, અને એક પોસ્ટરૂપે પ્રગટ કરવાનો  નિર્ણય લીધો જે કારણે તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો !”
જે કોઈએ યુરોપની સફર કરી હશે તેઓની “જુની યાદ ” તાજી થઈ હશે !
જે કોઈએ યુરોપ જોયું ના હોય તેઓએ યુરોપ વિષે વાંચ્યું જ હશે…જે વાંચેલું તેની યાદ તાજી થઈ હશે !
જે કોઈ આ પોસ્ટ વાંચે તેઓને પોસ્ટ ગમે એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is the Narration of MY TRIP to ITALY via the COACH by TAJ TOURS of Wembley, England.
This was my FIRST EVER TRIP to EUROPE.
The Joy of my Trip is told via the POEM in GUJARATI.
Hope you enjoy reading it !
Dr. Chandravadan Mistry

 

Advertisements

Entry filed under: કાવ્યો.

માતાનો સ્નેહ ! “સ્ટીવ જોબ્સ”વિષે જરા જાણો !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. nabhakashdeep  |  મે 15, 2012 પર 11:58 પી એમ(pm)

  માણ્યું તેનું રટણ કરવું એય છે એક લ્હાવો!
  જીંદગીની આવી માણેલી ક્ષણો તો એક ખજાનો છે અને સમય સમયની
  બલિહારી છે. સફરનો આનંદ અનુભવ્યો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 2. pravina  |  મે 16, 2012 પર 12:22 એ એમ (am)

  yes,Dr we took Europe tour in 1985. Thanks for reminding that.

  Just like yours ,it was fantastic. But now it is History.

  Very nice description.

  જવાબ આપો
 • 3. mdgandhi21  |  મે 16, 2012 પર 12:27 એ એમ (am)

  Fine tour experience.

  જવાબ આપો
 • 4. Vinod R. Patel  |  મે 16, 2012 પર 1:17 એ એમ (am)

  ચન્દ્રવદનભાઈ, તમે ૨૦૦૬માં રીટાયર થઈને દીકરીને ત્યાં ઇંગ્લેન્ડ મળવા ગયા અને દીકરીએ યુરોપના ૬ દેશોની ટુર ગોઠવીને પિતાનો જિંદગી ભરનો થાક ઉતારી દીધો.એ ટુરના ૬ વર્ષ પછી એની યાદ તાજી કરી તમે કાવ્ય દ્વારા અમોને પણ એ આનંદમાં ભાગીદાર બનાવ્યા એ બદલ આભાર.

  જવાબ આપો
 • 5. pragnaju  |  મે 16, 2012 પર 1:36 એ એમ (am)

  તાજ ટૂરની મઝા મા ણી
  ગુજરાતીઓ ટૂરમા જોવા લાયક સ્થળો સાથે ત્યાંની
  વાનગીની મઝા પણ માણે.
  એક ગંમ્મત યાદ આવી.
  કહે છે અમેરિકાનો જાસૂસ વિભાગ ગજબનો.દરેક જગ્યાએ કેટલા ગુન્હા થશે તેનો આંકડો આગળથી આપે! કેટલા ખૂન થશે તે બાબત પણ ચોક્કસ!!
  ત્યારે ઇટાલીનો જાસૂસી વિભાગ તો આના કરતા પણ કાબેલ…
  તેતો કોના ખૂન થશે તેની પણ યાદી બહાર પાડે!!
  સીસલી પાસે એક ટાપુ ખરીદવો હોય તો કેટલા $ થાય?

  જવાબ આપો
 • 6. chandravadan  |  મે 16, 2012 પર 3:06 પી એમ(pm)

  this was an Email Response to this post>>>>>>

  Re: NEW POST….TAJ TOUR KAHANI

  FROM: Pravinkant Shastri
  TO: chadravada mistry

  Tuesday, May 15, 2012 7:30 PM

  સરસ પ્રવાસ કરાવ્યો.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Pravinbhai,
  Thanks for your Respose.
  Chandravadan

  જવાબ આપો
 • 7. chandravadan  |  મે 16, 2012 પર 3:10 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>>>

  Re: Fw: NEW POST….TAJ TOUR KAHANI

  FROM: bharat prajapati
  TO: chadravada mistry

  Tuesday, May 15, 2012 10:03 PM

  Very nic. sir, taj tour khani i like it !
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Bharat,
  Thanks.
  I am happy to know that you liked the Post
  Dr Chandravadan Mistry

  જવાબ આપો
 • 8. પરાર્થે સમર્પણ  |  મે 16, 2012 પર 6:00 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચન્દ્રવદનભાઈ,

  ચન્દ્ર હજુ સુધી પુકાર કરતો હતો તેવો ચન્દ્ર પ્રકાશમાં “તાજ”ની સફર કરવી રહ્યો છે.

  જાત અનુભવોની આ કહાણી વાચી સફરે નીકળ્યા હોય અને જાતે અભુભ્વ્યું હોય તેવો

  અનેરો આનંદ અનુભવ્યો.

  જવાબ આપો
 • 9. ishvarlal Mistry  |  મે 17, 2012 પર 12:04 એ એમ (am)

  Chandravadanbhai very nice tour of europe describing the Journey in detail after 6 yrs. very happy to read it.
  Thanks.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 10. hemapatel  |  મે 17, 2012 પર 12:08 પી એમ(pm)

  મારા ભાઈને ઘરે લંડન ગઈ ત્યારે ચાર વર્ષ પહેલાં યુરોપ ટુર લીધી હતી.
  આજે એની યાદ તાજી થઈ ગઈ.

  જવાબ આપો
 • 11. chandravadan  |  મે 17, 2012 પર 12:43 પી એમ(pm)

  This was an Email Response from UK>>>>.

  : NEW POST….TAJ TOUR KAHANI

  FROM: Vasant Mistry
  TO: Doctor Chandravadan Mistry

  Wednesday, May 16, 2012 8:28 AM

  Namste Chandravadan bhai,
  I do read your mail. latest one on Taj kahani.Well information about tour Nicely done poetically.
  It is the God gift to you and you are makeing good use of it.All you poems will be rembered and can be compile in book for the future generation to keep our language alive.
  Kind regARDS TO ALL.
  mAY gOD BLESS YOU ALL.
  Vasant
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Vasantbhai,
  So nice of you to express your feelings…Thanks !
  Chandravadan

  જવાબ આપો
 • 12. અમિત પટેલ  |  મે 18, 2012 પર 7:37 એ એમ (am)

  જીવવા કરતાં જોયુ ભલુ…

  જવાબ આપો
 • 13. Dilip Gajjar  |  મે 18, 2012 પર 10:05 પી એમ(pm)

  Jivava karata joyu bhalu ne joya karata janyu ne janya karata anubhavyu ghanu…..sunder mahiti aape yaad rakhi nondhi..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: