અનુવાદોમાં હીરા મળ્યા !

મે 7, 2012 at 12:36 પી એમ(pm) 15 comments


Shiny diamonds in different shapes and colors on gray background Stock Photo - 8269657

અનુવાદોમાં હીરા મળ્યા !

અનુવાદોમાં હીરા મળ્યા મને,
વહેચી રહ્યો છું એ જ સૌને !………(ટેક)
 
 
જગમા જીવન તો વહેતું જાય,
ભુલો પણ થાય,’ને દીલે દર્દ થાય,
વર્ષો વહી જતા, થયેલી ભુલોમાંથી જ કંઈ શીખાય,
એ જ રહી અનુભવો થકી થયેલ સફળતા !….અનુવાદોમાં…(૧)
 
 
જીવન જ સવાલોના જવાબો આપે,
“હા” કહેતા, જે ઈચ્છા હોય તેવું આપે,
“ના” કહેતા, કંઈક વધારે સારૂં આપે,
અરે ! જોવડાવી રાહ કદી નયને અર્શુ ઝરે !…..અનુવાદોમાં….(૨)
 
 
સૌને બધું જ મળતું નથી,આ જ કુદરતનો નિયમ રહ્યો,
જે તમા હક્કનું નથી, પ્રયત્ન એ માટે કદી ના કરો,
પણ, જે તમારા હક્કનું નથી, તેની પ્રાપ્તીનો વિચાર ના કરો,
હવે, કાંઈ તમે સમજી ગયાને ?….અનુવાદોમાં………..(૩)
 
 
જગતમાં બે જાતના માનવીઓ રહે,
જે જીવનમાં હારની સ્વીકાર કરે,
એક કોઈનું કાંઈ જ ના સાંભળે, બીજો સૌનું  સાંભળી, કાંઈ જ ના અપનાવે,
હવે તો, થોડી સમજણ આવીને ?……..અનુવાદોમાં………(૪)
 
 
હાસ્યભાવ તો એક આકાર છે,
જેને, સીધી  દિશામાં લઈ જતા,
સમાધાનો અનેક શક્ય થાય છે,
કેમ ના ખીલવતા એવો ભાવ તમે ? ……અનુવાદોમાં….(૫)
 
 
જ્યારે તમે સાચા હોય ,
ત્યારે કોઈ તમોને યાદ ના કરે,
પણ, ખોટા રસ્તે હોય ત્યારે એઓ કદી ના ભુલે.
આવી સમજ મુલ્યવાન તમ  જીવનમાં બની શકે !…..અનુવાદોમાં….(૬)
 
 
જીવનમાં શબ્દો થકી આનંદ હોય શકે,
જો આવો આનંદ ફક્ત બે વ્યક્તિઓ હોય જો,
તો, બેમાંથી એક વ્યકતિ તમે જ હો !
આવા આનંદમાં ભાગીદાર તમે જ છો !….અનુવાદોમાં……(૭)
 
 
કોઈ પણ કલાકાર તાળુ ચાવી વગર ના બનાવે,
તે પ્રમાણે, પ્રભુ જે છે મહાકલાકાર,
તે દુઃખો સાથે સંકટો હટાવવાની શક્તિ પણ અર્પણ કરે,
એથી, સંકટ તમે હટાવ્યું એવો અભિમાન કદી ના કરો !……અનુવાદોમાં…(૮)
 
 
આશાઓના કિરણો આપતો છે એક સંદેશો,
તમે જો ગરીબાય સાથે જન્મીયા, તેમાં તમારી ભુલ નથી,
પણ જો, ગરીબાય સાથે મૃત્યુ પામ્યા તેમાં કદાચ ભુલ તમારી રહી,
આહી, પુરૂષાર્થ કે કર્મની ફરજ કહી છે !……અનુવાદમાં…..(૯)
 
 
જીવનમાં કાંઈ પણ માટે કૉઈ પર આશાઓ ના રાખો,
કારણ કે, આશાઓ ફળિભુત ના થાય ત્યારે દર્દ થાય,
જ્યારે, આશાઓ વગર જે કંઈ મળે તેમાં ફક્ત આનંદ થાય,
વળી, એવી ઘડીએ પ્રભુની અનુભુતી પણ થાય !……અનુવાદોમાં…..(૧૦)
 
 
જીવનની સફરે તમે તમારૂં કર્તવ્ય કરતા રહો,
કર્તવ્ય પાલનમાં જ સતકર્મ પંથે તમે હશો,
બીજું બધુ જ પ્રભુ સંભાળતા હોય, ત્યારે ચીન્તા શાને કરો?
આ જ રહી ચંદ્ર વાણી, કંઈક જાણી જીવન ભવસાગર તરો !……અનુવાદમાં…(૧૧)
 
કાવ્ય રચના ,…તારીખ ડીસેમ્બર,૨૭, ૨૦૧૧ ચંદ્રવદન.

બે શબ્દો…

થોડા મહીનાઓ પહેલા એક ઈમેઈલ વાંચ્યો હતો.
એમાં, અંગ્રેજી લખાણે, જે મેં વાંચ્યુ તે મને ખુબ જ ગમ્યું
એ લખાણ શોધ્યું પણ ના મળ્યું.
તેમ છતાં, આજે એ રચનાને એક પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું.
આશા છે કે….તમો સૌને ગમે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

Today’s Post is a Poem in Gujarati which was actually a translation of an Email with Informations on the Life’s Journey on this Earth.
The deep message witin was touching & very much liked by me.
I was inspired to write this in Gujarati in a Poem format.
I DID that…and it is the Post today.
This occurred in December of 2011…and then the Creation remained  “dormant”…..and I just refound it recently…but unable to locate the  ORIGINAL EMAIL in English.
Those who can not read in Gujarati, I suggest you must get someone who can read it & explain the Message.
I will try my best to tell of ALL that is said in this Poem as follows>>>>>

The Poem is about the Journey of Humans on this Earth. It teaches ONE to learn from the Mistakes made, when met with the Failures in  Life, think os a “better Rewards” in store for you in the near Future by God,..Listen to ALL but follow only what is Right..& that always  believe that the Smile on the Face often solves lots of Difficulties of  the Life..& Never regret if nobody had remembered you for your Good  Deed, but alway bear in the mind that if you done BAD all will remember  it for a long time….And if you make 2 Persons happy, then ONE must be  YOU in these two..& as the Locksmith can never think about the Lock  without the Key, the Master Creator GOD can never give the Hardships  without the Solutions…& that with the Desires there will be Rays  of Hope…& that to be born in Poverty is NOT your Fault, but if you die with the Poverty ( as you did not put the Efforts to get rid of) it IS YOUR FAULT.

Thus, in the Journey of our Life, DO NOT expect anything from  anyone, & if you get something thay you like, then think as the  “GIFT of GOD” and thus you will have the greatest JOY in your LIFE as a  HUMAN and even THANK God for it !

So…even if you did not find someone to read the Poem in Gujarati, I had tried to tell the MESSAGE within it !
I hope you like the Post.
 

Dr. Chandravadan Mistry.

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

એક ડગ ધરા પર ! માતાનો સ્નેહ !

15 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 7, 2012 પર 12:56 પી એમ(pm)

  અનુવાદોમાં હીરા મળ્યા મને,
  વહેચી રહ્યો છું એ જ સૌને
  આવા સુંદર હીરા વહેંચવા બદલ આભાર

  જવાબ આપો
 • 2. સુરેશ  |  મે 7, 2012 પર 1:54 પી એમ(pm)

  જીવનની સફરે તમે તમારૂં કર્તવ્ય કરતા રહો,
  કર્તવ્ય પાલનમાં જ સતકર્મ પંથે તમે હશો,
  ——
  આમાં બધાય ધરમ આવી ગયા.

  જવાબ આપો
 • 3. SARYU PARIKH  |  મે 7, 2012 પર 2:06 પી એમ(pm)

  કવિતા-સુવિચારોનુ સંગઠનની સુંદર રજુઆત…સરયૂ.
  ‘એક ડગ ધરા પર” પ્રવિણાબહેન વિષે લખાણ વાંચી તરત એમની સાથે વાત થયેલી. આનંદ.

  જવાબ આપો
 • 4. dhavalrajgeera  |  મે 7, 2012 પર 2:07 પી એમ(pm)

  Journey of our Life, DO NOT expect anything from anyone, & if you get something thay you like, then think as the “GIFT of GOD” and thus you will have the greatest JOY in your LIFE as a HUMAN and even THANK God for it !
  આમાં બધાય ધરમ આવી ગયા.

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 5. himanshupatel555  |  મે 7, 2012 પર 2:17 પી એમ(pm)

  સરસ વાત કરી તમે મને તો રોજ કાવ્યહીરા મળે છે વિશ્વમાંથી.

  જવાબ આપો
 • 6. Valibhai Musa  |  મે 7, 2012 પર 3:37 પી એમ(pm)

  જીવનમાં કાંઈ પણ માટે કૉઈ પર આશાઓ ના રાખો,
  કારણ કે, આશાઓ ફળિભુત ના થાય ત્યારે દર્દ થાય,
  જ્યારે, આશાઓ વગર જે કંઈ મળે તેમાં ફક્ત આનંદ થાય,
  વળી, એવી ઘડીએ પ્રભુની અનુભુતી પણ થાય !……અનુવાદોમાં…..(૧૦)

  સરળ શબ્દોમાં સરસ વાત કહી દીધી. નિષ્કામ કર્મ એ જ સુખી જીવન માટેની જડીબુટ્ટી છે. પતાસાની ઈચ્છા કર્યા વગર માત્ર બગાસું ખાતાં તે મોઢામાં આવી પડે તો તેનો આનંદ અનેરો હોય છે, આ સત્ય ઉપરની ત્રીજી લીટીમાં સરસ રીતે સમજાય છે. તો ચોથી લીટીમાં સાચું જ કહેવામાં આવ્યું છે કે આવી અણધારી સુખની પ્રાપ્તિ થકી ઈશ્વરની અનુભૂતિ થયા વગર રહે જ નહિ.

  જવાબ આપો
 • 7. Vinod R. Patel  |  મે 7, 2012 પર 10:38 પી એમ(pm)

  સરસ અંગ્રેજી કાવ્યનો સરસ અનુવાદ.હીરા જેવો કીમતી.

  ગીતામાં પણ કહ્યું છે એમ આપણે આપણું કાર્ય કર્યે જવું.ફળની આશા રાખ્યા વિના .બાકીનું બધું પ્રભુ સંભાળી લેશે.

  જીવનની સફરે તમે તમારૂં કર્તવ્ય કરતા રહો,
  કર્તવ્ય પાલનમાં જ સતકર્મ પંથે તમે હશો,
  બીજું બધુ જ પ્રભુ સંભાળતા હોય, ત્યારે ચીન્તા શાને કરો?

  જવાબ આપો
 • 8. chandravadan  |  મે 8, 2012 પર 12:19 એ એમ (am)

  This was an EMAIL Response to this Post>>>>>

  Re: NEW POST on CHANDRAPUKAR….અનુવાદોમાં હીરા મળ્યા !

  FROM: Prahladbhai Prajapati
  TO: chadravada mistry

  Monday, May 7, 2012 9:06 AM

  good congrates

  P. P. Prajapati
  Proprietor

  જવાબ આપો
 • 9. અમિત પટેલ  |  મે 8, 2012 પર 5:42 એ એમ (am)

  ગમતાંનો કરીએ ગુલાલ…

  જવાબ આપો
 • 10. પરાર્થે સમર્પણ  |  મે 8, 2012 પર 5:51 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  આજ સુધી ચન્દ્રપુકાર ટહુકા કરતો સાંભળ્યો હતો પણ હવે તો ચન્દ્રના પુકાર

  હીરા સ્વરૂપે ચારેકોર ઝગમગી રહી વાચકોને સુવિચારો કાવ્યો એવા અનેક

  કિરણો સ્પર્શી રહ્યા છે. આ ચન્દ્ર્પુકારનો ટહુકો અને શબ્દ રૂપી હીરા અનંત કાળ

  સુધી ટહુક્યા કરી સુંદર કિરણો વેરતા રહે એવી અનંત અભિલાષા

  જવાબ આપો
 • 11. darshikashah  |  મે 9, 2012 પર 4:48 પી એમ(pm)

  khub sundar kavya……bhale anuvad chhe…pan eno bhav raday sparshi chhe…

  જવાબ આપો
 • 12. ishvarlal Mistry  |  મે 9, 2012 પર 11:42 પી એમ(pm)

  very nice kavya , it is worth remembering , congractulations on nice post. It is to the point and good meaning.

  Ishvarbhai.

  જવાબ આપો
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  જીવનની સફરે તમે તમારૂં કર્તવ્ય કરતા રહો,
  કર્તવ્ય પાલનમાં જ સતકર્મ પંથે તમે હશો …

  થોડું આ સમજમાં આવે તો અન્ય ધર્મમાં શું કહ્યું છે તે ફાફા મારવા ના પડે, દરેક ધર્મનો અર્ક.મર્મ એક જ છે…

  ખૂબજ સુંદર હેતુ લક્ષી ભાક્ સાથેની રચના ..,

  જવાબ આપો
 • 14. nabhakashdeep  |  મે 11, 2012 પર 8:12 પી એમ(pm)

  કોઈ પણ કલાકાર તાળુ ચાવી વગર ના બનાવે,
  તે પ્રમાણે, પ્રભુ જે છે મહાકલાકાર,
  તે દુઃખો સાથે સંકટો હટાવવાની શક્તિ પણ અર્પણ કરે,
  એથી, સંકટ તમે હટાવ્યું એવો અભિમાન કદી ના કરો !……
  ……………………………………….

  જીવન પોથીનાં પાન પર , ઘટતી જતી ઘટનાઓની તવારિખને
  આપે સાચેજ ઘરેણું બનાવી દીધું. આપની વિચક્ષણ નજરથી , ઉપયોગી
  વાતને આપે હીરાના પહેલથી ઝગમગાવી દીધી. સાચે જ પ્રેરણાદાયી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 15. ઇન્દુ શાહ  |  મે 11, 2012 પર 9:31 પી એમ(pm)

  ચંદ્રવદનભાઇ,આમ અનુવાદના હિરા વહેંચતા રહો.
  સુંદર માર્મિક અનુવાદ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

મે 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: