એક ડગ ધરા પર !

એપ્રિલ 30, 2012 at 12:44 પી એમ(pm) 7 comments

એક ડગ ધરા પર !

એક ઈબુકનું મારૂં વાંચન !

નવયુગની કોમ્પુટર અને ઈનટરનેટની દુનિયામાં, પુસ્તકને “ઈબુક”(EBook)નું સ્વરૂપ  મળ્યું એને આપણે સૌ પ્રગતિના પ્રતિકરૂપે નિહાળી શકીએ. અને, આજે પહેલીવાર  ઈબુક સ્વરૂપે, પ્રવિણા કડકિયા રચીત એક નવલકથા “એક ડગ ધરા પર” કોમ્પ્યુટર પર નિહાળી, વાંચવાનો લ્હાવો લઈ રહ્યો છું. શનિવાર તારીખ ૧૯મી  નવેમ્બર,૨૦૧૧ના શુભ દિવસે હ્યુસ્ટન શહેર, ટેક્ષાસ, અમેરીકાના રહીશ, પુસ્તક  લેખીકા પ્રવિણાબેનનો એક ઈમેઈલ આવ્યો. એઓ ઈબુક પ્રગટ કરે તે પહેલા આ બુકનું  વાંચન કરી, “બેશબ્દો” લખવા માટે વિનંતી મને કરી. હું ગુજરાતી સાહિત્યના  પલ્લે એક “સાધરણ” માનવી જ છું, તેમ છતાં. એમની વિનંતીને માન આપી કંઈક લખવા  પ્રયાસ કરી રહ્યો છું. એમની ઈબુકને તરત વાંચી ગયો….વાંચી ખુબ જ આનંદ થયો.
પ્રવિણાબેનની ઓળખાણ ગુજરાતી બ્લોગ જગત દ્વારા થઈ. હું એમને રૂબરૂ  મળ્યો નથી, પણ એઓ “મન,માનસ, અને માનવી”નામનો એક બ્લોગ ચલાવે છે. પ્રવિણાબેન કડકિયા એટલે એક આદર્શ ભારતીય નારી, જેના હ્રદયમાંથી માત સરસ્વતીની કૃપાથી  વહેલા શબ્દો પોસ્ટોરૂપે પ્રગટ થતા રહે છે. અને એમના બ્લોગ પર અનેક પોસ્ટો  વાંચવાનો લ્હાવો મળ્યો જ છે. અને, આવા જ વહેણમાં આ નવલકથા “એક ડગ ધરા પર”નો જન્મ થયો છે. આ જ એક સત્ય છે !
પ્રવિણાબેન, ભારતીય સંસ્કાર સહીત ઘડાયેલા સંસારી સમાજમાં  નારીઓના જીવનને નિહાળી, નારીમુલ્યને અપમાન તેમજ અન્યાયો દ્વારા હલકું કરતી  ઘટનાઓનું દુઃખ અનુભવી, સોનમ અને સાહિલ જેવા આદર્શ માતપિતા અને એમના પહેલા  સંતાનરૂપે “શાન”નામની દીકરીના અનુભવોના માધ્યમે એમના મન કે હૈયાનું એક  નવલકથારૂપે પ્રગટ કરે છે.આવા દુઃખોભર્યા વર્ણન સાથે એક માતા, દાદી કે નાની, એક પત્ની કે દીકરી કે અન્ય નારી પાત્રો દ્વારા નારી સ્વભાવમાં રહેલા  પ્રેમ/લાગણીઓ અને સહનશીલતાના પણ દર્શન આપવા પ્રયાસ કરે છે.
આ નવલકથાની શરૂઆત વિજ્ઞાન દ્વારા જાણેલ માનવબીજમાંથી બનતા માનવદેહનું વર્ણન દીકરી શાન દ્વારા કર્યા બાદ, શાન કેવી રીતે બચપણ બાદ મોટી થઈ એના  જીવનમાં સમાજ/સંસારમાં બનતી ઘટનાઓરૂપી “અનુભવો”નો સામનો કરતા, સમાજમાં થતું “ખોટું” નાબુદ” કરી  જે “પરિવર્તન” શક્ય કરે છે, તેના દર્શન આ વાર્તા  વાંચન દ્વારા થાય છે.આ જ એક કહાણી છે. આ જ એક નવલકથા છે. એક દ્રષ્ઠીએ, ખોટા રીવાજો કે માન્યતાઓ દુર કરી સમાજમાં થતા પરિવર્તનના કારણે એક પ્રકારે “જાગૃતી”ના બીજનું રોપણ કરવાનો લેખીકા પ્રવિણાબેનનો પ્રયાસ હશે એવું મારૂં  અનુમાન છે.
આ નવલકથામાં, શાળામાં શાનનું કિશન પ્રત્યેનો સ્નેહ,…. સહેલી સાલુ  ના નાની વયે થતા લગ્ન અટકાવી,એનું શિક્ષણ ચાલુ રહે એવું શક્ય કરી… કે  રેણુ કોઈના પ્રેમમાં હોવાના કારણે માતા ધિરજબેન, શિક્ષિકા હોવા છતાં, વેલણથી એને મારે ત્યારે કળાથી  બળજબરીથી અન્ય સાથે નક્કી કરેલા લગ્ન અટકાવી કરેલા એક શુભ કાર્ય…..તેમજ અન્ય ઘટનાઓમાં શાનનું માર્ગદર્શન અને  સહકારભયું કાર્ય અદભુત હતું ..આ જ રહ્યા સમાજ સુધારામા દાખલાઓ….અને, અંતે, શાનને એક વિવેક નામના છોકરાનો પરિચય થાય….એ એને વધુ જાણવાનો પ્રથમ  પ્રયાસ કરી જ એની સાથે લગ્ન કરવાનો નિર્ણય લેય છે. આ પ્રમાણે ઉતાવળું પગલું ના લીધું  એમાં એના આદર્શ માતાપિતાએ રેડેલા ગુણો અને સંસ્કારોનો ફાળો  નિહાળી શકાય.
આ પુસ્તકરૂપી નવલકથા વિષે સંપુર્ણ કહેવું અશક્ય છે. એકવાર કોઈ પણ  વાંચક આ નવલકથા વાંચવાની શરૂઆત કરે ત્યારે એને અંત સુધી વાંચવા માટે રસ રહે છે . આશા છે કે અનેક આ નવલકથા વાંચે, અને સમાજની નારીઓને સમજી, સમાજમાં  પરિવર્તનો લાવી, નારીઓનું માન વધે એવા પગલાઓ લેય, તો એ ખુબ જ આનંદની વાત  છે. મારૂં અનુમાન છે કે આ નવલકથા લખવાનો પ્રવિણાબેનનો હેતુ કંઈક એવો જ હશે !
એક બાળક સાથે એક માતાના ફોટા સાથે સુંદર કવર સાથે પ્રગટ થયેલી આ ઈબુક “એક ડગ ધરા પર”રૂપી નવલકથા લખી, પ્રગટ કરવા માટે પ્રવિણાબેનને મારા  અભિનંદન. ભવિષ્યમાં અનેક બીજી ઈબુકો પ્રગટ કરવા પ્રભુ શક્તિ બક્ષે એવી મારી આશાઓ.
ડો ચંદ્રવદન મિસ્ત્રી.
લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ, અમેરીકા.

બે શબ્દો…

પ્રવિણાબેન કડાકીયા….એમના બ્લોગનું નામ છે….”મન,માનસ,માનવી”.
પ્રવિણાબેને નવલકથાઓ લખીમ એક “ઈબુક”કરી, અને એનું નામકરણ હતું “એક ડગ ધરા પર્”.
એમણે મને યોગ્ય ગણી, એ ઈબુકનું વાંચન કરવા તક આપી.અને, એ વાંચી, મે મારો અભિપ્રાય ઉપર મુજબ આપ્યો હતો…એ આ પોસ્ટ દ્વારા તમે જાણ્યો.
જે કોઈને આ વિષે વધુ માહિતીઓ મેળવવી હોય તેઓએ એમના બ્લોગ પર જઈ એમના મુખ્ય પાને “એક ડગ ધરા પર”પર ક્લીક કરી જાણ્વું રહ્યું…અને જો ડાઈરેક્ટલી ત્યાં જવું હોય તો,એની “લીન્ક” છે >>>>
આશા છે કે તમોને આ મારી પ્રગટ કરેલી પોસ્ટ ગમે, અને ટુંક સમયમાં જ્યારે એ એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય ત્યારે એ વાંચવા ઈચ્છાઓ હૈયે ભરે.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…

 

Today you are reading a Post on the REVIEW of a BOOK in the EBOOK Format & with the Name “EK DAG DHARAA PAR”.

 

The Writer of this Book is PRAVINABEN KADAKIYA of HOUSTON TEXAS.

 

There will an Actual Book published soon & will be available for those interested to read it.

 

Hope you like this Post !

 

 

Dr. Chandravadan Mistry.

 

Advertisements

Entry filed under: Uncategorized.

જો મને ગાંધી મળે ! અનુવાદોમાં હીરા મળ્યા !

7 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  એપ્રિલ 30, 2012 પર 12:50 પી એમ(pm)

  પ્રવીણાબેનને અભિનંદન . અને આ સમાચારની જાણ કરવા માટે તમારો આભાર.

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  એપ્રિલ 30, 2012 પર 2:49 પી એમ(pm)

  જાણ કરવા માટે આભાર,
  પ્રવીણાબેનને અભિનંદન.

  જવાબ આપો
 • 3. pragnaju  |  એપ્રિલ 30, 2012 પર 3:47 પી એમ(pm)

  પ્રવીણાબેનને અભિનંદન.

  તમને પણ….

  જવાબ આપો
 • 4. nabhakashdeep  |  મે 1, 2012 પર 11:33 પી એમ(pm)

  સમાજની વ્યથા અને ઉત્થાનને વણતી કથાનાકને શબ્દ દ્વારા જીવંત રૂપ
  અને હૃદયના ભાવોને વણવા એ કૌશલ્ય માગી લેતું કાર્ય છે. સુશ્રી પ્રવિણાબેન
  ને ખૂબખૂબ અભિનંદન. ડોશ્રી ચંદ્રવદનભાઈના આ ઉમદા સહયોગ માટે
  તેમને પણ સાનંદ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • સુશ્રી પ્રવિણાબેન ની નવલકથા અંગે પ્રસ્તાવના સ્વરૂપ ટૂંકમાં પણ સુંદર જાણકારી આપવા બદલ તમોને અભિનંદન સાથે સમાજની વ્યથાનેવણતી કથાનાકને શબ્દ દ્વારા અભિવ્યક્તિ કરી અને પોતાની ઉર્મીઓને વ્યકત કરવા જે કોશિશ કરેલ છે તે બદલ સુશ્રી પ્રવિણાબેન ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ

  જવાબ આપો
 • 6. chandravadan  |  મે 4, 2012 પર 1:33 પી એમ(pm)

  This was the EMAIL RESPONSE from PRAVINABEN after viewing this Post>>>>>

  Re: NEW POST….એક ડગ ધરા પર !

  FROM: pravina kadakia
  TO: chadravada mistry

  Monday, April 30, 2012 1:55 PM

  Hello Dr.

  Thanks a lot. Now a days little busy. Tomorrow leaving for New Jersey for two

  weeks. Did you read the comment on

  “Gandhiji”………………

  jay shree krishna

  pravinaAvinash

  જવાબ આપો
 • 7. ishvarlal Mistry  |  મે 6, 2012 પર 5:54 એ એમ (am)

  very nice post Pravinaben ,best wishes ,Lot to learn from yourpost. Thanks Chandravadanbhai for sharing.
  Ishvarbhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: