અમેરીકામાં નથી ફાવી ગયો હું !

એપ્રિલ 25, 2012 at 1:19 પી એમ(pm) 15 comments

 

અમેરીકામાં નથી ફાવી ગયો હું !

આવી ગયો અમેરીકામાં, પણ નથી ફાવી ગયો હું,
ભલે, બધા માને એવું, મારા હ્રદયનું જ કહી રહ્યો હું !
ડોલર ભેગા કરતા, ભુલી ગયો ભાઈબેન, માબાપને,
હવે તો, અમેરીકનો સાથે વાતો કરી, આનંદ મળે છે મને !
અરે, કામથી ઘરે, અને નથી સમય સંતાનો માટે,
અને, પત્ની પણ “બીઝી” કહી, ભુલી ગઈ છે મને !
પીઝા, બરીટો અને બરગરના આ દેશમાં,
હવે, ઘરની રસોઈનો આનંદ ક્યારે મળશે મને ?
જ્યારે ભારતમાતાનો ઉપકાર પણ ભુલી ગયો,
ત્યારે આજે અમેરીકામા, લાગે ભરત ગંદુ મને !
નથી ફાવી ગયો હું, કહું છું એક સત્ય એવું,
તમે માનો કે ના માનો, કહી, હલકું મુજ હૈયું લાગે મને !
કાવ્ય રચના…તારીખ ફેબ્રુઆરી,૨૯,૨૦૧૨                      ચંદ્રવદન

બે શબ્દો…

એક દિવસ મેં ઈમેઈલથી  એક રચના વાંચી.
એ હતી…….

બધાંને એમ કે હું ફાવી ગયો છું,

કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું,
બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,
અહીં કોઈ કોઈને બોલાવતાં બીવે છે,
ને મારા દેશમાં લોકો એકબીજાને જોઈને જીવે છે,
અનહદ ઠંડીમાં લેપટોપ સાથે એક રૂમમાં પુરાઈ ગયો છું, ને એમ કે હું ફાવી ગયો છું,
અહીં માણસમાં થી દોસ્ત નીકળી ગયો છે ને
ધોળીયાનો સ્વભાવ બધાંને ભર્ખી ગયો છે,
લાગણી વગરના માણસો સાથે ફસાઈ ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું, બધાંને એમ છે કે હું ફાવી ગયો છું,
એક ટાઇમ ખવું છું, ને ઓફીસ જાઉં છું, માણસ માંથી જાણે મશીન બની ગયો છું, આઝાદ ભારતમાં થી આહીં આવી ફરી ગુલામ બની ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
ભગવાન, થોડી જીંદગી બાકી રાખજે કે મારા દેશમાં મારે જીવવું છે,
ફરી ટોળે વળી પેલા ગલ્લે બેસવું છે, ફરી સેવ ઉસળ પેટ ભરીને ઠોકવું છે,
બાઈક પર ત્રણ સવારી રખડવું છે, ભગવાન, મારે ફરી PARENTS નો લાડલો બની જવું છે, પોતાના લોકોથી છુટો પડી ગયો છું, ને બધાંને એમ કે હું ફાવી ગયો છું,
કોણ જાણે આ કેવા દેશમાં આવી ગયો છું,
બધાંને એમ છે કે હું ફાવી ગયો છુ…
આજ રચના મેં  પ્રજ્ઞાજુબેન વ્યાસના બ્લોગ પર અપ્રિલ ૨૨,૨૦૧૨ના દિવસે ફરી વાંચી.
જુનું લખાણ શોધ્યું.
એ મળ્યું !
અને, એને ટાઈપ કરી પોસ્ટરૂપે પ્રગટ કરી રહ્યો છું
તમારે કોઈએ પ્રજ્ઞાજુબેનના બ્લોગ પર પ્રગટ થયેલી પોસ્ટ વાંચવી હોય તો એની “લીન્ક” છે>>>>
http://niravrave.wordpress.com/2012/04/22/%e0%aa%ac%e0%aa%a7%e0%aa%be%e0%aa%82%e0%aa%a8%e0%ab%87-%e0%aa%8f%e0%aa%ae-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%ab%e0%aa%be%e0%aa%b5%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%9b/
ચાલો, તો, હવે તમે આ પોસ્ટ વાંચો…જો કાંઇ ગમ્યું ( કે ના ગમ્યું) તે વિષે લખો તો વાંચી મને આનંદ થશે.

અંતે, કહેવું એટલું જ છે કે….આ પોસ્ટ રચનામાં ખરેખર તો “વિચારો” જેણે ઈમેઈલથી મોકલેલ રચના કરી તેના ફાળે જાય..મેં તો ફક્ત એવા વિચારોમાં “નવો શબ્દ-રંગ ભર્યો છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is a Rachana after reading a Rachana on an Email.
The ORIGINAL one was recently as a Post on the Blog of PRAGNAJUBEN VYAS.
The Original Poen in Gujarati is published here & even the LINK to that Post on Pragnajuben’s Blog is given
Hope you enjoy !
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

માનવ તંદુરસ્તી (૨૪)..ડોકટરપૂકાર (૯)..કેન્સરના રોગ વિષે સમજ ! જો મને ગાંધી મળે !

15 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  એપ્રિલ 25, 2012 પર 1:39 પી એમ(pm)

  હેંડો પાછા દેશમાં !
  પસ્તાઈને પાછા આવશો – એ દેશ પણ બદલાયેલો તમે હમણાં જ જોયો છે .

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 25, 2012 પર 4:03 પી એમ(pm)

  જ્યારે ભારતમાતાનો ઉપકાર પણ ભુલી ગયો,
  ત્યારે આજે અમેરીકામા, લાગે ભરત ગંદુ મને !
  નથી ફાવી ગયો હું, કહું છું એક સત્ય એવું,
  તમે માનો કે ના માનો, કહી, હલકું મુજ હૈયું લાગે મને !
  વાહ
  ઇ- મૅઇલથી આવેલ ગઝલમા અમારા સ્નેહીજનોની લાગણીને સ્પર્શી ગયેલ વાત બ્લોગ પર મૂકી.ત્યાર બાદ આ લાગણીને ફરિયાદરુપ ગણી તેના ઊતરરુપ -અહીં બધું સ્વીકારી લેવાની રચના પણ આવી..મિશ્ર લાગણીની ગંમ્મતભરી હાસ્ય રચનાઓ પણ લખાઇ !દરેકે પોતાની ભાવના વ્યક્ત કરી.ત્રીજી પેઢીને આ બધુ સમજાવવું અઘરું છે છતા ધાર્મિક સંપ્રદાયો તેમનામા શિસ્ત જેવા સગુણાત્મક ગુણો કેળવી હતાશા જેવી માનસિક વ્યાધિથી બચાવે છે.
  આપણા જેવા ૭૦-૮૦ વર્ષના ને જીવનના ઘણા વર્ષો ત્યા વિતાવ્યા હોવાથી ભારતની કુટુંબ ભાવના, જીવનશૈલીની યાદ આવે તે સ્વાભાવિક છે.અને તેવા ગુણાત્મક પરિવર્તન સ્વીકારાય તો સ્વાભાવિક આનંદ થાય પણ આ પ્રશ્નો સાપેક્ષ હોઇ દરેક પોતાની રીતે તે વ્યક્ત કરે…અને તેમા ખોટું પણ શું છે?

  જવાબ આપો
 • 3. Vinod R. Patel  |  એપ્રિલ 25, 2012 પર 5:09 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ,

  ઉપરના કાવ્યને જવાબ આપતું હોય એવું હ્યુસ્ટનનાં

  બ્લોગર મિત્ર પ્રવિણાબેન ક્ડાકીયાનું નીચેનું કાવ્ય

  જે મને ઈ-મેલમાં મળેલું એ પણ વાંચવા જેવું છે.

  વર્ષોનાં વહાણાં વાયા હવે આ દેશમાં મને ફાવી ગયું છે

  સવાર પડેને નિયંત્રણવાળી જીંદગી મને ફાવી ગઈ છે

  એમ ન માનશો મારી માતૃભૂમિને મેં વિસારે પાડી છે

  તેની યાદોમાં રાચી મોજ માણવાનું મને ફાવી ગયું છે

  ચોપાટીની ભેલને પાણી પૂરીની યાદ કદીક આવે છે

  પણ ટાકોને પિઝ્ઝા ખાવાની મોજ મને ફાવી ગઈ છે

  મિત્રો સાથે સિનેમા ને નાટકની મીઠી સંગત સતાવે છે

  હવે અમેરિકામાં દર મહિને જોવા જવાનું ફાવી ગયું છે

  મંદિર સત્સંગ ગીતા જ્યાં દોહ્યલાં અને દુષ્કર થયા છે

  દર અઠવાડિયે સત્સંગ ભજનમાં જવું હવે ફાવી ગયું છે

  સગા વહાલાં તહેવાર ટાણે સહુ હવાખાવાચાલી જાય છે

  કુટુંબ મિત્રો સાથે ટાણા ઉજવવાનું હવે ફાવી ગયું છે

  પશ્ચિમની હવાથી વટલાઈ જ્યાં દેશે ભુલથાપ ખા્ધી છે

  પશ્ચિમમાં આપણી સંસ્કૃતિ જાળવવાનું હવે ફાવી ગયું છે

  જવાબ આપો
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 25, 2012 પર 7:31 પી એમ(pm)

  આ પોસ્ટ પ્રગટ કર્યા બાદ, અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓએ પધારી, “પ્રતિભાવો” આપ્યા તે માટે સૌનો આભાર !….આ ત્રણ છે>>>

  (૧) સુરેશભાઈ જાની

  (૨) પ્રજ્ઞાજુબેન વ્યાસ

  (૩) વિનોદભાઈ પટેલ.

  સર્વના પ્રતિભાવો “સુંદર” અને “હ્રદયભાવો” ભર્યા હતા.

  સુરેશભાઈએ મને મારી ભારતની ટ્રીપની યાદ આપી.

  પ્રજ્ઞાજુબેને “અસલ રચના”નો ઉલ્લેખ કરી, એમના “ઉચ્ચ” વિચારો દર્શાવ્યા.

  અને અંતે, વિનોદભાઈએ પ્રવિણાબેનની “રચના” પ્રગટ કરી, ભારતમાત પ્રેમના “દર્શન” કરાવ્યા.

  અહી, મારે એટલું જ કહેવું છે કે>>>>અસલ રચનાના “હેડીંગ” ને જરા બદલી “અમેરીકામાં નથી ફાવી ગયો હું !” કર્યું, અને મારા ભારતમાતાના પ્રેમને જાગૃત રાખ્યો છે !

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVAAN MISTRY

  જવાબ આપો
 • 5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  એપ્રિલ 25, 2012 પર 11:44 પી એમ(pm)

  શ્રીમાન. પુકાર સાહેબ

  પત્ની પણ “બીઝી” કહી, ભુલી ગઈ છે મને !

  હવે એ પણ જરા ” ઈઝી ” જ લઈ લો….!

  જમાનો બદલાયો સાહેબ

  સુંદર રચના

  જવાબ આપો
  • 6. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 25, 2012 પર 11:51 પી એમ(pm)

   Kishorbhai,
   Thanks for your visit/comment.
   It was just said & I did not mean that ( just to say something “general”) I am blessed with a very “understanding” Wife.
   CHANDRAVADAN

   જવાબ આપો
 • 7. ushapatel  |  એપ્રિલ 26, 2012 પર 12:20 એ એમ (am)

  ચન્દ્રવદનભાઈ..આ રચનાનો સાથે એક જ વાક્યમાં જવાબ આપીશ..જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ સુન્દરા…મા તે મા બાકી બધા વગડાના વા..બોલો મેરા ભાર્ત મહાન..જયભારત..ૐ શાંતિ..વસુધૈવકુટુમ્બકમની ભાવના એકદિન ભારત ઉજાગર કરશે..કરી હતી અને કરતું જ રહેશે..ઈતિહાસનો એકેય પ્રસંગ એવો નથી જેમાં યુદ્ધની શરૂઆત ભારતે કરી હતી..તેની સહ્નશીલતાને ચેલેંજ આપ્નાર ને વળતો જવાબ જરૂર આપ્યો છે..અસ્તુ..

  જવાબ આપો
 • 8. ushapatel  |  એપ્રિલ 26, 2012 પર 12:26 એ એમ (am)

  ચન્દ્રવદન ભાઈ…દુનિયાનો મેળવડામાં આપણે સૌ પલ દો પલના મહેમાન છીએ…આખરે સૌને જવાનું છે એક જ ઘર જે ચિર સ્થાયી છે ..સાંજ પડે જેમ સૌ પંખીઓ પોતપોતાના માળામા પરત ફરે છે તેમ..રહના નહી યહાં યે દેશ હૈ બૈગાના..ભાવનામાં વધારે પડતું લખાઈ ગયું છે..દરગુજર કરશો..એક આત્મિક બહેન..ઉષા..ૐ શાંતિ..

  જવાબ આપો
  • 9. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 26, 2012 પર 12:43 એ એમ (am)

   ઉષાબેન,

   નમસ્તે !તમે આવ્યા…એક પોસ્ટ માટે બે પ્રતિભાવો આપ્યા…એ માટે આભાર !

   હવે પ્રતિભાવોના “જવાબ” રૂપે >>>>

   મારા હૈયે ભારતમાતા માટે “ઉંડો” પ્રેમ છે.

   અહી અમેરીકા રહુંછું તે માટે “અફસોસ” કરતો નથી …..અમેરીકાએ પણ મને “ખુબ જા ” આપ્યું છે..આ ભુમી પણ મારી “બીજી” માતા છે !

   પણ….દુર હોવા છતાં, મારૂં હૈયું તો સ્વત્રત ભારતમાં જ છે, અને હંમેશા રહેશે.

   તમે ફરી મારા બ્લોગ પર જરૂર પધારજો, એવી વિનંતી !>>>>ચંદ્રવદન
   Dr. Chandravadan Mistry

   જવાબ આપો
 • 10. અમિત પટેલ  |  એપ્રિલ 26, 2012 પર 6:48 એ એમ (am)

  દરેક ખુશી છે અહીં લોકો પાસે
  પણ હસવા માટે સમય નથી
  દિવસ-રાત દોડતી દુનિયામાં
  જિંદગી માટે પણ સમય નથી…!!!

  જવાબ આપો
 • 11. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  એપ્રિલ 26, 2012 પર 7:42 એ એમ (am)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  આભાર ! કે જે રચના આજે આપે મૂકી તે મને મારા લંડન નિવાસી મિત્રએ થોડા સમય અગાઉ મોકલાવેલ, અને હું પણ તેને આજે મૂકવા ઇચ્છાતો હતો, રચના ના ખૂબજ સુંદર ભાવ છે, આજે લંડન મા રહું છું, પણ દિલ તો ભારત દેશમાં જ છે અને રહેશે. એ હકીકત લોકો કદાચ સમજે છે કે આપણે ફાવી ગયા છે ! પરંતુ તેમનો આત્મા તે નથી સ્વીકારવા તૈયાર ..

  સુંદર રચના શેર કરવા બદલ ધન્યવાદ !

  જવાબ આપો
 • 12. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 26, 2012 પર 12:29 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>

  Re: NEW POST…અમેરીકામાં નથી ફાવી ગયો હું !

  FROM: pravina kadakia
  TO: chadravada mistry

  Wednesday, April 25, 2012 7:39 PM

  Please post comment on your article.

  આપણને સહુને ભારત પ્રત્યે પ્રેમ રહેવાનો જ

  ભારત આપણી માતૃભૂમિ છે

  અમેરિકા આપણી કર્મભૂમિ છે.

  પ્રવિ્ણા અવિનાશ
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks, Pravinaben
  Chandravadan

  જવાબ આપો
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 26, 2012 પર 12:33 પી એમ(pm)

  This was an Email Respose for the Post>>>>

  : NEW POST…અમેરીકામાં નથી ફાવી ગયો હું !

  FROM: kirit shah
  TO: emsons13@verizon.net

  Wednesday, April 25, 2012 9:45 AM

  Chandravadanbhai:

  Varsha and I presented Gujarati play, which was written produced and directed by me, in annual function of Gujarati Samaj of New Orleans.

  The play was about an Indian man getting married to Indian woman who was born and raised in USA.When husband comes to USA how he initially missed India but eventually got used to the life style here.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Kiritbhai,
  Thanks for reading the Post & your Comment.
  I am happy to know of the Play.
  Chandravadan

  જવાબ આપો
 • 14. ishvarlal Mistry  |  એપ્રિલ 27, 2012 પર 5:22 એ એમ (am)

  Very nice post Chandravadanbhai, like all comments,you go different places with different culture, try to follow your orignal culture and stick to your principal and you can still live in different places and adjust yourself to enviironment. Very interesting post thanks for sharing.
  ishvarbhai.

  જવાબ આપો
 • 15. nabhakashdeep  |  એપ્રિલ 30, 2012 પર 5:58 એ એમ (am)

  વતન અને વાત્સલ્ય..વિસરે ના વિસરાય. આપની ભાવથી ભરી રચના
  ,ઊડાણને સ્પર્શે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)
  ………………………………………………………………..

  ये देश हमारा भारत है।….रमेशचन्द्र पटेल( आकाशदीप)

  गांव हमारा शहर हमारा,

  और त्रिरंगा प्यारा है।

  हर दिलमें जोश जगाये

  वह जयहिन्दका नारा है।

  ये देश हमारा भारत है।

  धवल हिमालय पावन गंगा

  देश हमारा हरियाला है।

  हिन्द महासागरकी लहर गाये

  कन्याकुमारीका दर्शन सुहाना है।

  ये देश हमारा भारत है।

  आदर अहींसा सनातन धारा

  हर पृथ्वीवासी कबीला है।

  पूरब पस्चीम प्यारका नाता

  संस्कार धर्म पुराना है।

  ये भारत देश हमारा है।

  अंतर मनसे व्यवहार सजीला

  पशु पंखी से याराना है।

  सबकी प्रगती अपनी भलाई

  वह भारतका महा गाना है।

  ये भारत देश हमारा है।

  नभसे आज चांद पुकारा,

  ये भारतका तिरंगा है।

  आओ मिलके हरख जगाये

  ये देश हमारा भारत है,

  ये भारत देश हमारा है।(२)

  रमेशचन्द्र पटेल(आकाशदीप)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 330,750 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: