કુસુમબેનને ચંદ્રની અંજલી !

એપ્રિલ 18, 2012 at 12:32 એ એમ (am) 16 comments

કુસુમબેનને ચંદ્રની અંજલી !

જગતમાં હતા એક નારી, કુસુમબેન નામે,
અર્પણ કરૂં છું આ અંજલી એમને !……………..(ટેક)
જન્મ લેતા, આવે જગતમાં એક જીવ કુસુમબેન નામે,
મળે જેને પતિદેવ  વિનોદભાઈ નામે,
કોણે ઘડ્યું એ મિલન, વિધાતા કે પ્રભુએ ?….જ્ગતમાં ….(૧)
ગણ્યા સાસુ-સસરાને માતપિતા, અને પતિ વિનોદના નાનેરાભાઈઓને દીકરા સમાન,
ભરી સંસ્કારો, કર્યા ત્રણ પોત સંતાનોને પણ જગતમાં મહાન,
કોણે અર્પી  કર્તવ્ય-પાલનમાં કુસુમને શક્તિ કે ખુશી એવી ?……..જગતમાં…(૨)
જીવનસાથી વિનોદ દુર સાનડીયાગો,કેલીફોર્નીઆમાં જ્યારે,
જઈશ અમેરીકા, સ્વપના એવા હૈયે રાખી,જાય કુસુમ પ્રભુધામે ત્યારે,
કોણે ધાર્યુ કે ખુશીદાતાર પ્રભુ જ બોલાવે એને આવી ઘડીએ ?……..જગતમાં……(૩)
૧૪મી એપ્રિલનો દિવસ હતો એ ૧૯૯૨ની સાલે,
વિનોદ વ્હાલી કુસુમ પ્રભુધામે, અને વિનોદ દુર શાને ?
કોણે કરી કરૂણ અંતિમ વિદાય એવી ?….જગતમાં…….(૪)
“મરણ સ્મરણ “નું ચિંતન વિનોદ જગમાં રહી કરે,
લેણ દેણ ના કુસુમ સબંધો એની નજરે પડે,
અને, ચંદ્ર કહે, બધી જ ઘટનાઓ પ્રભુ-ઈચ્છારૂપે સ્વીકારવી પડે !…જગતમાં..(૫)
કાવ્ય રચના તારીખઃ એપ્રિલ,૧૫,૨૦૧૨                                    ચંદ્રવદન

બે શબ્દો…

તારીખ ૧૪મી એપ્રિલ ૨૦૧૨ એટલે વિનોદભાઈ પટેલના પત્ની કુસુમબેન  પ્રભુધામે ગયાને ૨૦ વર્ષ થયા…..કારણ કે ૧૪મી એપ્રિલ,૧૯૯૨માં અચાનક  કુસુમબેન ગુજરાતમાં સ્વર્ગવાસ થયા હતા.
એ દિવસે, વિનોદભાઈ એમના બ્લોગ “વિનોદ વિહાર”માં કુસુમબેનની યાદમાં એક પોસ્ટ પ્રગટ કરી, કુસુમબેનને “અંજલી” અર્પણ કરી હતી.
હું એમના બ્લોગ પર જઈ, એ પોસ્ટ વાંચી, દીલગીરી અનુભવી હતી.
એ પોસ્ટ નિહાળ્યા બાદ, મારા મનમાં જે વિચારો આવ્યા એ આધારીત મે એક રચના કરી.

કુસુમબેનને ચંદ્રની અંજલી !….એ જ મારી રચના !

આજે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એ પોસ્ટરૂપે પ્રગટ કરતા, મારા હૈયે એક “અનોખો” સંતોષ છે…..કુસુમબેન તો વિનોદભાઈના હ્રદયમાં છે…એમની યાદમાં કુસુમબેન આ જગતમાં અમર છે !
આ પોસ્ટરૂપી “ચંદ્ર-અંજલી” જે કોઈ વાંચે તે એમના આત્મા માટે પ્રાર્થનાઓ કરે…બસ એટલી જ આશા છે !
અહી પ્રગટ કરેલો કુસુમબેનનો ફોટો વિનોદભાઈના બ્લોગ પરથી જ લીધો છે.
વિનોદભાઈએ જે પોસ્ટ પ્રગટ કરેલી તે વાંચવી હોય તો એની “લીન્ક” નીચે મુજબ છે>>>>>
http://vinodvihar75.wordpress.com/2012/04/14/%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%aa%b0%e0%ab%8d%e0%aa%ae%e0%aa%aa%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%95%e0%ab%81%e0%aa%b8%e0%ab%81/
મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનની ૨૦મી વાર્ષિક પુણ્યતિથીએ સ્મરણાંજલિ
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Many of you must have read about KUSUMBEN PATEL ( Wife of Vinodbhai Patel of “Vinod Vihar) as a Post published by Vinodbhai on his Blog.She met an untimely death in 1992 in Gujarat on 14th April 1992.
This Post is my personal “Anjali” to Kusumben.
Let her Soul rest in Peace.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો !…..માનવ સ્વભાવ ! માનવ તંદુરસ્તી (૨૪)..ડોકટરપૂકાર (૯)..કેન્સરના રોગ વિષે સમજ !

16 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 18, 2012 પર 1:11 એ એમ (am)

  અમારી શ્રધ્ધાંજલી

  જવાબ આપો
 • 2. સુરેશ  |  એપ્રિલ 18, 2012 પર 1:33 એ એમ (am)

  કુસુમ ગયું
  સુવાસ રહી સદા
  વિનોદ કરો.
  ——————-
  કુસુમબેનને અમારી શ્રદ્ધાંજલિ.

  જવાબ આપો
 • 3. dhavalrajgeera  |  એપ્રિલ 18, 2012 પર 2:22 એ એમ (am)

  કુસુમબેનને અમારી શ્રદ્ધાંજલિ.

  જવાબ આપો
 • 4. pravina Avinash  |  એપ્રિલ 18, 2012 પર 2:30 એ એમ (am)

  અમારી શ્રધ્ધાંજલી

  જવાબ આપો
 • 5. Harnish Jani  |  એપ્રિલ 18, 2012 પર 2:34 એ એમ (am)

  આપના જેવા મિત્ર વિનોદભાઈને મળે – એથી વિશેષ શું જોઈએ. આપ બન્નેને ધન્યવાદ અને કુસુમજીને અમારી શ્ર્ધ્ધાન્જલિ.

  જવાબ આપો
 • 6. Bhagwandas  |  એપ્રિલ 18, 2012 પર 10:03 એ એમ (am)

  તમારા શબ્દો માં ‘બધીજ ઘટના પ્રભુ ઈચ્છા તરીકે સ્વીકારીએ’ તોજ આ માયારૂપી જીવનમાં આનંદથી
  રહી શકીએ
  કુસુમબહેન ને અમારી શ્રધાંજલિ .

  જવાબ આપો
 • 7. ishvarlal Mistry  |  એપ્રિલ 18, 2012 પર 5:05 પી એમ(pm)

  Very sorry to hear untimely sudden death of Kusumben,Our sympathy to departed soul, may God give the family strength to go through the loss.20 yrs has gone but memory still stays. Very nice post Chandravadanbhai.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. nabhakashdeep  |  એપ્રિલ 18, 2012 પર 6:41 પી એમ(pm)

  આપનું હૃદય સંવેદનાઓ ઝીલી , જે ભાવથી શ્રધ્ધાંજલિ અર્પે છે, એ યાદગાર
  બની સૌને સ્પર્શી જાય છે. કુસુમબેનને અક્ષરધામે પરમ શાન્તિ મળે એવી
  પ્રાર્થના. શ્રી વિનોદભાઈ અને કુટુમ્બીજનોને ન પૂરાય એવી ખોટને સહન
  કરવાની શક્તિ પ્રભુ અર્પે .

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. Vinod R. Patel  |  એપ્રિલ 19, 2012 પર 12:31 એ એમ (am)

  શ્રી ચન્દ્રવદનભાઈ,

  મારા સ્વ.ધર્મ પત્ની કુસુમને આપે તમારા બ્લોગમાં જે શબ્દોમાં શ્રધાંજલિ અર્પી

  તમોએ મારા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો એના માટે આપનો ક્યા શબ્દોમાં આભાર

  માનવો એ સમજાતું નથી .મારા અંગત જીવનના દુઃખમાં સહભાગી થઈને

  તમારો સાચા દિલનો મિત્ર ભાવ વ્યક્ત કર્યો એ બદલ આપનો હૃદયથી આભાર

  માનું છું.આ પોસ્ટના કોમેન્ટ વિભાગમાં જે મિત્રોએ શ્રધાંજલિ વ્યક્ત કરી છે

  એ સૌનો પણ આભારી છું.

  જવાબ આપો
  • 10. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 19, 2012 પર 2:42 પી એમ(pm)

   વિનોદભાઈ,
   તમે મારા બ્લોગ પર આવી, આ પોસ્ટ વાંચી અને “બે શબ્દો” લખ્યા તે વાંચી ખુશી.
   કુસુમબેનની યાદ તો તમોને હંમેશા આવશે….એવી યાદ સમયે કે અન્ય ઘડીએ આ મિત્રને યાદ કરી, જરૂરતે બોલાવશો…..>>>ચંદ્ર​વદન્

   જવાબ આપો
 • 11. ગોવીંદ મારુ  |  એપ્રિલ 19, 2012 પર 2:40 એ એમ (am)

  અમારી ભાવપુર્વક શ્રદ્ધાન્જલી…
  –મણી અને ગોવીન્દ મારુ

  જવાબ આપો
 • 12. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 19, 2012 પર 1:25 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>>

  Re: NEW POST…..કુસુમબેનને ચંદ્રની અંજલી !

  FROM: Prahladbhai Prajapati
  TO: chadravada mistry

  Thursday, April 19, 2012 4:38 AM

  i prey to god for peace and moksh for her soul

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks, Prahaladbhai !
  Chandravadan

  જવાબ આપો
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 19, 2012 પર 5:21 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>>

  Re: NEW POST…..કુસુમબેનને ચંદ્રની અંજલી !

  FROM: himatlal joshi
  TO: chadravada mistry

  Thursday, April 19, 2012 9:25 AM

  અર્ધી જેવી અવસ્થાએ ઘર ભંગ થવાય એ ઘણું વસમું લાગતું હોય છે .
  પણ વિનોદ ભાઈ જેવા સહન શક્તિ વાળા ઓછા હોય છે.

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  THANKS ! Himantbhai (Ataji)
  Chandravadan

  જવાબ આપો
 • 14. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 20, 2012 પર 6:01 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  કુસુમબેનને સુંદર અંજલિ અર્પી છે

  ,બીજાના દુઃખમાં સહ ભાગી થવું એ જ આપનો ઉમદા સ્વભાવ.

  જવાબ આપો
 • 15. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 21, 2012 પર 11:50 પી એમ(pm)

  Dear All,
  Thanks for reading this Post on Kusumben…..and also “Thanks a Lot” for those who had posted thair Comments.
  Chandravadanbhai
  …………………………………………………………………………………………………
  Here I extend the THANKS from Vinodbhai Patel via the Email I had received as below>>>>>

  Re:

  FROM:

  vinodbhai patel

  TO:

  chadravada mistry

  Saturday, April 21, 2012 3:56 PM
  Thank you Chandrvadanbhai for your kindness.

  I also thank all other friends who have paid tribute to my late wife Kusumben

  and have thus shared in my grief.

  Vinodbhai

  જવાબ આપો
 • 16. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  એપ્રિલ 22, 2012 પર 12:53 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  કુસુમબેનને સુંદર અંજલિ અર્પી છે.

  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: