નયના તમારી કે મારી !

April 6, 2012 at 2:00 pm 13 comments

Eye HDR by ridethespiral1

નયના તમારી કે મારી !

નિહાળો નયના તમારી કે મારી,

અર્શુઓનો ધોધ વહે, ત્યારે લાગે છે એ ન્યારી !

નિહાળો મધ્યમે,ગોળબારી તમારી કે મારી,

દ્ર્શ્ય છબીઓ વહે ત્યારે લાગે છે એ ન્યારી !

નિહાળો ઉપર નીચે પાપણો તમારા કે મારા,

જાણે ખોલતા લાગે આકાશે ઉડતા પંખીડા પ્યારા !

ના કદી જો નયના નિહાળી તમે તમારી કે મારી,

તો,ચંદ્ર કહે, સમજાશે આ પીકચર દ્વારા કુદરતની કારીગીરી !

કાવ્ય રચનાઃ તારીખ એપ્રિલ,૬,૨૦૧૨                   ચંદ્રવદન

બે શબ્દો…

આજે છે એપ્રિલ,૬,૨૦૧૨ અને “હનુમાન જયંતી” !

આજે જ પ્રજ્ઞાજુબેને એક ઈમેઈલ મોકલેલ તે વાંચ્યો.

એમાં ફક્ત એક “નયના”નું પીકચર હતું.

એ નિહાળતા,આંખોમાંથી આંસુઓ વહે….કેવી રીતે આપણે સૌ જગતના પ્રભુ-સર્જનને નોહાળી આનંદ માણીએ..એ બધુ યાદ આવ્યું.

અને…..આ રચના શક્ય થઈ !

એ જ પ્રસાદીરૂપે છે !

ચંદ્રવદન

FEW  WORDS…

Today’s Post is based on a PICTURE of the EYE seen on an Email.
Thinking of the EYE as one of the WONDER of GOD, a Poem is written in Gujarati.
Those who can read it in Gujarati can feel this…those unable to read in Gujarati, please ask someone to read & explain.
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

વજુ કોટકના ગજબ જવાબો ! સુવિચારો !…..માનવ સ્વભાવ !

13 Comments Add your own

 • 1. pragnaju  |  April 6, 2012 at 3:41 pm

  નિહાળો નયના તમારી કે મારી,
  અર્શુઓનો ધોધ વહે, ત્યારે લાગે છે એ ન્યારી

  અમુલ્ય અશ્રુ નયનોના ઉપહાર છે ..

  પિતાના બે અશ્રુ સરી પડે છે દીકરીની વિદાયે

  કૃષ્ણ ભગવાનના બે અશ્રુ ખરી પડે છે અભિમન્યુના મૃત્યુ સમયે

  માના બે અશ્રુ ખરી પડે દીકરાના વિદાય વખતે

  પત્નીના બે અશ્રુ ખરી પડે છે પતિના મૃત્યુ વખતે

  ખેડૂતના બે અશ્રુ ખરી પડે છે શાહુકારોના હકૂમતથી

  ગાયના બે અશ્રુ ખરી પડે છે બળદના જન્મ સમયે

  ગુરુના બે અશ્રુ ખરી પડે છે શિષ્યની વિદાય વખતે

  ભાઇના બે અશ્રુ સરી પડે છે બહેનના લગ્નની વિદાય વખતે

  આમ બે અશ્રુની કિંમત બની જાય છે અમૂલ્ય

  Reply
 • 2. bhajman  |  April 6, 2012 at 5:48 pm

  છબી નિહાળી નયના, માણી કવિતા તમારી

  સદ્ય કવિત્ સર્જન વાહ! પ્રજ્ઞા તમારી!

  પ્રજ્ઞાજુ ની લેખની સાવ અનેરી

  અશ્રુ વંશાવળી અણમોલ સંવારી!

  Reply
 • 3. nabhakashdeep  |  April 6, 2012 at 8:12 pm

  નયન લાખેણાં તો અશૃ સવા લાખેણાં નહીં પણ અમૂલ્ય. સુશ્રી પ્રજ્ઞાબેને
  બે આંસુનો સુંદર મહિમા આલેખી દીધો. આ જગતને માણવા નયનો
  રૂપી ખજાનાની ભેટ એ પરમેશ્વરની પરમ કૃપા છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 4. Dilip Gajjar  |  April 6, 2012 at 8:21 pm

  તો,ચંદ્ર કહે, સમજાશે આ પીકચર દ્વારા કુદરતની કારીગીરી !
  Sunder rasdarshan Chandravadanbhai..
  Prabhu ni maaya..kudarat ni kaarigari..

  Reply
 • 5. munira  |  April 7, 2012 at 1:24 am

  આપણી પાસે જે હોય એને આપણે કેવું સહજ લઈને જીવ્યે જતા હોઈએ છીએ! આમ આવી કોઈ વિચારપૂર્ણ ક્ષણે અચાનક એ પ્રભુ કૃપાનું આપણી પાસે હોવું એ કેટલું અમૂલ્ય છે એનો અહેસાસ થઇ આવે અને સર્વશક્તિમાન પ્રત્યેના અહોભાવ અને અભારવશતા આંખો ભીની થઇ જાય… જોયું લાગણી કોઈ પણ પ્રકારની હોય; શરીરના બીજા કોઈ અંગે એ ફૂટે ના ફૂટે આંખોથી જરૂર ફૂટી નીકળે છે….આંખો તો ભાઈ જીવનની પંખો છે… એ યથાર્થ જ કહેવાયું છે….અભિનંદન….

  Reply
 • 6. Vinod R. Patel  |  April 7, 2012 at 6:17 pm

  એક આંખનું ચિત્ર જોઇને ચન્દ્રવદનભાઈની આંખોમાં કાવ્ય ડોકાયું !

  વાહ,કવિની નજર ક્યા ક્યાંથી કાવ્ય પકડી લે છે !

  આંખના આંસુઓ મને હળવું કરે છે, હ્રદયમાં ભરાયેલા ડૂમાને દુર
  કરવાનો ઈલાજ છે આંસુ.આંસુ મનના ભાવોનું પ્રતિક છે.
  પ્રેમીયોના આંસુ એમના પ્રેમની નીશાની હોય છે.
  એક હિન્દી કાવ્યમાં આવે છે –
  એ અબલા તેરી એહી કહાની
  આંચલ મેં હૈ દૂધ ઔર આંખોમે પાની !

  Reply
 • 7. ishvarlal Mistry  |  April 8, 2012 at 4:53 am

  Very nice poem,what God creates in eyes to show sympathy,attachment to family, love, to sow one’s concern in life.Very nicely said. Like all comments.Thanks for sharing.

  Ishvarbhai.

  Reply
 • 8. પરાર્થે સમર્પણ  |  April 8, 2012 at 6:07 am

  આદરણીય શ્રી DO. ચંદ્રવદનભાઈ,

  ના કદી જો નયના નિહાળી તમે તમારી કે મારી,
  એક સરસ અને ગહન વિષય પર આપે જે રજૂઆત કરી છે

  તે ખરેખર કાબિલેદાદ છે.અભિનંદન

  Reply
 • 9. અક્ષયપાત્ર/Axaypatra  |  April 8, 2012 at 8:58 am

  Nice one!

  Reply
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  નયનો ની સુંદર શીધ્ર રચના સાથે સુશ્રી પ્રજ્ઞાબેન નું અનોખું વર્ણન માણી આનંદ થયો.

  ધન્યવાદ !

  Reply
 • 11. chandravadan  |  April 8, 2012 at 1:47 pm

  This was an EMAIL RESPONSE to this Post>>>>

  NEW POST…….નયના તમારી કે મારી ! 1

  FROM: Prahladbhai Prajapati
  TO: chadravada mistry

  Saturday, April 7, 2012 5:54 PM

  Really good one

  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Thanks Prahaladbhai !……Chandravadan

  Reply
 • 12. puthakkar  |  April 20, 2012 at 4:32 am

  ચંદ્રવદનભાઇ, આંખોની નિરાળી વાત કરી છે આપે. સરસ શીઘ્ર રચના છે..વાંચતા લાગે કે તૂર્તજ રચાઇ ગઇ હશે.

  શેર કરૂ છુઃ- જેમણે આંખોને ગુમાવી દેવા માટે સ્વ-પ્રયત્નથી આંખો ફોડી નાંખી છે, તે પોતાના જ સુરના દાસ બની ગયા!! અને તેમનો પોતાનો સુર તો એક જ હતો..બસ, ઇશ્વરપ્રેમ અને ઇશ્વરપ્રેમ જ. અને આ જગતને એક મહાન સંત મળ્યા. આંખથી પાપ પ્રવેશે એવું કહેવાય છે. પણ મનના તાતા રંગ હજાર (કે હજારો) છે.. pl.visit:http://puthakkar.wordpress.com/2009/03/01/%E0%AA%AE%E0%AA%A8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%AA%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE/

  Reply
 • 13. અમિત પટેલ  |  April 25, 2012 at 9:51 am

  અગર આપકી આંખ ખુબસુરત હે, તો ..
  આપકો દુનિયા અચ્છી લગેગી…!!!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

April 2012
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: