વજુ કોટકના ગજબ જવાબો !

એપ્રિલ 2, 2012 at 1:00 પી એમ(pm) 14 comments

Vaju Kotak

,

વજુ કોટકના ગજબ જવાબો !

વજુ કોટકનાગજબ જવાબો
■સ: ટાલ પડવાનાં ત્રણ મુખ્ય કારણોક્યાં? જ: માથાભારે બૈરી,વધુ પડતી ચિંતા અને શરીરમાં રહેલી ખોટી ગરમી.
■ સ: કોણ કોઈનું સાંભળતું નથી. જ: ભૂખ્યુંપેટ અને ગુસ્સે થયેલા શેઠ.
■ સ: લગ્નએટલેશું? જ: બેમાંથી એકઅને એકમાંથી અનેક!
■સ: મારો મિત્ર કહેછે ટાઢનું વજન સવામણ, દસ શેર અનેબે મુઠ્ઠી તો તેકેવી રીતે? જ: જ્યારેઠંડી પડે છે ત્યારે શ્રીમંત સવામણની રજાઈમાં પોઢેછે માટે ઠંડીનું વજનસવા મણ ગણાય. સાધારણ માણસ
દસ શેરની રજાઈ વાપરે છે ત્યાં ટાઢનું વજન દસશેર થયું,અને ગરીબ માણસ ટુંટિયું વાળી બે મુઠ્ઠી બંધ કરીને સુએ છે. માટે ત્યાં ટાઢનું વજન બે મુઠ્ઠી થયું.
■ સ: એક વખત હાથમાંથી ગયું તે શું? જ: સમય; જીવનની જે પળ આજે ચાલી રહી છે તે કદી પાછી આવતી નથી.
■ સ: શ્રવણના માતા-પિતાનું નામ શું હતું? જ: શ્રધ્ધાઅને સંસ્કાર.
■ સ:પુરુષના જીવનમાં સ્ત્રીનું સ્થાન શું? જ:પાનના બીડા ઉપર લવીંગનું સ્થાન છે તે.
■ સ: બાળક એટલે? જ: લગ્નજીવનનું વ્યાજ.
■ સ: શું ખાવાથી માણસોસુધરે છે? જ: ઠોકર ખાવાથી.
■ સ: ઈશ્વર આપણા હ્રદયમાં કેવી રીતે છુપાયો છે? જ: જેમ લાકડામાં અગ્નિ છુપાયો છેતેમ.
■ સ: સુખનાશત્રુકોણ? જ: અસંતોષ, વહેમઅનેશંકા
■ સ: કોણ જીર્ણથતું નથી? જ: આશા,તૃષ્ણાઅને વાસના.
■ સ:કોણકોઈની પરવા કરતુંનથી? જ:બાળક
■ સ:અંધકારમાં આપણને કોણવધુ તેજસ્વી લાગે છે? જ: આવતીકાલ
■ સ: દિલ તૂટી ગયું છે તો શું કરવું? જ: આશાના મલમપટ્ટા બાંધવા.
■ સ: કાકા, મામા, ભાઈ, બહેન, બાપ હોવા છતાં માતાની ખોટ કેમ પુરાતી નથી? જ: માતાનોપ્રેમ નિ:સ્વાર્થ હોય છે માટે.
■ સ: શૂરવીરનું પ્રથમ લક્ષણ કયું? જ: ક્ષમા
■ સ: આજગતમાં જાતજાતના વાદચાલે છે એમાં સૌથી સારો વાદ કયો? જ: આશિર્વાદ
■ સ: તાજમહાલ શું છે? જ: આંસુની ઈમારત.
■ સ:માણસ પર કયો ગ્રહવધારે ખરાબ અસરકરે છે? જ: પૂર્વગ્રહ
■ સ: સ્ત્રીનું હ્રદય જો પ્રેમનીપવિત્ર શાળા હોય તો પુરુષનુંહ્રદય? જ: ધર્મશાળા.
■સ: મોટામાં મોટીભૂલ કઈ? જ: કોઈપણ ભૂલ થયા પછી એને સુધારી લેવાનું ભૂલીજવું એ શું મોટામાં મોટી ભૂલ નથી?
■સ: યૌવન શું છે? જ: યૌવન એએવું વન છે કેજ્યાંઅટવાઈ પડતાં વારનથી લાગતી. નક્કી કરો કાંઈક અને નીકળો કાંઈક. વજુ કોટક

બે શબ્દો…

વજુ કોટક

વજુ કોટકનું નામ જ્યારે કોઈ ગુજરાતી સાંભળે એટલે એને તરત “ચિત્રલેખા”મેગેઝીનની યાદ તરત જ આવે.
વજુ કોટક ગુજરાતના એક સાહિત્યકાર તેમજ લેખક હતા. એમણે અન્યને સાથમાં લઈને  ઉત્સાહ સહીત “ચિત્રલેખા”નામના મેગેઝીનનું તંત્રીપદની જવાબદારી લઈ એક  ગુજરાતના પ્રિય મેગેઝીનની સ્થાપના  ૧૯૫૦માઅં મુંબઈ શહેરમાં કરી.
વજુભાઈના “લખાણ”માં એમની ચબરાક બુધ્ધી (WITTYNESS)ના દર્શન સૌને જોવા મળતા. જે ભાવથી “લખાણ” કે “જવાબો” આપતા, તે દરેક પર એક અનોખી છાપ પાડતા. “ચિત્રલેખા”સૌનું “પ્રિય” મેગઝીન કરવામાં એમનો ફાળો ખુબ જ અગત્યનો હતો. વજુભાઈએ અનેક પુસ્તકો પ્રગટ કર્યા, પણ એમનો “પ્રાણ” તો હંમેશા ચિત્રલેખામાં હતો.
૧૯૫૦ના છેલ્લા ગાળામાં ( એમના અવસાનની તારીખ ખબર નથી ) અચાનક એક મોટા હાર્ટ  એટેકના કારણે થયું. જે દિવસે એમને છાતીએ દુઃખાવો થયો તે દિવસે શુક્રવારની  સાંજ હતી….એમને એમ્બ્યુલેન્સ દ્વારા મુંબઈની હરકીશનદાસ હોસ્પીતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ સમયે એઓ શાંત હતા. અન્યને હસાવતા હતા. એક મિત્રએ  મજાકમાં કહ્યું “વજુભાઈ, તમે તો જ્યોતિશ જ્ઞાની છો તો હવે પછી તમારા વિષે  શું ?” ત્યારે એમણે જવાબમાં કહ્યું કે “થોડા દિવસોમાં કાઈક નવાજુની  થશે”…..અને એઓ જ્યારે હજુ હોસ્પીતાલમાં હતા…અને એક સમયે એમના પત્ની  માધુરીબેનને કહ્યું “મધુ, તારે સંતાનોની જવાબદારી સાથે બીજી જવાબદારીઓ પણ  સંભાળવાની છે.” અને આ ચર્ચા સાથે એમણે એમના પ્રાણ વ્હાલી  “ચિત્રલેખા” વિષે ઉલ્લેખ કર્યો હતો.
વજુભાઈના અવસાન બાદ, માધુરીબેને એ સોંપેલી “ચિત્રલેખા”ની જવાબદારી ખુબ જ સરસ રીતે અદા કરી છે કે  ૨૨મી એપ્રિલ, ૨૦૧૦માં જ્યારે આ મેગઝીને ૬૦ વર્ષ પુરા કર્યાનો ઉત્સવ કર્યો ત્યારે પણ  ચિત્રલેખા સૌની પ્યારી હતી, અને આજે પણ પ્યારી છે…આ બધુ જ ધ્યાનમાં લેતા ભારત સરકારે આ ઉત્સવને ધ્યાનમાં લઈ એક “કોમોરેટીવ” પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડી…આ કંઈ નાની વાત ના કહેવાય…આજ વજુભાઈને  ખરેખર “અંજલી” આપી કહેવાય, અને આવૂં શક્ય કરવા માટે એમના પત્ની માધુરીબેનનો ફાળૉ  ખુબ જ છે !
વજુભાઈ જેવા ગુજરાતના લાડલાને વંદન કરતા, હું પ્રાર્થના કરૂં છું કે વજુભાઈની યાદ સૌને આનંદ આપે, અને એવી યાદ અમર રહે !

અંતે મારે એટલું જ કહેવું છે કે વજુભાઈ કોટક વિષે તો ઘણુ જ કહી  શકાય….મારૂં “માહિતી-જ્ઞાન” અલ્પ છે. એથી, સૌ વાંચકોને વિનંતી કે કે કોઈ  એમના વિષે વધુ જાણતા હોય એ એઓના “પ્રતિભાવ”રૂપે જાણ કરે ..આ પ્રમાણે, આપણે  સૌ વજુભાઈને વધુ જાણી/સમજી શકીએ. આ ઉપરનું લખાણ મને જેટલી ઈનટરનેટ પણ જાણવા મળ્યું એટલું જ છે !, અને આ ચર્ચા માટે એમના “સુંદર” જવાબોનો સહારો લીધો  છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS… 
 
I took the opportunity, of an Email Communication that I had received, to publish as a Post.
The SAMVAAD in Gujarati gives the Glimpse of the “wit” of Vaju Kotak in his “Quick Responses” to the Questions.
Taking this as the base for this Post, I had attempted to find out about this GREAT HUMAN of Gujarat who had made the Gujarati Magazine “CHITRALEKHA”one of the most POPULAR Magazine amongst the Gujarati Readers.
I had learnt that the LIFE of this Great Man was cut short by a sudden massive HEART ATTACK…but his Wife MADHUMATIBEN had worked hard to keep the promise she gave to Vajubhai to take care of his beloved “CHITRALEKHA”….In 2010 as Chitralekha celebrated its 60 Years, the Government of India issued the a POSTAGE STAMP to honor Vaju Kotak & Chitralekha in 2011.
Those who know MORE of Vajubhai OR Chitralekha Etc. are welcome to ADD to the INFO by their COMMENTS.
Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized.

પૂરાણો અને વિજ્ઞાનની મિત્રતા નયના તમારી કે મારી !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  એપ્રિલ 2, 2012 પર 1:05 પી એમ(pm)

  એમનો પરિચય …

  http://sureshbjani.wordpress.com/2011/09/14/%E0%AA%B5%E0%AA%9C%E0%AB%81-%E0%AA%95%E0%AB%8B%E0%AA%9F%E0%AA%95-vaju-kotak/

  જવાબ આપો
 • 2. chandravadan  |  એપ્રિલ 2, 2012 પર 1:21 પી એમ(pm)

  Sureshbhai,
  Thanks for your 2 LINKS.
  Hope the READERS get MORE INFO on Vaju Kotak.
  Just like me….Now I know other Info including his DEATH Day…

  નામ

  વજુ લખમશી કોટક

  જન્મ

  ૩૦ જાન્યુઆરી ૧૯૧૫; રાજકોટ

  અવસાન

  ૨૯ નવેમ્બર ૧૯૫૯ ; મુંબઇ

  કુટુંબ
  ■પિતા – લખમશીભાઇ કોટક
  ■પત્ની – માધવી રૂપારેલ (કોટક) (તા. ૧૯ મે ૧૯૪૯;ભાવનગર)
  ■પુત્ર – મનન કોટક
  >>>>>>>>>>>>Chandravadan

  જવાબ આપો
 • 3. himanshupatel555  |  એપ્રિલ 3, 2012 પર 2:01 એ એમ (am)

  સરસ વાંચવા મળ્યુ,આભાર.

  જવાબ આપો
 • 4. inkandipoetry  |  એપ્રિલ 3, 2012 પર 7:44 એ એમ (am)

  રસપ્રદ અને ચતુરાઈભર્યા સવાલ જવાબ વાંચી મજા આવી. સાથે વજુભાઈ જેવા વ્યક્તિત્વનો પરિચય મળ્યો. એ બદલ અભાર.

  જવાબ આપો
 • 5. પરાર્થે સમર્પણ  |  એપ્રિલ 3, 2012 પર 6:09 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  વજુભાઈ કોટકના ગજબ જવાબો સાથે તેમનો જીવન ગાથા ગજવતો
  પરિચય એક ગુજરાતી લાજવાબ છે.

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  એપ્રિલ 3, 2012 પર 6:26 પી એમ(pm)

  અંધકારમાં આપણને કોણવધુ તેજસ્વી લાગે છે? જ: આવતીકાલ
  ………………
  રસપ્રદ ચતુરાઈભર્યા સવાલ જવાબ .

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 7. Dilip Gajjar  |  એપ્રિલ 3, 2012 પર 10:11 પી એમ(pm)

  Khub j rasbharya saval ane javaab..khushi thai Chandravadanbhai..

  જવાબ આપો
 • 8. Vinod R. Patel  |  એપ્રિલ 4, 2012 પર 2:21 એ એમ (am)

  શ્રી ચન્દ્રવદનભાઈ,

  આપણી આ પોસ્ટ ગમી.વજુ કોટક અને ચિત્રલેખા સાપ્તાહિકને ગુજરાતની જનતા ૬૦
  વર્ષોથી ચાહે છે.વજુ કોટકના ચાતુર્ય ભર્યા જવાબો વાંચવાની મજા આવી .

  ચિત્રલેખા અંગે વધુ માહિતી વિકિપીડીયાની નીચેની ગુજરાતી લિંક ઉપર આપેલી છે.
  http://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B2%E0%AB%87%E0%AA%96%E0%AA%BE

  જવાબ આપો
 • 9. pravina  |  એપ્રિલ 4, 2012 પર 7:59 પી એમ(pm)

  Vaju kotak is always to the point and precise.

  જવાબ આપો
 • 10. chandravadan  |  એપ્રિલ 4, 2012 પર 11:38 પી એમ(pm)

  This was an Email as a Response>>>

  NEW POST…..વજુ કોટકના ગજબ જવાબો !

  FROM: himatlal joshi
  TO: chadravada mistry

  Tuesday, April 3, 2012 5:57 PM

  સચોટ જવાબો છે

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dear Himatlalji ( Ataai)
  Thanks for your Email Response to this Post.
  Chandravadan

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  એપ્રિલ 5, 2012 પર 12:17 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  હાસ્યના સ્વામી એટલે વજુભાઈ કોટક સાહેબ

  સુંદર …………….અતિ સુંદર

  જવાબ આપો
 • 12. ishvarlal Mistry  |  એપ્રિલ 5, 2012 પર 12:26 એ એમ (am)

  Very nice post ,I like the comments.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 13. pragnaju  |  એપ્રિલ 6, 2012 પર 2:56 એ એમ (am)

  નાનપણમા ચિત્રલેખા હાથમા આવે તે મોટેથી આ અજબ જવાબ વાંચે અને બધા માણે!
  કદાચ કેટલાક પ્રતિભાવોમા આની પણ અસર રહી છે

  જવાબ આપો
 • 14. અમિત પટેલ  |  એપ્રિલ 25, 2012 પર 10:05 એ એમ (am)

  તેઓ નાની ઉંમરેથી લેખન અને વાંચન માટે ઉત્સાહિત રહેતા હતાં . તેમના ઘણાં પુસ્તકો થયા છે . જેમાં પ્રભાતના પુષ્પો , રમકડા વહુ , જુવાન હૈયા , ઘરની શોભા , હા કે ના ? , ચુંદડી અને ચોખા , આંસુના તોરણ , આંસુની આતશબાજી , ડોક્ટર રોશનલાલ , રૂપરાણી , બાળપણના વાનરવેડા , ચંદરવો અને ઘણા બધા પુસ્તકો લખ્યા છે .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: