ચાર સહેલીઓનું સ્નેહમિલન !

માર્ચ 26, 2012 at 1:56 પી એમ(pm) 29 comments

0006051y2sZ.jpg friendship

 

ચાર સહેલીઓનું સ્નેહમિલન !

ચાર સહેલીઓના સ્નેહની આ વાત છે જો,
ધ્યાનથી તમે સૌ સાંભળશો !………………(ટેક)
જુની વિચારધારામાં બીજે શહેર કોલેજ અભ્યાસ તો અશક્ય રહે,
ત્યારે, બીલીમોરામા વી. એસ. કોલેજના દ્વાર ખુલે,
અને, ૬ છોકરીઓની મિત્રતા બીલીમોરામાં જન્મે !…..ચાર સહેલીઓના…..(૧)
નીલા અને જયશ્રી દેસાઈ સાથે છે નીલા કંસારા,
પુષ્પા લાડ સાથે છે કમુ અને જમના ઈંટવાલા,
આ હતી ૬ છોકરીઓની એક ટોળી જો !……..ચાર સહેલીઓના…..(૨)
કમુ ઈંટવાલા હવે તો કમુ મિસ્ત્રી નામે જો,
૨૦૧૨માં ભારત ફરવા માટે આવે જો,
ત્યારે, નીલા દેસાઈ ઘડે છે પ્લાન ચારના મિલનનો !……..ચાર સહેલીઓના…..(૩)
રાજકોટ્થી નીલા દેસાઈ તો વલસાડ પધારે,
ટેક્ષી કરી, એ તો આંનદભરી કમુને મળે,
ત્યારે, બે મુખડે ચંદ્ર ખુશી નિહાળે !……..ચાર સહેલીઓના……..(૪)
નવસારી પ્રજાપતિ આશ્રમ ગેસ્ટરૂમે નીલા કમુ વાતો કરે,
ફોન કરી, બે સહેલી નીલા કંસારા ઘરે પધારે,
ત્યારે, ત્રણ બેનપણીઓના હૈયે આનંદ છલકાય જો !……ચાર સહેલીઓના….(૫)
બેનપણીઓ વાતો કરે ‘ને ચંદ્ર તો બેકરીનું નિરક્ષણ કરે,
ચાહ, નાસ્તો કરી, જયશ્રી દેસાઈને મળવા સૌ આતુર બને,
ત્યારે, સુરતબાદ કીમ થઈ “વાંકલ” ગામની વાતો જો !….ચાર સહેલીઑના….(૬)
જયશ્રીને “જયુ” કહી, ત્રણ ભેટી રહે,
ત્યારે, ખુશીના આંસુઓ હૈયેથી ઝરે,
દ્રશ્ય સુંદર આવું નિહાળી, ચંદ્ર મનડુ નાચી રહે !….ચાર સહેલીઑના…..(૭)
પ્રથમ રૂમે જયશ્રી પતિ બીપીન આરામ કરે,
બીપીન સંગે બેસી, ચંદ્ર તો પ્રેમભરી વાતો કરે,
ત્યારે, ચાર સહેલીઓ રસોડામાં પુરાણી વાતોમાં મશગુલ રહે !….ચાર સહેલીઓના…..(૮)
કોલેજ દિવસોની મસ્તી-મઝાની વાતો થાય છે,
પરણ્યા પછી, બદલાયેલા નારીજીવનમાં કુરબાનીની વાતો થાય છે,
સાંભળી એવા શબ્દો, ચંદ્ર નારીઓને મનથી વંદન કરતો રહે !……ચાર સહેલીઓના….(૯)
ચાર સહેલીઓ તો વાતોમાં અતી મશગુલ બને,
સમય વહેતો રહે ‘ને સાંજનું અંધારૂ “વિદાયઘડી”ની યાદ તાજી કરે,
ત્યારે, ખબર નથી ચંદ્રને કે ક્યારે વાતો બંધ હશે !…….ચાર સહેલીઓના…..(૧૦)
સાંજનો સમય ધીરે ધીરે વહેતો ગયો,
ચાર સહેલીઓ હૈયે આનંદ ભરતો રહ્યો,
અને, ચંદ્ર તો વિદાયઘડીનું વિચારતો રહ્યો !….ચાર સહેલીઓના……(૧૧)
અંતે, વિદાય ઘડી આવતા જુદા થવાની વાત હતી,
  ત્રણ સહેલીઓ કારમાં, ‘ને ચાર હૈયે ફક્ત ખુશીઓ ભરી હતી,
“ફરી મળીશું”ના વિચાર- ગુંજનમાં ચંદ્ર શાંત હતો !….ચાર સહેલીઓના….(૧૨)
નાના હતા ‘ને જે મિત્રતા બીજ રોપ્યા હતા,
તેની ચાર કળીઓ આજે સ્નેહફુલો હતા,
એવા ફુલોની મહેકથી ચંદ્ર તો આજ ધન્ય થયો !…..ચાર સહેલીઓના…..(૧૩)
અંતે, પ્રભુને પ્રાર્થના કે આવો પ્રેમ અમર રહે,
પ્રેમ ઝરણે, ચાર સહેલીઓ હંમેશા આ જગમાં જીવે,
રાજુ,નવીન, બીપીન અને ચંદ્ર પણ સંગે ધન્ય બને !…ચાર સહેલીઓના……(૧૪)
કાવ્ય રચના..તારીખ, ફેબ્રુઆરી, ૯,૨૦૧૨                               ચંદ્રવદન

બે શબ્દો…

પ્રભુ વિષે કાવ્ય પોસ્ટો બાદ, ફરી એક કાવ્ય પોસ્ટ છે.
પણ….વિષય જુદો છે !
આ પોસ્ટ એટલે કોલેજની “જુની મિત્રતા” ની યાદ જે હૈયામાં છુપાય હોય તે અનેક  વર્ષો બાદ અચાનક બહાર આવી, મિત્રોના હ્રદયોમાંથી  એક અનોખો આનંદ છલકાવે !
બસ, આવી જ  એક ઘટના બની જેમાં બીલીમોરા કોલેજમાં ભણતી ૪ ( ચાર) સહેલીઓ ૪૩ વર્ષ બાદ, અચાનક ગુજરાતમાં પહેલીવાર મળે.
આવા સમયે, “એવા મિલન”ના દર્શન કરવા ભાગ્યશાળી બન્યો !
કારણ કે…..
આ ચાર સહેલીઓમાથી એક કમુ ઈંટવાલા મારા પત્ની થાય…અને અમે અમેરીકાથી  ગુજરાતમાં  થોડા દિવસોના મહેમાનો હતા….કમુ અને નીલા કંસારા નવસારી  શહેરમાં …નીલા દેસાઈ રાજકોટમાં  અને જયશ્રી દેસાઈ સુરતથી દુર વાંકલ  ગામમાં.
છતાં…..સહેલીઓના “ઉંડા સ્નેહ” કે “પ્રભુ ક્રૂપા” કારણે આ “મિલન” શક્ય થયું.
હું થયેલા સંવાદ, મેળાપનો સાક્ષી બન્યો.
અને, આ રચનામાં ફક્ત જે મેં “નિહાળ્યું કે અનુભવ્યું ” તે જ શબ્દોમાં છે.
જો આ ચાર સહેલીઓ આ પોસ્ટ વાંચે, અને “કંઈક ” પ્રતિભાવ”રૂપે લખે તો જ સમજી શકું કે “મારૂં લખાણ” ખરેખર “સત્ય”ના દર્શન આપે છે કે નહી ?
ચાલો, એવું થાય કે નહી એ પ્રભુ પર છોડી દઈએ.
પણ હવે આ પોસ્ટના વાંચકો પાસે એક આશા છે કે તમે તો “બે શબ્દો” લખી કંઈક કહેશોને ??
ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW  WORDS…

Today’s  Post is a Poem in Gujarati describing a MEETING of 4 GIRLS who  were the  COLLEGE STUDENTS at the BILIMORA COLLEGE in the Late  1960’s who by chance met after almost 43-44 Years.
The  Poem gives the decription of the one entire day that these 4 Friend  spent remembering the “good old days” of the College…and then talking  of the Post Marriage Lives they were currently experincing.
Hope you like this Poem.
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

ઓન લાઈન ચેટીંગમાં પ્રભુનો ગીતાપાઠ ! સુવિચારો !…મનઃ માણસ, કે માનવી !

29 ટિપ્પણીઓ Add your own

 • 1. bhajman  |  માર્ચ 26, 2012 પર 2:19 પી એમ(pm)

  નાના હતા ‘ને જે મિત્રતા બીજ રોપ્યા હતા,
  તેની ચાર કળીઓ આજે સ્નેહફુલો હતા,
  એવા ફુલોની મહેકથી ચંદ્ર તો આજ ધન્ય થયો !

  આવી મહેક દરેક મિત્રો વચ્ચે સદા રહે!

  જવાબ આપો
  • 2. chandravadan  |  માર્ચ 26, 2012 પર 2:23 પી એમ(pm)

   Bhajmanbhai,
   Thanks a lot for reading the Post & posting your COMMENT with the selected verse of the Kavya that you enjoyed.
   Chandravadan

   જવાબ આપો
 • 3. KAMU MISTRY  |  માર્ચ 26, 2012 પર 3:09 પી એમ(pm)

  Read the poem thanks ….was good. I pray for all of us to be healthy and wise may we meet again……Kamu

  જવાબ આપો
  • 4. Chandravadan  |  માર્ચ 26, 2012 પર 3:11 પી એમ(pm)

   Of the 4,you are the 1st.Kamu !
   Thanks !
   Chandravadan

   જવાબ આપો
 • 5. Harnish Jani  |  માર્ચ 26, 2012 પર 7:28 પી એમ(pm)

  Nice story- I can imagine the joy of “old ” friemds. You should have video taped the Milan”-God bless them all-untill they meet again.
  By the way your poem is no poem.

  જવાબ આપો
  • 6. chandravadan  |  માર્ચ 26, 2012 પર 7:51 પી એમ(pm)

   Harnishbhai,
   Thanks for your VISIT/COMMENT .
   Yes. My Creations are “no poem”…but I am happy to know that you liked what I said of that “Meeting”…..Hope to see you on the Blog again.
   I had contacted Akhilbhai…he told me you were coming to Valsad, but I was very busy & unable to phone back..We just missed eachother !
   Chandravadan

   જવાબ આપો
 • 7. dhavalrajgeera  |  માર્ચ 26, 2012 પર 11:36 પી એમ(pm)

  Nice Tell….
  This week end my childhood friend came with is wife to Visit Temple by surprise to Temple and agreed to stay overat our home,
  He did not plan to stay over,we gave his medicine And cloths to sleep
  Next morning,we took them to Lakshmi Temple for the Ramayan Parayan Purnahuti…
  Later, went to BSPS to see Swami Narayan Temple.and Enjoy meeting and reconnecting with 3o + years
  Swami Yagna Vallabdas ji.
  Connection old friends of 8th grade,his grand children with extended family and enjoying after 1956 was a great time to us.
  Chandra,we will have many such store to add when you visit us.
  Love

  Rajendra

  જવાબ આપો
  • 8. chandravadan  |  માર્ચ 27, 2012 પર 12:18 એ એમ (am)

   Rajendrabhai,
   Thanks for the Comment.
   Thanks for sharing your “meeting of an OLD MATE” after so many years !
   CM

   જવાબ આપો
 • 9. himanshupatel555  |  માર્ચ 27, 2012 પર 3:51 એ એમ (am)

  પ્રેમ ઝરણે, ચાર સહેલીઓ હંમેશા આ જગમાં જીવે…..સરસ કથની રહી.

  જવાબ આપો
  • 10. chandravadan  |  માર્ચ 27, 2012 પર 12:17 પી એમ(pm)

   Himanshubhai,
   Thanks for your Comment & “your nice Wishes” for 4 Sahelio.
   Chandravadan

   જવાબ આપો
 • 11. captnarendra  |  માર્ચ 27, 2012 પર 4:51 એ એમ (am)

  Lucky are they who get to meet the way these four young ladies met. I agree with Harnishbhai. It would be nice to see the video clip of that greet reunion.

  જવાબ આપો
  • 12. chandravadan  |  માર્ચ 27, 2012 પર 12:15 પી એમ(pm)

   નરેન્દ્રભાઈ,

   તમે આવ્યા….અને આ પ્રતિભાવ આપ્યો તે માટે આભાર .

   હરનિશભાઈએ કહ્યું તે પ્રમાણે “વીડીઓ” હોત તો ખુબ સરસ ….એ સમયે ના હતો વીડીઓ કેમેરા !

   થોડા ફોટાઓ પાડ્યા હતા તે જ યાદગીરી…જેની કોપીપ કરી ચાર સહેલીઓને આપી આનંદ !

   મારૂં માનવું છે કે તમે એક લાંબી ટ્રીપ કરી હવે પાછા કેલીફોર્નીઆ છો ???

   …………….ચંદ્રવદન
   Narendrabhai…Thanks !

   જવાબ આપો
 • 13. સુરેશ  |  માર્ચ 27, 2012 પર 2:34 પી એમ(pm)

  હવે કમુબેનથી સાચવવું પડશે. ક્યાંક ચીઢાઈને ઈંટ ન ફેંકી દે !!

  જવાબ આપો
  • 14. chandravadan  |  માર્ચ 27, 2012 પર 2:48 પી એમ(pm)

   ઈંટ ફેકે તો પણ શું ?

   ઈંટને “પ્રસાદ” સમજીશું,

   સુરેશના આ પ્રતિભાવને હૈયે લઈશું

   અને, એનો આનંદ અનુભવશું !

   >>>ચંદ્રવદન
   SJ….Thanks !…CM

   જવાબ આપો
 • 15. ishvarlal Mistry  |  માર્ચ 27, 2012 પર 5:45 પી એમ(pm)

  Very nice feeling meeting after a long time , good memories brings happiness ,thankyou for sharing Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
  • 16. chandravadan  |  માર્ચ 28, 2012 પર 3:32 એ એમ (am)

   Ishvarvhaim
   Thanks for your Comment !
   Chandravadanbhai

   જવાબ આપો
 • 17. પરાર્થે સમર્પણ  |  માર્ચ 27, 2012 પર 7:29 પી એમ(pm)

  આદરણીય ડો શ્રી ચંદ્રવદનભાઈ,

  ભારત ભ્રમણ દરમ્યાન ખુબ અનેરી યાદો સમેટીને કાવ્યમાં

  ઢાળી છે સાથે વતનના પ્રેમને ખુબ છલકાવી સહેલીઓના

  સ્નેહ ભર્યા મિલનને ખુબ સુંદર પંક્તિઓના સહારે મળ્યું છે.

  જવાબ આપો
  • 18. chandravadan  |  માર્ચ 28, 2012 પર 3:36 એ એમ (am)

   ગોવિન્દભાઈ,

   નમસ્તે !

   તમે આવ્યા…..તમે એક “સુંદર” પ્રતિભાવ આપ્યો.

   ખુબ ખુબ આભાર !

   >>>>ચંદ્રવદન
   Govindbhai,
   Thanks !……Chandravadanbhai.

   જવાબ આપો
 • 19. Vinod R. Patel  |  માર્ચ 28, 2012 પર 4:35 પી એમ(pm)

  કોલેજ કે હાઈસ્કુલ કાળના મિત્રો જ્યારે મળે છે ત્યારે કોઈ જુદું જ

  વાતાવરણ અને હૃદયની ઉર્મીઓ ઉછળે છે એ લગભગ બધાનો

  અનુભવ હશે.તમારા ધર્મ પત્ની કમુબેનની ત્રણ સખીયોનું જુદી

  જ્ગાઓથી આવીને ઘણા વર્ષો પછી એક જગાએ તમારી હાજરીમાં

  થયેલ મિલનનું ચિત્ર તમે તમારી રચનામાં રજુ કર્યું એ માણવું

  ગમે એવું બન્યું છે.કાવ્યની મર્યાદાની પરવા કર્યા વગર તમે તમારા

  હૃદયની ઉર્મીઓને વહેવા દીધી છે એક અંગ્રેજી અવતરણમાંથી

  પ્રેરણા લઈને.ભલે કાવ્ય જેવું ન લાગતું હોય પણ એનો ભાવ

  ગમે એવો છે.મને તમે પોસ્ટની શરૂઆતમાં મુકેલું અંગ્રેજી અવતરણ ગમ્યું.

  જવાબ આપો
  • 20. chandravadan  |  માર્ચ 28, 2012 પર 10:11 પી એમ(pm)

   વિનોદભાઈ,

   નમસ્તે !

   આ પોસ્ટ વિષે પ્રતિભાવ આપતા, જે “શબ્દો” દ્વારા તમે તમારો “ભાવ” દર્શાવ્યો, તે માટે આભાર.

   ફરી ધધારશો !

   …..ચંદ્રવદન.
   Vinodbhai,,,,Thanks !..>>>CHANDRAVADAN

   જવાબ આપો
 • 21. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  માર્ચ 28, 2012 પર 4:56 પી એમ(pm)

  આદરણીય ડો શ્રી ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  આપની ભારત યાત્રા ખુબ જ સફળ અને સિધ્ધિદાયક રહી

  તે જાણીને ખુબ જ આનંદ થયો સાહેબ

  આપે કાવ્યાત્મક શૈલીમાં સુંદર્રજુઆત કરી તે પરથી લાગે છે કે

  ભારત માતાને આપ હજુ ભુલ્યા નથી.

  કેમ કરીને ભુલી શકાય 40 / 50 વર્ષ બાદ જુના મિત્રો મળતા હોય ત્યારે

  હૈયુ આંસુઓથી ઉભરાય જાય

  સરસ રસદાર રચના.

  એક વાત મને હંમેશ ખટકતી રહેશે કે હું તમને સંજોગોને કારણે મળી ન શક્યો.

  જવાબ આપો
  • 22. chandravadan  |  માર્ચ 28, 2012 પર 10:13 પી એમ(pm)

   કિશોરભાઈ,

   તમારો “સુંદર” પ્રતિભાવ વાંચી, ખુબ જ આનંદ થયો.

   ફરી પધારતા રહેશો !

   ….ચંદ્રવદન
   Kishorbhai,
   Thanks a lot.
   Please do keep visiting my Blog !
   Chandravadanbhai

   જવાબ આપો
 • 23. RAJU & NILA DESAI  |  માર્ચ 28, 2012 પર 5:40 પી એમ(pm)

  This was an Email Response of RAJUBHAI ( Husband of Nila Desai) to this RACHANA>>>>

  NEW POST on CHANDRAPUKAR

  FROM R M Desai

  Thursday, March 2012

  TO:
  DR. CHANDRAVADAN MISTRY | March 2012

  This is the EMAIL RESPONSE to this Post>>>>

  NEW POST on CHANDRAPUKAR 1

  FROM: R M Desai
  TO: chadravada mistry

  Thursday, March 2012

  

  we agreed and enjoyed the poem,

  Almighty has created this universe considering all cornerrs

  with equally balance power….

  crow is being hated by the people living in this world

  but still requires its help in bharva maas,

  and chanting on the roof indicates the

  arrival of guest or any person…..

  that is the only creature eating the useless

  materials thrown by the people and clean the

  village/city………..

  And hence every thing existing in this world

  is having + and – minus qualities and by that way

  the world is Balanced……

  rajkot,
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>..>>>>>>>>>>>>>>>>>>>>>
  Rajubhai & Nilaben,
  Thanks for the FEELINGS expressed !
  Chandravadan

  જવાબ આપો
 • 24. SARYU PARIKH  |  માર્ચ 28, 2012 પર 10:23 પી એમ(pm)

  This was an EMAIL RESPONSE of SARYUBEN to the Post>>>

  Re: ……ચાર સહેલીઓનું સ્નેહમિલન !

  FROM: SARYU PARIKH
  TO: chadravada mistry

  Wednesday, March 28, 2012 2:16 PM

  Bhaaishree,
  Yes, I know it is great. I met last September with my High school friends after forty one years in India.
  The title reminds me of, જો કે વિષય જુદો છે.

  અપેક્ષા-એક ડગલુ આગળ

  અપેક્ષા સુશીલા સુમતિ સંતોષ
  ચાર સાહેલીમાં એક મતદોષ
  આગવી અપેક્ષાની જીદ હરદમ
  “આગળ હું ચાલીશ એક કદમ”—

  સુમતિ સુશીલાનો સીધો સહકાર
  સુખી સંતોષીનો મીઠોં આચાર
  આશા ત્યાં આવી ને લાવી વિચાર
  “ક્યાં છે મેં ઇચ્છેલું, છે કંઇ દરકાર?”—

  સર્વેશું ન્યોચ્છાવર, કાળજીની કોર
  પણ, નાનીશી નખલીમાં ખટક્યો છે દોર
  સુજ્ઞા સંતોષીનું ચાલ્યુ ના જોર
  મતલબી અપેક્ષા દોડી છે મૉર —

  સુમતિ ને સુશીલા ઝાલે રે હાથ
  સંતોષી ચાલે અપેક્ષાની સાથ
  હસી મળી રોજ કરે ઈચ્છા કમજોર
  સરખી સાહેલીની દોસ્તી કઈ ઓર—
  ————-

  સરયૂ પરીખ
  Saryuben,
  Thanks !
  If your Rachana is a Post on your Blog, please do REVISIT & you may give the LINK to that Post.
  Chandravadanbhai

  જવાબ આપો
 • 25. chandravadan  |  માર્ચ 29, 2012 પર 1:42 પી એમ(pm)

  This was an EMAIL Response of PRAHLADBHAI from INDIA>>>

  Re: NEW POST……ચાર સહેલીઓનું સ્નેહમિલન !

  FROM: Prahladbhai Prajapati
  TO: chadravada mistry

  Wednesday, March 28, 2012 5:37 PM

  i like it
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Prahaladbhai,
  Thanks for your Email Comment.
  Chandravadan

  જવાબ આપો
 • 26. hemapatel  |  માર્ચ 29, 2012 પર 3:23 પી એમ(pm)

  મિત્રતા,સેહેલીઓ આ સબંધનો પ્રેમ કંઈક અલગ જ હોય છે, ઘણા વર્ષો
  પછીથી મળવાનુ થાય એટલે અનહદ પ્રેમ ઉમટી આવે છે.

  જવાબ આપો
 • 27. અશોકકુમાર દેશાઈ - 'દાદીમા ની પોટલી'  |  માર્ચ 29, 2012 પર 4:20 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  ભારત દર્શન ને ખૂબજ સુંદર રીતે માણ્યું અને તે દરમ્યાન થયેલ ચાર શ્ખીના મિલનની સુંદર વાત રચના સ્વરૂપે સમાવવાની કોશિશ કરેલ છે તેના ભાવ પસંદ આવ્યા…

  જવાબ આપો
 • 28. nabhakashdeep  |  માર્ચ 29, 2012 પર 11:26 પી એમ(pm)

  બાળપણની મિત્રતાની સુગંધ સારા જીવન સુંધી મઘમઘે છે. આ મઘમઘતી
  ભાવનાને આપે માણી અનુભવી અને આલેખી , એ આપના ભાવથી ભરપૂર
  દેન છે. આવા માનવીય લાગણીના સ્પંદનોમાં જ સાચી મજા છે જેણે આઆનંદ લૂંટ્યો એ ભાગ્યશાળી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 29. chandravadan  |  એપ્રિલ 5, 2012 પર 5:05 પી એમ(pm)

  This Email sent late but conveys the “feeling” for the Kavya Post & so published here>>>>>>

  NEW POST…..

  FROM: preeti kansara
  TO: chadravada mistry

  Thursday, April 5, 2012 9:00 AM

  Hello uncle,
  We all are fine here.Hope you and all your family must be enjoying the finenest of your life. We read your poetry last time which was really something that made those moments memorable.

  I am sorry to reply lately. We received your this mail .This is also which one would like to read repeatedly.Mummy misses u all lot and waiting for a next get to gather. Give my regards to all, specially aunty.
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dear Preeti,
  Thanks for the Email.
  I was waiting & I knew there will be a Response after reading the Kavya based on that MEETING of 4 Friends,
  As this “feeling” of your Mother-in-Law ( Nila Kansara) is expressed now, I took the opportunty to post this Email as a COMMENT for this Post.
  It is nice to know that you desire to read the Posts on Chandrapukar.
  You can become a SUBSCRIBER to the Blog by logging with your Email on the Main Page ( Roght upper corner)
  Thanks for the Email Response.
  Chandravadan (Uncle)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: