ઓન લાઈન ચેટીંગમાં પ્રભુનો ગીતાપાઠ !

March 23, 2012 at 11:59 pm 12 comments

ON LINE CHAT with GOD via the COMPUTER & the INTERNET

કિશોરભાઈના “શિક્ષણ સરોવર”ના બ્લોગની પોસ્ટ પરથી આ ચિત્ર છે !

Visit Us @ www.MumbaiHangOut.Org
ઓન લાઈન ચેટીંગમાં પ્રભુનો ગીતાપાઠ !
ઓનલાઈન ચેટીંગ દ્વારા,પ્રભુએ તો ગીતાસાર કહી, જીવન જીવવાની ચાવી, માનવીઓને કહી દીધી !……(ટેક)
સુષ્ટિના સર્જક ઈશ્વરને ના ઓળખે આ જગ માનવી, છે તું ક્યાં?કહી,પુરાવાઓ માંગે આ જગ માનવી !
જાણે, કામમાં ફક્ત એ જ બીઝી, ને નથી સમય પ્રભુ સાથે વાતો કરવા, ત્યારે, કીડી,મકોડાનું ઉદાહરણ દઈ,પ્રભુ કાંઈ પ્રયાસ કરે એને સમજાવવા,
જગતનું છાપામાં વાંચવા સમય છે, તો કેમ સમય ના આપે પ્રભુને યાદ કરવા ? આવા શબ્દો કહી, પ્રયાસ છે પ્રભુનો અભિમાની માનવીનો અંધકાર દુર જ કરવા !
“કેમ હું ઉદાસી, કેમ છે દુ:ખ મુજને ?” પ્રષ્ન આવો પ્રભુને કરે આ માનવી, ત્યારે, “ચિન્તા, ભય તું છોડ”ની શીખ પામે પ્રભુ પાસે આ માનવી !
“મુશકેલીથી હાતાસ બની,ભવિષ્ય ખરાબ છે” દાવો એવો માનવી કરે, ત્યારે, વ્હાલથી પ્રભુ દેહ ભીતર ખોજ કરી, આત્મા દ્વાર ખોલવાની શીખ ધરે !
અંતે, પ્રભુ માનવીને કહે……
“ધીરજ,હિંમત, વિશ્વાસ, અને ઉત્સાહના સથવારે, આગેકુચ તું કરતો રહેજે,
પ્રેમ અન્યને આપી, પોતાનામાં જ કંઈક પરિવર્તન તું લાવજે !
સોનું અગ્નિમાં જઈ શુધ્ધ બને, તેમ  કસોટીઓનો સામનો તું કરજે, ત્યારે,સહનશીલતા ખીલી,તુજ શક્તિપ્રકાશે મુશકેલીઓ દુર ભાગશે !”
પ્રભુ શબ્દો આવા સાંભળી, જરા મનશાન્તી માનવી મેળવે, અને, જીવન જીવવાનું રહસ્ય જાણવા એ તો આતુર બને !
ત્યારે, પ્રભુજી અંતિમ શીખ માનવીને કહે ……..
“ધન, દોલત, પ્રાપ્તી માટે પાગલ બની, સ્વાસથય તું ગુમાવે, બાળપણ, યુવાની, અને ઘડપણનું મુલ્ય કેમ તું ના રે જાણે ?
દુ:ખ આવે ત્યારે, “ફક્ત દુ:ખ મુજને કેમ?” એવું કહેવા તું ભુલજે, ત્યારે, ખરેખર ચિન્તાઓ છોડી, સંતોષ  હૈયે હોંશથી તું ભરજે !
નકારાત્મક વિચારો છોડી, વિશ્વાસ વધારતા વિચારો તું ગ્રહણ કરજે, અન્યને પ્રેમ અને માફી આપતા તું જરૂર જીવનમાં શીખજે !
બસ્, આટલી વિચારધારા તુંજમાં જો વહેતી રહે, તો, જાણજે મુજ પ્રિય, જીવન ઉધ્ધાર થઈ તારશે તને !
અને, પ્રાર્થનાઓ જે તું મુજને કરે, તે, સર્વ સંભળાય છે મને,
ધરતી પર પર્વતો,ઝરણા,નદીઓ અને સમુદ્ર, અને સર્વમાં તું મુજને નિહાળ, સુર્યોદય, સુર્યાસ્તમાં કે ચાંદા સુરજમાં પણ તું મુજને નિહાળ,
શાંત દિલે, ખુલ્લા આકાશમાં કોઈવાર બેસજે, અને, પવન લહેરો સાથે પક્ષીઓનું સંગીત માણજે,
હું, પ્રભુ, તને આ જગમાં રહેતા મળી જશે, બસ, ભયોમાંથી મુક્ત, મુજમાં શ્રધ્ધા રાખી, જીવન જીવતા શીખજે !”
આવી પ્રભુ શીખ સાંભળી માનવી અંતે કહે……
” અરે, હું મુરખ છે કેવો?નથી જાણતો પ્રભુને, ભુલો આટલી બધી મારી, છતાં હું છું વ્હાલો પ્રભુને,
દયા સાગર, ઓ તારણહાર,સાંભળજે આ તારા બાળને, ક્રુપા કરી, હાથ ઝાલી, મોહમાયાના બંધનો તોડી ઉગારજે આ તારા બાળને !”
કાવ્ય રચના..તારીખ માર્ચ,૫,૨૦૧૨                 ચંદ્રવદન.
EMAIL WAS WITH THE TITLE…..

ઈશ્વર સાથે ઓનલાઈન ચેટીંગ

Click here to join nidokidos એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ….
Visit Us @ www.MumbaiHangOut.Org ઈશ્વર:શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
Visit Us @ www.MumbaiHangOut.Org ઈશ્વર:‘વત્સ હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….
ઈશ્વર છું

હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ?

તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં
‘ભગવાન’ કહેવડાવે છે.’

Visit Us @ www.MumbaiHangOut.Org ઈશ્વર:‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
Visit Us @ www.MumbaiHangOut.Org ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ ચાલે છે.
Visit Us @ www.MumbaiHangOut.Org ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે.’
Visit Us @

www.MumbaiHangOut.Org હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
ઈશ્વર : સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને?’

Visit Us @ www.MumbaiHangOut.Org હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
Visit Us @

www.MumbaiHangOut.Org હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’
Visit Us @ www.MumbaiHangOut.Org હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી,એ પણ વહી જવાના છે.’

Visit Us @

www.MumbaiHangOut.Org હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’
Visit Us @ www.MumbaiHangOut.Org હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
ઈશ્વર : બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’
Visit Us @

www.MumbaiHangOut.Org હું :‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.
Visit Us @ www.MumbaiHangOut.Org હું :‘પ્રભુ, તમે જિંદગીને

ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’
ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે
કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ.
સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી
કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને
વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત
અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી
પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ
કરશે. થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’

Visit Us @ www.MumbaiHangOut.Org હું : ‘મારો એક છેલ્લો સવાલ

એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?

ઈશ્વર :‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત

જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો

અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે.

દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે.

પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર

ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા

પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં

શીખીશ તો તને મારા જવાબો મળી જશે.

Visit Us @ www.MumbaiHangOut.Org હું :‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા
ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો
નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ
નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું
સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છ
બે શબ્દો…
આજે છે “ઓનલાઈન ચેટીંગમાં પ્રભુનો ગીતાપાઠ” એક કાવ્ય સ્વરૂપે. અને, સાથે છે મને મળેલો ઈમેઈલ જેનું હેડીંગ છે “ઈશ્વર સાથે ઓનલાઈન ચેટીંગ”. આ બન્ને તમે વાંચ્યું ! પ્રથમ, મને ઈમેઈલ મળ્યો હતો….એ પરથી તરત જ પ્રભુપ્રેરણા થકી એક કાવ્ય બન્યું. આ એક હકિકત છે ! આ કારણે જ, આજે તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો. અત્યારના કોમપ્યુટરના જમાનામાં “ચેટીંગ” જેવા શબ્દને પણ ઈશ્વર સાથે વાર્તાલાપ કરતા વાપરતા થયા છે. જગતના આ માનવીની કલ્પના અપાર છે ! કોઈને આવું લખાણ ગમશે….કોઈ એનો વિરોધ કરશે. પણ….મારૂં માનવું છે કે  આવા લખાણ દ્વારા માનવી જો “સનાતન સત્ય”ને સમજી શકે તો હું ગર્વ સાથે કહીશ કે આ જ ખરી “ભાષા” કે ઉચ્ચ “સાહિત્ય” ! બસ, આજે જે લખાણરૂપે તમે વાંચી,  પોસ્ટમાં જો “ગીતા” નિહાળી તો મારો પોસ્ટ પ્રગટ કરવાનો “હેતુ” પુર્ણ થયો.
ચંદ્ર્વદન
FEW WORDS…
Today’s Post is my Kavya Creation based on the the “Online Chat with God”
This is the IMAGINED Conversation between a Human & God.
The MESSAGE is that ” Believe in God as the Creator, and have the FAITH in Him & you will have the Salvation & all your MISCEPTIONS & CONFUSIONS will disappear on this Earth !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

હું માનું, પ્રભુ છે ! ચાર સહેલીઓનું સ્નેહમિલન !

12 Comments Add your own

• 1. nabhakashdeep  |  March 24, 2012 at 1:49 am

શાંત દિલે, ખુલ્લા આકાશમાં કોઈવાર બેસજે, અને, પવન લહેરો સાથે પક્ષીઓનું સંગીત માણજે,
હું, પ્રભુ, તને આ જગમાં રહેતા મળી જશે, બસ, ભયોમાંથી મુક્ત, મુજમાં શ્રધ્ધા રાખી, જીવન જીવતા શીખજે

ભગવદમય ચિત્તથી આપે સુંદર અનુસંધાનથી , જીવનની વાસ્તવિકતા અને પરમ ધ્યેયને પામવાની કૂંચી દઈ દીધી.

રમેશ પટેલ(આકાશદીપ)

Reply
• 2. pragnajup  |  March 24, 2012 at 2:22 am

ઓનલાઈન ચેટીંગમાં પ્રભુનો ગીતાપાઠ” એક કાવ્ય સ્વરૂપે. અને, સાથે છે મને મળેલો ઈમેઈલ જેનું હેડીંગ છે “ઈશ્વર સાથે ઓનલાઈન ચેટીંગ”. આ બન્ને તમે વાંચ્યું ! પ્રથમ, મને ઈમેઈલ મળ્યો હતો….એ પરથી તરત જ પ્રભુપ્રેરણા થકી એક કાવ્ય બન્યું.
ખૂબ સુંદર
સહજ સરળ હ્રુદયમાં આવી પ્રેરણા થાય અમને પણ લાભ આપવા બદલ ધન્યવાદ

વહેલી સવારે બ્રહ્મમૂરતમાં ઉઠી નિત્યકર્મથી પરવારી ધ્યાનમગ્ન, ગીતાપાઠ,શાસ્ત્રોક્ત સ્તુતિ પાઠ વગેરે … કરવા તેમજ . અનન્ય પ્રેમથી પ્રભુને રીઝવવાની કોશિશ કરવી. પ્રભુ … ગીતામૃતપાન કરવું હોય તો ગીતાપાઠ શ્રધાપૂર્વક કરવો જોઈએ આ અતિ ઊતમ કર્મ નવા જમાનામા શક્ય ન હોય તો આવી નવિન પધ્ધતિ પણ અપનાવી શકાય.

મૂળ તો ગુણાત્મક પરિવર્તન કરવાનું છે.પછી તો પ્રભુ જ બોલાવશે

Reply
• 3. "પ્રેમ હૃદય "  |  March 24, 2012 at 11:47 am

ખુબ સરસ ચંદ્રવદન સાહેબ….વાંચતા જ એક થયું કે આને તો બધે ફેલાવવું જોઈએ.પણ મેં તમને પૂછ્યા વગર જ તમારા જ નામે

મારા પેજ “અવિસ્મરણીય વાતો” http://www.facebook.com/gujjuVato પર શેર કરી છે.એ બદલ હું આપની ક્ષમા પ્રાર્થી છું.

Reply
• 4. chandravadan  |  March 24, 2012 at 3:29 pm

સુનીતાબેનજી,

નમસ્તે !

પહેલીવાર તમે મારા બ્લોગ પર. અને એક સુંદર પતિભાવ આપ્યો, તે માટે આભાર.

તમોને આ પોસ્ટ ગમી એ મારા ,આટે ખુબ જ આનંદની વાત છે.

વિનાસંકોચે, તમે તમરા બ્લોગ પર કે “ફેઈસ બુક”પર મુકી શકો છો..તમે મારા બ્લોગની

“લીન્ક” પન આપી શકો છો.

ફરી પણ “ચંદ્રપુકાર” પર પધારજો !>>>ચંદ્રવદન
Sunitaben,
Thanks for the Visit/Comment on this Blog.
Please do revisit !
Chandravadan

Reply
• 5. "પ્રેમ હૃદય "  |  March 26, 2012 at 11:27 am

હું આભારી છું આપની..સર…એકવખત એ પેજ ની મુલાકાત લેશો તો મેમ્બર્સ ના પણ સારા એવા પ્રતિભાવ આપ વાંચી શકશો….

• 6. hemapatel  |  March 24, 2012 at 12:09 pm

બહુજ સરસ ઉમદા વિચારો અને આજના સમયને અનુરપ જીવનનુ
સત્ય દર્શન કરાવ્યુ છે. ખરેખર એક આ એક અતિશય સુન્દર પોસ્ટ છે આપની,
જે વારંવાર વાંચવાનુ મન થાય.

Reply
• 7. બીના  |  March 24, 2012 at 10:32 pm

સરસ વિચારો . ચૈત્ર નવરાત્રી ની શુભકામના!

Reply
• 8. ishvarlal Mistry  |  March 25, 2012 at 12:45 am

Very nice post, for one to realize in life,how much God has given to enjoy & comfort,Has given encouragement,have patience to face challenges in life , have faith in, HE will get us through, Every step with questions and answers ,very knowledgeable.worth reading when in Munjwand in daily life.

Thanks
Ishvarbhai.

Reply
• આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

ચૈત્રી નવરાત્રી ની આપને તેમજ આપના પરિવારને શુભકામનાઓ.

ખૂબજ સુંદર અને આદર્શ વિચારો સાથેનું ચેટિંગ પ્રભુ સાથેનું છે, અને આવી વાતોની જનજાગૃતિ માટે જરૂરત જ છે.
ધન્યવાદ !

Reply
• 10. સુરેશ જાની  |  March 25, 2012 at 2:41 pm

Good chatting

Reply
• 11. pravina  |  March 26, 2012 at 12:00 pm

Wish, this kind of chatting can be possible.

like it.

http://www.pravinash.wordpress.com

Reply
• 12. UMESH  |  March 29, 2012 at 12:21 pm

મને આ લેખ વાંચી ને ઘણું જ શીખવાનું મળ્યું છે.ખરેખર આ લેખ પ્રભુ એ મારા માટે મોકલ્યો છે એવું હું તો માનું છુ.તમારો ખુબ ખુબ ઘન્યવાદ .

Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page

Blog Stats

• 266,680 hits

Disclimer

March 2012
M T W T F S S
« Feb   Apr »
1234
567891011
12131415161718
19202122232425
262728293031

%d bloggers like this: