હું માનું, પ્રભુ છે !

March 21, 2012 at 2:03 pm 10 comments

હું માનું, પ્રભુ છે !

પવનની લહેરને સ્પર્સ કરતા,
મેં તારું જ નામ સાંભળ્યું છે,
મેં તારા જ આંસુઓને,
વરસતા નિહાળ્યા છે !
તો, કેવી રીતે કહું કે પ્રભુ નથી ?
જ્યારે, મારી ફરતે, છે તારું જ સર્જન સાક્ષી !………….(૧)
 
 
પક્ષીના મધુર સ્વર, મોટા વૃક્ષ,
અને, વિશાળ ખુલ્લા સાગર,
સાથે, ઉપર આકાશમાં, એક પક્ષીને સફર કરતા નિહાળી,
નીચે, ધરતી પર બેસી, આકાશના તારાઓ ગણી,
હું તારા જ દર્શન કરૂ છું, પ્રભુ !……………………….(૨)
 
 
હું ચાહું કે સાગર કાંઠે ઉભો રહી,
ઉછળતા વિશાળ મોજાઓનો આવાજ સાંભળી,
હું જાણે, ધરતી પર, સોનેરી અન્ન ખેતરો નિહાળી,
ધરતી આકાશના મિલનને એક પીકચર ફ્રેમ કહું…………….(૩)
 
 
વહેતી નદીને સાંભળી, જાણું કે ધરતીને પાણી એ આપતી,
ગુલાબની મહેક અનુભવી, જાણૂં કે ગુલાબ્ના ફુલો દ્વારા એ મળી,
જગતમાં નવું બાળક જનમતા, એના રડવાનું સાંભળી,
અકલ્પીત ભુરા બ્રમાંડી આકાશ તળે, કુદરતને એક ફ્રેઈમમાં નિહાળી,
હું કેવી રીતે કહું કે પ્રભુ નથી ?
જ્યારે, મારી ફરતે, છે તારું જ સર્જન સાક્ષી !……………(૪)
 
 
તું છે,તે હું માનું ! તે હું માનું ! તે હું માનું !
તું છે તે હું માનું !તે હું માનું ! તે હું માનું !
 
એક બાળ જેમ…..
 
તું છે એ જ માનું ! હું માનું ! હું માનું !
 
કાવ્ય રચના…તારીખ ડીસેમ્બર,૨૫,૨૦૧૧                              ચંદ્રવદન
(એક વીડીઓ ક્લીપની એક અંગ્રજી રચના સાંભળી, એના જ શબ્દોનો આધાર લઈ, આ મારી રચના છે )
(આ વીડીઓ ક્લીપ શ્રી વિનોદભાઈ આર. પટેલના ઈમેઈલ દ્વારા મળી…જેમનો હું આભારીત છું )

બે શબ્દો …

આજની પોસ્ટ એક કાવ્યરૂપે છે !
એ રચના એક “વીડીઓ ક્લીપ”માં સાંભળેલી અંગ્રેજી રચના આધારીત છે !
એ “વીડીઓ ક્લીપ” નિહાળી સાંભળવા નીચેની “લીન્ક” પર ક્લીક કરો>>>>
કેવા મધુર ભાવ સાથે આ અંગ્રેજી રચના ગવાય છે !…….સૌના હ્રદયો હલી ગયા હશે.
આ રચનાનું પુરૂં”લખાણ” વાંચવું હોય તો એ અંગ્રેજીમાં નીચે મુજબ છે>>>>>>
 
Creation Calls Brian  Doerksen I have felt the  wind blow, Whispering your name I have seen your tears fall, When I  watch the rain. (Refrain) How could I say there is no God? When all  around creation calls!! A singing bird, a mighty tree, The vast expanse of  open sea (Musical interlude) Gazing at a bird in flight, Soaring  through the air. Lying down beneath the stars, I feel your presence  there. I love to stand at ocean shore And feel the thundering breakers  roar, [- From  :http://www.elyrics.net/read/b/brian-doerksen-lyrics/creation-calls-lyrics.html -] To walk through golden fields of grain With endless bloom horizons  fray. Listening to a river run, Watering the Earth. Fragrance of a rose  in bloom, A newborns cry at birth. (Refrain) I love to stand at ocean  shore And feel the thundering breakers roar, To walk through golden fields  of grain With endless bloom horizons fray I believe I believe I  believe (Interlude) I believe I believe I believe just like a  child (Choir I believe..) I believe
 
તો, સૌને ગુજરાતી લખાણની મારી રચના…..તેમજ “અંગ્રેજી ગીત”…તેમજ જે પ્રમાણે સંગીત/સુર સાથે સાંભળ્યું તે ગમ્યું હશે.
હવે, તમે તમારો પ્રતિભાવ જરૂરથી આપશો, એવી વિનંતી !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s KAVYA is based on another KAVYA in ENGLISH.
This English Poen was on VINOD PATEL’s Blog with his Rachana,
You may VISIT Vinodbhai’s Blog, if you desire.
Thanks for READING this Post
Dr Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

નાથુભાઈને અંજલી ! ઓન લાઈન ચેટીંગમાં પ્રભુનો ગીતાપાઠ !

10 Comments Add your own

 • 1. pragnaju  |  March 21, 2012 at 5:05 pm

  એનીમૅટેડ સુંદર ચિત્રો
  ઇશ્વર કરુણા સાગર છે, સર્વ કલાઓ નો સ્વામી છે, સચરાચર માં એનું સામર્થ્ય વિસ્તર્યુ છે વ્યાપ્યુ છે. આપણા અસ્તિત્વનાં અણું એ અણું, એની જ નિસ્બતી છે, એક પણ હરફ ઉચ્ચાર્યા વગર, અખિલ બ્રહ્માંડ નું સર્વ સત્તાધિશપણું ભોગવવું, એ નાની સુની વાત નથી, જીવન મૃત્યુ કે મૃત્યુ જીવન નામના બે સિક્કાઓથી રમતો માણસ, તો આ પરમ સત્તાધારી ની શતરંજ નું મોહરૂં માત્ર છે, ઉજાશ અને અંધકાર, હાલરડું અને મરશિયુ, જનક અને જનેતા, અંતે તો આ બધી પરમ ની લીલા જ છે. આપણે તો અતિ વિનમ્ર થઇ, એટલી જ યાચના કરવી ઘટે, કે હે પિતા, તારી આ રુદ્ર લીલા ને નિહાળવા, સાચા અને ભાવભાર્યા નયનો, લોચન, ચક્ષુ અમને આપો
  પરમેશ્વરે પિંડ ઘડ્યા પછી, માનવ એવું નામ આપ્યું, અને સાથે સાથે, રાગ, દ્વેષ, તૃષ્ણા, ક્રોધ, મદ, મોહ, માયા, એવા તત્વો નું ભાથું પણ બંધાવીયું. હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓમાં, એવો ફલાદેશ છે કે માણસે માણસ થવા, પશુ, પંખી અને પ્રાણીઓના દાખલા લેવા પડે છે.
  ‘પક્ષીના મધુર સ્વર, મોટા વૃક્ષ,
  અને, વિશાળ ખુલ્લા સાગર,
  સાથે, ઉપર આકાશમાં, એક પક્ષીને સફર કરતા નિહાળી,
  નીચે, ધરતી પર બેસી, આકાશના તારાઓ ગણી,
  હું તારા જ દર્શન કરૂ છું, પ્રભુ !’
  ખૂબ ઉંડા મુળ છે માનવ ના વંશવેલા ના, પણ મુળથી સડેલા. સર્જનહારે કેવી કેવી કલ્પનાઓ કરી હશે સર્જન વેળાએ, પણ આ કાળા માથાનાં માનવી એ, પરમેશ્વરની સર્વ ધારણાઓનું ઉન્મુલન કરી નાખ્યું છે. પરસપર ની ખોટી પ્રશંસા, આધાર વગર ના આડંબર, અને કદરૂપ વૃત્તિઓનું વરવું પ્રદર્શન, એ માનવ ના જાણે કે ગુણ થઇ ગયા છે. પરંતુ એ પળ અવશ્ય આવશે, જ્યારે એણે, સર્વસત્તાધિશનું શરણું લેવુ પડશે, અને એના રટણમાં લીન થઇ જવા પડશે
  તમે આ સુંદર ભજનમા પ્ર્ભુની અનુભૂતિનો સરસ પ્રયાસ કર્યો છે

  Reply
 • 2. dhavalrajgeera  |  March 21, 2012 at 7:39 pm

  ઇશ્વર કરુણા સાગર છે, સર્વ કલાઓ નો સ્વામી છે, સચરાચર માં એનું સામર્થ્ય વિસ્તર્યુ છે વ્યાપ્યુ છે. આપણા અસ્તિત્વનાં અણું એ અણું, એની જ નિસ્બતી છે,
  We Need to total surrender to Thy….

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  Reply
 • 3. Vinod R. Patel  |  March 22, 2012 at 12:23 am

  ચન્દ્રવદનભાઈ,

  તમોએ મૂળ અંગ્રેજી કાવ્ય ઉપરથી પ્રેરણા લઈને તમારી રીતે સુંદર

  કાવ્ય રચના કરી છે.અભિનંદન .

  મારા બ્લોગ વિનોદ વિહાર માં ”જ્યાં જ્યાં નઝર મારી ઠરે ,યાદી ભરી ત્યાં

  આપની ” નામની પોસ્ટમાં આ વિડીયો મુક્યો હતો .નીચેની લિંક

  પર આખી પોસ્ટ વાચી શકાશે.

  http://vinodvihar75.wordpress.com/2011/12/28/ne1340/

  વિનોદ પટેલ

  Reply
  • 4. chandravadan  |  March 22, 2012 at 12:42 am

   Vinodbhai,
   Thanks for your VISIT & the COMMENT.
   I was thinking of giving the LINK to that Post but was not able to do that,..But I DID say about your Blog & your Rachana which was VERY NICE.
   Thanks for giving the LINK to your Post.
   Chandravadan

   Reply
 • 5. ishvarlal Mistry  |  March 22, 2012 at 4:02 am

  Very nice post ,Chandravadanbhai , God is the creator of this universe, so much has been done for all , we oweHIM a lot .We should be very thankful to him always.

  Ishvarbhai

  Reply
 • 6. nabhakashdeep  |  March 22, 2012 at 4:45 am

  સર્વત્ર પ્રભુનો દરબાર ચેતન કે જડ, સાક્ષી રૂપે રમણ કરતો અનુભવાય છે.
  આ અનંતા શક્તિઓનું નિયમન પણ કેટલું વૈજ્ઞાનિક ઢબે..નત મસ્તકે
  તેનું શરણું સ્વીકારી ભાવમાં લીન થઈ જવાય જ. સુંદર ભાવથી ભરેલી
  અંગ્રેજી અને આપની કવિતા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • તું છે,તે હું માનું ! તે હું માનું ! તે હું માનું !
  તું છે તે હું માનું !તે હું માનું ! તે હું માનું ! ……nice post. thanks for sharing the video clip.

  Reply
 • આદરણીય ડો.ચંદ્રવદનભાઈ,

  અંગ્રેજી રચના ના ભાવ સાથે ગુજરાતી રચનાના ભાવ સહજ ને ભાવથી ભરેલા માણ્યા… આ અનંતા શક્તિ ને નત મસ્તકે શરણે જવું જોઈએ અને તેના નિયમનને સદાય સ્વીકારી ને જ ચાલવું જોઈએ…

  Reply
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  March 22, 2012 at 12:45 pm

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  ખ્બ જ સરસ ભક્તિરસવાળી રચના

  આપ તો સાચેજ શબ્દોના સ્વામી છો.

  Reply
 • 10. Hetal Gajjar  |  March 25, 2012 at 5:22 am

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદનભાઈ,

  ખુબજ સરસ ભક્તિરસ સાથે ઈશ્વર અને માનવી વચ્ચે નો વાર્તાલાપ અને રચના…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

March 2012
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: