પ્રફુલ્લભાઈ પટેલની ચંદ્રવદન સાથેની ચર્ચામાં શ્રીમંદ રાજચંદ્રજી

March 6, 2012 at 2:49 pm 26 comments

Product imageProduct imageProduct image Shrimad Rajchandraji - 1

પ્રફુલ્લભાઈ પટેલની ચંદ્રવદન સાથેની ચર્ચામાં શ્રીમંદ રાજચંદ્રજી

મંગળવારનો શુભ દિવસ હતો.
ફ્લોરીડાથી પ્રફુલ્લભાઈ લેન્કેસ્ટર, કેલીફોર્નીઆમાં હતા, અને મળવાનું થયું.
સાથે બેસી, વાતો કરતા, પ્રફુલ્લભાઈએ નીચે મુજબ જુની વાતો કહી>>>>>
ઈ.સ. ૧૯૩૦ કે ૧૯૩૫ની સાલ હશે. શ્રીમંદ રાજચંદ્રજીના શિષ્ય “બાપુ / પ્રભુશ્રી” પ્રફુલ્લભાઈના ઘરે ખેડ બ્રહ્મા ગામે આવ્યા. આવ્યા બાદ, એમના માતૃશ્રીને  સુચન કર્યું કે “આપણે સૌ ગામવાસીઓને જમવા બોલાવવાના છે. એમના માતૃશ્રી  મુજવણમાં પડયા, અને કહ્યું કે આટલો બધો લોટ દરવો અને આખા ગામને જમાડવું એ  તો અશક્ય કાર્ય છે.ત્યારે, ગુરૂજી પર શ્રધ્ધા સાથે એમણે કહ્યું” તમે તૈયારી કરો , અને જે થાય તે કરો” આટલા સુચન બાદ, પ્રફુલ્લભાઈના પિતાશ્રીએ સૌને  આમંત્રણ આપ્યું. નાના નાના તપેલાઓમાં રસોઈ બંચ હતી . એના પર કપડું હતું. સંત મહેમાને ખોલીને સૌને જમાડવાનો આદેશ આપ્યો…નાના પોટોમાં થોડી રસોઈ હતી તેમ છતાં સૌ આનંદમાં જમી શક્યા.ત્યારે પ્રફુલ્લભાઈના માતપિતાએ મનમાં  માન્યું એ આ “ગુરૂની કૄપા”ના કારણે જ શક્ય થયું…આ ઘટના પ્રફુલ્લભાઈએ  સાંભળેલી.
આ ઘટના બાદ, પ્રફુલ્લભાઈનો જન્મ, અને જ્યારે એઓ ૫ વર્ષના  હશે ત્યારે એઓ એમની માતાજી સાથે રાજચંદ્રજીના “અગાશ”માં આવેલા આશ્રમમાં  ગયેલા અને જે ઘટના બનેલી તેનું યાદ કરી કહ્યું.
જ્યારે સૌ આશ્રમમાં  હતા ત્યારે, રાજચંદ્રજીના આશ્રમ ચલાવતા સંતશ્રી બાપાએ માતાને કહ્યું..” આજે તમે ટ્રેઈનમાં વગર ટીકીટે  મુસાફરી કરી છે”..માતાજીએ કબુલ કર્યું ત્યારે કહ્યું ” હવે તમે પાછા ઘરે  જાઓ ત્યારે બે ટીકીટો ખરીદશો, અને હવે પછી ટીકીટ વગર મુસાફરી ના કરશો “..અને જાણે એમને માતૃશ્રી વિષે બધી જ જાણકારી હોય એવા ભાવે કહ્યું ” શા  માટે જે પુજા વૃત્ત કરતા હતા તે છોડી દીધું છે ? “ફરી શરૂ કરવાની સલાહ હતી.
આ બે ઘટનાઓમાં દર્શન થાય છે એક “દિવ્ય આત્મા”નો !…..અહી ઉલ્લેખ છે “શ્રીમંદ રાજચંદ્રજી”વિષે નો !

શ્રીમંદ રાજચંદ્રજી

એ કોણ હતા ?
એમનું જીવન ટુંકાણમાં નિહાળીએ.
એમનો જન્મ  ગુજરાતના વાવનીઆ ગામે ૯મી નવેમ્બર,૧૮૬૭માં…..૭ વર્ષની વયે ઝાડ પર “જ્ઞાન”..શાળામાં ખુબ જ હોંશીયાર..અનેક ભાષાઓનું જ્ઞાન…એક જગ્યાએ હોતા  બીજી જગ્યાએ ભાગ ભજવવાઅની શક્તિ..વિગેરે
ગમતું ના હતું છતાં ૨૦ વર્ષે લગ્ન.
૨૩ વર્ષની વયે, એમને “તત્વ જ્ઞાન”ની પ્રાપ્તિ….૨૮મા વર્ષથી “એકાંત”માં “મનન” માટે સમય.
૩૨ વર્ષની ઉંમરે એમની તંદુરસ્તી બગડવી, છતાં એમનું કાર્ય ચાલું રહ્યું.
૩૩ વર્ષ ૫ મહીનાની વયે પ્રભુધામે.
આટલી નાની વયે એમણે જૈન સુત્રોને ગુજરાતી ભાષામાં મુક્યા….ધર્મ વિષે એમના  વિચારો..એમના પત્રો મારફતે એમના માર્ગદર્શને અપનાવતા સૌ માટે એક પંથ જેમાં  છે “આત્મા”ની સમજ,….. ગુરૂ કોણ છે એનું જ્ઞાન,…..અને ભક્તિ પંથ વિષે.
આખરે તો એમણે “ભગવાન મહાવિર”એ સ્થાપેલા “જૈન” સિધ્ધાંતોની ખરી “સમજ” આપી છે.
આત્મા એક પ્રભુની જ શક્તિ છે એવો પુરાવો સૌને એમના જીવનમાંથી મળે છે……દુર  હોવા છતાં વ્યક્તિ વિષે જાણકારી….એક સાથે અન્ય જગ્યાએ હોવું….જેવા  ચમત્કારો એમની “આત્મ શુધ્ધતા”ના દર્શન આપે છે.

પ્રષ્નો અને ચર્ચા

(૧)  માનવ શક્તિ !
     માનવી “સાધના” અને “મનન”ના પંથે ચમત્કારો શક્ય કરી શકે ?
    આવી શક્તિ રાજચંદ્રજીએ પ્રાપ્ત કરી હતી ?
    આવા “મહા આત્માઓ” જગતમાં હોય શકે, એવું હું કહું !
    તમે શું કહો છો ?
(૨) જૈન ધર્મ અને મહાવીર !
    શું ખરેખર મહાવીર કહી ગયા તે અને બુધ્ધ કહી ગયા તે “હિન્દુ” સિધ્ધાંતોમાંથી જ “સારરૂપી” તત્વજ્ઞાન છે અને હિન્દુ કે સનાતન ધર્મનો એક  અંગ છે ? યાને, જૈન વિચારો એટલે જુદો ધર્મ નહી પણ સનાતન ધર્મનું જ એક “બાળક” ?
    આ  વિચાર એક ચર્ચાનો વિષય બની જાય છે !
   પણ, હું કહું કે  “બુધ્ધ” કે “જૈન ” કે “શીખ” વિચારો  “એક” જ  વિચાર છે !
    તમે શું કહો છો ?
(૩) જગતના સર્વ “ધર્મો” આખરે તો  એક “પ્રભુ કે એક પરમ શક્તિ”ની શીખ આપે છે !
    આથી, હિન્દુ ધર્મ….ઈસ્લામ, કે ખ્રિસ્તી ધર્મ કે યાહુદી કે કે “જુદઈસમ (Judaism) ખરેખર “એક” જ તત્વને મેળવવાના “જુદા જુદા” પંથો છે, એવું હું  કહું છું .
    તમે શું  કહો છો ?

આજની પોસ્ટ જે  મારા બ્લોગ પર  છે તે  “ચંદ્રવિચારધારા”નામની “નવી કેટગોરી” રૂપે  આ બીજી પોસ્ટ છે !

તો,  આ પોસ્ટ તમોને ગમી ?
કોઈ  કહેશો મને ?
ડો. ચંદ્રવદન  મિસ્ત્રી
FEW  WORDS…
Today’s Post about a “general discussion” the Life of a Great Soul, Shrimand Rajchandraji who in his writings gave the meaning & clarity in Jain Philospphy.
A Maha-Atma is capable of doing some “unexplained” acts. The story in the Post relates to this fact, This, in turn, leads to the discussions on the life of Rajchandraji.
This Post is published as a New Category “Chandravichardhaara”..meaning the Thoughts of Chandravadan.
Please read & add your Thoughts too !
Dr. Chandravadan Mistry

 

 

Advertisements

Entry filed under: ચંદ્રવિચારધારા/Chandravichardhara.

કાગડા અને પીંડભોજન ! આત્મા અને પુનર્જન્મ !

26 Comments Add your own

 • 1. Rajni Eaval  |  March 6, 2012 at 3:52 pm

  I like and appreciate your blog.Please have many more in future.

  Reply
  • 2. DR. CHANDRAVADAN MISTRY  |  March 6, 2012 at 4:10 pm

   Dear Rajni,
   This is your 1st visit to Chandrapukar.
   You are the 1st one to comment for this Post on this NEW CATEGORY.
   Thanks !
   Hope you will visit again.
   All the Best to YOU & your FAMILY
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 3. Bhikhubhai Mistry  |  March 6, 2012 at 10:16 pm

  મેં સાંભળ્યું તે પ્રમાણે શ્રીમદ રાજચંદ્ર એક અદભૂત વ્યક્તિત્વ હતું. પોતે હીરાના વહેપારી હતા. ધંધામાંથી અવકાશ મળે એટલે એમને તરતજ સમાધિ લાગી જતી.

  ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહે, એમને ઘણા પ્રશ્નો ઊભા થતા. શ્રીમદ રાજચંદ્રને એમને ૨૭ પ્રશ્નો પૂછ્યા, તેમાનો એક પ્રશ્ન એ છે કે – હું એક સાંકડી ગલીમાંથી જતો હોઉં અને સામેથી એક ઝેરી ફૂફાડા મારતો સાપ આવતો હોય અને મને ખાતરી હોય કે આ સાપ મને મારી નાખશે, તો મારે એ સાપને મારી નાખવો કે કરડવા દેવો? ભાગી છૂટવાનો કોઈ રસ્તો નથી. રાજચંદ્રે જવાબ આપ્યો છે કે “તમારે સર્પનો ડંખ ખાઈને મરી જવું પણ સર્પને મારવો નહિ.” હવે સમજ્યા કે કેમ ભારતમાં સાપોલિયાં વધી ગયા? ભગવદ ગીતા પ્રમાણે આ સર્પને મારી નાખવાનો હોય.

  ગાંધીજી એમને ગુરુ માનતા ન હતા, એમને “હરિજન” (મેગેઝીન)માં સ્પષ્ટતા કરેલીકે હું રાયચંદ ભાઈ(શ્રી મદ રાજચંદ્ર)ને મારા ગુરુ માનતો નથી., એટલુજ નહિ પણ એમને સાક્ષાત્કારી પણ માનતો નથી. રાયચંદભાઈતો નિરીશ્વરવાદી છે અને ગાંધીજી ઈશ્વરવાદી છે, એટલે ગુરુ હોવાની શક્યતા નથી. ગાંધીજીએ એના આશ્રમમાં એક બહુ દુ:ખી થતો વાછરડો મરાવી નાખેલો અને ફિનિક્ષ આશ્રમમાં સર્પ પણ મરાવેલો. ગાંધીજીની અહિંસા અને રાયચંદભાઈની અહિંસા જુદીજ છે. રાયચંદભાઈની અહિંસા પરકાષ્ટાએ છે.

  અધ્યાત્મ ક્ષેત્રમાં રાયચંદભાઈનું ગમે એટલું પ્રદાન હોય, પરંતુ રાષ્ટ્રીય, સામાજિક કે માનવતાના ક્ષેત્ર માં એમનું કશું પ્રદાન હતું નહિ. તેઓ કોરા આત્મવાદી હતા અને તેથી પ્રજાને ઘણું નુકશાન થયું.

  શ્રી મદ રાજચંદ્રને સંગ્રહણી થયેલી અને ગાંધીજી એમને કહેતા કે તમારું આરોગ્ય સુધારો. જવાબમાં તેઓ કહેતા કે મારે ગયા જનમની “વેદની” આવેલી છે. આવું કશું હોતું નથી. આ જનમની ભૂલોથી આવું થતું હોય છે.

  Reply
  • 4. DR. CHANDRAVADAN MISTRY  |  March 6, 2012 at 11:14 pm

   ભાઈશ્રી ભીખુ,
   ઘણા લાંબા સમય બાદ​, તારૂં મારા બ્લોગ પર પધાર​વું, અને ત્યારબાદ​, તારો આ પોસ્ટ વિષેનો પ્રતિભાવ વાંચ​વો, એ મારા માટે ખુશી છે,
   તારા પ્રતિભાવથી રાજચંદ્રજી અને ગાંધીજી વિષે જે લખ્યું તે વાંચ્યું.
   મારૂં વાંચન અલ્પ છે….આ વિષયે “ગ્યાન” પણ અધુરું છે, છતાં હું એટલું સમજ્યો કે આ બે વ્યક્તિઓની “વિચારધારા”માં તફાવેત હતો !…….રાજચંદ્રજી ફક્ત આધ્યામિકતા તરફ ત્યારે ગાંધીજી એ આધ્યમિક્તાના પંથે રહી રાજકીય છેત્રે લડી, ભારતને સ્વતંત્રતા આપી.
   જેવા જેના ભાવો…વિચારો તે પ્રમાણે એઓ આ બંને વ્યક્તિઓને નિહાળે !
   ફરી આવીશ અને આવા “ચર્ચા” થાય એવા વિચારો દર્શાવી આ બ્લોગ પર તારી “મહેક​” જરૂરથી મુકતો રહીશ, એવી વિનંતી !>>>>ભાઈ
   DR. CHANDRAVADAN MISTRY
   Thanks !

   Reply
 • 5. kishorbhai Patel  |  March 7, 2012 at 4:56 am

  Dear sir, very nice

  Reply
  • 6. DR. CHANDRAVADAN MISTRY  |  March 7, 2012 at 2:30 pm

   Thanks, Kishorbhai for your Comment for the 1st Post with this NEW CATEGORY “Chandravichardhara”>>>>CHANDRAVADAN

   Reply
 • 7. pragnaju  |  March 7, 2012 at 5:09 am

  ખૂબ સુંદર
  આધ્યાત્મિક પથિકને આ માર્ગે આગળ વધવાનું સહજ રહેશે
  મને આ વાત ખૂબ ગમી
  . મહાત્મા ગાંધીજીના આઘ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી હતા. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્જી વિશે જે કહ્યું છે તેનું અવલોકન કરીએ.
  હિન્દુ ધર્મમાં સ્થિર
  રાખનાર શ્રીમદ્જી
  ‘‘મારી ઉપર ત્રણ પુરુષોએ ઉંડી છાપ પાડી છે. ટોલ્સટોય, રસ્કિન અને રાયચંદભાઇ (શ્રીમદ્ રાજચંદ્ર) ટોલ્સટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના થોડા પત્રવ્યવહારથી, રસ્કિનની તેના એક જ પુસ્તક ‘અન ટુ ધિસ લાસ્ટ’થી અને શ્રીમદ્ની તેમની સાથેના ગાઢ પરિચયથી.
  હિન્દુ ધર્મમાં મને શંકા પેદા થઇ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઇ (શ્રીમદ્જી) હતા.’’
  પોતે અનુભવ્યું તે જ લખ્યું
  ‘‘તેમના (શ્રીમદ્જીના) લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે.
  તેમાં ક્યાંય કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હંમેશાં ધર્મપુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં જ હોય. એ ચોપડીમાં પોતાના મનમાં જે વિચાર આવે તે લખી નાખે. કોઇ વેળા ગદ્ય ને કોઇ વેળા પદ્ય.’’
  શ્રીમદ્ પાસેથી દયાધર્મનું કૂંડા ભરીને પાન
  ‘‘રાયચંદભાઇ સાથેનો મારો પ્રસંગ એક જ દિવસનો ન હતો.
  એમના મરણાંત સુધીનો અમારો સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણીવાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીઘું છે, પણ સૌથી વધારે કોઇના જીવનમાંથી ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર)ના જીવનમાંથી છે.
  દયા ધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાધર્મ કવિશ્રીએ મને શીખવ્યો છે. એ ધર્મનું તેમની પાસેથી મેં કૂંડા ભરીને પાન કર્યું છે.’’
  શ્રીમદ્ની હરીફાઇમાં આવે
  તેવો કોઇ પુરુષ નહિ
  ‘‘હું કેટલાય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું.
  પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી કે જે શ્રીમદ્ની હરીફાઇમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ઢોંગ, પક્ષપાત યા રાગ-દ્વેષ નહીં હતા.
  એમનામાં એક એવી મહાન શક્તિ હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગનો પૂર્ણ લાભ ઉઠાવી શકતા.
  એમના લેખ દ્વારા અંગ્રેજ તત્ત્વજ્ઞાનીઓની અપેક્ષાઓ, વિચક્ષણ, ભાવનામય અને આત્મદર્શી છે.’’
  વાયુવેગે મોક્ષ તરફ ગમન
  ‘‘આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી (સંસારથી વિરક્ત હતા.
  આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ને કદાચ એક ભવ બસ થાઓ. આપણે મોક્ષથી દૂર ભાગતાં હોઇશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા.
  સૌ સાથે સમાનભાવ
  ‘‘તેઓ વિતંડાવાદ કરતા નહીં. દલીલથી કોઇને મા’ત કરવામાં રસ ન લેતા.
  સામાન્ય માણસ મળવા ગયા હોય ત્યારે હું બહુ જાણનારો છું એવા અભિમાનથી તે એમનો અનાદર નહીં કરતાં સૌને સરખા ભાવથી મળતા.
  મોટાની ખુશામત ને છોટાનો તિરસ્કાર એવી જાતનો એમનો વહેવાર ન હતો.
  સૌ સાથે સમભાવથી રહેતા. વિરક્તિનો ગુણ એમના જીવનમાં પહેલેથી જ જોવામાં આવતો. એમનું જીવન વૈરાગ્યમય હતું અને એ જ જીવન યથાર્થ જીવન હતું. તેમના જીવનમાંથી ચાર વાર્તાની આપણને શિક્ષા મળે છે ઃ
  (૧) શાશ્વત વસ્તુ (આત્મા)માં તન્મયતા,
  (૨) જીવનની સરળતા,
  (૩) સમસ્ત વિશ્વ સાથે એકસરખી વૃત્તિથી વ્યવહાર;
  (૪) સત્ય અને અહિંસામય જીવન.’’
  પ્રત્યેક ક્રિયામાં વૈરાગ્ય
  ‘‘ખાતાં, બેસતાં, સૂતાં પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ.
  કોઇ વખત આ જગતના કોઇ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું. તેમની રહેણીકરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો.
  ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો- પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરો ફેંટો ને ધોતી.
  તેઓ કંઇ બહુ ઈસ્ત્રીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. ભોંયે બેસવું અને ખુરશીએ બેસવું બન્ને સરખા હતા.’’
  શ્રીમદ્ની ભાષા પરિપૂર્ણ
  ‘‘ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઇ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી.
  કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં એમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે.’’
  શ્રીમદ્નો વિષય
  આત્માની ઓળખ
  ‘‘જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઇને તુરત જ આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે.
  તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેકવેળા થયેલો. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો.’’

  Reply
  • 8. DR. CHANDRAVADAN MISTRY  |  March 7, 2012 at 2:21 pm

   પ્રગ્યાજુબેન​,
   નમસ્તે !
   માહિતીભર અતિ સુંદર પ્રતિભાવ !
   જે માટે ખુબ ખુબ આભાર !
   >>>>ચંદ્ર​વદન​

   Reply
  • 10. DR. CHANDRAVADAN MISTRY  |  March 7, 2012 at 2:24 pm

   સુરેશભાઈ,
   તમે આવ્યા…અને જે “લીન્કો” આપી, તે માટે આભાર !
   >>>>ચંદ્ર​વદન​

   Reply
 • આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  ખૂબજ સરસ વિચારો સાથેની નવી કેટગરી તમો લાવ્યા છો અને શ્રીમદ વિશે સુંદર માહિતી પ્રદાન કરી.

  અમૂક વિષય એવા છે કે જે ગહન હોય છે, તે અનુભૂતિના હોય છે. અને દરેક ની માન્યતા અને સમજ તે માટે અને પોતા પૂરતી રીતે સીમિત જ હોય છે, છતાં કોઈ સમયે પોતાની માન્યતા જ સર્વમાન્ય હોઈ શકે તેવી ભ્રમણામાં અટવાયેલા આપણે હોઈ છે. જેમકે તળાવમાંના દેડકા ણે એવું હોય કે હું જ આ તળાવનો રાજા છું, પરંતુ હકીકતમાં તે બહાર નીકળી ણે જોઈ તો તેને ખ્યાલ આવે કે મારા જેવા અને તેથી વિશાળ મોટા તળાવો અનેક મારી આસપાસ છે.

  ઈશ્વર સૌને સન્મતિઅર્પે !

  Reply
  • 12. DR. CHANDRAVADAN MISTRY  |  March 7, 2012 at 2:28 pm

   અશોકભાઈ,
   ચંદ્રપૂકારની ન​વી કેટેગોરી વિષે તમે જે લખ્યું તે માટે ખુશી.
   સુંદર પતિભાવ માટે આભાર !
   ચંદ્ર​વદન​

   Reply
 • 13. saryuparikh@yahoo.com  |  March 7, 2012 at 3:17 pm

  સર્વધર્મને સન્માન. સહજ સ્વીકારથી મારા મનને શાંતિ અને એ મારો ધર્મ છે.
  નમસ્તે.
  સરયૂ

  Reply
  • 14. DR. CHANDRAVADAN MISTRY  |  March 7, 2012 at 3:42 pm

   સર્યુબેન,
   ૧૩મે પગલે તમે તમારો પ્રતિભાવ મુક્યો..તે વાંચી આનંદ અને આભાર​>>ચંદ્ર​વદન​

   Reply
 • 15. Prafull Patel  |  March 7, 2012 at 8:16 pm

  dear Chandravadanbhai, thanks. Blog,created very nice presentation of view points,which may enlighten someone’s life.

  Reply
  • 16. DR. CHANDRAVADAN MISTRY  |  March 7, 2012 at 8:59 pm

   Dear Prafullbhai,
   Thanks for your visit to Chandrapukar.
   Thanks for your comment for this Post on Rajchandraji.
   I must admit, it is our discussion that day at Dr. Bhupendra’s house that inspired me to create this Post.
   Now with your coming & reading this Post, I feel fully content at the outcome of the “all the views” as expressed by so many including YOU.
   ChandravadanBhai

   Reply
 • 17. nabhakashdeep  |  March 7, 2012 at 9:17 pm

  ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આધ્યાત્મિકતાનો રાહ ચીંધ્યો છે. સમય સમય્રે
  બદલાતી પરિસ્થિતિ પ્રમાણે આ સંસારના પ્રવાહો વળાંક લેતા હોય છે જ,
  પણ જીવનનું સરંક્ષણ જેટલું જરુરી છે એટલું જ જરુરી આ પૃથ્વીના બીજા
  જીવો થકી સમતોલન સ્થિતિ ટકાવી રાખવી જરુરી છે. ધૃણાથી થતા અજંપા
  શાન્તિ હણી જીવતાં જ મારી નાખતી આજની દુનિયાની તાસીર પણ
  વિસરવા જેવી નથી.
  શ્રીમદ રાજચંદ્રની આધ્યાત્મિક ઉંચાઈ આત્મશક્તિના કોઈ ઉર્ધ્વ સ્ટેજ સમી
  હતી.પ્.પૂ. દાદાશ્રી ભગવાન કહેતા કે સાપ જેવા અવળા પ્રવાહો કે પ્રહારો
  તમારા કર્મો થકી જ સામે આવતા હોય છે, તમારે કોઈ ચૂકવણું ન હોય તો
  આવેલા સંકટો સમી જતાં ઘણીવાર સૌએ અનુભવેલા છે. છતાં આ જ્ઞાન
  આગળ બાળક બુધ્ધી અનુભવાય છે તેથી વધું શું કહેવું.
  આપે બ્લોગ પોષ્ટ વડે સારા વિચારોની જ્યોત જગાવી…આભાર સાથે હોળીની
  ખૂબખૂબ શુભેચ્છાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
  • 18. DR. CHANDRAVADAN MISTRY  |  March 7, 2012 at 10:38 pm

   રમેશભાઈ,
   તમે આ પોસ્ટ વાંચી અને જે પ્રતિભાવ આપ્યો તેમાં તમે તમારા આનંદ​-સમજની જ્યોતના દર્શન કરાવ્યા છે….પોસ્ટ પ્રગટ કર​વા માટે તમે મને આભાર દર્શાવ્યો, એ માટે તમોને વંદન સહિત મારી ખુશી ! ફરી પણ પધારજો !>>>>ચંદ્ર​વદન​

   Reply
 • 19. PRAVINABEN  |  March 7, 2012 at 11:09 pm

  Very nice information. Yes shri. Rajachandraji was

  providing guidance to Mahatma Gandhiji.

  thanks.

  Reply
  • 20. DR. CHANDRAVADAN MISTRY  |  March 7, 2012 at 11:17 pm

   શાને દત્તા ?

   જે પ્રમાણે પધારી તમે પ્રતિભાવ આપ્યો તે માટે ખુશીઓભર્યો આભાર !>>>ચંદ્ર​વદન​
   મારો પ્રતિભાવ તમારા બ્લોગ પર છે તે વાંચશો…”હેપી હોલી” !
   Yes, Pravinaben. It was by mistake. I did correct the name on 19th Comment.

   Reply
 • 21. DR. CHANDRAVADAN MISTRY  |  March 8, 2012 at 12:02 am

  Re: NEWPOST>>>>પ્રફુલ્લભાઈ પટેલની ચંદ્રવદન સાથેની ચર્ચામાં શ્રીમંદ રાજચંદ્રજી

  FROM: Bhupendra Patel
  TO: chadravada mistry

  Wednesday, March 7, 2012 3:21 PM

  Very well written

  Thanks& for your urmila card & well wishes

  Ben & Urmila
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  This was the EMAIL RESPONSE to this Post from BHUPENDRA & URMILA PATEL.
  Thanks for the Response !
  Chandravadan

  Reply
 • 22. પરાર્થે સમર્પણ  |  March 8, 2012 at 6:28 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  “ચંદ્ર વિચાર ધારા “માં શ્રીમદ રાજચંદ્ર વિષે ખુબ અનેરી માહિતી જાણવા મળી સાથે

  શ્રી પ્રફુલભાઈના ઘેર બનેલો અદભૂત પ્રસંગ માણ્યો.

  Reply
  • 23. DR. CHANDRAVADAN MISTRY  |  March 8, 2012 at 12:55 pm

   સ્નેહીશ્રી ગોવિન્દભાઈ,,,તમે પધારી પ્રતિભાવ આપ્યો, એ માટે આભાર​.
   આ ચંદ્ર​-પ્રફુલ્લ ચર્ચા ખરેખર તો પ્રફુલ્લભાઈના બનેવી ડો. ભુપેન્દ્ર ( યાને મારા મિત્ર​)ના ઘરે લેન્કેસ્ટરમા જ થ​ઈ હતી….>>>ચંદ્ર​વદન​

   Reply
 • 24. ishvarlal Mistry  |  March 8, 2012 at 7:03 am

  Very nice posting of rajachandraji thanks for sharing.

  Ishvarbhai.

  Reply
 • 26. DR. CHANDRAVADAN MISTRY  |  March 8, 2012 at 1:32 pm

  This was an EMAIL Response of GOVINDBHAI MARU to this Post>>>

  Fw: NEWPOST>>>>પ્રફુલ્લભાઈ પટેલની ચંદ્રવદન સાથેની ચર્ચામાં શ્રીમંદ રાજચંદ્રજી

  FROM: Govind Maru
  TO: chadravada mistry

  Wednesday, March 7, 2012 7:56 PM

  વહાલા ડૉ. ચન્દ્રવદનભાઈ,
  આપ માદરે વતન અને તે પણ મારા આંગણે આવ્યા અને મને મળવાની આપને આતુરતા છે તે જાણી આનંદ થયો…. સમય/અનુકુળતા કરી મળશો તો આનંદમાં વધારો થશે. હું આપના બ્લોગની મુલાકાત લેતો રહું છું… ખુબ સારું લખો છો. ખુબ ખુબ અભીનન્દન…
  – ગોવીન્દ મારુ
  Meet me @ http://govindmaru.wordpress.com/
  E. mail: govindmaru@yahoo.co.in

  AND the Response from CHANDRAVADAN

  ગોવિન્દભાઈ,
  નમસ્તે !
  તમે મારા બ્લોગ “ચંદ્રપૂકાર​” પર હંમેશા આવો છો એ જાણી ખુશી….અને તમે આ પોસ્ટ પણ વાંચી તેનો આનંદ​.
  હા, હું ભારત હતો ( જાન્યુઆરી।ફેબ્રુઆરી). એ સમયે ન​વસારીમાં પણ હતો. અનેક કામોમાં બીઝી હતો છતાં ફરી ફરી તમોને યાદ કર્યા હતા, મળવા માટે ફોન શોધ્યો…અને કેરાલા ગોઆનો પ્રવાસ નક્કી થયો…ફરી ન​વસારીમાં અગત્યના કાર્યોમાં હતો…કોમ્પુટર પર જ​ઈ શક્યો નહી…અને અંતમાં જ્યારે ભારત છોડ્યું ત્યારે મારા હૈયામાં એક અફસોસ હતો….તમોને મળી ના શક્યો ! યાદ છે કે જ્યારે તમોને સ્કુટર પરથી પડી જ​વાથી ઈજા થ​ઈ ત્યારે મારી પ્રાર્થનાઓ હતી.
  આજે મારી સમજ પ્રમાણે, આ “ના મળ​વાનું” કદાચ પ્રભુ-ઈચ્છા હશે, અને આપણી મુલાકાત કદાચ મારી બીજી ટ્રીપમાં લખાયેલી હશે. આવો સ્વીકાર કરી હું આશા રાખું છું કે આપણું “સ્નેહ ઝરણું” વહેતું રહે !>>>>>ચંદ્ર​વદન​

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

March 2012
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: