કાગડા અને પીંડભોજન !

માર્ચ 2, 2012 at 1:51 પી એમ(pm) 22 comments

 

 the crows

કાગડા અને પીંડભોજન !

કાગડો કાંણો, ‘ને તેમ છતાં એ શાણો,……..(૧)
કાગડાનો દેહ કાળો ‘ને  એ કોઈનો નથી વ્હાલો,….(૨)
કાગડાને બુમો પાડી લોકો ભગાડે, ‘ને  શ્રાધ્ધક્રિયા ના ભોજન માટે પ્રેમથી બોલાવે,……(૩)
કાંઈ સમજાતું નથી, આ માનવીઓનું ભેજું ‘ને ચંદ્ર મુજવણૉમાં કે હવે શું કહેવું ?……….(૪)
રામ કથામાં, કાગડા ‘કાગભુસંડી’ સ્વરૂપે ‘ને કાગપૂજન કરે સૌ જગતમાં આવા સ્વરૂપે,……(૫)
બાળવાર્તામાં કાગડો  કહેવાયો  કાળો, ;ને પથ્થરો મુકી, ગાગરપાણી પી કહેવાયો શાણો,…….(૬)
જોડ્યો કાગડાનો સબંધ પ્રિતુઓ સાથે, ‘ને  રિવાજ એવાનું કારણ શોધવા ચંદ્ર છે આજે,…….(૭)
ઈનટરનેટ પર જઈ, કાગ કહાણીની શોધમાં, ‘ને પીંડ ખવડાવવાનો પુરવો ના મળ્યો એ શોધમાં,……(૮)
પણ, કાગ પિંડભોજનની અજાણતા રહી, ‘ને કલ્પનાઓમાં ચંદ્ર-વિચારધારા વહી,……..(૯)
કહેવાય કે મૃત્યુ પ્રતિક યમરાજા છે કાળા, ‘ને કાગડાઓ પણ દેહ થકી રહ્યા કાળા,…….(૧૦)
નિહાળ્યો કાગને એવા જ સબંધે, ‘ને પડ્યો હશે  રિવાજ યમ પ્રતિનિધી જેવા સબંધે,……(૧૧)
જાણે કે કાગડો આવી પીંડભોજન સ્વીકારે, ‘ને યમરાજ કરી દયા જીવને ઉગારે,………(૧૨)
હોય કાગ કહાની આવી ખરી કે ખોટી, ‘ને જાણવા સત્ય જવાબદારી રહે મોટી,………(૧૩)
કહાનીમાં અહી લાવ્યો ચંદ્ર સૌને, ‘ને જાણજો સત્ય ‘ને ચંદ્ર વિનંતી રહે સૌને !……..(૧૪)
કાવ્ય રચના તારીખઃ નવેમ્બર,૧૯,૨૦૧૧                                  ચંદ્રવદન

બે શબ્દો…

આજની કાવ્ય-પોસ્ટ વાંચતા, કંઈક નવું લાગ્યું ?
આ રીતે લખવાનો મારો પ્રથમ પ્રયાસ છે !
અહી, “છંદ” કે અન્ય કાવ્ય નિયમોનું પાલન થયું નથી.
આ જે કંઈ શક્ય થયું એને તમે “ગમે તે નામ” આપી શકો છો.
આ રચનાનું “મૂળ” છે એક ઈમેઈલ.
નવેમ્બર,૧૮,૨૦૧૧ના દિવસે, મારા “કઝીન” (Cousin) ભીખુભાઈ મિસ્ત્રીનો એ ઈમેઈલ હતો, અને વિષય  હતો “પ્રિતૃદેથી V.R.S.”હિન્દુ ધર્મમાં શ્રાધ્ધપૂજન સમયે ચાલી રહેલા  કાગડાઓને “પીંડભોજન”ના રિવાજ પર હાસ્યભાવે કટાક્ષમાં એક પત્રરૂપી સંદેશો  હતો. જે નીચે મુજબ છે>>>>
વિષય: પિતૃપદેથી V.R.S. આપવા બાબત.
કાગડા કોમ્યુનીટી નો ઈ-મેઈલ: પિતૃપદેથી V.R.S. આપો.
ચેનલોવાળાએ આ ભાદરવામાં આતંકવાદીના ધમકીભર્યા ઇ-મેલ ખૂબ ચલાવ્યા. આવો જ એક ધમકીભર્યો ઇ-મેલ kagadacommunity@kagavas.com પરથી મારી ઉપર આવેલો છે. જેમાં કોઇ પણ શબ્દના ફેરફાર વગર સમગ્ર કાગડાઓની વેદના-વ્યથાકથા આપના સુધી શબ્દશઃ પહોંચાડી રહ્યો છું.
To,
આદરણીય મનુષ્યો, (તમામ જ્ઞાતિ, તમામ ધર્મ)
શ્રાદ્ધપક્ષના દિવસો ચાલી રહ્યા છે અને નાછૂટકે તમને આ અરજન્ટ ઇ-મેલ કરવો પડ્યો છે. જેનો તાત્કાલિક અમલ કરવા હું ‘અખિલ વિશ્વ કાગડા કોમ્યુનિટી’ તરફથી સમગ્ર  માનવજાતને આ વિનંતિસહ ધમકી પાઠવું છું. તમે માણસો કયા બેઇઝ ઉપરથી અમને  પિતૃઓ ગણો છો? આ મુદ્દે અમારા પક્ષીસમાજમાં ખૂબ મોટા ઝઘડાઓ થઇ ગયા છે. એક  તો એકેય બાજુથી તમે લોકો કાગડા જેવા લાગતા નથી. કાગડા હોવાનો પ્રથમ નિયમ એ  છે કે જેવા અંદર હો એવા જ બહાર દેખાવું પડે,
અને જે ગુણ તમે કદી આત્મસાત્ કરી શકતા નથી. ઊલટાનું તમે તો સફેદ કપડાં પહેરીને કાળા ધંધા આદરો છો. જે ગુણ બગલા સાથે મળતો આવે છે. તો આપ સર્વે મનુષ્ય  સમાજને વિનંતી છે કે બગલા અથવા વાંદરાને આપ ખીર ખવડાવો. આમેય ગયા ભાદરવે  તમે લોકોએ જે ખીર ખવડાવી એમાં પાવડરના દૂધની ખીર ઉડાડી’તી એટલે અમારી  નાતમાં ત્રણ હજાર અને બસ્સો જેટલા કાગડાઓને ઝાડાઊલટી થઇ ગયા’તા. વળી અમારે  તો તમારી જેમ ઇમરજન્સી ૧૦૮ જેવી વ્યવસ્થા પણ ન હોય. તમારા પિતૃઓની તો ખબર  નથી પરંતુ ગયા ભાદરવે તમારી ભેળસેળવાળી ખીરથી અમારા ૨૧૫ જેટલા કાગડાઓ અવસાન પામીને પિતૃ થઇ ગયા. જેમનાં સંતાનોને રહેમરાહે નોકરી આપવામાં અમને ફીણ આવી ગયાં.
આથી અમે કાગડાઓએ ઓણ નક્કી કર્યું છે કે તમે લોકો ગમે એટલા ખીરના લોંદા ઉડાડો  તોય અમે કોઇ આ વર્ષ તમારી અગાસી ઉપર ફરકવાના નથી. બીજી બહુ અગત્યની વાત કે  ભાદરવા માસમાં અમારી કાગડીઓ બચ્ચાંને જન્મ આપે છે. એ બચ્ચાંના આહાર માટે જે તે સમયે તમારા વડવાએ આ ખીર ખવડાવવાનો ‘રિવાજ’
શરૂ કર્યો હતો. આ એક પક્ષીપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. હવે તમે લોકો એને  પિતૃઓ સાથે જોડી અમને ઇમોશનલી બ્લેક મેઇલ કરવાનું બંધ કરો તો સારું. અમારી  કાગડાની આખી જ્ઞાતિનું મુખ્ય કામ સમાજમાંથી કચરો દૂર કરવાનું છે અને તમારી  આખી જ્ઞાતિ આ સિદ્ધાંતથી વિરુદ્ધ ધરતી ઉપર કચરો વધારવાનું કામ કરી રહી છે. જેનાથી અમને ખૂબ ઠેસ પહોંચી છે.
અત્યાર સુધી અમે તમારી જ્ઞાતિને ઘણા બધા મુદ્દાઓ પર માફ કરી છે. જેમ કે, તમે  તમારાં સંતાનોને ‘કાગડો કા કા કરતો આવે’ આવાં જોડકણાં અને ગીતો અમારી પૂર્વ પરવાનગી વગર વર્ષોથી ગવડાવ્યાં કરો છો. ‘જુઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે  ડરીઓ’ આ ગીતકારને પણ અમારી જ્ઞાતિવિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ અમે  માફ કર્યો છે. તો પેલો દલેર મહેંદીએ ‘સચ બોલ કાલા કૌઆ કાટ ખાયેગા’ આવું  ગાઇગાઇને કરોડો રૂપિયા બનાવી લીધા ને અમને રોયલ્ટી પેટે કશું નથી મોકલ્યું. હોરર ફિલ્મ ‘ફૂંક’ વાળા ઉપર તો અમારો યુવા કાગડા સમાજ ધૂંઆપૂંઆ છે. એકમાત્ર કવિ રમેશ પારેખે ‘કાગડો મરી ગયો’ આ કવિતામાં અમારી વેદનાને વાચા  આપી જે બદલ સંસ્થા એમનો આભાર માને છે. તમારી આખી દુનિયામાં માણસ એક જ છે ને એ છે બિલ ગેટસ. જેને પોતાની કંપની ‘માઇ-ક્રો-સોફટ’ નામ રાખ્યું એમાં ક્રો (કાગડો) આવતું હતું એટલે તેમણે અમારા સમાજને રોયલ્ટી પેટે કરોડો રૂ. મોકલ્યા. જેમાંથી આજ અમારી યુવા પેઢી કમ્પ્યુટર શિક્ષણ લઇ રહી છે. ત્રીજી  વાત ‘કાગડો આવવાથી મહેમાન આવે છે’ આવી ખોટી અફવાઓ ન ફેલાવો યાર, અમુક  લોભીયા’વના ઘરે તો અમે લોકોએ પણ જવાનું બંધ કર્યું છે.
અંતમાં સમગ્ર કાગડા કોમ્યુનિટી વતી પ્રાર્થના છે કે અમે લોકો તમારા પિતૃ પદેથી V.R.S લેવા માંગીએ છીએ. તમારાં કારનામાંઓથી કંટાળીને અમારી જ્ઞાતિએ આ  નિર્ણય લીધો છે. અમને માફ કરજો અને આ ભાદરવે અમારી રાહ ન જોતા.
છેલ્લી મફત સલાહ કે તમે માણસો પિંડદાન, પિતૃતપર્ણ અને પિતૃમોક્ષ માટે મા-બાપના  મર્યા પછી જેટલો ખર્ચો કરો છો એનાથી અડધો જો જીવતાં મા-બાપને સાચવવામાં કરો તો કદાચ તમારા પિતૃઓને જીવતાં જ મોક્ષ મળી જાય. આ મેઇલ મળ્યા પછી પણ જો  તમે ‘કાગ-કાગ’ની રાડો પાડશો તો ન છુટકે અમારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર  ખખડાવવાં પડશે અને માનહાનિનો દાવો માંડવો પાડશે. સહકારની શ્રદ્ધા સાથે.
સૂચનાનો અરજન્ટ અમલ કરવા વિનંતી.
આ લેખ વાંચ્યા બાદ, મારા મનમાં અનેક વિચારો રમવા લાગ્યા. મને “રિવાજ” વિષે પુરૂ જ્ઞાન નથી. મારી સમજ પ્રમાણે, કાવ્યરૂપે કંઈક લખવાનો નિર્ણય  લીધો. પ્રથમ લીટી કરતા, ” ‘ને” સાથે  બે વિચારોનું જોડાણ હતું, અને છેલ્લા  શબ્દો “રાઈમ”(Rhyme) થતા નિહાળતા, બધા જ વાક્યો એ પ્રમાણે લખવાનો વિચાર  કરી, આ રચના પુર્ણ કરી. આજે એને પોસ્ટરૂપે પ્રગટ કરી છે.
તમોને આ “નવું લખાણ” કે રચના ગમશે એવી આશા.
આ “નાવા પ્રયાસ” માટે જરૂરથી પ્રતિભાવ આપશે ને ?
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
Advertisements

Entry filed under: કાવ્યો.

બાલુભાઈ લાડને બર્થડેના અભિનંદન ! પ્રફુલ્લભાઈ પટેલની ચંદ્રવદન સાથેની ચર્ચામાં શ્રીમંદ રાજચંદ્રજી

22 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  માર્ચ 2, 2012 પર 2:51 પી એમ(pm)

  શ્રાદ્ધ કરો કે ફાધર્સ ડે ઉજવો …
  બધા આચાર છે.
  ભાવ વગર જે થાય , તે બધા આચાર જ.
  અને ભાવને અભિવ્યક્તિની જરૂર ખરી?

  જવાબ આપો
 • 2. Shirish Dave  |  માર્ચ 2, 2012 પર 4:31 પી એમ(pm)

  વિશ્વપુરુષ એક સામુહિક આત્મા છે.
  બધા સજીવોને જમવાનું જોઇએ છે. મનુષ્યને જાતજાતની વાનગીઓ જોઇએ છે. અને એક સમાજના મનુષ્યો સૌ કોઈ લય બદ્ધ રીતે જીવે છે. સૌને આનંદ પ્રાપ્ત કરાવવાનો. કીડી, કુતરા, ગાય, બળદ ભેંસ, વિગેરે સૌને જીવવાનો અધિકાર. સૌ પ્રત્યે પ્રેમભાવ રાખો. સૌને કંઈક આપતા રહો. જીવનચર્યા એવી રીતે ગોઠવો કે સૌ જાણીતા જીવો આપણા જીવનનો હિસ્સો બને.

  જવાબ આપો
 • 3. bhajman  |  માર્ચ 2, 2012 પર 5:47 પી એમ(pm)

  પિંડદાન માટે કાગડા જ કેમ? એનો ઉત્તર રૂપે એક વધુ કાવ્યની અપેક્ષા છે!
  મને એક બીજો પ્રશ્ન પણ મુંઝવે છે. સમગ્ર વિશ્વમાં પ્રાણી-પક્ષી સર્વે ની પોત-પોતાની એક જ ભાષા છે. ફક્ત મનુષ્ય જાતિમાં જ બાર ગાઉએ બોલી બદલાય છે?
  સુ.જા.@ ભાવ માટે અભિવ્યક્તિની જરૂર તો ખરી જને! ભાવ એક મનોગત લાગણી છે, જો તે અવ્યક્ત રહે તો જીવન નષ્ટ થઇ જાય. ભાષા પણ એક અભિવ્યક્તિ જ છે ને?

  જવાબ આપો
  • 4. DR. CHANDRAVADAN MISTRY  |  માર્ચ 2, 2012 પર 7:02 પી એમ(pm)

   ભજમનભાઈ,

   નમસ્તે !

   ઘણા લાંબા સમય બાદ તમે ફરી “ચંદ્રપૂકાર” પર પધર્યા તે માટે ખુશી.

   તમે આપેલા પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર.

   તમે તમરા પ્રતિભાવમાં “બીજા કાવ્ય સંદેશ”ની અપેક્ષા રાખી છે…અને તમે થોડા પ્રષ્નો પણ કર્યા.

   આ સવાલોના જવાબ આપવા માટે મારી વિચારધારા ટુંકી છે,….તેમ છતાં, કંઈક લખવા મારો પ્રયાસ છે !

   સુરેશભાઈએ “અભિવ્યક્તી સાથે ભાવ”ની વાત કરી…તમે >ભાષામાં ભાવ” નો ઉલ્લેખ કરી, આ ચર્ચાને “ઉચ્ચ પદ” આપ્યું.

   ત્યારબાદ…મનુષ્યમાં “બાર ગામે બોલી બદલાય”અને પશુ-પક્ષીઓમાં પણ “જુદી જુદી બોલી’ હોય એવું કહ્યું……પણ દરેક પશુ કે પક્ષીની “બોલી” જુદી જુડી કે પછી એઓ સર્વે એક બીજાને સમજી શકે..આ માટે મારી પાસે જવાબ નથી.

   મનુષ્યમાં ભલે “બોલી” બદલાય પણ એમાં મુકાતો “ભાવ” તો હ્રદયમાંથી જ જન્મે…અને એ ભાવ બનવા માટે મગજ(બુધ્ધી) અને આત્માની જરૂરત પડે છે…આથી, મારૂં અનુમાન છે કે માનવી પાસે જ એ શક્તિ છે ( કારણ કે પશુ પક્ષીઓ વિષે આપણી અજ્ઞાનતા છે)કે તે “આત્માની પૂકારરૂપે “ભાવ” રડે છે ….પણ જ્યારે એ માનવી ફક્ત બુધ્ધીના સહારે “ભાવ” પુરવા કરે ત્યારે એ અનેક “ભુલો” કરે છે…..અંતે, પિન્ડ દાન માટે કાગડા કેમ ? એ સવાલના જવાબ માટે મારી “અજ્ઞાનતા” છે તેમ છતાં મારૂં અનુમાન છે કે કાગડાઓ પ્રત્યે “નફરત/ખીજ” દુર કરી એ પક્ષી માટે “પ્રેમ” જાગૄત કરવા કૉઇએ આ પ્રથા ની શરૂઆત કરી હશે !

   ભજમનભાઈ,…..આશા રખું છું કે તમે આ લખેલું વાંચવા ફરી પધારશો…અને ત્યારબાદ, આ બ્લોગ પર ફરી ફરી પધારશો>>>>ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
   • 5. DR. CHANDRAVADAN MISTRY  |  માર્ચ 3, 2012 પર 5:50 પી એમ(pm)

    This was the Response of Bhajmanbhai to the above via an Email>>>>>>

    From: Bhajman Nanavaty
    To: chadravada mistry
    Sent: Saturday, March 3, 2012 8:08 AM
    Subject: Re:

    ચંદ્રવદનભાઇ,

    હું પણ છેલ્લા છ મહિનાથી નેટથી દૂર હતો. આપ વેકેશન માણી સ્વસ્થાને આવ્યા અને ‘ચંદ્રપુકાર’ પ્રકાશ રેલાવતો થયો એથી આનંદ થયો.
    ગીરના સિંહને આફ્રિકાના જંગલમાં છોડી દો તો તેને ત્યાંના સિંહો સાથે “વાત” કરવામાં મુશ્કેલી ન નડે. કોરીયાના કબૂતરને કેનેડાના કબૂતર સાથે ઘૂ ઘૂ કરવામાં તકલીફ નહિં પડે! જગત્નિયંતા સામે મારી ફરિયાદ છે કે માનવ જાતિ માટે જુદો નિયમ કેમ? વિશ્વમાં એક જ ભાષા હોત તો કેટલો અનર્થ ટળી શક્યો હોત તેનો વિચાર કરી જો જો.

    “વાર્તાલાપ” ની મુલાકાત લેશો.

    આભાર.

    Then my Response as a Comment for a Post on “VARTALAP” the Blog fo Bhajamanbhai>>>>>

    Bhajmanbhai,

    I have PROBLEM posting my COMMENT for a Post on your Blog.

    Is it no possible to make the FORMAT of LOGGING a bit easier bt the NAME/EMAIL only ???

    If so, I an post my comment directly there…IF you wany to keep the FORMAT as it is then ADD one more GROUP “Anonoumous” & thus I had posted my comment on other Blogs with theFormat similar to yours.

    MY COMMENT>>>>>

    આમ મારા પાતળા હોવા માટે મારા આપ્તજનો-મિત્રોને ચિંતા મુક્ત કરવાના પ્રયત્નો સંપૂર્ણત: નિષ્ફળ નીવડ્યા પછી હું એવા નિષ્કર્ષ પર આવ્યો છું કે ભગવાનને ઘેર ‘રો મટીરિયલ્સ’ જ ’એડલ્ટરેટેડ’ હશે ! આથી મનુષ્ય યત્ન સફળ થાય જ ક્યાંથી ? માટે હવે મને જો કોઇ પૂછે છે કે “તમે પાતળા કેમ છો ?” તો હું માત્ર સ્મિતથી જ જવાબ વાળું છું !…..
    Bhajamanbhai,
    Read the Post.
    In this “Hasyalekh”you are GREAT !..Meaing “Tame Kamal Kari !”
    The end of this Varta gives a SOLUTION to mny problems of our Life.
    Observing the SILANCE (Maunata) and responding witha SMILE.
    I also take the opportunty of answering to your recent communication by an Email with a thought that “One Language for all could be the SOLUTION to the EXISTING World Problems”
    NO NO…may not be so !….Even with one language of the FEW these FEW are NOT at HARMONY with eachother too. Humans are given the FREEDOM, and within that freedom he has to choose his/her DESTINY by doing the RIGHT or the WRONG thing…Hearing the ATMAPUKAR & doing the ACTS lead to the RIGHT PATH !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Bhajmanbhai…it was nice of you to visit/comment on my Blog Chandrapukar..I really enjoy your “thought provoking” comments..& I wish you give more & more !

 • 6. ishvarlal Mistry  |  માર્ચ 2, 2012 પર 6:16 પી એમ(pm)

  Very nice poem with lots of meaning, Keep everybody happy they have the right, Kagda deserves Pinddan and also other birds this is the way it is for generations. Well said Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  માર્ચ 3, 2012 પર 1:00 એ એમ (am)

  શ્રીમાન. ચન્દ્રજી ( પુકાર )

  આપની પુકાર કાવ્ય સ્વરૂપે વાંચીને આનંદ થયો.

  સુંદર રચના.

  જવાબ આપો
 • 8. pami66  |  માર્ચ 3, 2012 પર 1:26 એ એમ (am)

  કાગડો બારીએ બોલે તો તેને શુકન પણ ગણવામાં આવે છે.

  આંગણે કોઈ મહેમાન પધારશે તેની આગાહી કાગડો કરે છે.

  તમારો પ્રયાસ સફળ થયો છે.

  pleasevisit

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 9. GUJARATPLUS  |  માર્ચ 3, 2012 પર 3:49 એ એમ (am)

  Very good poem.

  One may read Myth and spirituality about Crow.

  http://en.wikipedia.org/wiki/Crow
  http://thecrow.tripod.com/myth.html

  Have a fun.

  દુલા કાગ
  http://gu.wikipedia.org/wiki/%E0%AA%A6%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE_%E0%AA%95%E0%AA%BE%E0%AA%97#

  જવાબ આપો
 • 10. dhavalrajgeera  |  માર્ચ 3, 2012 પર 3:54 એ એમ (am)

  માણસો પિંડદાન,
  પિતૃતપર્ણ અને પિતૃમોક્ષ માટે મા-બાપના મર્યા પછી જેટલો ખર્ચો કરો છો એનાથી અડધો જો જીવતાં મા-બાપને સાચવવામાં કરો તો કદાચ તમારા પિતૃઓને જીવતાં જ મોક્ષ મળી જાય.
  જો તમે ‘કાગ-કાગ’ની રાડો પાડશો તો ન છુટકે અમારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવવાં પડશે
  માનહાનિનો દાવો માંડવો પાડશે.
  Read Kagbhushandji’s Katha in Ramayan ……

  Rajendra Trivedi, M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  માર્ચ 4, 2012 પર 7:29 પી એમ(pm)

  This was an EMAIL Resopnse to this Post from Sryuben>>>

  Re: kaag

  Hide Details
  FROM: SARYU PARIKH
  TO: chandrvadan

  Sunday, March 4, 2012 7:30 AM

  ભાઈશ્રી,
  હાં, મેં વાંચેલ અને તમને લખતા આનંદ આવ્યો હશે જે કળાય છે. ભાષા અને નવા પ્રયોગો એ લખનાર હક્ક છે. ‘એકાંત’ ના પ્રતિભાવ માટે આભાર.
  જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી કવિતાઓ સબરસ પર મુકાઈ છે> http://www.sabrasgujarati.com
  નમસ્તે.

  જવાબ આપો
 • 12. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી  |  માર્ચ 5, 2012 પર 10:10 એ એમ (am)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  કાગ વાણીનો લાભ મળ્યો, ખૂબજ માર્મિક ભાવ સાથેની રચના અને વિચારવા લાયક ભાવ સાથેનો ભાષા નો સંદેશો મૂકેલો છે.
  બાસ, આજ રીતે દિલના ભાવ વ્યક્ત કરતાં રહો…
  ધન્યવાદ !

  જવાબ આપો
  • 13. DR. CHANDRAVADAN MISTRY  |  માર્ચ 5, 2012 પર 8:32 પી એમ(pm)

   Thanks Ashokbhai for your visit/comment on Chandrapukar for this Post.
   You are the “souce of my energy” for my continued publication of the Posts on my Blog.
   Your apreciation with your words from your heart mean a lot to me !…Hoping for your continued support !
   Chandravadan

   જવાબ આપો
 • 14. DR. CHANDRAVADAN MISTRY  |  માર્ચ 5, 2012 પર 1:24 પી એમ(pm)

  This was an Email Response after the Visit & viewing of the Post by Ashokbhai Vaishanv>>>>

  NEW POST on CHANDRAPUKAR

  FROM: amvaishnav
  TO: chadravada mistry

  Sunday, March 4, 2012 9:22 PM

  It would be indeed a pleasure to keep on visiting your blog. I do like reading poetry, and I do like reading offbeat thoughts that you put across the medium of poetry. The combination works out to be a very rare mix.
  Look forward to more of your creative satire and expressions….
  —– Original Message —–
  From: chadravada mistry
  To: amvaishnav@indiatimes.com
  Sent: Mon, 5 Mar 2012 01:15:12 +0530 (IST)
  Subject: Fw: NEW POST on CHANDRAPUKAR

  જવાબ આપો
 • 15. Dr. Sudhir Shah  |  માર્ચ 5, 2012 પર 3:07 પી એમ(pm)

  nice article..enjoyed..

  I am sending you a link on Shreenathji Application which is Directed by me.
  hope you will like it..you can download from this link and enjoy.

  http://www.shreenathjibhakti.org/app/index.htm

  Dr Sudhir Shah na vandan

  જવાબ આપો
 • 17. Valibhai Musa  |  માર્ચ 5, 2012 પર 7:02 પી એમ(pm)

  માનનીય શ્રી સી.વી.ભાઈ,

  ભારત પ્રવાસના કારણે થોડાક સમયના વિરામ આપની આ બીજી પોસ્ટ વાંચી આનંદ થયો. આપની ભારત મુલાકાત દરમિયાન અલ્પ સમયની આપણી પ્રત્યક્ષ મુલાકાત એક મધુર સંભારણું બની રહી. આપની ‘કાગડા અને પિંડભોજન’ વિષયે રચના વાચી અને ઘણી રસપ્રદ બાબતો જે અજાણી હતી તે જાણવામાં આવી. મારા પોતાના બ્લોગ ઉપર “નીતિકથાઓ અને દૃષ્ટાંત કથાઓ” લેખના અંત ભાગે કાલ્પનિક ‘કાગસભા’નું આલેખન કરવામાં આવ્યું છે. ચન્દ્રપુકારના વાંચકો માટે તેનો લિંક નીચે આપું છું.

  http://musawilliam.wordpress.com/2010/04/01/%E0%AA%A8%E0%AB%80%E0%AA%A4%E0%AA%BF%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%A6%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AA%BE%E0%AA%82%E0%AA%A4%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/

  ઉપરોક્ત ‘કાગસભા’ આપની કૃતિની નીચેની પંક્તિ સાથે સંબંધ ધરાવે છે.

  “બાળવાર્તામાં કાગડો કહેવાયો કાળો, ;ને પથ્થરો મુકી, ગાગરપાણી પી કહેવાયો શાણો,…….(૬)”

  ધન્યવાદ.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  જવાબ આપો
  • 18. DR. CHANDRAVADAN MISTRY  |  માર્ચ 5, 2012 પર 7:40 પી એમ(pm)

   વલીભાઈ,
   તમે “ચંદ્રપૂકાર​” પર પધારી જે પ્રતિભાવ આપ્યો તે વાંચી, આનદ​….પણ વધુ આનંદ તો એનો કે તમે તમારા બ્લોગની “લીન્ક​” આપી “કાગસભા”વિષે જાણ​વાની તક વાંચકોને આપી ! ખુબ ખુબ આભાર ! ફરી આવજો !>>>>ચંદ્ર​વદન​

   જવાબ આપો
 • 19. Dr P A Mevada  |  માર્ચ 6, 2012 પર 3:25 પી એમ(pm)

  Your “Kag katha” is really interesting. Read & enjoyed. You are writing on various subjects which make you very versatile writer!

  જવાબ આપો
 • 20. DR. CHANDRAVADAN MISTRY  |  માર્ચ 8, 2012 પર 3:10 પી એમ(pm)

  This is the EMAIL RESPONSE to this Post>>>>

  NEW POkST on CHANDRAPUKAR 1

  Hide Details
  FROM: R M Desai
  TO: chadravada mistry

  Thursday, March 8, 2012 6:27 AM

  

  we agreed and enjoyed the poem,

  Almighty has created this universe considering all cornerrs

  with equally balance power….

  crow is being hated by the people living in this world

  but still requires its help in bharva maas,

  and chanting on the roof indicates the

  arrival of guest or any person…..

  that is the only creature eating the useless

  materials thrown by the people and clean the

  village/city………..

  And hence every thing existing in this world

  is having + and – minus qualities and by that way

  the world is Balanced……

  rajkot,

  જવાબ આપો
  • 21. DR. CHANDRAVADAN MISTRY  |  માર્ચ 8, 2012 પર 3:13 પી એમ(pm)

   Rajubhai/Nilaben,
   Your so nice Response touched me.
   Thanks for sharing your VIEWS.
   Please REVISIT my Blog …may be you can post the “feelings” directly below the Post as a COMMENT.
   You see your Email as your COMMENT here !
   Chandravadn

   જવાબ આપો
 • 22. pragnajup  |  માર્ચ 9, 2012 પર 7:21 એ એમ (am)

  ભક્તિ શરૂઆતમાં ભાવ વગર થાય તો હરકત નહિ. સમજ કે ભાવ વગરની ભક્તિ પણ નકામી નહિ જાય. આરંભમાં મન એકાગ્ર નહિ થાય તો પણ હરકત નહિ. ભાવ, સમજ ને સ્થિરતા તો ધીમે ધીમે આવશે. ક્રમે ક્રમે ઇશ્વરની કૃપાનો મીઠો અનુભવ પણ થતો રહેશે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: