સુવિચારો !…મનઃ માણસ, કે માનવી !

ડિસેમ્બર 4, 2011 at 2:59 પી એમ(pm) 13 comments

leave thoughts on god

સુવિચારો !

(ચંદ્રસુવિચારો)

મનઃ માણસ, કે માનવી !

માણસ કોણ ?
(૧) માનવતા વિનાનું પ્રાણી એ જ માણસ !
(૨) અસ્થીર મન સાથે અને માનવતા વગર જે સંસારમાં રહે તે જ માણસ.
માનવી કોણ ?
(૧) જે માનવતાથી ભરપુર હોય તે માનવી.
(૨) મનને જે કેદી કરી, સ્થીરતા સાથે સંસારમાં જીવવાનો  પ્રયાસ કરતો રહે એ જ માનવી.
,,,,,,,ચંદ્રવદન

બે શબ્દો…

આ વિચાર મને ઓકટોબર,૨૬,૨૦૧૧ના સાંજે સુતા પહેલા આવ્યો હતો.
એ દિવસ તે દિવાળીનો શુભ દિવસ !
પર સૌ મનન કરો !
કાંઈ નવું કહ્યું નથી..પણ સરળતાથી સમજાય એવી અહી આશા છે.
જો સમજાય તો કાંઇક અમલ પણ થાય !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

Entry filed under: સુવિચારો.

ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી ! કળિયુગી કવિતા !

13 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  ડિસેમ્બર 4, 2011 પર 3:12 પી એમ(pm)

  માનવી = માનવતા
  માણસ ! = ?????

  જવાબ આપો
 • 2. dhavalrajgeera  |  ડિસેમ્બર 4, 2011 પર 3:34 પી એમ(pm)

  (૧) ‘માનવ’ તથા ‘મનુષ્ય’ શબ્દોનું રહસ્ય

  ‘માનવ’ શબ્દમાં ‘માન’ શબ્દ ર્ગિભત છે. અને ‘મનુષ્ય’ શબ્દમાં ‘મન’ શબ્દ ર્ગિભત છે. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના મતાનુસાર જો માન કષાય ન હોત તો મનુષ્યનો અર્થાત્ માનવનો અહીં જ મોક્ષ હોત. મન શબ્દ દર્શાવે છે કે મનુષ્યને જ પૂર્ણ વિકસીત મનની પ્રાપ્તિ થયેલી છે. આ કારણથી મનુષ્ય સંજ્ઞા પંચેન્દ્રિય છે. પૂર્ણ વિકસીત મનની પ્રિત ને કારણે એક મનુષ્ય પર્યાયનો માનવી ચિંતન તથા મનન કરી શકે છે અને તે દ્વારા સત્ય-અસત્ય, લાભ-અલાભ તથા હેય-ઉપાદેય આદિનો વિવેક કરી શકે છે. આ કારણથી સંસારની ચાર ગતિના પરિભ્રમણમાંથી છૂટવા માટે એક માત્ર મનુષ્ય ભવ જ કાર્યકારી છે. મનુષ્ય પોતાને પ્રાપ્ત પૂર્ણ વિકસીત મનનો યથાર્થ ઉપયોગ કરે તો પોતાના આત્માના કલ્યાણની પ્રવૃત્તિ કરી સમ્યકદર્શન પ્રગટ કરીને મક્ષને પામે, અને તેમ ન કરતાં વિપરીત ઉપયોગ કરે તો અનંત સંસારનો બંધ કરીને નરક તથા નિગોદમાં પણ જઈ શકે છે. હવે આપણે માનવે જ નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે ? આપણે ક્યાંથી આવ્યા અર્થાત્ કઈ ગતિમાંથી આપણે આવ્યા છે, તે તો નિશ્ચિત જ છે. હવે માત્ર ક્યાં જવું છે તે જ વિચારવાનું છે.
  From – http://swargbook.in/?page_id=90

  જવાબ આપો
 • 3. pragnaju  |  ડિસેમ્બર 4, 2011 પર 3:50 પી એમ(pm)

  માણસમાં એક વિશિષ્ટ પ્રકારનું તત્ત્વ હોય છે. એ તત્ત્વ કાં તો માણસને પોતાની તરફ ખેંચે છે અથવા તો દૂર ફંગોળે છે. કેટલાક લોકો લોહચુંબક જેવા હોય છે અને કેટલાક લોકો ઇલેક્ટ્રિક કરંટ જેવા હોય છે. તેને અડકો ત્યાં જ ઝાટકો લાગે. યાદ
  અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
  પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

  ફટાણાંના માણસ, મરસિયાના માણસ;
  અમે વારસાગત સમસ્યાના માણસ.

  ‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;
  પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

  અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;
  સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

  શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?
  ‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

  ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;
  અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

  મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
  હતા આપણે મૂળ તડકાના માણસ.

  – ભગવતીકુમાર શર્મા

  માનવતાનું એક લક્ષણ છે – પોતાના અધિકારોને ભુલી અને પોતાના કર્તવ્યને યાદ રાખવું. માનવ-શરીર મળવાથી કોઈ માનવ નથી બની જતું. જેમાં માનવતા હોય છે, કેવળ એ જ માનવ કહેવાય છે.

  જવાબ આપો
 • 4. chandravadan  |  ડિસેમ્બર 4, 2011 પર 5:22 પી એમ(pm)

  રાજેન્દ્રભાઈ, પોસ્ટ પ્રગટ કરી અને તરત જ તમારો પ્રતિભાવ મળ્યો..એક “સુંદર” પ્રતિભાવ માટે આભાર !

  તમારા “બે શબ્દો બાદ પ્રજ્ઞાજુબેન પધારી, બીજો એક “સુંદર” પ્રતિભાવ.

  બેનને પણ અહી આભાર !

  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  Rajendrabhai & Pragnajuben,
  Thanks a lot !
  Chandravadan

  જવાબ આપો
 • 5. nabhakashdeep  |  ડિસેમ્બર 5, 2011 પર 4:32 એ એમ (am)

  સરસ ચીંતન. આ જગતના સાચા સુખનો આધાર. આવી જ વાત મારી રીતે
  કહેવાનું મન થયું….

  હું માનવને ખોળું….

  પાડોશીને પ્રેમ કરે એવો માણસ આજે ખોળું
  માણસના કિડિયારામાં ના માનવતા હું ભાળું

  છપ્પન ભોગ આરોગી ભગવંત લાગી ગઈ શું ઝૂક?
  લડે માનવ માનવથી, ઘડવૈયા કઈં થઈ ગઈ ચૂક

  સુખી થવા તમે દીધું માનવને ઉત્તમ બુધ્ધીબળ
  છળકપટથી આ સુંદર વિશ્વે ઘોળ્યાં વિષ વમળ

  ભાઈની સાથે ભાઈ લડે, બાપની સામે બેટો
  પરિવારમાં પીરસે નફરત, માનવથી માનવ છેટો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 6. Hetal Gajjar  |  ડિસેમ્બર 5, 2011 પર 4:48 એ એમ (am)

  શ્રી ચંદ્રવદનભાઈ,

  સુંદર સુવિચારો,

  માનવી અને માનવતા વિષે ટુંકમાં સંપૂર્ણ ચિતાર દર્શન….

  જવાબ આપો
 • 7. Mistry,Ishvarlal  |  ડિસેમ્બર 5, 2011 પર 6:41 એ એમ (am)

  Dr. Chandravadanbhai very good posting , worth remembering ,
  You have described it very well ,and i like the comments.

  Thanks
  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. hemapatel  |  ડિસેમ્બર 5, 2011 પર 12:13 પી એમ(pm)

  જેનુ મન શુધ્ધ છે, જેનુ દિલ સાફ છે તે માનવી.
  જેના દિલમાં હરેક જીવ માટે દયા અને પ્રેમ છે તે માનવી.

  જવાબ આપો
 • 9. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ડિસેમ્બર 6, 2011 પર 8:58 એ એમ (am)

  ડૉ. શ્રી ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  સરસ વિચારો

  ” કેટલાક માણસો જ્યાં જાય ત્યાં આનંદ ફેલાય જાય,

  કેટલાક માણસો ત્યાંથી જાય ત્યારે આનંદ ફેલાય જાય.”

  જવાબ આપો
 • 10. Valibhai Musa  |  ડિસેમ્બર 9, 2011 પર 4:02 એ એમ (am)

  વ્યુત્પત્તિશાસ્ત્ર મુજબ ‘માણસ’ કે ‘માનવી’ શબ્દો ‘મનુ’ ઉપરથી બન્યા છે. મનુથી જન્મનાર ‘મનુજ’ માંથી મનુષ્ય, માનવી, માણસ, મનેખ, માંણહ. એ જ રીતે ‘આદમ’ શબ્દ ઉપરથી ‘આદમી’ શબ્દ બન્યો છે. આદમ કે મનુ એ માનવજાતના આદિપુરુષ હોવાનું મનાય છે. કવિનજરે કે આધ્યાત્મભાવે આપે બે શબ્દો વચ્ચેનો જે ભેદ સમજાવ્યો છે તે યથાર્થ છે. માનવજીવનનું પરમ લક્ષ પ્રભુતાને પાપ્ત કરવાનું હોય છે; આમ છતાંય માણસથી વધારે કંઈ ન થાય તો પણ ઓછામાં ઓછો તે માનવ થાય તો પણ ઘણું છે! કોઈ કવિ (ઉમાશંકર જોષી?) એ કહ્યું પણ છે કે “હું માનવી માનવ થાઉં તો ઘણું”

  જવાબ આપો
 • 11. munira  |  ડિસેમ્બર 9, 2011 પર 4:30 પી એમ(pm)

  આપની રચનાઓ વાંચી દામ્પત્ય જીવન , સત્યભામા દ્રૌપદી સંવાદ ખૂબ સરસ લાગ્યું.

  માણસ અને માનવીના યથાર્થ વિષે સૂચક દ્રષ્ટિકોણ સરળ રીતે રજૂ થયો છે.

  જવાબ આપો
 • 12. GUJARATPLUS  |  ડિસેમ્બર 9, 2011 પર 6:16 પી એમ(pm)

  Dr,Mistry,
  very good thoughts!
  By the way did you hear your poem on my blog?

  I tried to find English words for Manas and Manvi.

  via Google translation….
  Human=Dictionary मानव,noun,मनुष्य
  adjectiveमानवीय,मानवी,मनुष्य – जाति – संबंधी
  Dictionaryમાનવસંબંધીમાનવનું.માનવજેવું

  man=आदमी,માણસ

  http://en.wikipedia.org/wiki/Human
  http://en.wikipedia.org/wiki/Man
  http://en.wikipedia.org/wiki/Humanitarianism

  Have a fun!

  જવાબ આપો
 • 13. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી  |  ડિસેમ્બર 15, 2011 પર 12:38 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  માનવ ,મન,માનસ કે માણસ આ દરેક શબ્દોને પોતાનું વજન છે અને પોતાનો ભાવ છે., જીક બીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલ પણ છે ., એક બીજા વિના માનવ, માણસ અધૂરો છે. જે તમે સુંદર રીતે વ્યક્ત કરવા કોશિશ કરેલ છે, બસ પોતે શું છે તે ઓળખાઈ જાઈ તો પણ ઈશ્વર કૃપા જ સમજવી જોઈએ… જે અંત સુધી ઓળખી શકતા નથી મોટાભાગના….ણે જીવન આખું વ્યતીત થઇ જાઈ છે…

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,414 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: