ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

નવેમ્બર 29, 2011 at 12:53 પી એમ(pm) 10 comments

Red Rose 1

ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

શ્રી ધીરજલાલ પી. ભૂતને યાદ કરી,
આજે હું તો એક ગુરૂજીને વંદન કરૂં !…..(ટેક)
ફોટા સહીત નામ ધીરજલાલ જાણ્યું આજે,
હશે પ્રભુપ્રરણા એવી કે ચેતનાના બ્લોગે મુજને લાવે,
દર્શન એક સેવાભાવી- માનવના કરતા, વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ…(૧)
ગોડંલ કોલેજના પ્રોફેસરપદે ૩૬ વર્ષ સફર કરનારા,
ઉપલેટા, જુનાગઢ, જેતપુર, ધોવજી અમરેલી રાજકોટ કોલેજે સેવા આપનારા,
એવા મહા ગુરૂજીને વંદન છે મારા !……..શ્રી ધીરજલાલ……….(૨)
“પુજય સર”સ્વરૂપે બિરાજમાન હતા જે, ચેતના હ્રદયે,
જાણી બ્લોગ પર સર એવા, છે આજે  ચંદ્ર હ્રદયે,
એવા્ અનેકના  પ્યારા ગુરૂજીને વંદન છે મારા !…..શ્રી ધીરજલાલ…..(૩)
  જન્મ હોય, એક દિવ્ય આત્માનો જન્મ  ૧૯૪૮ની સાલે,
જે, વતન કોરડા,સાગાણીની યાદ જ્ન્મભુમીરૂપે  લાવે,
એવા શિક્ષણ-પ્રેમી માનવીને વંદન છે મારા !…….શ્રી ધીરજલાલ….(૪)
આ તો, બીજી નવેમ્બરની ૨૦૧૧ની સાલ રહી,
એ તો, ધીરજલાલની અંતીમ ઘડીની વાત રહી,
એવા સમયે, “શ્રધ્ધાજંલી”રૂપી વંદન છે મારા !……શ્રી ધીરજલાલ……(૫)
કાવ્ય રચના…તારીખ નવેમ્બર,૩,૨૦૧૧ ચંદ્રવદન

બે શબ્દો…

ગુરૂવાર અને નવેમ્બર ૩,૨૦૧૧ના દિવસે ચેતના શાહનો એક ઈમેઈલ વાંચ્યો.
એ દ્વારા એના બ્લોગ પર જવાનું થયું.
એમના “ગુરૂ” યાને જે શિક્ષકએ એમને ભણાવ્યા હતા એમના બીજી નવેમ્બરે થયેલ અવસાન વિષે હતું.
વાંચી દીલગીરી અનુભવી.
અને પ્રભુ પ્રેરણાથી આ રચના એમને “અંજલી” આપવા શક્ય થઈ તે જ પ્રગટ કરી છે.
જે કહેવું હતું એ મેં કાવ્ય દ્વારા કહી દીધું છે.
પ્રભુ એમના આત્માને ચીર શાન્તી બક્ષે એવી પ્રાર્થના.
ધીરજલાલ વિષે તમારે વિગતે જાણવું હોય તો. ચેતનાબેને પ્રગટ કરેલી એમના વિષેની પોસ્ટ  જરૂર વાંચવા વિનંતી, અને એ વાંચવા નીચેની “લીન્ક” ક્લીક કરો>>>
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is as I came to know of a great teacher, DHIRAJLAL P. BHUT, who had died and missed by so many whom he taught, including CHETANA SHAH.
You can read about Dhirajlal if you go the Blog of Chetana by the Link.
I have paid my respects by an ANJALI Kavya.
Hope you come and read this Post.
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન ! સુવિચારો !…મનઃ માણસ, કે માનવી !

10 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 29, 2011 પર 6:46 પી એમ(pm)

  ગુરુઓ દેહથી ભલે અલગ હોય પરંતુ ગુરુતત્વ તો એકજ છે. જ્યારે સાધક આ મંત્રનો ઉચ્ચારણ કરી પોતાને ગુરુચરણોમાં સમર્પિત કરે છે, ત્યારે વિશ્વચેતના સાથે તે સહેલાઇથી જોડાઇ શકે છે.
  બંદઉં ગુરુ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ |
  મહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર ||
  બંદઉં ગુરુ પદ પદુમ પરાગા | સુરુચિ સુબાસ સરસ અનુરાગા |
  અમિઅ મૂરિમય ચૂરન ચારૂ | સમન સકલ ભવ રુજ પરિવારૂ ||
  સુકૃતિ સંભુ તન બિમલ બિભૂતી | મંજુલ મંગલ મોદ પ્રસૂતી |
  જન મન મંજુ મુકુર મલ હરની | કિઍં તિલક ગુન ગન બસ કરની ||
  શ્રી ગુર પદ નખ મનિ ગન જોતી | સુમિરત દિબ્ય દષ્ટિ હિયૅં હોતી |
  દલન મોહ તમ સો સપ્રકાસૂ | બડે ભાગ ઉર આવઈ જાસૂ ||
  ઉધરહિં બિમલ બિલોચન હી કે | મિટહિં દોષ દુ:ખ ભવ રજની કે ||
  સૂઝહિં રામ ચરિત મનિ માનિક | ગુપુત પ્રગટ જહૅં જો જેહિ ખાનિક ||
  જથા સુઅંજન અંજિ દગ સાધક સિદ્ધ સુજાન |
  કૌતુક દેખત સૈલ બન ભૂતલ ભૂરિ નિધાન ||
  ગુરુ પદ રજ મૃદુ મંજુલ અંજન | નયન અમિઅ દગ દોષ બિભંજન ||
  તેહિં કરિ બિમલ બિબેક બિલોચન | બરનઉં રામ ચરિત ભવ મોચન ||

  જવાબ આપો
 • 2. Chetu  |  નવેમ્બર 30, 2011 પર 6:53 પી એમ(pm)

  Thanks Uncle..!!

  જવાબ આપો
 • 3. Capt. Narendra  |  નવેમ્બર 30, 2011 પર 7:16 પી એમ(pm)

  ગુરૂવંદનામાં અાપણે સહુ સહભાગી છીએ. પ્રજ્ઞાબહેનના પ્રતિભાવમાં ગુરૂતત્ત્વનાં દર્શન થયા અને તે માટે તેમનો પણ હૃદયપૂર્વક આભાર. મારા સદ્ભાગ્યે ગોંડલ, રાજકોટ અને કોટડા સાંગાણીની મુલાકાત લેવાનો યોગ પ્રાપ્ત થયો હતો. ગુરૂનાં પગલાં જ્યાં પડ્યા હોય તે પૂણ્યભુમિનાં દર્શન થયા તે અાપણું સદ્ભાગ્ય છે.

  જવાબ આપો
 • 4. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 30, 2011 પર 11:57 પી એમ(pm)

  શ્રીમાન. ડૉ. ચન્દ્રવદન પુકાર સાહેબ

  ” રચના દ્વારા આજ ગુરૂને આપેલ સાચી શ્રધ્ધાંજલિ કહેવાય

  તમે યાદ કર્યા એજ ગુરૂની સફળતા કહેવાય. ”

  આપના ગુરૂજી એ અમારા પણ ગુરૂજી કહેવાય

  પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને એમના

  પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

  જવાબ આપો
 • 5. Mistry,Ishvarlal  |  ડિસેમ્બર 1, 2011 પર 6:24 એ એમ (am)

  Chandravadanbhai,

  Good posting for a teacher whom you respect so much.May his soul rest in peace. Also good knowledge he gave you.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 6. પરાર્થે સમર્પણ  |  ડિસેમ્બર 1, 2011 પર 8:19 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદવદનભાઈ,

  કાવ્ય રૂપ શ્રદ્ધાંજલિ આપ જેવા અનુભવીએ આપી એક ગુરુની

  પ્રત્યે શિષ્યનો અહોભાવ સરસ પ્રગટ કર્યો છે.

  આપના ગુરુ ભાવને હું વંદન કરું છું

  પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે.

  જવાબ આપો
 • 7. himanshupatel555  |  ડિસેમ્બર 1, 2011 પર 4:56 પી એમ(pm)

  ગુરુ ગોવિંદ દોઊ ખડે, કાકો લાગું પાય
  બલિહારી ગુરુ આપની, ગોવિંદ દીયો બતાય
  તમારા ગુરુ ભાવને વંદન જેણે તમને દિશા અને દ્રુષ્ટિ બન્ને આપ્યાં.

  જવાબ આપો
 • 8. Rajul Shah  |  ડિસેમ્બર 1, 2011 પર 7:23 પી એમ(pm)

  ખરા હ્રદયથી યાદ કરીએ એ દિવસ જ સાચી ગુરૂપૂર્ણીમા. એના માટે વર્ષમાં આવતા એક દિવસની રાહ જોવાની ય ક્યાં જરૂર ?

  જવાબ આપો
 • 9. pravina  |  ડિસેમ્બર 1, 2011 પર 9:16 પી એમ(pm)

  ગુરૂ હંમેશ વંદનીય છે.

  પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે.

  જવાબ આપો
 • 10. nabhakashdeep  |  ડિસેમ્બર 2, 2011 પર 6:14 એ એમ (am)

  ગુરુ..એટલે મોટો.
  ગુરુની મોટાઈ એટલે જગ વંદનીય. સાચા હ્ર્દયની ભાવના ભાળી.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: