ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

નવેમ્બર 25, 2011 at 2:53 પી એમ(pm) 15 comments

 

 DFWAirportOverview.jpg
http://keralites.net/

ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

બુધવાર, અને ઓકટોબર ૧૯નો દિવસ હતો,
ચંદ્ર સુરેશને ફોન કરી વાતો કરતો હતો,
“ચંદ્ર ડાલાસ આવે તો મળવું જ પડે !”સુરેશ એવું કહે,
“ચર્ચા આવી યાદ છે ને ?”ચંદ્ર સુરેશને પુછી રહે,……….(૧)
ગુરૂવારે, ચંદ્ર તો ગારલેન્ડ સુરેશને મળવા આતુર રહે,
“જરા તાવ છે, અને જરા સારૂં નથી” સુરેશ ફોન કરી કહે,
ત્યારે,ચંદ્ર કહે, “ના મળી શકાય તો નારાજ ના થાશો,”
“બસ, આરામ કરજો, ‘ને ફોનથી મળ્યાનો આનંદ માણજો”………(૨)
ફરી ફોન પર વાતો કરી, સુરેશ શનિવારે હું એરપોર્ટ હશે જાણી,
એરપોર્ટ નજીક રહેતા દીકરા ઘરે શુકવારે જવાનો નિર્ણય કરી,
અમેરીકન એરલાઈન્સના ટરમીનલ ‘ને ગેઈટનું જાણી લીધું,
“એરપોર્ટે જરૂર મળીશું !”કહી સુરેશ ફોન કનેકશન બંધ કરી દીધું……..(૩)
શનિવારની સવારે, પ્લાન પ્રમાણે, ચંદ્ર તો એરપોર્ટ પર હતો,
બોર્ડીન્ગ પાસ વિગેરે લઈ, એ તો સુરેશની રાહ જોતો હતો,
ત્યાં, અચાનક કલર સ્વેટરમાં સુરેશ ચંદ્ર નજરે આવે,
ત્યારે, ચંદ્ર-સુરેશ હૈયે ફક્ત આનંદ આનંદ વહે !………..(૪)
કેમેરો બહાર કાઢી, કમુને હું કેમેરા સામે હતા,
તસ્વીર ખેંચી, સુરેશ ખુબ જ  ખુશીભર્યા હતા,
પછી, એ જ કેમેરાથી કમુએ ફોટો ચંદ્ર-સુરેશનો પાડી,
એ તો ચંદ્ર-કેમેરો હાથમાં લઈ, જોડીને ફરી ફોટોમાં મઢી !…..(૫)
કમુ, સુરેશ સાથે, એરપોર્ટની બેન્ચ પર હું હતો,
પ્રથમવાર સુરેશ કમુને મળ્યાનો સાક્ષી જું હતો,
વાતો બેન્ચ પર શક્ય થઈ, તેમાં અમારી દોસ્તી હતી,
એક લાલ પેપરબેગમાં ચંદ્ર માટે સુરેશ ભેટ હતી !……..(૬)
સુરેશને નિહાળી, ચંદ્ર કહે “નવા જ ‘ને યુવાન લાગો છો તમે,”
“આ તો પ્રાણાયામ ‘ને મેડીટેશનની કરામત”કહે સુરેશ મને,
એક મિત્રએ આવું જણાવી, પ્રાણાયામ માટે સુરેશ સલાહો હતી,
જેમાં, ભરેલી શુભ ભાવનાઓથી ચંદ્ર હૈયે ખુશીઓ હતી !…….(૭)
“સેક્યુરીટી ચેકનો સમય થઈ ગયો છે ” સુરેશ ચંદ્ર શબ્દો એવા  સાંભળે,
કમુ ચંદ્ર સાથે સુરેશ પણ વાતો કરતા ગેઈટ ૩૧ સીના ચેક પોઈન્ટ સુધી  આવે,
“ગુડ બાય” કહેતા, સુરેશ તો ધીરે ધીરે ચંદ્રથી દુર જાય છે,
ત્યારે ચંદ્ર તો મિત્રના સ્નેહથી ગદ ગદ થઈ જાય છે !…….(૮)
ચાલતા ચાલતા, ચંદ્ર કમુ સાથે ગેઈટ નંબર ૩૧ નજીક પહોંચી,
એક બેન્ચ પર બેસી, લાલ બેગ ખોલી, એક નજર-તીર છોડી,
નિહાળે પ્રેમથી પેપરના બનાવેલા “ઓરોગોમી”ના  આકારો અનેક,
ત્યારે, ચંદ્ર હૈયું નાચી ઉઠે, અને મનથી સુરેશ્નને મોકલે આભારો અનેક !……(૯)
ચંદ્ર હૈયે તો ખુશીઓના ઝરણાઓ વહી ગયા,
બેગ અને આકારોના ફોટાઓ પણ લઈ લીધા,
ચંદ્ર કહે,” સુરેશ આ મુલાકાતનું ચંદ્રને બધુ જ યાદ છે, ઓ મિત્ર મારા,”
“તું પણ યાદ રાખજે આ ડાલાસ એરપોર્ટ મુલાકાત, ઓ મિત્ર મારા !”……(૧૦)
કાવ્ય રચના…તારીખ ઓકટોબર,૨૩,૨૦૧૧                          ચંદ્રવદન

બે શબ્દો…

આજનું કાવ્ય મિત્ર મિત્રના મિલન વિષે છે.
હું મારા પત્ની સાથે કોલેંબીયા, સાઉથ કેરોલીના ઓકટોબર ૧૧, ૨૦૧૧થી ઓકટોબર ૧૬ સુધી રહ્યા બાદ, સોમવાર, ઓકટોબર,૧૭ના દિવસે ડાલાસ,ટેક્ષાસ આવ્યો.
ત્યારબાદ, બુધવારના દિવસે મેં સુરેશભાઈને ફોન કરી જાણ કરી કે હું ડાલાસમાં જ છું.
એઓ એ જાણી, ખુશ થઈ કહેવા લાગ્યા કે કાલે ગારલેન્ડ મળવા આવીશ….દુર હતો એથી તસ્દી ના લેશો એવું કહ્યું ત્યારે એમણે કહ્યું “ચંદ્ર અહી ડાલાસમાં આવે અને હું ના મળું એ કેમ હોય શકે ?”
બસ, ગુરૂવારે હું એમની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ફરી એમનો ફોન આવ્યો અને જાણ્યું કે એમને તાવ છે. આ મિલન ના થયું.
ત્યારબાદ, હું શનિવારે ડાલાસ એરપોર્ટથી લોસ એન્જીલીસ જઈ રહ્યો હતો તો એમણે કહ્યું “આપણે એરપોર્ટ પર મળીશું”. એમણે પછી ટરમીનલ/ગેઈટની માહિતી મળવી લીધી.
અને અમો એક બીજાને મળ્યા…કમુ સુરેશભાઈને પહેલીવાર મળી, વાતો કરી, ફોટાઓ પાડ્યા અને આનંદ સાથે “ગુડ બાય” કરી.
બસ, આ મિલન વિષે  આ કાવ્ય રચના છે.
આશા છે કે સૌને આ કાવ્ય પોસ્ટ ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Kavya Post is of my meeting Sureshbhai Jani at Dallas Airport.
Sureshbhai & I had enjoyed that ….I am just sharing that “joy” with you.
Hope you like it !
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો ! ગુરૂ ધીરજલાલને ચંદ્રઅંજલી !

15 ટિપ્પણીઓ Add your own

 • 1. dhavalrajgeera  |  નવેમ્બર 25, 2011 પર 3:30 પી એમ(pm)

  Happy that you got connected!

  જવાબ આપો
 • 2. સુરેશ જાની  |  નવેમ્બર 25, 2011 પર 4:11 પી એમ(pm)

  મળ્યાનો આનંદ બમણો થયો.
  આપેલું વચન આવતી મુલાકાતે જાળવશો ને?

  જવાબ આપો
 • 3. vandana patel  |  નવેમ્બર 25, 2011 પર 4:44 પી એમ(pm)

  સરસ , મિત્રની મુલાકાત આવી જ હોય છે…..

  જવાબ આપો
 • 4. Mistry,Ishvarlal  |  નવેમ્બર 25, 2011 પર 6:44 પી એમ(pm)

  Very pleasing experience when we meet someone we know.
  Very good to meet friend this way.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 5. pragnaju  |  નવેમ્બર 25, 2011 પર 11:49 પી એમ(pm)

  યાદ
  અશ્રુઓના તોરણો બંધાય તો.
  યાદના જો મોતીઓ સર્જાય તો.

  સ્નેહના આ વાદળો ક્યાંથી બને,
  દિલ તણા જો સાગરો સુકાય તો.

  મયકદામા રણ બધા જાશે વસી,
  શરબતી એ આંખડી છલકાય તો.

  એ અદાઓ પણ નિરર્થક થૈ જશે,
  સાદગીમાં દીલકશી મ્હેકાય તો.

  ભેદ સર્જન નો ચંદ્ર તું પુછજે,
  જો કદી એનું મિલન થૈ જાયતો

  જવાબ આપો
 • 6. pravina  |  નવેમ્બર 26, 2011 પર 3:31 એ એમ (am)

  વાહ એરપોર્ટ ઉપરનું મધુરું મિલન

  જાણે ધરતી પર ઉતરી આવ્યું ગગન

  મધરું દૃશ્ય કચકડામાં પૂરાઈ ગયું.

  જાણી આનંદ થયો.

  please visit

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 7. nilam doshi  |  નવેમ્બર 26, 2011 પર 10:21 એ એમ (am)

  લો. કર્યું આ કાજલટપકું તમારા આ મજાના મિલન પ્રસંગ પર..

  જવાબ આપો
 • 8. chandravadan  |  નવેમ્બર 26, 2011 પર 1:39 પી એમ(pm)

  This was a Comment by Email>>>>>>

  NEW POST……ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

  FROM: harnish Jani
  TO: chadravada mistry
  CC: Suresh Jani

  Friday, November 25, 2011 6:01 PM

  Message body

  વાહ,છેવટે મિત્રો મળ્યા ખરા !

  જવાબ આપો
 • 9. Capt. Narendra  |  નવેમ્બર 26, 2011 પર 2:10 પી એમ(pm)

  વાહ! જેવું સુંદર કાવ્ય, એટલું સુંદર મિલન! વર્ણન, મિલન અતિ સુંદર, અને તેથી સુંદર ભાવોક્તિ. આપના તથા સુરેશભાઇની ભાવનાઓ અમારી સાથે share કરવા માટે આભાર!

  જવાબ આપો
 • 10. nabhakashdeep  |  નવેમ્બર 26, 2011 પર 9:59 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ,
  આપે ફોન પર આ મધુર સ્નેહ મિલનની વાત કરી હતી .આજે
  આ ભાવભરી મુલાકાતને આપે કવનમાં મઢી.વાંચી ખૂબ જ
  આનંદ થયો. શ્રી સુરેશભાઈ એટલે ભાવુકતાના સોદાગર.
  મળવા જેવા માણસ….આનંદ આનંદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 27, 2011 પર 10:48 એ એમ (am)

  ડો. શ્રી ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  શું મિલન રચના બનાવેલ છે સાહેબ

  મિલન તો ખરેખર અદભુત છે. આજે એવું લાગ્યુ કે

  દિલ મળી ગયેલા હોય તેવા મિત્રોનું મિલન કરાવવા

  પ્રભુની મદદ મળે છે.

  આપના સ્વચ્છ દિલમાં સુંદર ભાવ છુપાયેલ છે સાહેબ

  અભિનંદન

  જવાબ આપો
 • 12. Mayur  |  નવેમ્બર 28, 2011 પર 12:37 પી એમ(pm)

  મિત્રો,
  ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
  છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
  મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
  આપના આગમનની પ્રતિક્ષાએ
  — કુમાર મયુર —

  જવાબ આપો
 • 13. પરાર્થે સમર્પણ  |  નવેમ્બર 29, 2011 પર 5:21 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  સુરોના ઈશ અને ચન્દ્રનું જયારે મિલન થાય ત્યારે એક અસામાન્ય

  દિવ્ય યોગ ઉત્પન્ન થાય. ખરું ને ?

  “સુરેશ ઓર ચન્દ્ર દોનું મિલે ભરી એક અનોખી યાદ

  મિત્રતા માણી મન ભરી ફરી મળવાનો દીધો સાદ “

  જવાબ આપો
 • 14. sapana  |  નવેમ્બર 30, 2011 પર 1:30 એ એમ (am)

  કમુ, સુરેશ સાથે, એરપોર્ટની બેન્ચ પર હું હતો,
  પ્રથમવાર સુરેશ કમુને મળ્યાનો સાક્ષી જું હતો,
  વાતો બેન્ચ પર શક્ય થઈ, તેમાં અમારી દોસ્તી હતી,
  એક લાલ પેપરબેગમાં ચંદ્ર માટે સુરેશ ભેટ હતી !…….વાહ મિત્રો મળે એતલે અનેરો આનંદ ..આ સુરેશભાઈ જાની અચાનક અમદાવાદમા મળી ગયા હતા આબે ઝમઝમની બોટલ સાથે વલીભાઈ જેવા વલી સાથે…જીવનભરના સંભારણા થઈ ગયાં..એમ લે લતાબેન અને નિલમ દોશી પણ મલેલા… ક્યા હતા આ નેટ વર્કમા અને સપના સાકાર થઈ ગયાં .એક દિવસ આપણી પણ મુલાકાત થઈ જશે અને આનંદ આનંદ થઈ જશે…
  સપના

  જવાબ આપો
 • 15. Rajul Shah  |  ડિસેમ્બર 1, 2011 પર 7:21 પી એમ(pm)

  મિત્રતાને વર્ષો ક્યારેય નડતા જ નથી ,જ્યારે મળે ત્યારે એ તરોતાજા જ લાગે.એનુ નામ જ ખરી મિત્રતા.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: