Archive for નવેમ્બર 25, 2011

ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

 

 DFWAirportOverview.jpg
http://keralites.net/

ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

બુધવાર, અને ઓકટોબર ૧૯નો દિવસ હતો,
ચંદ્ર સુરેશને ફોન કરી વાતો કરતો હતો,
“ચંદ્ર ડાલાસ આવે તો મળવું જ પડે !”સુરેશ એવું કહે,
“ચર્ચા આવી યાદ છે ને ?”ચંદ્ર સુરેશને પુછી રહે,……….(૧)
ગુરૂવારે, ચંદ્ર તો ગારલેન્ડ સુરેશને મળવા આતુર રહે,
“જરા તાવ છે, અને જરા સારૂં નથી” સુરેશ ફોન કરી કહે,
ત્યારે,ચંદ્ર કહે, “ના મળી શકાય તો નારાજ ના થાશો,”
“બસ, આરામ કરજો, ‘ને ફોનથી મળ્યાનો આનંદ માણજો”………(૨)
ફરી ફોન પર વાતો કરી, સુરેશ શનિવારે હું એરપોર્ટ હશે જાણી,
એરપોર્ટ નજીક રહેતા દીકરા ઘરે શુકવારે જવાનો નિર્ણય કરી,
અમેરીકન એરલાઈન્સના ટરમીનલ ‘ને ગેઈટનું જાણી લીધું,
“એરપોર્ટે જરૂર મળીશું !”કહી સુરેશ ફોન કનેકશન બંધ કરી દીધું……..(૩)
શનિવારની સવારે, પ્લાન પ્રમાણે, ચંદ્ર તો એરપોર્ટ પર હતો,
બોર્ડીન્ગ પાસ વિગેરે લઈ, એ તો સુરેશની રાહ જોતો હતો,
ત્યાં, અચાનક કલર સ્વેટરમાં સુરેશ ચંદ્ર નજરે આવે,
ત્યારે, ચંદ્ર-સુરેશ હૈયે ફક્ત આનંદ આનંદ વહે !………..(૪)
કેમેરો બહાર કાઢી, કમુને હું કેમેરા સામે હતા,
તસ્વીર ખેંચી, સુરેશ ખુબ જ  ખુશીભર્યા હતા,
પછી, એ જ કેમેરાથી કમુએ ફોટો ચંદ્ર-સુરેશનો પાડી,
એ તો ચંદ્ર-કેમેરો હાથમાં લઈ, જોડીને ફરી ફોટોમાં મઢી !…..(૫)
કમુ, સુરેશ સાથે, એરપોર્ટની બેન્ચ પર હું હતો,
પ્રથમવાર સુરેશ કમુને મળ્યાનો સાક્ષી જું હતો,
વાતો બેન્ચ પર શક્ય થઈ, તેમાં અમારી દોસ્તી હતી,
એક લાલ પેપરબેગમાં ચંદ્ર માટે સુરેશ ભેટ હતી !……..(૬)
સુરેશને નિહાળી, ચંદ્ર કહે “નવા જ ‘ને યુવાન લાગો છો તમે,”
“આ તો પ્રાણાયામ ‘ને મેડીટેશનની કરામત”કહે સુરેશ મને,
એક મિત્રએ આવું જણાવી, પ્રાણાયામ માટે સુરેશ સલાહો હતી,
જેમાં, ભરેલી શુભ ભાવનાઓથી ચંદ્ર હૈયે ખુશીઓ હતી !…….(૭)
“સેક્યુરીટી ચેકનો સમય થઈ ગયો છે ” સુરેશ ચંદ્ર શબ્દો એવા  સાંભળે,
કમુ ચંદ્ર સાથે સુરેશ પણ વાતો કરતા ગેઈટ ૩૧ સીના ચેક પોઈન્ટ સુધી  આવે,
“ગુડ બાય” કહેતા, સુરેશ તો ધીરે ધીરે ચંદ્રથી દુર જાય છે,
ત્યારે ચંદ્ર તો મિત્રના સ્નેહથી ગદ ગદ થઈ જાય છે !…….(૮)
ચાલતા ચાલતા, ચંદ્ર કમુ સાથે ગેઈટ નંબર ૩૧ નજીક પહોંચી,
એક બેન્ચ પર બેસી, લાલ બેગ ખોલી, એક નજર-તીર છોડી,
નિહાળે પ્રેમથી પેપરના બનાવેલા “ઓરોગોમી”ના  આકારો અનેક,
ત્યારે, ચંદ્ર હૈયું નાચી ઉઠે, અને મનથી સુરેશ્નને મોકલે આભારો અનેક !……(૯)
ચંદ્ર હૈયે તો ખુશીઓના ઝરણાઓ વહી ગયા,
બેગ અને આકારોના ફોટાઓ પણ લઈ લીધા,
ચંદ્ર કહે,” સુરેશ આ મુલાકાતનું ચંદ્રને બધુ જ યાદ છે, ઓ મિત્ર મારા,”
“તું પણ યાદ રાખજે આ ડાલાસ એરપોર્ટ મુલાકાત, ઓ મિત્ર મારા !”……(૧૦)
કાવ્ય રચના…તારીખ ઓકટોબર,૨૩,૨૦૧૧                          ચંદ્રવદન

બે શબ્દો…

આજનું કાવ્ય મિત્ર મિત્રના મિલન વિષે છે.
હું મારા પત્ની સાથે કોલેંબીયા, સાઉથ કેરોલીના ઓકટોબર ૧૧, ૨૦૧૧થી ઓકટોબર ૧૬ સુધી રહ્યા બાદ, સોમવાર, ઓકટોબર,૧૭ના દિવસે ડાલાસ,ટેક્ષાસ આવ્યો.
ત્યારબાદ, બુધવારના દિવસે મેં સુરેશભાઈને ફોન કરી જાણ કરી કે હું ડાલાસમાં જ છું.
એઓ એ જાણી, ખુશ થઈ કહેવા લાગ્યા કે કાલે ગારલેન્ડ મળવા આવીશ….દુર હતો એથી તસ્દી ના લેશો એવું કહ્યું ત્યારે એમણે કહ્યું “ચંદ્ર અહી ડાલાસમાં આવે અને હું ના મળું એ કેમ હોય શકે ?”
બસ, ગુરૂવારે હું એમની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ફરી એમનો ફોન આવ્યો અને જાણ્યું કે એમને તાવ છે. આ મિલન ના થયું.
ત્યારબાદ, હું શનિવારે ડાલાસ એરપોર્ટથી લોસ એન્જીલીસ જઈ રહ્યો હતો તો એમણે કહ્યું “આપણે એરપોર્ટ પર મળીશું”. એમણે પછી ટરમીનલ/ગેઈટની માહિતી મળવી લીધી.
અને અમો એક બીજાને મળ્યા…કમુ સુરેશભાઈને પહેલીવાર મળી, વાતો કરી, ફોટાઓ પાડ્યા અને આનંદ સાથે “ગુડ બાય” કરી.
બસ, આ મિલન વિષે  આ કાવ્ય રચના છે.
આશા છે કે સૌને આ કાવ્ય પોસ્ટ ગમે !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Kavya Post is of my meeting Sureshbhai Jani at Dallas Airport.
Sureshbhai & I had enjoyed that ….I am just sharing that “joy” with you.
Hope you like it !
Dr. Chandravadan Mistry

નવેમ્બર 25, 2011 at 2:53 પી એમ(pm) 15 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930