ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !

નવેમ્બર 22, 2011 at 2:42 પી એમ(pm) 18 comments

Image and video hosting by TinyPic

ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !

નવેમ્બર,૨૨,૨૦૦૭ના દિવસે જન્મરૂપી એક શરૂઆત હતી,
“હોમ” સાથે વિભાગોરૂપી  શરૂઆતમાં  વિજયભાઈનો સહકાર હતો,…(૧)
નવેમ્બર, ૨૦૦૮માં વર્ષ પહેલું પુરૂ થાય,
જેમાં, કાવ્યો સાથે “ટુંકી વાર્તાઓ”પણ સમાય છે,…..(૨)
નવેમ્બર,૨૦૦૯માં વર્ષ બીજુ પુરૂ  થાય,
જેમાં, અનેક ચાહક- ઉત્સાહના  દર્શન થાય,….(૩)
નવેમ્બર,૨૦૧૦માં વર્ષ ત્રીજુ પુરૂ થાય,
ત્યારે, સીડની ઓસ્ટ્રેલીઆમાં ચંદ્રને આનંદ એનો થાય,……(૪)
હવે, નવેમ્બર,૨૦૧૧માં વર્ષ ચોથું કહેવાય,
ચોથા જન્મદિવસે પણ “ચંદ્રપૂકાર” બ્લોગજગતે બાળ કહેવાય……(૫)
ચંદ્ર તો, સરવાળો આવો કરતો રહે,
અને, સૌને ફરી ફરી પધારવા વિનંતી કરતો રહે,…..(૬)
પ્રેમથી સૌ ચંદ્રપૂકાર પર હવે પધારજો,
પ્રતિભાવો આપી, ચંદ્રને આનંદ આપજો !….(૭)
કાવ્ય રચના…તારીખઃ ઓકટોબર,૨૬,૨૦૧૧                     ચંદ્રવદન
દિવાળીનો શુભ દિવસ !

બે શબ્દો…

ચાર વર્ષ આટલા જલ્દી પુરા થઈ ગયા…અને એનો તો ખ્યાલ જ ના રહ્યો.
પણ…નવેમ્બર માસ નજીક આવે એટલે  તરત જ “ચંદ્રપૂકાર”નો જન્મદિવસ યાદ આવે.
આટલા વર્ષોમાં  આ બ્લોગ પર  અનેક પધાર્યા ( કુલ્લે ૧૧૩૮૫૦ )
અને, એવા મહેમાનોમાંથી  અનેકે  પ્રતિભાવો પણ આપ્યા ( કુલ્લે ૫૦૨૦)
એ કારણે જ મને બ્લોગ પર પોસ્ટો પ્રગટ કરવા ઉત્સાહ મળ્યો છે…….અને, મને  અનેક કાવ્યો….સુવિચાઓ….ટુંકી વાર્તાઓ તેમજ અન્ય પોસ્ટો પ્રગટ કરવા પ્રેરણાઓ મળી છે.
આજે સૌને મારો આભાર દર્શાવું છું.
આ કાવ્ય રચના પોસ્ટરૂપે અહી આ જન્મદિવસે પ્રગટ કરી તે સૌને ગમશે એવી આશા.
કાવ્યમાં ઉલ્લેખ કર્યો તે પ્રમાણે, તમો સૌ “ફરી ફરી ” આ બ્લોગ પર પધારશો એવી નમ્ર વિનંતી !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS….
Today it is 22nd November 2011.
It is the 4th Birthday of my Blog Chandrapukar.
It is a day of Joy for me.
With a total of 113900 Visitors and the Total Comments of over 5000, I am very thankful to ALL for the Support.
Hope that you will continue your support in the years ahead.
Dr. Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

દસ સારથી રત્નોની જીવન માળા ! ડાલાસ એરપોર્ટ પર ચંદ્ર-સુરેશ મિલન !

18 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 22, 2011 પર 3:49 પી એમ(pm)

  ૪થી વર્ષગાંઠના અંતરના અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ
  “સૌને ફરી ફરી પધારવા વિનંતી કરતો રહે,
  પ્રેમથી સૌ ચંદ્રપૂકાર પર હવે પધારજો,
  પ્રતિભાવો આપી, ચંદ્રને આનંદ આપજો !”
  આટલા પ્રેમથી આમંત્રો ..
  જરુરથી આવશું.
  તમે પણ આધ્યાત્મિક લેખો માટે સંત સત્સંગ,ચિંતન,મનન, ધ્યાનનો સમય વધારશો.
  કાવ્યો માટે છ્ંદ/લયબધ્ધ લખવા પ્રયત્ન કરશો.
  વાર્તાઓ સારી રહે છે .
  બાકી તબિબિ લેખો અ દ ભૂ ત છે.

  જવાબ આપો
 • 2. vijayshah  |  નવેમ્બર 22, 2011 પર 6:09 પી એમ(pm)

  ૪થી વર્ષગાંઠના અંતરના અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ
  અને જીવો ત્યાં સુધી ઉર્મિ સભર કાવ્યના પુષ્પો ગુજરાતી સાહિત્ય જગતને અર્પો તેવી પ્રભુ પ્રાર્થના

  જવાબ આપો
 • 3. Mistry,Ishvarlal  |  નવેમ્બર 22, 2011 પર 6:39 પી એમ(pm)

  Congracttulations on the 4th anniversary , It has been very useful knowledge in our life and sends us on the right path, Best wishes and thankyou for sharing your thoughts.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. thakorbhai  |  નવેમ્બર 22, 2011 પર 7:33 પી એમ(pm)

  happy birthday…

  જવાબ આપો
 • 5. hemapatel  |  નવેમ્બર 22, 2011 પર 8:11 પી એમ(pm)

  ૪થી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન.
  આપ આવીજ રીતે લખતા રહો એજ શુભેચ્છા.

  જવાબ આપો
 • 6. સુરેશ જાની  |  નવેમ્બર 22, 2011 પર 8:37 પી એમ(pm)

  બર્થ ડે કેક ક્યારે ખવડાવો છો?
  કે ઈ પણ ઈ-કેક ?!

  જવાબ આપો
 • 8. dhavalrajgeera  |  નવેમ્બર 23, 2011 પર 12:29 એ એમ (am)

  અભિનંદન.

  જવાબ આપો
 • 9. pami66  |  નવેમ્બર 23, 2011 પર 3:53 એ એમ (am)

  અભિનંદન,અને અગણિત શુભેચ્છા.

  જવાબ આપો
 • 10. SARYU PARIKH  |  નવેમ્બર 23, 2011 પર 4:11 એ એમ (am)

  ચન્દ્રવદનભાઈ,
  આવતા ઘણા વર્ષો તમારો ઉત્સાહ વધતો રહે તેવી શુભેચ્છા. વેબસાઈટનુ જાદુ અજબ છે અને આપણને લોકો સાથે સંપર્ક રાખવાનુ માધ્યમ સરસ મળી ગયું છે. Happy creation.
  સરયૂ પરીખ

  જવાબ આપો
 • 11. અશોક મોઢવાડીયા  |  નવેમ્બર 23, 2011 પર 5:58 એ એમ (am)

  || અભિનંદન ||
  પંચમવર્ષમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

  જવાબ આપો
 • 12. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 23, 2011 પર 8:29 એ એમ (am)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન ” પુકાર ” સાહેબ

  આપ ગુજરાતી સમાજની સેવા કરતા કરતા

  ચતુર્થ વર્ષના મંગલમય પ્રવેશ નિમિત્તે

  હાર્દિક શુભકામનાઓ

  જવાબ આપો
 • 13. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી  |  નવેમ્બર 23, 2011 પર 9:06 એ એમ (am)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  બ્લોગ જગતમાં ૪ વર્ષ અવિરત પ્રગતિ કરતાં વીતી ગયા અને પાંચમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બદલ ખૂબજ અંતર પૂર્વક ની શુભેચ્છાઓ સાથે અભિનંદન…

  જવાબ આપો
 • 14. Rameshchandra Patel  |  નવેમ્બર 23, 2011 પર 7:53 પી એમ(pm)

  સૌને શીતળતાથી ભરતી સુધાવાણી એટલે ‘ચંદ્ર પુકાર’

  આપે મેડિકલ અને અધ્યાત્મૈકતા સાથે બ્લોગ મિત્રોની મનભાવન પોષ્ટો વડે
  ઉમદા યોગદાન આપ્યું છે. આપની આ વિચારધારા નો લાભ મળતો જ રહે
  એીવી આશા સહ અંતરથી ખૂબ ખૂબ શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 15. Rajul Shah  |  નવેમ્બર 23, 2011 પર 10:39 પી એમ(pm)

  પાંચમા પુનિત વર્ષ પ્રવેશના હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છા.

  જવાબ આપો
 • 16. પરાર્થે સમર્પણ  |  નવેમ્બર 24, 2011 પર 8:40 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  ચતુર્થ વર્ષ પૂર્ણ કરી પંચમ વર્ષમાં ઝળહળતા પ્રવેશ બદલ

  ખોબલા ભરીને અભિનંદન.

  “સાત થી અગિયાર એમ ચાર વર્ષ પુરા કર્યાં

  બ્લોગ જગતના હૈયામાં આનંદ ઉમંગ ભર્યા

  વાર્તા લેખો કવિતાઓને અભિનંદન ખુબ કર્યા

  ચંદ્ર પુકારના અલોકિક પુકારો જગતમાં વહેતા કર્યાં.”

  જવાબ આપો
 • 17. himanshupatel555  |  નવેમ્બર 24, 2011 પર 3:53 પી એમ(pm)

  પંચમ પ્રવેશ પણ એવો જ આવકાર્ય બની રહેશે તે પ્રાર્થના.

  જવાબ આપો
 • 18. sapana  |  નવેમ્બર 30, 2011 પર 1:33 એ એમ (am)

  થોડી મોડી છું અભિનંદન આપવા માટે પણ શુભેચ્છા દિલથી નીકળે છે ..તમારા સાહિત્ય અને ભક્તિ રસમાં અમને તરબોળ રાખશો..
  સપના

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 372,874 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: