દસ સારથી રત્નોની જીવન માળા !

November 18, 2011 at 1:42 pm 10 comments

 

દસ સારથી રત્નોની જીવન માળા !

સારથી સંસ્થાના દસ રત્નોનું સૌને હું કહું,
અરે, ઓ, અમર આત્માઓ સાંભળો જે હું કહું !………..(ટેક)
પહેલું રત્ન છે, પ્રવૃત્તિઓ માટે રસ રાખવો,
જો પ્રવૃત્તિઓ માટે રસ નહી જ્યારે ,
તો, જ્ઞાનીનું માર્ગદર્શનની જરૂરત હોય જો !…….સારથી…(૧)
બીજું રત્ન છે, “મેડિટેશન” યાને “મનન”કહેવાય,
જો, જીવનમાં મનનને અગત્યનું બનાવ્યું,
તો, જીવન ઘડતરની ઈંટો ચણાય જો !…સારથી……(૨)
ત્રીજુ રત્ન છે, મન અને દેહ એક છે ની જાણકારી,
જો, મન અને દેહની “એકતા”ની સમજ મળી જાય,,
તો, જીવન ખરેખર સરળ બની જાય જો !…….સારથી…..(૩)
ચોથું રત્ન છે, શાન્તી સહીત ખામોશી,
જો, શાન્તી એવી તમે પામી,
તો,”પરમ શાન્તી તત્વ” તરફ પંથ લેવાય જો !…સારથી….(૪)
પાંચમું રત્ન છે, એક ઉંડાણની ખમોશીભરી શાન્તી,
જો, દશા એવી મન,દેહની બની,
તો, “પરમ તત્વ” દુર ના હોય જો !….સારથી……(૫)
છઠ્ઠું રત્ન છે, પ્રેમ સહીત સહાનુભુતીભરી શાન્તી,
જો, એવું પ્રેમ ઝરણું હૈયે વહ્યું,
તો, આત્માને સમજવાનું થયું જો !…….સારથી….(૬)
સાતમું રત્ન છે, માનવ દેહ ચમકતી તંદુરસ્તી,
જો,હોય કુદરતી ચીજો ખોરાકે પ્રમાણમાં,
તો, માંદગી જરૂર દુર ભાગે જો !……સારથી……(૭)
આઠમું રત્ન છે, કુદરત જ ખુદ નજરે આવે,
જો, કુદરતની સુંદરતા દેહની અંદર રાખી,
તો, માનવતાનું ફુલ ખીલી જાય જો !…….સારથી….(૮)
નવમું રત્ન છે, “પ્રભુતા”ની પરખ રહી,
જો, ભક્તિના સરળ ભાવો હોય,
તો, જીવન ધન્ય બની જાય જો !…..સારથી…..(૯)
દસમું રત્ન છે, તમ હ્રદય પૂકાર,
જો, એવી પૂકારમાં તમ હ્રદય સમજાય,
તો, માનવ માનવને ખરેખર જાણે જો !……(૧૦)
આવા દસ સારથી રત્નો જોડી બને એક માળા,
જો, પહેરો તમે  પ્રેમથી એને,
તો, ચંદ્ર હૈયું આનંદથી ભરપુર થાય જો !……સારથી…(૧૧)
કાવ્ય રચના,,તારીખ ઓકટોબર, ૨, ૨૦૧૧                    ચંદ્રવદન

બે શબ્દો…

તારીખ ઓકટોબર,૨,૨૦૧૧ના દિવસે મારા મિત્ર ચંદ્રશેખર ભટ્ટનો એક ઈમેઈલ આવ્યો.
એમાં, “સારથી યોગ ફાઉડેશન” સંસ્થા ચલાવનાર શ્રી ભુપેન્દ્ર સોનેજી એક રીટ્રીટ (RETREAT) માટે સંદેશો “એટેચમેન્ટ” સાથે અંગ્રેજીમાં આ પ્રમાણે હતો>>>>
Dear Aspirant,
Namaste.
Some of us had very lovely time at the retreat. So we decided to share our joy with you. Time must not have been suitable else you would have definitely joined us. Enjoy the photographs and enjoy the extract, in the form of ten pints to ponder, of the discussion and lessons we learned during the three days.
We have enclosed the word file for your ready use of the ten points to ponder. You may choose to share with your friends and family members. To enjoy more photographs of the retreat await the next email.
Hari AUM
Bhupendra S. Soneji

10 Points to ponder from the Fall 2011 Sarathi Yog Retreat:

(1) If you are not interested, nothing can interest you.

(2) Meditation should always have the first priority in your life.

(3) Mind and body are not separate entities.

(4) Silence cannot be created, it is.

(5) Deeper state of being is silence.

(6) Love, Silence and Compassion are synonyms or they coexist.

(7) For good health stay away from Sugar, Salt, Bleached Flour, Dairy Product and processed food.

(8) Allow nature to enter you.

(9) Divinity is simplicity and is always in abundance.

(1૦) Have a Heart for your Heart.

આ દસ “પોઈન્ટો” મેં વાંચ્યા.

ફરી વાંચ્યા, અને પ્રભુ પ્રેરણાથી આજની પોસ્ટની કાવ્ય રચના શક્ય થઈ.

જે કોઈને આ સંસ્થા વિષે વધુ જાણકારીની ઈચ્છા હોય તેઓ “ક્લીક” કરી નીચેની સાઈટ પર જઈ શકે છે>>>

http://www.sarathi.org/
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is based on an Email infrming me of the “Retreat” that was being planned by the “SARATHI YOG FOUNDATION” of Southern California.
There were 10 POINTS for all to ponder.
After reading those Points, I was inspired & the Poem in Gujarati was created.
Those who can read Gujarati can enjoy it…those who can not read Gujarati can ask a friend who knows that.Even if you can not get the assistance from anyone, do not be disheartened, as after all, these 10 POINTS are IMPORTANT for living rightly on this Earth.
You can know more about the “SARATHI” Organisation by clicking  below to the LINK>>>>
http://www.sarathi.org/
Hoping many of you read this Post & enjoy it !
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો ! ચાર વર્ષનો “ચંદ્રપૂકાર”જીવનનો સરવાળો !

10 Comments Add your own

 • 1. dhavalrajgeera  |  November 18, 2011 at 1:56 pm

  Mind and body are not separate entities.
  Allow nature to enter you.

  Reply
 • 2. pragnaju  |  November 18, 2011 at 3:00 pm

  ખૂબ સ રસ લેખમા થોડા સૂચન…
  ૧ સદા પવિત્ર પ્રવૃતિ જ કરવી
  ૨ મેડિટેશનનો એક અર્થ એ છે કે તે ક્ષણમાં જીવવું જે વર્તમાનમાં છે. ભગવાન મહાવીરે આને સામાિયક કહ્યું છે અને બુદ્ધે તેને જ બોધ નામ આપ્યું છે, પરંતુ ધ્યાન એમ નહીં મેળવી શકાય. તેના માટે કેટલીક સીડીઓ ચઢવી પડશે.
  ૩મન અને દેહ એક છે….વિગતે સમજાવશો
  આશા, વિશ્વાસ કે હિંમત છોડી દેવી; હિંમત હારી જવી. એટલે મરી જવું.
  ૪ શાન્તી સહીત ખામોશી…બહુ મૉટી વાત.માનસિક શાન્તી અને મૌન અંગે સરળ સહજ સમજ આપશો
  ૫ઉંડાણની ખમોશીભરી શાન્તી,..ખૂબ અભ્યાસ માંગી લે.
  ૬પ્રેમ સહીત સહાનુભુતીભરી શાન્તી…અપેક્ષારહિત પ્રેમ !
  ૭ માનવ દેહ ચમકતી તંદુરસ્તી, …આધ્યાત્મિક રીતે પણ તેને ધર્મનું સાધન કહ્યું છે
  ૮કુદરત જ ખુદ નજરે આવે આત્મવત સર્વ ભૂતેષુ ?
  ૯ભક્તિના સરળ ભાવો…ભાવ એ પ્રેમની ઉપરની સ્થિતી છે.તેને માટે સતત પ્રયત્નશીલ રહેવુ
  ૧૦ હ્રદય પૂકાર…હંમણા જે અંતરાત્માના અવાજની વાત એક ભ્રમ છે.સાચી હ્રદય પૂકાર તો સતત સાધના બાદ કોઈક સંતને આવે.

  Reply
  • 3. chandravadan  |  November 19, 2011 at 7:42 pm

   પ્રજ્ઞાજુબેન,

   તમારો પ્રતિભાવ વાંચ્યો, ……અને જે પ્રમાણે વિગતે તમે લખ્યું તે વાંચી ખુબ જ આનંદ !

   તમે લખ્યું કે…..મન અને દેહ એક છે….વિગતે સમજાવશો !

   મારા જ્ઞાન કે સમજ પ્રમાણે હું કેવી રીતે સાહસ કરી શકું ?

   એ તો અલ્પ છે !

   છતાં, પ્રયાસ કરૂં છું.

   (૧) મન વગર દેહ એટલે “પામર” પ્રાણી !

   (૨) મનનું દેહ સાથે જોડાવું એટલે એક થવું….અને, એથી જ મનુષ્ય થવું

   (૩) હવે, મનરૂપી “શક્તિ” દેહને કેવી રીતે રમાડે એ અગત્યનું છે.

   (૪) મનની “સ્થીરતા” એટલે દેહ અને મન એક બની મોહમાયામાંથી “મુક્તિ”મેળવી હાલત.

   (૫) મન અને દેહ”ની “એકતા”માં ખરેખર “માનવ”ના દર્શન થાય છે.

   (૬) અંતે… એજ માનવ “પુર્ણતા” ! (અગર તો પુર્ણતાનો પ્રયાસ કરતો માનવી).

   આ એક સફર છે !

   આ સફર એ જ માનવ જીવન !

   …….ચંદ્રવદન
   Thanks, Pragnajuben for the Comment.
   I hope you will revisit my Blog & read this response….correct me, and give alternative explanation to the thought of “Body & Mind” as one Entity !
   Dr. Chandravadan Mistry

   Reply
 • 4. Harnish Jani  |  November 18, 2011 at 8:26 pm

  ચંન્દ્રભાઈના,આપે દર્શાવેલા દસ નિયમો– અને પ્રજ્ઞાજુ–ના અરથઘટન બહુ ગમ્યા.

  Reply
 • 5. સુરેશ જાની  |  November 18, 2011 at 11:58 pm

  સરસ વિચારો. અમલમાં મૂકીએ.

  Reply
 • 6. Mistry,Ishvarlal  |  November 19, 2011 at 7:18 am

  Very good points to remember and put in practise, well said Chandravadanbhai.Thanks for sharing it gives good knowledge.
  Ishvarbhai.

  Reply
 • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 19, 2011 at 9:13 am

  શ્રીમાન. પુકાર સાહેબ

  આપે સુચવેલ 10 રત્નો ખરેખર

  ખુબજ જીવન ઉપયોગી છે,

  સંસારમાં આનાથી સારૂ જીવન જીવવા

  માટે હવે કોઈ ઔષધિ કદાચ માનવજાતને

  મળશે નહિ.

  સાહેબ ધન્યવાદ

  Reply
 • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  બહુમૂલ્ય રત્નો નો થાળ ધર્યો અને તેમાં પ્રજ્ઞાજુ દ્વારા પણ પૂરક માહિતી આપી જે ઉત્તમ છે..

  આવા અનેક મૂલ્યવાન રાતનો આપણી સંસ્કૃતિ પાસે છે, જરૂર છે તે માટે ખંત અને મહેનતની …
  ધન્યવાદ !

  Reply
 • 9. chandravadan  |  November 21, 2011 at 3:02 pm

  PLEASE Refer to the previous Comments (No2 of Pragnajuben & No3 Respose of Chandravadan) NOW…this is the Final Thoughts by Pragnajuben as an Email>>> New comment] દસ સારથી રત્નોની જીવન માળા ! /વિવેક ચૂડામણ TO: 1 recipient Show Details Message body આધ્યાત્મિક જ્ઞાન માટે વિવેક ચુડામણી જાણવા અશક્ય છતાં જેમને સર્વ વેદાંતના સિદ્ધાંતથી જાણી શકાય છે, એ પરમ આનંદસ્વરૂપ સદ્ ગુરૂ શ્રી ગોવિંદને હું પ્રણામ કરૂં છું. ।। ૧ ।। આત્મજ્ઞાનનું મહત્વ – Page – 5 પ્રાણીઓને પહેલાં તો મનુષ્યજન્મ દુર્લભ છે; તેમાંય પુરૂષ થવું અને પછી બ્રાહ્મણપણું મેળવવું મુશ્કેલ છે; બ્રાહ્મણ થયા પછી વેદધર્મને અનુસરવું અને પછી વિદ્વાન થવું કઠિન છે. તે પછી પણ આત્મા અને અનાત્માનું પૃથક્કરણ, કરો અનુભવ, આત્મા પોતે બ્રહ્મરૂપ છે એ સમજ્યા પછીની સ્થિતિ અને મુક્તિ-એ તો કરોડો જન્મોનાં પુણ્યો વિના મળતાં નથી. ।। ૨ ।। Page – 6 ભગવાની કૃપા જ જેમાં કારણ છે, એ મનુષ્યજન્મ, સંસારમાંથી મુક્ત થવાની ઈચ્છા અને મહાપુરૂષોનો સમાગમ – આ ત્રણ દુર્લભ જ છે. ।। ૩ ।। કેમે કરીને દુર્લભ મનુષ્યજન્મ મેળવીને અને તેમાં પણ વેદાંતના સિદ્ધાંતનું જ્ઞાન થઈ શકે એવું પુરૂષત્વ પામીને પણ જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય આત્માની મુક્તિ માટે પ્રયત્ન કરતો નથી, એ આત્મઘાતક જ છે; અને એ સત્ – દેહ વગેરે વસ્તુઓ ઉપર આસક્તિ ધરાવવાથી પોતે જ પોતાને હણે છે. ।। ૪ ।। દુર્લભ મનુષ્યદેહ અને તેમાં પણ પુરૂષત્વ પામ્યા છતાં જે માણસ તત્વજ્ઞાનરૂપી સ્વાર્થ સાધવામાં આળસ કરે છે, એનાથી મૂર્ખ બીજો કોણ શકે ? ।। ૫ ।। ભલે કોઈ માણસ શાસ્ત્ર સમજે-સમજાવે, દેવોની પૂજા કરે, અનેક (શુભ) કર્મ કરે અથવા દેવોને ભજે, તોપણ ‘બ્રહ્મ અને આત્મા એક જ છે’ એવા જ્ઞાન વિના સો બ્રહ્મા થઈ જાય તેટલા કાળે પણ (તેની) મુક્તિ થતી નથી. ।। ૬ ।। Page – 7 કારણ કે ‘ધનથી અમર થવાની આશા નથી’ એમ કહેનાર વેદ જ ચોખ્ખું કહે છે કે, ‘કર્મ મુક્તિનું કારણ નથી.’ ।। ૭ ।। જ્ઞાન મેળવવાના ઉપાય માટે વિદ્વાન માણસે બાહ્ય વિષયોનાં સુખની ઈચ્છાનો ત્યાગ કરી, મહા સંત ગુરૂદેવને શરણે જઈ એમના ઉપદેશને બરાબર સમજીને મુક્તિ માટે પ્રયત્ન કરવો. ।। ૮ ।। સત્ય આત્મજ્ઞાન પર શ્રદ્ધા રાખી યોગમાર્ગે જઈને, સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા આત્માનો પોતે જ ઉદ્ધાર કરવો. ।। ૯ ।। આત્મજ્ઞાનના અભ્યાસમાં તત્પર ધીર વિદ્વાનોએ સર્વ કર્મોનો ત્યાગ કરી સંસારરૂપી બંધનથી છૂટવા માટે પ્રયત્ન કરવા. ।। ૧૦ ।। કર્મ ચિત્તની શુદ્ધિ માટે જ છે, તત્ત્વજ્ઞાન માટે નથી. તત્વજ્ઞાન તો વિચારથી જ થાય છે; કરોડો કર્મોથી કાંઈ થતું નથી. ।। ૧૧ ।। (અધારામાં પડેલા) દોરડાને જ્યારે ભ્રમથી સર્પ માનવામાં આવે, ત્યારે તે ભ્રાંતિથી માનેલા-સર્પના ડરથી જે દુઃખ થાય છે તેને, બરાબર વિચાર કર્યા પછી ‘આ તો દોરડું છે, આવો નિશ્ચય જ દૂર કરે છે. ।। ૧૨ ।। Page – 8 (મહાત્માઓનાં) હિતકારક વચનોનો વિચાર કરવાથી જ (આત્મારૂપ) વસ્તુનો નિશ્ચય થાય છે; પણ સ્નાન, દાન અથવા સેંકડો પ્રાણાયામથી થતો નથી. ।। ૧૩ ।। આત્મજ્ઞાનના અધિકારી – Page – 8 ફળસિદ્ધિ અધિકારીને ખાસ કરી ઉપદેશ દે છે; અને એમાં દેશ, કાલ વગેરે ઉપાયો પણ સહાયક બને જ છે. ।। ૧૪ ।। આથી બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, દયાસાગર ઉત્તમ ગુરૂના શરણે જઈ જિજ્ઞાસુએ આત્મતત્ત્વનો વિચાર કરવો. ।। ૧૫ ।। ઉપર કહેલાં લક્ષણોવાળો બુદ્ધિમાન, વિદ્વાન અને તર્કવિતર્કમાં ચતુર મનુષ્ય આત્મવિદ્યામાં અધિકારી છે. ।। ૧૬ ।। જેને સદ્ અને અસદ્ નું જ્ઞાન હોય, જે વૈરાગ્યવાન, શમ-દમ વગેરે ષટ્સંપત્તિવાળો હોય અને જે મુમુક્ષુ હોય, એની જ બ્રહ્મજિજ્ઞાસા માં યોગ્યતા માની છે. ।। ૧૭ ।। ચાર સાધન – Page – 9 વિદ્વાનોએ બ્રહ્મજિજ્ઞાસામાં ચાર સાદન કહ્યાં છે. એ (સાધન) હોય, તો જ સત્ય વસ્તુ-આત્મા ઉપર શ્રદ્ધા થાય છે; એ વિના ન થાય. ।। ૧૮ ।। પહેલું સાધન – ‘નિત્યાનિત્યવસ્તુવિવેક’ કહેવાય છે; બીજું સાધન – ‘આ લોકના અને પરલોકના સુખ-ભોગ પર ‘વૈરાગ્ય’ છે;’ ત્રીજું સાધન – શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન – આ ષટ્સંપત્તિ છે; અને ચોથું સાધન – ‘મુમુક્ષુપણું’ છે. ‘બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે’ એવો જે નિશ્ચય, એ ‘નિત્યાનિત્યવસ્તુવિવેક’ છે.।। ૧૯ – ૨૦ ।। Page – 10 (જગતનું તુચ્છપણું નજરે) જોવાથી અને સાંભળવા વગેરેથી આ દેહથી માંડી બ્રહ્મલોક સુધીના બધા અનિત્ય ભોગ્ય પદાર્થોને તજી દેવાની જે ઈચ્છા એ જ ‘વૈરાગ્ય’ છે. ।। ૨૧ ।। વારંવાર દોષદ્રષ્ટિ કરીને, વિષયોના સમૂહથી વૈરાગ્ય પામી, મનની પોતાના લક્ષ્યમાં જ સ્થિર અવસ્થા, એ ‘શમ’ કહેવાય છે. કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય બંનેને તેમના વિષયો તરફથી વાલીને પોતપોતાના સ્થાનમાં જ સ્થિર કરવી, એ ‘દમ’ કહેવાય છે, અને (ચિત્તની) વૃત્તિ બહારના વિષયો ઉપર ન ભટકે, એ જ ઉત્તમ ‘ઉપરતિ’ છે. ।। ૨૨ – ૨૩ – ૨૪ ।। ચિંતા અને શોક વિના સર્વ દુઃખોને ઉપાય કર્યા વગર સહી લેવાં, એ ‘તિતિક્ષા’ કહેવાય છે. ।। ૨૫ ।। શાસ્ત્રનાં અને ગુરૂદેવનાં વચનોને સત્ય બુદ્ધિથી ગ્રહણ કરવાં, એ ‘શ્રદ્ધા’ કહેવાય છે; જેથી વસ્તુ મેળવી શકાય છે. ।। ૨૬ ।। Page – 11 બુદ્ધિને હમેશાં શુદ્ધ બ્રહ્મમાં જ સ્થિર કરવી, એ ‘સમાધાન’ કહેવાય છે; ચિત્તને સ્વેચ્છાચારી કરવું, એ ‘સમાધાન’ નથી.।। ૨૭ ।। અહંકારથી માંડી દેહ સુધીનાં જેટલાં અજ્ઞાનકલ્પિત બંધનો છે, તેમાંથી પોતાના આત્મસ્વરૂપના જ્ઞાન દ્વારા છૂટવાની ઈચ્છા એ ‘મુમુક્ષુપણું’ છે.।। ૨૮ ।। મુમુક્ષુપણું મંદ અથવા મધ્યમ હોય, તોપણ વૈરાગ્યથી, શમ વગેરે ષટ્સંપત્તિથી અને ગુરૂની કૃપાથી વદીને સફળ થાય છે. ।। ૨૯ ।। જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષુપણું – બંને તીવ્ર હોય, તેમાં જ ‘શમ વગેરે ષટ્સંપત્તિ’ સાર્થક અને સફળ થાય છે. ।। ૩૦ ।। પણ જેનામાં વૈરાગ્ય અને મુમુક્ષુપણું બંને મંદ હોય, તેમાં રહેલી ‘શમ વગેરે ષટ્સંપત્તિ’ મરૂસ્થળ ના જળની પેઠે માત્ર દેખાવની જ બને છે ।। ૩૧ ।। Page – 12 મુક્તિનાં કારણોની સામગ્રીમાં ભક્તિ જ સૌથી શ્રેષ્ઠ છે. પોતાના સ્વરૂપનું મનન કરવું, એ જ ‘ભક્તિ’ કહેવાય છે. કેટલાક વિદ્વાનો કહે છે કે ‘પોતાના આત્મત્વનું મનન એ જ ભક્તિ છે.’ ઉપર જણાવેલાં ચાર સાધનવાળા અને આત્મતત્વને જાણવા ઈચ્છતા પુરૂષે પ્રાજ્ઞ-સ્થિતપ્રજ્ઞ પાસે જવું, કે જેથી સંસારરૂપ બંધન છૂટે. જે શ્રોત્રિય અને પાપરહિત હોય, વિષય-વાસનાને વશ ન હોય, બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ હોય. બ્રહ્મજ્ઞાનમાં અગ્રેસર હોય, ઈંધણાં વગરના અગ્નિ જેવો શાંત હોય, કારણ વિના દયાનો સમુદ્ર હોય ને શરણે આવેલાનો બંધુ હોય, એવા ગુરૂને વિનય, નમ્રતા અને સેવાથી ભક્તિપૂર્વક સેવીને તે પ્રસન્ન થાય ત્યારે પાસે જઈ પોતાને જાણવું હોય તે આમ પૂછવુઃ ।। ૩૨ – ૩૩ – ૩૪ – ૩૫ – ૩૬ ।। Page – 13 શરણે આવેલા લોકના બંધુ અને દયાના સાગર, હે ગુરૂદેવ ! પ્રભુ ! હું આપને નમસ્કાર કરૂં છું. સંસારરૂપીસમુદ્રમાં પડેલા મારો, અતિ કરૂણારૂપી અમૃત વરસતી આપની સરળ કટાક્ષદ્રષ્ટિથી આપ ઉદ્ધાર કરો. ।। ૩૭ ।। રોકવો મુશ્કેલ એવા સંસારરૂપી દાવાનળથી હું દાઝેલો છું અને દુર્ભાગ્યરૂપી આંધીથી અતિશય થરથરૂં છું અને ડરૂં છું; તેથી હું આપને શરણે આવ્યો છું. આપ મૃત્યુથી મને બચાવો. આપ શિવાય બીજાને શરણ લેવા યોગ્ય હું નથી માનતો. ।। ૩૮ ।। આ ભયંકર સંસારરૂપી સમુદ્રને પોતાની મેળે જ તરી ગયેલા, બીજાઓને પણ તારનારા અને વસંતઋતુની પેઠે પ્રાણીમાત્રનું હિત કરનારા (આપ જેવા) શાંત સત્પુરૂષો (આ દુનિયામાં) વસે છે. ।। ૩૯ ।। પોતાની મેળે જ બીજાનાં દુઃખો દૂર કરવા તત્પર રહેવું, એ મહાત્માઓનો સ્વભાવ છે; જેમ સૂર્યના આકરા તપથી તપેલી પૃથ્વીને આ ચંદ્રદેવ પોતાની મેળે જ શાંત કરે છે. ।। ૪૦ ।। Page – 14 હે પ્રભુ ! સંસારરૂપ દાવાનળની ઝાળથી દાઝેલા અને આપને શરણે આવેલા આ-મને, આપ બ્રહ્માનંદના રસાનુભવવાળાં, પવિત્ર, અતિ શિતળતાવાળાં, આપના મુખરૂપી સુવર્ણકળશથી ઝરેલાં અને કાનને સુખ આપનારાં વચનરૂપ અમૃતથી સિંચો. જેઓ એક ક્ષણ પણ આપની (કૃપા) દ્રષ્ટિના પાત્ર બન્યા છે અને જેમને આપે પોતાના તરીકે સ્વીકાર્યા છે, તેમને ધન્ય છે. ।। ૪૧ ।। હું આ સંસારરૂપી સમુદ્ર કેવી રીતે તરૂં ? મારી શી ગતિ થશે ? કયો ઉપાય છે ? એ કાંઈ હું જાણતો નથી. પ્રભુ ! કૃપા કરી મને બચાવો. અને મારા સંસારરૂપી દુઃખનો નાશ કરો.’।। ૪૨ ।। ગુરૂ તરફથી અભયદાન – Page – 14 એમ કહેતા, પોતાના શરણે આવેલા અને સંસારરૂપી દાવાનળના તાપથી દાઝેલા એ શિષ્યને જોઈ મહાત્મા ગુરૂએ તરત જ પોતાના કરૂણારસથી વ્યાપ્ત દ્રષ્ટિથી તેને અભયદાન આપવું. શરણે આવેલા, મુમુક્ષુ, આજ્ઞા પ્રમામે સારી રીતે વર્તનાર, શાંત ચિત્તવાળા અને ષટ્સંપત્તિયુક્ત એ શિષ્યને ગુરૂએ કૃપાથી (આ પ્રમાણે) તત્ત્વોપદેશ કરવોઃ ।। ૪૩ – ૪૪ ।। Page – 15 ગુરૂઃ ‘હે વિદ્વાન ! તું ડર મા. તારો નાશ નહિ થાય. સંસારસાગરને તરવાનો ઉપાય છે. જે માર્ગે યોગીઓ આ સંસારસાગરનો પાર પામ્યા છે, એ જ માર્ગ હું તને બતાવું છું. ।। ૪૫ ।। સંસારના ભયનો નાશ કરનાર કોઈ મોટો ઉપાય છે; એ ઉપાયથી તું સંસારસાગર તરીને પરમાનંદ પામીશ. ।। ૪૬ ।। વેદાંતના અર્થનો વિચાર કરવાથી ઉત્તમ જ્ઞાન થાય છે; અને પછી તેનાથી સંસારના દુઃખનો અત્યંત નાશ થાય છે. ।। ૪૭ ।। શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ-આ ચાર મુમુક્ષુ માણસની મુક્તિના ઉપાય છે, એમ વેદની વાણી કહે છે. જે માણસ આ ઉપાયોને વળગી રહે છે. તેનો અજ્ઞાનથી ઊપજેલા દેહબંધનથી છુટકારો થાય છે. ।। ૪૮ ।। Page – 16 તું પરમાત્મા છે, છતાં અજ્ઞાનને કારણે જ તારે અનાત્મારૂપ દેહના બંધનમાં બંધાવું પડ્યું છે; અને એથી જ તને સંસાર વળગ્યો છે. આત્મા અને અનાત્મા ના વિવેકથી ઊપજેલો જ્ઞાનરૂપી અગ્નિ અજ્ઞાનના કાર્ય-સંસારને મૂળમાંથી બાળી નાખશે. ।। ૪૯ ।। શિષ્યઃ ‘હે પ્રભુ ! કૃપા કરી આપ સાંભળો. હું પ્રશ્ન કરૂં છું. એનો જવાબ આપના મુખથી સાંબળીને હું કૃતાર્થ થઈશ.।। ૫૦ ।। બંધન કયું છે, એ કેમ આવ્યું, એની સ્થિતિ કેવી છે, અને એમાંથી કેવી રીતે છૂટી શકાય ? વળી અનાત્મા એ કોણ છે, પરમાત્મા કોણ, પોતાનો આત્મા કોણ, અને એ બંન્નેનું જ્ઞાન કેવી રીતે થાય, એ આપ કહો.’ ।। ૫૧ ।। ગુરૂઃ ‘તને ધન્ય છે. કરવાનાં બધાં કામ તું કરી ચૂક્યો છે. તેં તારા કુળને પવિત્ર કર્યું છે; કારણ કે તું અજ્ઞાનરૂપ બંધનમાંથી છૂટી બ્રહ્મરૂપ થવા ઈચ્છે છે. ।। ૫૨ ।। પોતે જ પ્રયત્નો કરવાની જરૂર – Page – 17 પુત્રો વગેરે પિતાના ઋણ થી (પોતાનો) છુટકારો કરનારા થઈ શકે; પણ આ સંસારરૂપ બંધનમાંથી પોતાને છોડાવનાર પોતાથી બીજો કોઈ નથી. ।। ૫૩ ।। જેમ પોતાના માથા ઉપર ઉપડેલા ભારનું દુઃખ બીજા દૂર કરી શકે છે; પણ ભૂખ વગેરે દુઃખ તો પોતાના સિવાય બીજા કોઈથી દૂર કરી શકાતું નથી. ।। ૫૪ ।। જે રોગી હોય તે જો પરેજી પાળે અને દવા લે, તો જ તેને આરોગ્ય પ્રાપ્ત થાય; પણ બીજી કોઈ ક્રિયાથી તેની આરોગ્યસિદ્ધિ થતી નથી. ।। ૫૫ ।। (જેમ) વિવેકી પુરૂષે વસ્તુનું સ્વરૂપ પોતાની મેળે જ પોતાના જ્ઞાનરૂપી નેત્રથી સમજવું જોઈએ. (કોઈ બીજાથી તે ન સમજાય.) ચંદ્રનું સ્વરૂપ પોતાની જ આંખથી જાણી શકાય; બીજાઓથી શું તે જણાય ? ।। ૫૬ ।। અજ્ઞાન, વિષયની ઈચ્છા અને કર્મ વગેરેના પાશરૂપ બંધન છોડવાને સો કરોડ કલ્પો સુધી પણ પોતાના સિવાય બીજો કોણ સમર્થ થઈ શકે ? ।। ૫૭ ।। આત્મજ્ઞાનની મહત્તા – Page – 18 યોગથી, સાંખ્યથી, કર્મથી કે વિદ્યાથી મોક્ષ થતો નથી, એ તો માત્ર બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાનથી જ થઈ શકે છે, બીજી કોઈ રીતે નહિ. ।। ૫૮ ।। જેમ વીણાનું રૂપ, એની સુંદરતા અને એને બજાવવાની મનોહર રીત માણસને માત્ર ખુશ કરે છે, પણ એથી કાંઈ સામ્રાજ્ય મળી શકે નહિ; એમ વિદ્વાનોની ભાષાની ચતુરાઈ, શબ્દોની ઝડી, શાસ્ત્રોનાં વ્યાખ્યાનની કુશળતા અને વિદ્વતા-એ બધું માત્ર ભોગ માટે છે. મોક્ષ માટે નથી. ।। ૫૯-૬૦ ।। આત્મતત્વ ન સમજાયું, તો શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે, તેમ જ આત્મતત્વ સમજાઈ ગયું, તોપણ શાસ્ત્રનું ભણતર નિષ્ફળ છે. ।। ૬૧ ।। Page – 19 શબ્દજાળ એ તો ચિત્તને ભટકાવનારૂ મોટું જંગલ છે, માટે (શબ્દજાળમાં ફસાવાને બદલે કોઈ) તત્વજ્ઞાની પાસેથી પ્રયત્નપૂર્વક આત્માનું તત્વ સમજવું જોઈએ. ।। ૬૨ ।। અજ્ઞાનરૂપી સાપ જેને કરડ્યો છે, તેને બ્રહ્મજ્ઞાનરૂપી ઔષધ વિના વેદો, શાસ્ત્રો, મંત્રો કે બીજાં ઔષધોથી શું થવાનું છે ? ।। ૬૩ ।। જાતઅનુભવની જરૂર – Page – 19 જેમ દવા પીધા વિના માત્ર દવાના નામથી જ રોગ જતો નથી, તેમ પોતાના જાતઅનુભવ વિના માત્ર વેદના શબ્દોથી મુક્તિ થતી નથી. ।। ૬૪ ।। ‘આ દેખાતું જગત છે જ નહિ’ એવું સમજ્યા વિના અને આત્મતત્વને જાણ્યા વિના માત્ર બોલવારૂપ ફળવાળા બહારના શબ્દોથી મનુષ્યોની મુક્તિ ક્યાંથી થાય? ।। ૬૫ ।। શત્રુઓનો નાશ કર્યા વિના અને આખી પૃથ્વીની લક્ષ્મી મેળવ્યા વિના ‘હું રાજા છું’ એમ કહેવાથી કોઈ રાજા થવાને યોગ્ય થતો નથી. ।। ૬૬ ।। Page – 20 જેમ પૃથ્વીમાં દાટેલું ધન મેળવવું હોય, તો પહેલાં કોઈ જાણકાર વિશ્વાસુ માણસ તરફથી માહિતી મેળવવી પડે, ને પછી જમીન ખોદી, કાંકરા-પથરા ખસેડી ધનને બહાર કાઢવા સુધીની મહેનત કરવી પડે, માત્ર ઉપલક વાતો કરવાથી એ ધન બહાર નીકળતું નથી; એ જ રીતે નિર્મળ આત્મતત્વ પણ માયાના કાર્યથી ઢંકાયેલું હોઈ બ્રહ્મજ્ઞાની ગુરૂના ઉપદેશથી, તેના મનન થી તથા નિદિધ્યાસન વગેરેથી સમજી શકાય છે, દુષ્ટ યુક્તિઓથી નહિ. ।। ૬૭ ।। માટે રોગની જેમ સંસારબંધનમાંથી છૂટવા સારૂ વિદ્વાનોએ પોતાની બધી શક્તિથી જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. ।। ૬૮ ।। પ્રશ્નવિચાર – Page – 20 આજે તેં જે પ્રશ્ન કર્યો છે, એ શાસ્ત્રવેત્તાઓને માન્ય અને બહુ શ્રેષ્ઠ છે. આ પ્રશ્ન સૂત્ર જેવો ટૂંકો છે, પણ એમાં ગંભીર અર્થ સમાયેલો છે, અને મુમુક્ષુઓને એ સમજવા જેવો છે. ।। ૬૯ ।। હે વિદ્વાન ! હુંજે કહું, તે બરાબર ધ્યાન દઈ સાંભળ એ સાંભળવાથી ખરેખર તું સંસારબંધનમાંથી છૂટીશ. ।। ૭૦ ।। Page – 21 અનિત્ય વસ્તુઓ ઉપર અત્યંત વૈરાગ્ય થવો, એ મોક્ષનું પ્રથમ કારણ કહેવાય છે. પછી શમ, દમ, તિતિક્ષા અને મોહ-મમતાવાળાં બધાં કામોનો અત્યંત ત્યાગ થવો જોઈએ. તે પછી વેદાંતનું શ્રવણ, તેનું મનન અને લાંબા વખત સુધી હમેશાં નિરંતર આત્મતત્વનું ધ્યાન કરવું જોઈએ. એથી વિદ્વાન નિર્વિકલ્પ પરમાત્માને પામી મોક્ષનું સુખ મેળવે છે. ।। ૭૧ – ૭૨ ।। હવે આત્મા અને અનાત્માનો જાણવા યોગ્ય વિવેક તને હું કહું છું; એને બરાબર સાંભળી ચિત્તમાં તું સ્થિર કર. ।। ૭૩ ।। સ્થૂળ શરીરનું વર્ણન – Page – 21 મજ્જા, અસ્થિ, મેદ, માંસ, લોહી, ચર્મ અને ત્વચા આ સાત ધાતુઓથી આ દેહ ભરેલો છે, તથા પગ, સાથળો, છાતી, હાથ, પીઠ અને માથું વગેરે એનાં અંગોપાંગ છે. મોહનું સ્થાન અને ‘હું અને મારૂં’ એમ કહેવાતા આ દેહને જ વિદ્વાનો ‘સ્થુળ શરીર’ કહે છે. આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી એ (પાંચ) ભૂતો (પ્રથમ) સૂક્ષ્મરૂપે હોય છે; પછી એકબીજાના અંશોથી મળેલાં તે ભૂતો સ્થૂળ બની શરીરનાં કારણ બને છે. એ ભૂતોની જ તન્માત્રાઓ જીવના વિષયભોગના સુખ માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ-એ નામે પાંચ વિષયો બને છે. જે મૂઢ લોકો એ વિષયોમાં મોહરૂપી વિશાળ અને મજબૂત બંધનથી બંધાય છે, તેઓને એમનાં પોતાનાં કર્મોરૂપી દૂતો વેગથી ઘસડી જાય છે; તેથી અનેક ઊંચી-નીચી જાતિમાં (જન્મ લેવા) આવે છે અને પાછા ત્યાંથી નીકળે છે. ।। ૭૪ – ૭૫ – ૭૬ – ૭૭ ।। વિષયનિંદા – Page – 22 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે પાંચ વિષયોમાંથી માત્ર એક એક વિષયથી જ પોતપોતાના સ્વભાવ પ્રમાણે બંધાયેલાં હરણ, હાથી, પતંગિયું, માછલી અને ભમરો મરણ પામે છે, તો એ પાંચેય વિષયોથી બંધાયેલો મનુષ્ય મરે, એમાં શું કહેવું? ।। ૭૮ ।। Page – 23 વિષયો કાળા સાપના ઝેર કરતાં પણ વધારે તીવ્ર છે, કારણ કે ઝેર તો માત્ર ખાનારને જ મારે છે; પણ વિષય તો નજરે જોનારને પણ મારી નાખે છે. ।। ૭૯ ।। જે માણસ વિષયોની આશારૂપી અતિ દુરૂત્યજ મહાપાશથી છૂટ્યો હોય, તે જ મોક્ષ મેળવવા સમર્થ થાય છે. બીજો છયે દર્શન (ન્યાય, વેશેષિક, સાખ્ય, યોગ, પૂર્વમિમાંસા અને ઉત્તરમિમાંસા ) ને જાણનારો હોય તોપણ નહિ. ।। ૮૦ ।। સંસારરૂપી સાગરનો પાર પામવા તૈયાર થયેલા ઉપલક વૈરાગ્યવાળા મુમુક્ષુઓને આશારૂપી ઝૂડ વેગથી પાછો ફરી ગળું પકડીને વચ્ચે જ ડુબાડી દે છે. ।। ૮૧ ।। જેણે ઉત્તમ વૈરાગ્યરૂપી તલવારથી વિષયની ઈચ્છારૂપી ઝૂડને મારી નાખ્યો હોય, તે જ માણસ નિર્વિગ્ને સંસારસમુદ્રનો પાર પામે છે. ।। ૮૨ ।। Page – 24 વિષયરૂપી વિકટ માર્ગે જનાર મલિન બુદ્ધિવાળા માણસને ડગલે ડગલે મૃત્યુ સામે જ આવતું રહે છે, એમ તારે સમજવું; અને આ પણ સત્ય જ માનજે કે હિતેચ્છુ, સજ્જન અથવા ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલનાર માણસને પોતાની યુક્તિથી મોક્ષરૂપી ફળની સિદ્ધિ સારી રીતે થાય છે. ।। ૮૩ ।। જો તને મોક્ષની ઈચ્છા છે, તો વિષયને ઝેરની પેઠે અતિ દૂરથી જ છોડી દે; અને સંતોષ, દયા, ક્ષમા, સરળતા, શમ અને દમનું અમૃતની પેઠે નિત્ય આદરથી સેવન કર. ।। ૮૪ ।। દેહ ઉપર મોહ ન રાખવો – Page – 24 અનાદિથી અજ્ઞાનથી ઉપજેલાં બંધનમાંથી છૂટવાનું કામ પ્રતિક્ષણ કરવાનું છે; તેને છોડી જે મનુષ્ય કેવળ પરાયા આ દેહનું જ પોષણ કરવામાં લાગ્યો રહે છે, તે એ દેહ વડે પોતાનો જ નાશ કરે છે. ।। ૮૫ ।। જે માણસ દેહના જ પોષણની ઈચ્છાવાળો હોય, છતાં આત્મતત્વને સમજવા ઈચ્છે, તે નદીમાં રહેલાં ઝૂડને લાકડું સમજીને તેને પકડીને નદી તરવા જાય છે. ।। ૮૬ ।। Page – 25 શરીર વગેરે પદાર્થો ઉપર મોહ રાખવો, એ મુમુક્ષુનું મોટું મરણ છે; જેણે મોહને જીત્યો હોય, તે જ મોક્ષપદને યોગ્ય છે. ।। ૮૭ ।। દેહ, સ્ત્રી અને પુત્ર વગેરે ઉપરના મોહનો તું નાશ કર. એ મોહ જ મહામૃત્યુ છે. એને જીતીને મુનિઓ ભગવાનના પ્રસિદ્ધ પરમ પદને પામે છે. ।। ૮૮ ।। સ્થૂળ શરીરની નિંદા – Page – 25 ચામડી, માંસ, લોહી, નસો, મેદ, મજ્જા અને હાડકાંથી વ્યાપ્ત તથા મળમૂત્રથી ભરેલો આ સ્થૂળ દેહ નિંદાને જ પાત્ર છે. ।। ૮૯ ।। આ સ્થૂળ દેહ, પૂર્વજન્મનાં કર્મથી એકઠાં કરેલાં પાંચ તત્ત્વો (આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વીમાં ) થી ઊપજેલો છે અને એ જ આત્માનું ભોગસ્થાન છે. એની અવસ્થા જાગ્રત છે; કારણ કે એથી સ્થૂળ પદાર્થોનો એનુભવ થાય છે. ।। ૯૦ ।। Page – 26 ‘આ દેહ છે એ જ હું છું’ એમ સમજીને ફૂલોની માળા, ચંદન વગેરે અનેક રૂપોવાળા સ્થૂળ પદાર્થોને બાહ્ય ઈંદ્રિયોથી ભોગવે છે; આથી જાગ્રત અવસ્થામાં આ સ્થૂળ દેહનું મુખ્યપણું છે. ।। ૯૧ ।। જેનો લેવાથી જીવને આખું બાહ્ય જગત દેખાય છે, એ શરીરને જ ગૃહસ્થના ઘર જેવો સ્થૂલદેહ સમજવો. ।। ૯૨ ।। જન્મ, ઘડપણ, મરણ, સ્થૂળતા વગેરે સ્થૂળ દેહના અનેક ધર્મો છે. બાળપણ વગેરે એની અવસ્થાઓ છે; વર્ણ, આશ્રમ વગેરે અનેક જાતના એના નિયમો છે. તથા માન, અપમાન વગેરે અનેક જાતની એની ખાસિયત છે. ।। ૯૩ ।। દશ ઈંદ્રિયો – Page – 26 કાન, ત્વચા (ચામડી), આંખ, નાક, જીભ-આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે; કારણ કે એનાથી ( શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એમ અનુક્રમે પાંચ ) વિષયોનું જ્ઞાન થાય છે; વાણી, પગ, હાથ, ગુદા અને ઉપસ્થ-એ પાંચ કર્મેંન્દ્રિયો છે; કારણ કે એ ઈંદ્રિયો જુદાંજુદાં કામો તરફ વળે છે. ।। ૯૪ ।। અંતઃકરણના પ્રકાર – Page – 27 પોતાની વૃત્તિઓના કારણે અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર-એમ ચાર પ્રકારનું કહેવાય છે. સંકલ્પ-વિકલ્પ (વિચાર ) કરે છે તેથી મન, નિશ્ચય કરે છે તેથી બુદ્ધિ, ‘હું’ એવું જ્ઞાન થાય છે તેથી અહંકાર અને ઈચ્છેલી વસ્તુનું ચિંતન કરે છે તેથી ચિત્ત નામે તે છે. ।। ૯૫ ।। પાંચ પ્રાણ – Page – 27 જેમ સોનાના જુદા જુદા આકાર ( નાં ઘરેણાં ) બનવાથી તેનાં જુદાં જુદાં નામ પડે છે અને જેમ પાણીની જુદી જુદી અવસ્થામાં તેનાં જુદાં જુદાં નામ પડે છે, તેમ પ્રાણનાં પણ જુદા જુદા વ્યાપારોના કારણે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એવાં નામ છે. ।। ૯૬ ।। સૂક્ષ્મ શરીર – Page – 27 ( ૧ ) વાણી વગેરે પાંચ કર્મેંદ્રિયો, ( ૨ ) કાન વગેરે પાંચ જ્ઞાનેંદ્રિયો, ( ૩ ) પાંચ પ્રાણો, ( ૪ ) આકાશ વગેરે પાંચ ભૂત,( ૫ ) બુદ્ધિ વગેરે ચાર અંતઃકરણ, ( ૬ ) અજ્ઞાન, ( ૭ ) ઈચ્છા અને ( ૮ ) કર્મ – આ આઠના સમૂહને સૂક્ષ્મ શરીર કહે છે. ।। ૯૭ ।। સૂક્ષ્મ શરીરનું નામ ‘લિંગ શરીર’ પણ છે. અને અપંચીકૃત ( ભેગાં નહિ થયેલાં – સૂક્ષ્મ ) ભૂતો ( આકાશ, પવન, તેજ પાણી અને પૃથ્વી ) માંથી ઊપજ્યું છે, વાસનાવાળું છે અને જીવને કર્મનું ફળ ભોગવાવે છે; અને આત્માને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોતું નથી, તેથી એ આત્માને અનાદિ કાળના ઉપાધિરૂપ છે.।। ૯૮ ।। Page – 28 એની જુદી અવસ્થા સ્વપ્ન છે, જેમાં માત્ર પોતે બાકી રહેલ તરીકે ભાસે છે; અને એ વખતે બુદ્ધિ પોતે જ જાગ્રત અવસ્થાની અનેક પ્રકારની વાસનાઓથી કર્તાપણું વગેરે સ્વીકારીને જણાય છે, આત્મા તો સર્વનો સાક્ષી છે, બુદ્ધિ જ એને માત્ર ઉપાધિરૂપ છે, આથી બુદ્ધિએ કરેલા કર્મોથી એ જરા પણ બંધાતો નથી; કારણ તે આત્મા અસંગ છે ( એને કોઈનો સંગ જ નથી. ) આથી જ બુદ્ધિએ કરેલાં કર્મોના નાશથી પણ એ લેપાતો નથી. ।। ૯૯ – ૧૦૦ ।। એ લિંગ દેહ ચૈતન્યરૂપ આત્માને દરેક કામમાં સાધનરૂપ છે-જેમ સુતારનું સાધન વાંસલો વગેરે છે ( એટલે કે બધાં કામો લિંગ દેહથી જ થાય છે. ) અને તેથી આત્મા પોતે અસંગ છે. ।। ૧૦૧ ।। માણસ દેખતો કે આંધળો, બહેરો કે મૂંગો, મૂર્ખ કે વિદ્વાન વગેરે ધર્મવાળો કહેવાય છે, તે તેની આંખ, કાન વગેરે ઈંદ્રિયોને કારણે જ કહેવાય છે. એ બધા ધર્મ સર્વસાક્ષી આત્માના નથી, ઈંદ્રિયોના છે. ।। ૧૦૨ ।। પ્રાણના ધર્મ – Page – 29 શ્વાસ, ઉચ્છવાસ, બગાસુ, ચીંક, મળમૂત્રને બહાર કાઢવાં, એક શરીરમાંથી લિંગ દેહને મૃત્યુ વખતે બીજા શરીરમાં લઈ જવો વગેરે ક્રિયાઓ પણ પ્રાણની જ છે; એમ તત્તવને જાણનારાઓ કહે છે; તેમ જ ભૂખ અને તરશ પણ પ્રાણના જ ધર્મ છે. ( આત્માના નહિ ). ।। ૧૦૩ ।। અહંકાર – Page – 29 શરીરમાં જે આંખ વગેરે ઈંદ્રિયો છે, તેમાં અંતઃકરણ ચિદાત્માના તેજ સાથે ‘હું છું’ એવા અભિમાનથી રહે છે. ।। ૧૦૪ ।। એને જ અહંકાર જાણવો. એ જ કરનાર, ભોગવનાર અને અભિમાન કરનાર છે, અને એ જ સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોના સંબંધથી જુદી જુદી ત્રણ અવસ્થા – ( જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ) ને પામે છે. ।। ૧૦૫ ।। વિષયોની અનુકૂળતા હોય, તો તે અહંકાર પોતાને સુખી માને છે; અને વિષયોની અનુકૂળતા ન હોય તો દુઃખી થાય છે. આ રીતે સુખ અને દુઃખ અહંકારના જ ધર્મો છે, નિત્ય આનંદરૂપ આત્માના નહિ. ।। ૧૦૬ ।। આત્મા સૌને પ્રિય છે – Page – 30 વિષયો પોતાની મેળે કોઈને ગમતા નથી, પણ આત્માને માટે જ ગમે છે; કારણ કે સૌને પોતાની મેળે જ અતિશય પ્રિય માત્ર આત્મા જ છે. ।। ૧૦૭ ।। આથી જ આત્મા સદા આનંદરૂપ છે. એને ક્યારેય દુઃખ નથી, કારણ કે સુષુપ્તિ અવસ્થામાં વિષયો હોતા નથી, છતાં આત્માનો આનંદ અનુભવાય છે, આ બાબતમાં વેદ, પ્રત્યક્ષ, ઈતિહાસ અને અનુમાન પ્રમાણ છે. ।। ૧૦૮ ।। માયાનું સ્વરૂપ – Page – 30 જેનું નામ ‘અવ્યક્ત’ છે, ( સત્વ, રજસ્ અને તમસ્ ) ત્રણ જેના ગુણો છે અને જે પરમાત્માની શક્તિ છે, એ જ ‘અનાદિ અવિદ્યા’ અથવા ‘માયા’ કહેવાય છે. એનાથી જ આ આખું જગત ઉત્પન્ન થાય છે. ( એ દેખાતી નથી, પણ ) બુદ્ધિમાન માણસ એના કામ ઉપરથી એનું અનુમાન કરે છે. ।। ૧૦૯ ।। Page – 31 એ માયા સત્ કે અસત્ નથી, તેમ જ ( સદ્સત્ ) બેય પ્રકારની પણ નથી. વળી જુદી, ભેગી કે ( ભિન્નાભિન્ન ) બેય પ્રકારની પણ નથી. વળી અંગવાળી કે અંગ વગરની નથી; તેમ જ ( સાંગ – અનંગ ) બેય પ્રકારની પણ નથી; છતાં અત્યંત ચકિત કરે એવી અને ( અનિર્વચનીય ) વર્ણન કરવાને અશક્ય સ્વરૂપવાળી છે. ।। ૧૧૦ ।। જેમ દોરડાંને જાણવાથી સાપનો ભ્રમ ભાંગી જાય છે, તેમ શુદ્ધ અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થવાથી એ માયાનો નાશ કરી શકાય છે, પોતપોતાનાં પ્રસિદ્ધ કામો ઉપરથી જ જણાતાં સત્વ, રજસ્ અને તમસ્-આ તે માયાના ગુણો છે. ।। ૧૧૧ ।। રજોગુણ – Page – 31 રજોગુણની ‘વિક્ષેપ’ નામની શક્તિ ક્રિયારૂપ છે. એને લીધે જ જૂના કાળની પ્રવૃત્તિ પ્રસરી છે. વળી એથી જ સૌને મનના વિકારરૂપ રાગાદિ તથા દુઃખ વગેરે નિત્ય થાય છે. ।। ૧૧૨ ।। કામ, ક્રોધ, લોભ, દંભ વગેરે અસૂયા ( બીજાના ગુણોમાં દોષનો આરોપ ), અભિમાન, ઈર્ષ્યા અને મત્સર ( દ્વેષ ) વગેરે –આ ભયંકર ધર્મો રજોગુણના છે, જેથી જીવની પ્રવૃત્તિ થાય છે, માટે રજોગુણ આત્માને બંધનનું કારણ છે. ।। ૧૧૩ ।। તમોગુણ – Page – 32 જે ચીજ જેવી હોય તેના કરતાં બીજે જ રૂપે દેખાય એ તમોગુણની ‘આવરણ’ નામની શક્તિ છે. જીવના સંસારનું પહેલું કારણ આ જ છે, અને રજોગુણની ‘વિક્ષેપ’ શક્તિના ફેલાવાનું કારણ પણ આ જ છે. ।। ૧૧૪ ।। માણસ બુદ્ધિમાન, વિદ્વાન, ચતુર અને અત્યંત સૂક્ષ્મ આત્મદ્રષ્ટિવાળો હોય, તોપણ તે તમોગુણથી વ્યાપ્ત થયો હોય ત્યારે અનેક રીતે ખરી વાત સમજાવ્યા છતાં સમજતો નથી, અને ભ્રમને કારણે જૂઠા પદાર્થોને પણ સાચા માને છે અને તેના ગુણો ગ્રહણ કરે છે. અહો ! જેનું પરિણામ ખરાબ છે એવા તમોગુણની એ આવરણશક્તિ મહા પ્રબળ છે ! ।। ૧૧૫ ।। એ શક્તિના સંબંધમાં આવેલાને ( ઈશ્વર કે બ્રહ્મ છે જ નહિ, આવી ) અભાવના, ( શરીર જ આત્મા છે, એવી ) વિપરીત ભાવના, ( મોક્ષ વગેરે કાંઈ સંભવતું નથી, આવી ) સંભાવના તથા ( શાસત્રમાં કહેલી વાતો સાચી હશે કે કેમ ? આવી ) વિપ્રતિપત્તિ ખરેખર છોડતી નથી; તેમ જ વિક્ષેપશક્તિ તેનો નિરંતર નાશ કરે છે. ।। ૧૧૬ ।। Page – 33 અજ્ઞાન, આળસ, જડપણું, નિદ્રા, પ્રમાદ, મૂર્ખતા વગેરે દુર્ગુણો તમોગુણના છે, આથી ઘેરાયેલો માણસ કાંઈ સમજી શકતો નથી. એ તો ઊંઘણશી અને થાંભલા જેવો જ ( જડ ) રહે છે. ।। ૧૧૭ ।। સત્વગુણ – Page – 33 સત્વગુણ પાણીના જેવો ઘણો પવિત્ર છે, તોપણ એ રજોગુણ અને તમોગુણ સાથે ભળી જઈને માણસને સંસારનું કારણ જ બને છે. એ સત્વગુણમાં પ્રતિબિંબ ( ઓછાયો ) પડેલું આત્માનું બિંબ ( સ્વરૂપ ) સૂર્યની જેમ સર્વ પદાર્થોને બતાવે છે. ।। ૧૧૮ ।। નિરહંકારપણું, યમ, નિયમ, શ્રદ્ધા, ભક્તિ, મોક્ષની ઈચ્છા, દૈવી સંપત્તિ, અને જૂઠા પદાર્થોનો ત્યાગ-આ મિશ્ર ( રજોગુણથી અને તમોગુણથી દબાયેલા ) સત્ત્વગુણના ધર્મો છે. ।। ૧૧૯ ।। Page – 34 અંતઃકરણની પ્રસન્નતા, પોતાના આત્માનો અનુભવ ( વિષયસુખ વિના ) પરમ શાંતિ, તૃપ્તિ ( સંતોષ ), અતિશય આનંદ અને પરમાત્મા ઉપર શ્રદ્ધા-એ શુદ્ધ સત્વગુણના ધર્મ છે. આનાથી મુમુક્ષુ સદા આનંદરસ પામે છે. ।। ૧૨૦ ।। કારણ – શરીર – Page – 34 આ ત્રણે ગુણોથી જોડાયેલી માયા એ જ આ જીવનું ‘કારણ’ નામે શરીર છે. એની સુષુપ્તિ ( ગાઢ નિદ્રા ) નામની જુદી અવસ્થા છે, જેમાં સર્વ ઈંદ્રિયો અને બુદ્ધિની વૃત્તિઓ અત્યંત લય પામેલી છે. ।। ૧૨૧ ।। જ્યાં બધી જાતનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિ માત્ર બીજરૂપે રહે છે એ સુષુપ્તિ અવસ્થા છે. માણસ સુષુપ્તિ અવસ્થામાં જાગીને કહે છે, કે ‘મને કાંઈ ખબર નહોતી’ –આ જ આ ( અવસ્થામાં કેવળ એક જ વસ્તુરૂપે રહેલા આત્માની ) ખાતરી છે. ।। ૧૨૨ ।। જડ તત્વ – Page – 34 દેહ, ઈંદ્રિય, પ્રાણ, મન અને અહંકાર વગેરે બધા વિકાર, સુખ-દુઃખ વગેરે વિષય, આકાશ વગેરે પાંચ ભૂત અને માયા સુધીનું આખું જગત-આ બધું આત્મા નથી-‘જડ’ છે. ।। ૧૨૩ ।। Page – 35 માયા અને મહત્તત્વથી માંડી દેહ સુધીનાં બધાં માયાનાં કાર્યને તું ઝાંઝવાનાં પાણી જેવાં અસત્ ( મિથ્યા ) અને જડ જાણ. ।। ૧૨૪ ।। આત્માનું સ્વરૂપ – Page – 35 હવે હું તને પરમાત્માનું સ્વરૂપ કહું છું, જેને જાણી માણસ બંધનમાંથી છૂટી મોક્ષ પામે છે. ।। ૧૨૫ ।। ‘હું છું’ એવું જે જ્ઞાન થાય છે, એ જ્ઞાનનો નિત્ય આધાર પોતે જરૂર કોઈ છે, અને એ જ ‘આત્મા’ છે. એ ત્રણેય અવસ્થા ( જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ) નો સાક્ષી છે અને પંચકોશથી ( અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એ પાંચ કોશ છે. એ માટે જુઓ શ્લોક ૧૫૬ થી આગળ ) જુદો છે. ।। ૧૨૬ ।। જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ-એ ત્રણેય અવસ્થામાં આત્મા બુદ્ધિને, એની વૃત્તિઓને તથા વૃત્તિઓના અભાવને ‘આ હું’ એમ જાણે છે. ।। ૧૨૭ ।। Page – 36 આત્મા પોતે બધાને જુએ છે, પણ એને કોઈ જોતું નથી, એ પોતે બુદ્ધિ વગેરેને સતેજ કરે છે, પણ બુદ્ધિ વગેરે એને સતેજ કરી શકતાં નથી. ।। ૧૨૮ ।। એનાથી આખું જગત વ્યાપ્ત છે, પણ એને કોઈ વ્યાપી શક્તું નથી. એ પ્રકાશે છે, તેથી તેની પાછળ આભાસ ( છાયા ) રૂપે આ બધું પ્રકાશે છે. ।। ૧૨૯ ।। એના માત્ર સામીપ્યથી દેહ, ઈંદ્રિય, મન અને બુદ્ધિ પોતપોતાના વિષયોમાં જાણે પ્રેરણા પામ્યાં હોય તેમ વર્તે છે. ।। ૧૩૦ ।। નિત્ય જ્ઞાનસ્વરૂપ એ આત્માના હોવાથી જ અહંકારથી માંડી દેહ સુધીના પદાર્થો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વગેરે વિષયો અને સુખ વગેરે અનુભવાય છે તેમ. ।। ૧૩૧ ।। આ અંતરાત્મા નિરંતર અખંડ સુખના અનુભવરૂપ અને પુરાણ ( અનાદિ ) પુરૂષ છે, જે હમેશાં એકરૂપ અને માત્ર જ્ઞાનસ્વરૂપ છે, એની જ પ્રેરણા પામેલી ઈંદ્રિયો અને પ્રાણ ચાલે છે. ।। ૧૩૨ ।। Page – 37 સત્વગુણવાળા અંતઃકરણની અંદર ‘કારણ શરીર’ માં સ્વયંપ્રકાશરૂપ ચેતન આકાશ છે, એ જ આત્મા છે એ ઊંચે આકાશમાં રહેલા સૂર્યની જેમ પોતાના તેજથી આખા જગતને અજવાળતો પ્રકાશે છે. ।। ૧૩૩ ।। એ આત્મા મન અને અહંકારરૂપ વિકારને તથા દેહ, ઈંદ્રિય અને પ્રાણની ક્રિયાઓને જાણે છે. તપાવેલા લોઢાના ગોળામાં રહેલો અગ્નિ જેમ કાંઈ પણ ક્રિયા કરતો નથી, તેમ આત્મા પણ એ બધામાં રહ્યો હોવા છતાં પોતે કાંઈ કરતો નથી તેમ વિકાર પણ પામતો નથી. ।। ૧૩૪ ।। આત્મા જન્મતો નથી કે મરતો નથી, વધતો નથી કે ઘટતો નથી; એ નિત્ય છે, તેથી વિકાર પામતો નથી. આ દેહ નાશ પામે છે ત્યારે પણ ઘડો ફૂટતાં એની અંદર રહેલા આકાશની પેઠે આત્મા નાશ પામતો નથી. ।। ૧૩૫ ।। પ્રકૃતિ – માયા અને એના વિકારથી જુદો, શુદ્ધ જ્ઞાનરૂપ તથા રૂપ અને ( આકાર વગેરે ) વિશેષોથી રહિત, એ પરમાત્મા, સત્ અને અસત્ આ સર્વને પ્રકાશિત કરે છે અને જાગ્રત વગેરે ત્રણેય અવસ્થામાં બુદ્ધિના સાક્ષીરૂપે રહીને ‘હું’ રૂપે સાક્ષાત્ પ્રકાશે છે. ।। ૧૩૬ ।। Page – 38 ચિત્ત ઠેકાણે રાખીને, બુદ્ધિ નિર્મળ બનાવીને, ‘હું’ એમ કહેનાર, પોતાના અંતરમાં રહેલ એ આત્માને તું સાક્ષાત્ જાણી લે; પછી જન્મ-મરણરૂપ તરંગવાળા આ અપાર સંસારસાગરને તરી જા અને બ્રહ્મસ્વરૂપ બની કૃતાર્થ થા. ।। ૧૩૭ ।। સંસારબંધન – Page – 38 માણસને દેહ વગેરે જડ વસ્તોમાં ‘આ હું છું’ એવી બુદ્ધિ થાય છે, એ જ જન્મ-મરણરૂપ દુઃખ આવવાનું કારણ અને અજ્ઞાનથી ઊપજેલું બંધન છે; એના કારણે જ આ જીવ આ અસત્ શરીરને સત્ય માનીને એને જ આત્મા માને છે; અને જેમ રેશમનો કીડો કોશેટાને તારથી વધારતો જાય છે, તેમ વિષયોથી દેહને પોષે છે, સીંચે છે ને રક્ષે છે. ।। ૧૩૮ ।। અજ્ઞાનને કારણે જ મૂઢ માણસને અવસ્તુમાં વસ્તુ-બુદ્ધિ થાય છે. જેમ અજ્ઞાનને કારણે જ દોરડામાં સાપની બુદ્ધિ થાય છે, એવી ( ભ્રમિત બુદ્ધિથી ) વસ્તુ ગ્રહણ કરનારને તે જ કારણે અનેક અનર્થો પ્રાપ્ત થાય છે; માટે હે મિત્ર સાંભળ; તેવી બુદ્ધિથી અસત્યને સત્ય માની લેવું એ જ બંધન છે. ।। ૧૩૯ ।। Page – 39 જેમ સૂર્યના બિંબને રાહુ ઢાંકી દે છે, તેમ અખંડ નિત્ય અને એક જ જ્ઞાનશક્તિથી પ્રકાશતા અનંતવૈભવવાળા આત્મતત્વને આ તમોગુણની ‘આવરણશક્તિ’ ઢાંકી દે છે. ।। ૧૪૦ ।। અતિ નિર્મળ તેજવાળું આત્મતત્વ ઢંકાઈ જાય છે, ત્યારે મોહને કારણે જીવ, જડ દેહને જ ‘આ હું છું’ એમ માને છે અને તેથી રજોગુણની ‘વિક્ષેપ’ નામની મહાન શક્તિ, કામ-ક્રોધ વગેરે પોતાના બંધનકારક ગુણોથી એને હેરાન કરે છે. ।। ૧૪૧ ।। પછી હલકી ગતિવાળો થયેલો કુબુદ્ધિ આ જીવ, વિષયરૂપી ઝેરથી ભરેલા અપાર સંસારસમુદ્રમાં ગળકાં ખાઈને મહામોહરૂપી ઝૂડે ગળવાથી આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થાય છે, અને બુદ્ધિની અનેક અવસ્થાઓને તેના ગુણો તરીકે પોતે જ દેખાવ કરતો ભમ્યા કરે છે. ।। ૧૪૨ ।। Page – 40 જેમ સૂર્યના તેજથી ઊપજેલાં વાદળાં સૂર્યને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે, તેમ આત્માથી ઊપજેલો અહંકાર આત્માને જ ઢાંકીને પોતે વિશેષ જણાય છે. ।। ૧૪૩ ।। ‘આવરણશક્તિ’ અને વિક્ષેપ-શક્તિ – Page – 40 જેમ ચોમાસામાં ઘાટાં વાદળાંથી સૂર્ય ઢંકાઈ જાય છે. ત્યારે ઉગ્ર ઠંડો વંટોળિયો આ લોકોને હેરાન કરે છે, તેમ ગાઢ તમોગુણથી ( એટલે તેની આવરણશક્તિથી ) આત્મા ઢંકાઈ જાય છે ત્યારે મૂઢબુદ્ધિ માણસને ( રજોગુણની ) ‘વિક્ષેપ’ શક્તિ અનેક દુઃખોથી હેરાન કરે છે. ।। ૧૪૪ ।। સંસારસ્વરૂપ – Page – 40 આ બંને શક્તિથી જ જીવને બંધન આવ્યું છે અને એ બેથી જ મોહિત થઈ દેહને આત્મા માની સંસારચક્રમાં તે ભમ્યા કરે છે. ।। ૧૪૫ ।। Page – 41 ‘અજ્ઞાન’ સંસારરૂપી વૃક્ષનું બીજ છે, ‘દેહને આત્મા માનવો’ એ તેનો Reply
 • 10. chandravadan  |  November 21, 2011 at 3:34 pm

  This was an EMAIL Response to this Post from Chandrashekhar who is the ACTIVE member of the SARATHI YOG>>>>>

  Fw: NEW POST…..દસ સારથી રત્નોની જીવન માળા !

  Message

  Priy bhai chandravadan:

  how do i narrate a fertile and spontaneous/creative mind of a doctor cum kaviraj. dhanyavad for your creation about Sarathi’s 10 points to contemplate. your thoughts and feelings are ever fresh and when moment arrives this takes shape of your unique creation.

  may divine bless you to continue showering these inspiration. guard your health. sau kamu ben ne yaad.

  jay shri krushna!!!!!

  chandrashekhar
  …………………………………………………………………
  Thanks for you Respose !
  Really appreciate it.
  Chandravadan

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

November 2011
M T W T F S S
« Oct   Dec »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: