સુવિચારો !

November 14, 2011 at 2:48 pm 14 comments

 

Saint Tukaram
Sant Kabirdas
They Lived With God: Life Stories Of Some Devotees of Sri Ramakrishna

TUKARAM,  KABIR & RAMAKRISHNA  & OTHERS as
SAINTS

સુવિચારો !

(ચંદ્રસુવિચારો)

સંત કોણ ?

(૧) સંત એટલે  પ્રભુતાથી ભરપુર
માનવી.

(૨) સંત એટલે સંસારમાં રહી, સંસારીઓને માર્ગદર્શન
આપનાર માનવી.

(૩) સંત એટલે પ્રભુનો દુત.

(૪) સંત એટલે  એક દિવ્ય આત્મા.

તારીખ ઓકટોબર ૨૭,૨૦૧૧ ચંદ્રવદન.

બે શબ્દો…


ઓકટોબર ૨૭ ૨૦૧૧ એટલે નવા વર્ષનો
દિવસ.
સવારે વહેલા ઉઠતા, અને હજુ બેડમાં જ હતો ત્યારે અચાનક
મારા મનમાં “સંત” વિષે વિચારો આવ્યા.
આ વિચારોને શબ્દોમાં મુકતા, ઉપરના “સુવિચારો” શક્ય
થયા.
વિચારો ગમ્યા ?
સંતની પહેચાણ જુદી હોય તો તમે પ્રતિભાવરૂપે જણાવશો !

ડો.ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today’s Post is the “SUVICHARO”meaning “PEARLS of WISDOM”.
The Question is “Who is a Saint ?”
I hope you like my thoughts.
You can add yours !
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: સુવિચારો.

મૃણલિનીબેનને અંજલી ! દસ સારથી રત્નોની જીવન માળા !

14 Comments Add your own

 • 1. pragnaju  |  November 14, 2011 at 3:07 pm

  સંતના ઉદ્‍ગારોમાં ઈશ્વરપ્રાપ્તિની વ્યાકુળતા ઉત્પન્ન કરવાનું સામર્થ્ય છે અને જ્ઞાન આપીને તેને શાંત કરવાની પણ શક્તિ છે.ધર્મ એ કાંઇ ધર્મગુરુઓનો ઇજારો નથી. ઈશ્વરના દરબારમાં ઊચનીચના ભેદભાવ નથી. શું રામ, શું રહેમ, શું કૃષ્ણ, શું કરીમ, પરમ તત્ત્વ એક જ છે. નામ કેવળ જુદાં છે. એ સંત લોકોની ધર્માંધતાને આમ પડકારતા.

  મનમા ગંગાસતીનું ભજન ગુંજે છે

  અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ
  કપટ નહીં મન માંહ્ય જી,
  ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે
  પ્રજ્ઞી પુરુષ કહેવાય જી.

  દેહ રે મૂકે પણ વચન તૂટે નહીં ને
  ગુરુજીના વેચાયે વેચાય જી
  બ્રહ્માદિક આવી જેના પારખાં રે લેવે તોયે
  આ મરજીવા જીવી જાય જી … અસલી જે સંત

  અમરીયા બની જે નિતનિત ખેલે રે
  મરવું તો આળપંપાળ જી
  ત્રિવિધિનાં તાપમાં જગત બળે છે પણ
  એને લાગે નહીં જરી જોને ઝાળ રે … અસલી સંત.

  જીવનમરણની ફેર્યું જેણે ટાળ્યું ને
  લાભ ને હાનિ મટી જાય જી,
  આશા ને તૃષ્ણા જેને એકે નહીં ઉરમાં
  ભક્ત પરમ એ કહેવાય જી … અસલી સંત

  મનથી રે રાજી તમે એમ જ રહેજો
  તો રીઝે સદા નકળંક રાયજી
  ગંગાસતી એમ બોલિયા રે પાનબાઈ
  અસલી રે સંત ઈ ગણાય જી … અસલી જે સંત

  Reply
 • 2. dhavalrajgeera  |  November 14, 2011 at 3:22 pm

  http://vortexofwords.com/god/?cat=10
  Listen the Bhajan By Hemant Chouhan

  Reply
 • 3. sapana  |  November 14, 2011 at 3:40 pm

  આપની પોસ્ટમાં આપના ઉચ્ચ વિચારો પ્રદર્શિત થાય છે..જીવવાનું બળ આપે…ધન્યવાદ..
  સપના

  Reply
 • 4. સુરેશ જાની  |  November 14, 2011 at 6:40 pm

  ૨૦૦૨માં અહીં મંદિરમાં સ્વામી સચ્ચિદાનંદનુ વ્યાખ્યાન હતું.
  તેમણે હિંદુ ધર્મના ચાર તબક્કાઓ બહુ જ મનનીય રીતે અને ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં સમજાવ્યા હતા.

  મુનિ
  ઋષિ
  આચાર્ય/ દાર્શનિક
  સંત

  Reply
 • 5. Mistry,Ishvarlal  |  November 14, 2011 at 8:26 pm

  Chandravadanbhai very nice post, the 4 points says everything about Saint,Your thoughts give good knowledge, Gives strength in life.well said.

  Ishvarbhai.

  Reply
 • 6. pami66  |  November 14, 2011 at 9:18 pm

  સંત – જેના બોલમાં માત્ર સત્ય હોય.

  જેના વિચાર, વાણી અને વર્તનમાં સાતત્ય હોય.

  જેના આશા અને તૃષ્ણા બંને વિરમી ગયા હોય.

  સંત વિષે ખૂબ સુંદર ભાવ પ્રદર્શિત કર્યા છે

  મન માનસ અને મનન

  Reply
 • 7. Capt. Narendra  |  November 14, 2011 at 9:25 pm

  Brilliant, illuminating thoughts. Thank you for sharing. The best part was to see the photos of Pragna Bahen and Mrunalini Bahen. How appropriate to see them along with your thoughts of Divine Souls! It was indeed a privilege to see them both. Thanks again, Chandravadanbhai.

  Reply
 • 8. યશવંત શાહ / સીયાતલ /અમેરિકા  |  November 15, 2011 at 12:29 am

  આજથી વર્ષો પહેલા સદગુરુ નિષ્કુળાનંદ રચિત કાવ્ય “સંત તે સ્વયમ હરી” નો સુંદર વિડીયો યુ-ટ્યુબ ની હાયપર લીન્ક પર ઉપલબ્ધ છે.

  આપણું અહોભાગ્ય છે કે, આવા સંત આજે પણ આપણી વચે હયાત છે.
  તેમના જીવન-કાર્ય વિષે વધુ માહિતી નીચેની લીન્ક ઉપર ઉપલબ્ધ છે.
  http://www.baps.org/pramukhswami/index.htm
  અને સાચા સંત વિષે વધુ સમજવા “જેના ગુણે રિજે ગિરધારી”
  પુસ્તક વાંચવા મારા નમ્ર સુચન છે.

  Reply
 • 9. hemapatel  |  November 15, 2011 at 1:04 pm

  રામાયણમાં શ્રીરામ જ્યારે શબરીની ઝુપડીમાં પધારે છે ત્યારે માશબરીને નવધા ભક્તિ સમજાવે છે તેમાં નવધા ભક્તિમાં સંત સમાગમ એ એક ભક્તિનુ સ્વરૂપ સમજાવે છે.
  સાચા સંત મનુષ્યને આધ્યાત્મિક માર્ગની ઉચાઈએ પહોચાડી શકે છે.

  Reply
  • 10. chandravadan  |  November 16, 2011 at 12:36 am

   હેમાબેન,

   તમે બ્લોગ પર આવ્યા…તમે “સુવિચારો”ની પોસ્ટ વાંચી…અને તમે એક પ્રતિભાવ આપ્યો.

   તમારો પ્રતિભાવ હતો..૫૦૦૦મો !

   આ ખુશી દર્શાવવા આ છે મારા ખુશીભર્યા શબ્દો !

   આભાર !

   >>ચંદ્રવદન
   Dr. Chandravadan Mistry

   Reply
 • આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  આજની રચના સાથે સુંદર વાત કહી છે તમે, કે સંત એટલે કોણ ? અનેક સુજ્ઞ પાઠક મિત્રોએ પણ તેમની રીતે પોતાના અભિપ્રાય આપવા કોશિશ પણ સુંદર કરેલ છે.

  આ વિષય ગહન અને અનુભૂતિનો છે, આ વ્યક્ત કરવાનો નથી તેવી મારી સમજ છે. કારણ દરેક વ્યક્તિએ પોતાના અલગ વિચારો જાણવા મળી શકે છે.

  સર્વ સામન્ય વાત કદાચ કરવી મુશ્કેલ છે . સંત મનમૂક હોઈ છે, જે ગંગા સતીના ભજનમાં પણ એવો કશોક ઈશારો કરે છે. મનમૂક એટલે કે જે વિચાર છે તે જ વાણી છે અને જે વાણી છે તે જ કાર્ય છે, કોઈ જ બાબત અલગ તેઓની હોતી નથી. અને સંત મળવા પણ જીવનમાં મુશ્કેલ અને ભાગ્યની વાત છે, સાધુ -ગુરુ કે તે વસ્ત્ર ધારણ કરનાર સન્યાસી અનેક્ મળી શકે છે, પરંતુ સંત ના દર્શન તો અહોભાગ્ય ની વાત છે.

  એક પ્રાત:સ્મરણીય સંત નો દોહરો અહીં મૂકવા કોશિશ કરું છું જેમાં તે સંત ની વ્યાખ્યા બહુજ ટૂંકમાં સમજાવે છે. આવા અનેક દોહરાઓ તેઓએ જણાવ્યા છે કે જેમાં સંત અને તેની કાર્યવાહીનો સમાવેશ ની સમજણ આપેલ છે પરંતુ આજે આપણે એક જ દોહરો અહીં જોઈશું…

  ગુરુ તો એસા કીજિએ,
  જૈસે પૂનમ ચંદ
  તપે ઔર તપ્ત ના દે
  આપે ઉર આનંદ …!

  ટૂંકમાં સંત નું તેજ એવું હોય છે કે તેજસ્વી તેનો તાપ /પ્રભાવ હોવા છતાં, તેનો તાપ કોઈને લાગતો નથી અને જ્યારે તેને તમેમળો ત્યારે કશું જ ના બોલ્યા હોઈ છતાં તમારા હૃદયમાં આનંદ ની લાગણી અનુભવો એટલે કે શાંતિની લાગણી અનુભવો તો કદાચ માની શકાય કે આ કોઈ તપસ્વી પુરુષ છે. જે સંત ની વ્યાખ્યા સાથે બંધ બેસે છે.

  ખૂબજ સારી વાત તમે લાવ્યા છો તે બદલ ધન્યવાદ !

  Reply
 • 12. પરાર્થે સમર્પણ  |  November 15, 2011 at 6:46 pm

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  ઉચ્ચ વિચારો સાથેની રજૂઆત એટલે જ ચંદ્ર પુકાર.

  Reply
 • 13. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  November 19, 2011 at 9:15 am

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ

  આપે સાચા સંત મહિમા બતાવ્યો

  ખુબ જ સરસ

  Reply
 • 14. himanshupatel555  |  December 30, 2011 at 4:22 pm

  સંતવાણી એટલે જીવનનો અને જીવ્યાનો નીચોડ જે ભાવિ પેઢી માટે માર્ગદર્શન છે.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

November 2011
M T W T F S S
« Oct   Dec »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: