સર્યુબેનની “નીતરતી સાંજ”પુસ્તકની મારી વાંચન યાત્રા !

નવેમ્બર 6, 2011 at 6:23 પી એમ(pm) 11 comments

Saryu_front_cover.JPGSaryu_front_cover.JPG

સર્યુબેનની “નીતરતી સાંજ”પુસ્તકની મારી વાંચન યાત્રા !

ઓસટીન,ટેક્ષાસના રહીશ સર્યુબેન પરીખના હસ્તકમળે લખાયેલ
શબ્દોથી બનેલી રચના “નીતરતી સાંજ”ને પ્રથમ પ્રગટ કરી, આ સુંદર પુસ્તકને નામકરણ
મળ્યું, અને જે મને એમના તરફથી પ્રસાદીરૂપે મળ્યું એ મારા માટે ખુબ જ આનંદની વાત
છે.
આ પુસ્તક ની સુંદરતામાં સમાયેલ છે સર્યુબેનના હૈયાની
છલકાયેલા શબ્દો કે જે દ્વારા અનેક કાવ્ય રચનાઓ વાર્તાઓને સ્વરૂપો મળ્યા, અને એની
સુંદરતા વધારવા તેમજ “મીઠી મહેક”આપવા એમના પતિ દિલીપભાઈએ એમાં એમના સર્જેલા
ચિત્રોને પુસ્તક પાને મઢ્યા, જેની સાથે સમાવેશ થાય છે પુસ્તક કવરનું “સુંદર
ચિત્ર”!
મારૂં ગુજરાતી કે અન્ય સાહિત્ય વાંચન અલ્પ છે. તેમ
છતાં, મારા ખ્યાલ પ્રમાણે, આ એક પ્રથમ પુસ્તક છે કે જેમાં મુખ્યત્વે ગુજરાતી ભાષા
સાથે હિન્દી અને અંગ્રેજી ભાષાલખાણ પણ નિહાળવા મળે છે. આ ભાષારૂપી “ત્રિવેણી
સંગમ”માં એક ગુજરાતી સાહિત્ય ના પુસ્તકરૂપે આ પ્રથમ હશે.
કોઈ વ્યક્તિ દ્વારા કાવ્ય રચનાઓ શક્ય થાય એ તો સરસ્વતી
માતાની કૃપા કહેવાય.પણ, એવી વ્યક્તિનો જન્મ જ્યારે એક “સાહિત્ય પ્રેમી” કુટુંબમાં
થયો હોય ત્યારે એના બીજ એવા સમયે જ રોપાય છે અને એવી વ્યક્તિની જીવન યાત્રાએ ખીલે
છે. એનો પુરાવો છે સર્યુબેનની જીવન કહાણી !જન્મભુમી ભાવનગરમાં પિતાશ્રી હરિભાઈ
મહેતા, અને સાહિત્યપ્રેમી માતાજીના વારસા સાથે ભાઈશ્રી મહેશના પદ્મશ્રી એવોર્ડની
મહેક, જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં થયો જ છે.સર્યુબેને અભ્યાસના છેત્રે “બોટાની” માં
માસ્ટરની ડીગ્રી પ્રાપ્ત કરી, અને ત્યારબાદ, લગ્નગ્રંથીથી દિલીપભાઈ પરીખ સાથે
જોડાયા બાદ, અમેરીકા આવ્યા અને આવ્યા પછી કેલીફોર્નીઆ, ફ્લોરીડા રહી હવે ઓસ્ટીન
ટેક્ષાસમાં સ્થાયી થયા છે.એમણે એમની જીવન યાત્રામાં એમના “અંતરની પૂકાર” સાંભળી
પરિવારીક જવાબદારીઓ અદા કરતા, “સામાજિક સેવા”નો પંથ લીધો છે.એક “સોસીયલ વર્કર”
તરીકે ફરજ બજાવતા, એમણે અનેકને “નવજીવન” આપ્યું છે. આ કહાણીમાં “ટીઅન”અને અનેક
વ્યક્તિઓના જીવન ગુંથાયેલા છે. અને એમના પ્રેમાળ સ્વભાવના દાખલારૂપે છે “સોનાની
માછલી” કે અંગ્રેજીમાં “ધ ગોલ્ડ ફીશ”ની વાર્તામાં છે એક “માર્ગરેટ”નામની એક વ્યકતિ
સાથેની થયેલી એમની મિત્રતા.
સર્યુબેનની કાવ્ય રચનાઓ એમના હ્રદયની પૂકાર છે
….એમાં છે સમયકાળની ઘટનાઓ….જીવનના અનુભવો…..અને કુદરતની કળા યાને “નેચર”નું
વર્ણન.અંગ્રેજી કે ગુજરાતીમાં શબ્દોથી શરગાણી જે એમણે પ્રગટ કર્યું એમાં એમણે અંગત
પરિવારના સર્વ વિષે કહી દીધું છે જેમ કે….પિતા કે માતા …ભાઈ કે બેન કે ભાભી,
સાસુ કે પતિ સાથે સંતાનો અને પૌત્ર પૌત્રી વિષે પ્રગટ કરેલું એમનું લખાણ. જ્યારે
એમણે “ગંગોત્રી” નામે એમનો બ્લોગ શરૂ કર્યો ત્યારે આ હ્રદયમાં છુપાયેલા “સાહિત્ય
પ્રેમ”ને એમણે અનેક પોસ્ટોરૂપે વહેંચ્યો. અને આજે જે ફક્ત પોસ્ટો હતી તે “એક
સંગ્રહ”રૂપે આ પુસ્તક છે. અને, અહી મારે એક અગત્યનું કહેવું છે.અંગ્રેજી લખાણમાં
સર્યુબેને એમના બ્લોગ “ગંગોત્રી” ઍક પોસ્ટ “એ વાઈટ ડ્રેસ વીથ રેડ ફ્લાવર્સ” ( A
White Dress With Red Flowers” ) તે વાંચી હું ખુબ જ પ્રભાવિત થઈ ગયો હતો અને એ
પોસ્ટ આધારીત મે મારા બ્લોગ “ચંદ્રપૂકાર” પર એક કાવ્ય રચના પ્રગટ કરી હતી. આજે એ
લખાણને પુસ્તકના પાન ૨૦૭ પર ફરી વાંચી મારા હૈયે આનંદ અનુભવું
છું.
મેં આટલું લખ્યું કે વધૂ લખું એથી આ પુસ્તકનું પુર્ણ
વર્ણન તો ના જ કરી શકું….અને હું કાંઈ શાહિત્યકાર નથી કે મારી પાસે એવું વર્ણન
કરવા “શબ્દ ભંડાર” છે…પણ, પુસ્તકની શરૂઆતમાં સર્યુબેને જે શબ્દોમાં
“અસ્મિતા”દર્શાવી એ જ ખરેખર “સર્યુ હ્રદય ઉંડાણ”નું કહે છે…….
અને એ છે સર્યુ-શબ્દોમાં, “કલા, કવિતા અને સંગીત
જીવનમાં શ્વાસ લેવા સમાન માતા મામા, શ્વસુર, ભાઈઓએ આપેલો મબલખ રસાસ્વાદ અને
જીવનસાથીનો અધ્યાત્મિક કલાસંગીત ગુંજતો સહવાસ”…..અને “અમારા જ્ઞાની, સાહિત્ય અને
કલા રસિક સ્વજનોના આશીર્વાદ અને પ્રોત્સાહનથી સહજ સરળ વહેતી સર્જન સરવાણી, પરમ
કૃપાળુના ચરણોમાં”….આ રહ્યા સર્જુબેનના શબ્દો !…..પણ જે વ્યક્તિ અન્યને
પ્રેમભાવથી નિહાળી, પ્રભુને યાદ કરે તે એક “મહાન” વ્યક્તિ કહેવાય. સર્યુબેને ઉપરના
થોડા શબ્દો દ્વારા આ પુસ્તક લખાણને એમની જીવન યાત્રના શિખરે લઈ ગયા છે. ગુજરાતી
સાહિત્ય જગતમાં આ પુસ્તકની ગણતરી કરી કેવું સ્થાન આપશે એની જાણ નથી પણ માનવીઓના
હ્રદયોના ત્રાજવે તો આ પુસ્તક ખુબ જ આનંદ લાવશે. સર્યુબેને પોતાના જીવનને “હ્રદય
પૂકાર”ના શબ્દો સાથે મઢી, પરિવારીક કર્તવ્ય પાલન કરતા, “સામાજિક સેવા”કરી, એક
“આદર્શ” જીવનની ઉપમા આપી છે.
સર્યુબેનને મારા અભિનંદન !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
લેન્કેસ્ટર કેલીફોર્નીઆ

બે શબ્દો…

સર્યુબેન પારીખે મને એમની પ્રગટ કરેલ પુસ્તક પોસ્ટ
દ્વારા મોકલ્યું.
એને વાંચવું એ જ મારી “વાંચન
યાત્રા”.
એ પછી, સર્યુબેન તરફથી એક ઈમેઈલ હતો. જેમાં સર્યુ
શબ્દો નીચે મુજબ હતા>>>>>
ભાઈશ્રી,
મેં ગઈકાલે તમારો પ્રતિભાવ બરાબર વાંચ્યો. તમે આટલા
ભાવથી પુસ્તક વિષે લખ્યુ તેથી પ્રભાવિત થઈ છું.
જરા ફેરફાર પછી બ્લોગ પર મુકાયુ છે. હું ખુબ જ
આભારી છું.
તમારા મોકલાવેલ પુસ્તકો વાંચી રહી હતી.
વિશ્વભારતીનુ બહોળુ સંપાદનનો લાભ લેતા રહીશુ.
“ભક્તિભાવના ઝરણા”માં તમારા કવ્યો ભક્તિના રંગે
રંગાયેલા છે. “આ પુસ્તિકાના લખાણમાં ફક્ત મેં મારૂ હૈયુ ભર્યુ છે.” વાક્ય ઘણુ કહી
જાય છે.સબસે ઉંચી પ્રેમ સગાઈ…પ્રભુ પ્યારા…અને બીજી ઘણી ઘણી રચનાઓ મન મુદીત
કરનારી છે.
તમારા લખાણમાં નમ્રતા અને ભક્તિભાવ ભારોભાર ભરેલા
હોય છે, ભલે એ કવિતા હોય કે પછી અમારા જેવા સાહિત્ય પ્રેમીને લખતા
હોય.
વ્યસ્તતાને કારણે ઘણી વખત જવાબ ન લખી શકુ તો માફ
કરશો.
આપના સ્નેહ માટે આનંદિત છું.
સરયૂ દિલીપ
પરીખ
અને, ફરી ઈમેઈલથી સર્યુબેને એમના પુસ્તક
“વિમોચન” વિષે જણ કરી ત્યારે  મારા શબ્દો નીચે મુજબ
હતા>>>
સર્યુબેન,
નમસ્તે !
તારીખ ઓકટોબર ૧૧ થી ૨૨ ૨૦૧૧ સુધી હું બહાર હતો એથી
તમારો ઈમેઈલ વાંચી શક્યો ન હતો.
આજે ઘરે આવી જાણ્યું કે તમારા પુસ્તકનું “વિમોચન”
થયું. ખુબ જ આનંદની વાત !
ભાવનગરમાં કવિશ્રી ડો. વિનોદભાઈ જોષીના હસ્તે એ વિમોચન
થયું ત્યારે તમારા ભાઈશ્રી મુનિભાઈની હાજરી “અતિથિ વિશેષ” તરીકે હતી…….એ એક
બેનના ભાગ્યમાં ખુબ જ આનંદની ઘડી કહેવાય….જે તમારા હૈયે થયું હશે તેને શબ્દોમાં
કેમ કહી શકાય ?…..અને, તમે ઈમેઈલમાં મુનિભાઈના શબ્દોનો ઉલ્લેખ કરી અમોને એમના
હૈયાનો આનંદ જાણવાની તક આપી, એ માટે ખુશીભર્યો આભાર.
એ પછી, તમે તમારા પુસ્તકની “મારી વાંચન યાત્રા”નું
લખાણ આપ્યું….અચંબા સાથે આનંદ અને, આ પ્રમાણે તમે જે કર્યું તે માટે હું ધન્ય થઈ
ગયો…..અને, એ લખાણ બાદ, તમે મારા આ શબ્દો માટે જે તમારા હૈયાનું કહ્યું તે વાંચી
ગદ ગદ થઈ ગયો ! આભાર !
……..ચંદ્રવદન
આ પુસ્તક  વિષે જે કોઈને વધુ જાણવા ઈચ્છા હોય તો તેઓ
સર્યુબેનના બ્લોગ “ગંગોત્રી” પર  નીચેના એડ્રેસે “ક્લીક” કરી , “પુસ્તક ની પોસ્ટ”
અને એના “વિમોચન”ની પોસ્ટ વાંચી માહિતી જાણી શકો છે>>>
http://saryu.wordpress.com/
આ પ્રમાણે, પ્રગટ કરેલી આ પોસ્ટ સૌને
ગમે.
તમે જો “ગંગોત્રી” પર જઈ  વાંચશો તો મને આનંદ હશે
!
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is just about the Book ” NITARATI SANJ” by
Saryuben Parikh og Austin Texas, U.S.A.
My reading of it & my feelings expressed as my
“VANCHAN YATRA”.
Then the Response of Saryuben to it…& my Response
to the “VIMOCHAN” of the Book in Bhavnagar, Gujarat, India.
Youcan know more of this Book & Saryuben & her
husband Dilipbhai  by visiting her Blog “GANGOTRI” by
clicking>>>>
http://saryu.wordpress.com/
I hope you enjoy this Post
!
Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized.

સસલું અને કાચબો ! મૃણલિનીબેનને અંજલી !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  નવેમ્બર 6, 2011 પર 6:28 પી એમ(pm)

  સુંદર પુસ્તકના અનુરુપ

  સ રસ પ્રતિભાવ

  જવાબ આપો
 • 2. nabhakashdeep  |  નવેમ્બર 7, 2011 પર 5:38 એ એમ (am)

  આદરણીય સૂર્યાબેન તેજસ્વી તારલા સમાન લેખિકાતો ખરા પણ
  એટલા જ સૌજન્ય મૂર્તિ. હૃદયથી વહેતી આ વિચાર ધારા કેમ સ્પર્શ્યા વગર
  રહે. અંતરથી તેમને શુભેચ્છા સાથે આપનો આભાર.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 3. Ishvarlal R Mistry  |  નવેમ્બર 7, 2011 પર 5:39 પી એમ(pm)

  Very good postings ,worth understanding very interesting.Well said Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. dhavalrajgeera  |  નવેમ્બર 8, 2011 પર 8:40 પી એમ(pm)

  સુંદર પુસ્તક.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 5. Capt. Narendra  |  નવેમ્બર 9, 2011 પર 1:17 એ એમ (am)

  Good introduction.

  જવાબ આપો
 • 6. sapana  |  નવેમ્બર 9, 2011 પર 3:45 એ એમ (am)

  સર્યુબેનને મારા હાર્દિક અભિનંદન અને ચંદ્રવદનભાઈનો આભાર પોસ્ટ માટે..
  સપના

  જવાબ આપો
 • 7. himanshupatel555  |  નવેમ્બર 9, 2011 પર 4:32 એ એમ (am)

  સારું પુસ્તક અને તે વિશે સરસ અભિપ્રાય…

  જવાબ આપો
 • 8. અશોકકુમાર - (દાસ) -દાદીમા ની પોટલી  |  નવેમ્બર 9, 2011 પર 4:21 પી એમ(pm)

  આદરણીય ડો.ચંદ્રવદનભાઈ,

  સૂર્ય બેનના પુસ્તક અને તેમનો પરિચય ખૂબજ સુંદર ભાવ સાથે તમારી પાસેથી જાણ્યો અને આવા સરળ અને તેજસ્વી તારલાઓ નો પરિચય બીજો તો શું હોય તે પોતે જ એક તેજ હોય છે.

  સૂર્ય્બેનને અમારા અંતર પૂર્વકની શુભેચ્છાઓ સાથે અભિનંદન..

  જવાબ આપો
 • 9. પરાર્થે સમર્પણ  |  નવેમ્બર 10, 2011 પર 5:31 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  આદરણીય સરયુબહેન સાહિત્ય પ્રેમી એટલા જ સોજન્ય પ્રેમી અને સેવા પ્રેમી એવા ઉત્કૃષ્ટ અને

  ઉમદા સ્વભાવના સાહિત્યનુ સંસ્કાર નગરી ભાવનગરમાં પુસ્તક વિમોચન થાય અને તેમાં પણ

  સહોદરની ઉપસ્થિતિ સોનામાં સુગંધ જેવો અવસર.

  સરયુબહેનને અભિનંદન અને આપને આ લેખ સ્વરૂપે જાણ કરવા બદલ અભિનંદન.

  જવાબ આપો
 • 10. SARYU PARIKH  |  નવેમ્બર 11, 2011 પર 3:51 એ એમ (am)

  ગુણિજન ગુણને વખાણે. આપના બધાની સદભાવનાથી અંતરના આનંદમાં ઉમેરો થતો રહે છે.
  દિલીપ અને હું આભારી છીએ.
  પૂરૂ પુસ્તક વાંચી શકો છૉ.www.saryu.wordpress.com
  સરયૂ પરીખ
  Austin, Texas

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  નવેમ્બર 12, 2011 પર 6:31 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  આદરણીય સરયુબહેન સાહિત્ય પ્રેમી એટલા જ, સહાનુભુતિની અનુભૂતિ

  કરાવનારની કદર રૂપે આપે તેમના ઉમદા કાર્યની સરાહનારૂપે

  સુંદર પોસ્ટ મુકી તે ખુબ જ આવકારદાયક છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

%d bloggers like this: