Archive for ઓક્ટોબર 29, 2011

સરોવરમાં હંસલા સાથે બતકો અને માછલીઓ

Picture of Duck - Free Pictures - FreeFoto.com

Fish

 

સરોવરમાં હંસલા સાથે બતકો અને માછલીઓ

એક નાનું સુંદર સરોવર. એ સરોવરમાં એક જ
હંસલો.
સરોવરમાં અનેક માછલીઓ રહેતી હતી. અને, સરોવરમાં અનેક
બતકો તરી આનંદ અનુભવે.
આ સરોવર પાળ નજીક અનેક કમળના ફુલો સરોવરની સુંદરતા
વધારતા હતા.એ
શનિવાર કે રવિવારના રજાના દિવસે સરોવર પાળ પર અનેક
માનવીઓ આનંદ માણવા આવતા.
કોઈકવાર, માનવીઓના ટોળામાં અનેક બાળકો આ વાતાવરણમાં
આનંદ વધારતા હતા.
કોઈકવાર, માનવી બાળકો સરોવર પાળ નજીક જઈ, સરોવરના
પાણીમાં બ્રેડના ટુંકડાઓ ફેંકતા હતા.
બતકો એક સાથે બેર્ડ ટુંકડાઓ તરફ ઝડપે તરી આવતા નિહાળી
બાળકો આનંદમાં નાચતા હતા.
જાણે, બતકો આ બાળકોને રમાડી રહ્યા
હતા.
એવા સમયે, સરોવર પાણીની અંદર માછલીઓ ભેગી થઈ આ દ્રશ્ય
નિહાળી ખુશી અનુભવતી, અને જરા બ્રેડ ખાવાનો લાભ લઈ લેતી.
જુદા જુદા રંગની માછલીઓને નિહાળી, માનવ ટોળામાં આનંદ
હતો.
આવું દ્રશ્ય તો દર શનિ-રવિએ નિહાળવા મળતુ.
પણ……દુરથી  નિહાળતા હંસલાને એ માટે જરા પણ રસ ના હતો. એ તો દુરથી જ મનમાં
કહેતો
“બતકો તો કેવા મુર્ખ ! એઓ તો ફેંકેલું કે ગમે તેવું
ખાય, અને જરા અક્કલ નથી. વળી, શરીર એમના મારા જેવા સફેદ નહી. એઓ તો કાળા
ધોળા
અને મારા જેવા સુંદર પણ નહી….અને, પેલી નાની નાની
માછલીઓ તો નકામી અક્કલ વગરની છે અને આ સરોવરમાં એમનું કામ જ નથી
!”
બસ, આવા વિચારોમાં એ હંસલો અભિમાનમાં ભુલાતો
રહેતો.
એક દિવસ,એ હંસલો ભુલથી કમળો નજીક તરતો તરતો પહોંચી
ગયો. એ કમળ વેલાઓ નજીક હતો. પાણી અંદર બીજા અનેક મુળો હતા. એ એના
અભિમાન અને ગર્વના વિચારોમાં એનું ભાન ભુલી ગયો હતો.
એના પગો મુળોમાં બંધાય ગયા.એ જરા પણ આગળ તરી શકતો ન હતો.એ એની પાંખો
ફફડાવી ઉડવાનો પ્રયાસો કરતો હતો. એના બધા જ પ્રયાસો
સફળતા વગર હતા. એ હવે અંતે નિરાશ હતો.
એવા સમયે, પાળ પર તરી રહેલા એક બે બતકો એની નજીક આવી
પુછવા લાગ્યા..” હંસાભાઈ, તમે કેમ નિરાશ છો ?”
ત્યારે, હંસલો જરા પણ ના બોલ્યો. થોડી વાર શાંન્તી
જાળવી, એ કહેવા લાગ્યો “અરે, મારા પગો મુળોમાં બંધાય ગયા છે.”
એવા સમયે, અનેક માછલીઓનું ટોળું ત્યાં આવ્યું
માછલીઓમાંથી એક માછલીએ પુછ્યું..” શું થયું છે ?”
ત્યારે, બતકો કહે.” અરે, આપણા હંસાભાઈ મુશીબતોમાં છે.
એના પગો મુળોમાં બંધાય ગયા છે. એ હવે સરોવરંમાં તરી શકતા નથી.”
આટલું સાંભળી, માછલીઓએ પાણીમાં ડુબકી મારી અદ્રશ્ય થઈ
ગઈ. એમના નાના નાના દાંતોના સહારે એઓ મુળો પર ઘા કરવા લાગ્યા. ધીરે
ધીરે.
એક પગ પછી બીજો પગ છુટો થઈ ગયો. જાણે, હંસલાને એક
જેલમાંથી મુક્તિ મળી હોય એવો અનુભવ થયો.
એવા સમયે, બતકો હંસલા પાસે આવ્યા અને કહેવા લાગ્યા .”
હંસાભાઈ, તમે જ્યારે સરોવરમાં તરો છો ત્યારે તમારી સુંદરતા નિહાળવા, અનેક
માનવીઓ
એમના બાળકો સાથે સરોવરે આવે છે. તમે અમારા માટે કોઈ ડર
ના રાખશો. અમે તો સૌ તમારા કારણે ભાગ્યશાળી છીએ એવું માનીએ છીએ ! આ સરોવરની
શોભા તમે વધારતા રહેશો એવી અમારી વિનંતી છે
!”
આવી બતકવાણી સાંભળી, હંસલો જરા અચંબામાં પડ્યો. અને એ
બતકોને પુછવા લાગ્યો.” મેં તમોને જરા પણ મદદ કરી નથી, છતાં તમે મને કેમ મદદ કરી
?”
ત્યારે, એક વૃધ્ધ બતક કહેવા લાગ્યું….”અરે, ભાઈ, અમો
તો દેખાવમાં એટલા સુંદર નથી. અમોને જોવા આ સરોવર પાળે કોણ આવે ? આ તો તું છે આ
સરોવરમાં
કે તારી સુંદરતા નિહાળવા અનેક આવે. સાથે આવતા બાળકો
અમોને પ્રેમથી ખવડાવે ….”
હજું કાંઈ વધુ કહે તે પહેલા, સરોવરના પાણી બહાર
ડોકીયું કરી, એક મોટી માછલી કહેવા લાગી..” હંસાભાઈ, આ બાળકો બતકોને ખવડાવે પણ એની
સાથે અમોને
પણ લાભ થાય. બાળકોએ પ્રેમથી આપેલને પ્રસાદી ગણી, એ
બ્રેડ ખાતા, અમોને એક અનોખો આનંદ થાય છે !”
આ પ્રમાણે, બતકો અને માછલીઓના શબ્દો સાંભળી, હંસલો
ઉંડા વિચારોમાં હતો…..એના મનમાં આ શબ્દો હતા…” હું તે કેવો મુર્ખ કે મને મારા
સુંદર દેહનું જ
અભિમાન હતું, અને હું કોઈના ભલા માટે જરા પણ વિચારતો જ
ના હતો. ત્યારે, આ બતકો અને માછલીઓમાં  કેટલી બધી અક્કલ છે. પ્રાણીનું મુલ્ય એની
દેહની
સુંદરતા સાથે અંકાતું નથી..એનું ખરૂં મુલ્ય તો એના
વિચારો કે કાર્યો દ્વારા જ હોય શકે !”
બસ, ……આવા વિચારોમાં હંસલાનું અભિમાન પીગળી ગયું
હતું. એ હવે એક “નવો” જ સરોવર હંસલો હતો !

આ વાર્તા લખાણ પ્રથમ તારીખ ઓકટોબર,૫,
૨૦૧૧
થોડા ફેરફારો સાથે અંતે તારીખ ઓકટોબર ૨૪,
૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

આ વાર્તા ફક્ત બોધરૂપે જ છે !
કાયાની સુંદરતાના ગર્વમાં બુધ્ધી પર અંધકાર છવાય જાય
છે.
માનવી એવી હાલતે અંધકારમાં રહી જીવન જીવે
છે.
જ્યારે, એને “ઠોકર” વાગે ત્યારે જ એની બુધ્ધી જાગૃત
થાય છે, ત્યારે એને
એના અભિમાનની જાણ થાય છે…ત્યારે જ  એ કોઈવાર, “નવો”
પંથ  લઈ,
સત્ય કે સતકર્મ તરફ વળે છે !
આ વાર્તામાં, “હંસલો”  માનવ ગર્વના “પ્રતિક”રૂપે છે
!
બતકો અને માછલીઓ એના અંધકાર દુર કરવા માટે નિમીત બને
છે !
હંસલાનું મુળો સાથેનું બંધન  એના જીવનની “ઠોકર”
છે.
આ ઠોકર કારણે હંસલામાં “પરિવર્તન”
છે.
માનવી જીવનમાં પણ આવા “અનુભવો” ઠોકર બની, માનવ
સ્વભાવને બદલે છે.
જે માનવી, આવા અનુભવો દ્વારા બદલાતા નથી તે જ મહા
અજ્ઞાનતા !
એ જ માનવીની “મોટામાં મોટી મુર્ખાઈ ” છે
!

એથી જ ચંદ્ર કહે છે સૌને…….

મત કર અભિમાન, ઓ માનવ,

એક દિન જાવું, ખુલ્લા હાથે,

ના આવે, ધન દોલત તુંજ સાથ,

માટીની  આ કાયા તારી માટીમાં રે જાવે,

સુંદરતા એની માટીમાં હી મીલ જાવે !

અને, આવા વિચારોમાં લાવી ફરી ચંદ્ર
કહે……..

જીવન સંસારમાં જીવતા, અનુભવો દે છે શીખ તુંજને

જો લાગી ઠોકર તુંજને, તો થઈ પ્રભુકૃપા એવું તું માનજે !

અવગુણો તું છોડજે, અને નવલો પંથ અપનાવજે,

પરિવર્તન એવું બને, તો પ્રભુ પાસે તું રહે !

બસ, આ “ટુંકી વાર્તા” અને સાથે દર્શાવેલા આ “બે
શબ્દો”  ગમ્યા હશે !
આ પોસ્ટ વાંચી, તમે તમારા પ્રતિભાવરૂપે જરૂર
જણાવશો.
મને પણ કાંઈ નવું “માર્ગદર્શન” મળે…અન્ય પણ તમારા
વિચારો જાણી એનો “લાભ”લઈ શકે, અને
જીવન સુધારી શકે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

ઓક્ટોબર 29, 2011 at 1:20 પી એમ(pm) 17 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 412,466 hits

Disclimer

સંગ્રહ

ઓક્ટોબર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31