એક સાપ અને એક ડોશીમા !
એક ડોશીમા એક નાના ઘરમાં રહી પોતાનું ગુજરાન
ચલાવતા. એમનો સ્વભાવ ઘણો જ માયળુ હતો. ગામમાં સૌ એમને જાણતા હતા. ડોશીમા પણ ગામના
સૈ પ્રત્યે ખુબ જ પ્રેમ રાખતા.અરે, ડોશીમા તો પશુ પ્રાણીઓને પણ પ્રેમથી જ નિહાળતા.
એઓ એટલા બધા ભોળા હતા કે ઘણીવાર, કોઈક એમને કહેતા” માજી, આ દુનિયામાં બધા જ બોળા ના
હોય, અને એથી તમો સાવધાન રહેજો.”ત્યારે, ડોશીમા એઓને ઠંડા હૈયે શાંતીથી
કહેતા”ઉપરવાળો મારી સંભાળ રાખશે !”
ઠંડીની સીઝન ચાલી રહી હતી, અને આ વર્ષ બરફ પણ ખુબ
પડ્યો હતો. ડોશીમા ધીરે ધીરે બરફ ભરપુર રસ્તો કાપતા હતા. ત્યાં અચાનક એમણે એક સાપને
નિહાળ્યો. ઠંડીમાં સાપનું શરીર ધ્રુજતું હતું. એ જરા પણ હાલી શકતો ના હતો. જાણે એ
તો એના મૃત્યુની રાહ જોતો હતો. એ સાપને જોઈ ડોશીમાને ખુબ દયા આવી, અમે એ એના મનમાં
બોલી ” ડરીશ નહી. હું તમે મારા ઘરે લઈ જઈ તારી દેખરેખ રાખીશ”. આ પ્રમાણે એ વિચાર
કરી સાપને એણ પ્રેમથી એમના હાથમાં મુકી ઘરે લાવી. હવે, ઘરમાં તાપમાં સાપના શરીરમાં
નવી ચેતના આવી. એ એનું શરીર હલાવી ચાલી શકતો હતો. એના શરીરમાં લોહીનું ભ્રમણ હતું
એને અચાનક એક વાચા થઈ અને કહે, “માજી, તમારો ખુબ ખુબ આભાર !..આજે તમે મને એક નવી
જીદંગી આપી” ડોશીમા કાંઈ બોલ્યા નહી. એતો વહેલા વહેલા એક વાટકીમા દુધ લાવ્યા અને
સાપને આપ્યું. સાપ તો ખુશીથી એ પી ગયો. હવે સાપના શરીરમાં ફરી તાકાત હતી. ડોશીમા પણ
હવે ખુશ હતા.
સાપનું શરીર હવે ઠડુ ના હતું, અને દુધ પીધા પછી
તો એનામાં તાકાત હતી. હવે એ તો મો ખોલી એની ફેણ બતાવી હલાવતો હતો. હવે એ એના અસલ
સ્વરૂપમાં હતો.અને, હવે તો એ ડોશીમાને કહેવા લાગ્યો” અરે,ઓ, ડોશી, મારે તો તને
ડંસવું છે” આ સાંભળી ડોશીમાને જરા અચંબો થયો. એ એના મનમાં વિચારે છે કે “આ પ્ર્રાણી
તે કેવું ? એ મરવા પડ્યું હતું ત્યારે મે દયા કરી એને નવજીવન આપ્યું. હવે એના
ઉપકારને બદલે મને જ સજા આપવા તૈયાર છે !”
આવા સમયે, ડોશીમાને કોઈકે કહેલા શબ્દો યાદ આવ્યા
” આ દુનિયામાં ભધા જ ભલા નથી..તમે સાવધાન રહેજો !”. હેવે, ડોશીમા, એમની બુધ્ધી સાથે
બોલ્યા “જરૂર તું મને ડંખજે.પણ તે પહેલા તું પિંજરાની અંદર એક થાળી છે. તેમાંનું
દુધ પી જા અને પછી તું મને ડંખજે” આ સાંભળી સાપને થયું કે “આ ડોશી તો જરા ચક્રમ છે.
એને ખબર તો છે કે દુધ તો મારો ખોરાક. એ જો હું પીશ તો મારામાં વધારે શક્તિ હશે, અને
મારૂં ઝેર પણ જોરદાર હશે. ચાલો જેવી ડોશીની ઈચ્છા . હું એની ઈચ્છા પુરી કરી ડંખીશ
અને મારી ઈચ્છા પણ એથી પુરીથશે અને ત્યારબાદ, હું એને ડંશીશ.” એ તો બીજું કાંઈ
વિચારવા વગર પિજંરા તરફ દોડી ગયો. અને ડોશીમાએ પિજંરાનું બારણું બંધ કરી દીધું.અને
સાપને ડોશીમાએ અંતે કહ્યું” મારા હાથે તને જીવન દાન મળ્યું પણ તારી વૃત્તિ કારણે જ
હવે તને આ મૃત્યુદંડ છે”
સાપને એની ભુલ સમજાય. એનામાં માફી માંગવાની આદત જ
ના હતી.
ડો. ચંદ્રવદન મિસ્ત્રી
વાર્તા લખાણ માર્ચ
૨૦૧૧
|
1.
અશોકકુમાર - 'દાદીમા ની પોટલી' | ઓક્ટોબર 24, 2011 પર 1:45 પી એમ(pm)
ડૉ. ચંદ્રવદનભાઈ,
સૌ પ્રથમ આપને તેમજ આપના પરિવારને દિવાળી તેમજ હિન્દુ ના શરૂ થતા નૂતનવર્ષની શુભકામના – શુભેચ્છાઓ નૂતન વર્ષાભિનંદન …
ડોસીમાં ની અને સાપની કથા જે બોધ આપ્યો તે ખરેખર અનુકરણીય છે. જીવનમાં ભૂલ તો મનુષ્ય હોઈ કોઈપણ થી થવાને, પરંતુ ખરા હૃદયથી જો તેનો એહસાસ કરવામાં આવે અને તે સ્વીકારી લેવામાં આવે, તો મન નિર્મળ થઇ જશે અને ઈશ્વર તેના પશ્ચાતાપ ની જરૂર નોંધ લેશે…
સુંદર બોધગ સાથેનો વિચાર
ધન્યવાદ !
2.
pragnaju | ઓક્ટોબર 24, 2011 પર 2:00 પી એમ(pm)
આપણી વૃતિ વિષે સમજાવવા પ્રેરણાદાયક બોધપ્રદ સ રસ વાર્તા.
યાદ આવે કબિરની સાખીઓ
જસ રે કિયહુ તસ પાયહુ, હો રમૈયા રામ
હમ રે દોષ કા દેહુ, હો રમૈયા રામ …
અગમ કાટી ગામ કીયહુ, હો રમૈયા રામ
સહજ કિયહુ વૈપાર, હો રમૈયા રામ …
રામનામ ધન બનિજ, હો રમૈયા રામ
લાદે હુ બસ્તુ ૯અમોલ, હો રમૈયા રામ …હે જીવ ! જેવા તું કર્મ કરે છે તેવા જ ફળ પણ પામે છે તેમાં મને દોષ શા માટે દે છે ? હે રમતા રામ, અનેક જન્મોનું દુઃખ સહેતાં સહેતાં અગમ્ય ગણાતો રસ્તો પાર કરી તેં આ માનવરૂપી શરીર પ્રાપ્ત કર્યું છે છતાં તું કુદરતી વ્રુતિઓનો ભોગ બની અનેક પ્રકારનાં કર્મો કર્યા કરે છે હે જીવ, તું રામનામનો મર્મ જાણ્યા વિના રામનામની ભક્તિ વેપાર કરવા માંડી પડ્યો છે તે અનમોલ વસ્તુનો દુરપયોગ જ છે. !
3.
સુરેશ | ઓક્ટોબર 24, 2011 પર 7:45 પી એમ(pm)
બોધદાયી બાળવાર્તાઓનું એક પુસ્તક બનાવો.
4.
pami66ravinaAvinash | ઓક્ટોબર 24, 2011 પર 9:22 પી એમ(pm)
This story gives wonderful lesson in life.
5.
પરાર્થે સમર્પણ | ઓક્ટોબર 25, 2011 પર 5:10 એ એમ (am)
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા
6.
Ishvarlal R Mistry | ઓક્ટોબર 25, 2011 પર 6:11 એ એમ (am)
Very nice story ,something to remember.
Wish you all a very happy Diwali & Prosperous New Year.
Thankyou Chandravadanbhai.
Ishvarbhai.
7.
Preeti | ઓક્ટોબર 25, 2011 પર 6:44 એ એમ (am)
ચંદ્રવદનભાઈ,
આપને તથા આપના પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ.
8.
ડૉ.હિતેશ ચૌહાણ | ઓક્ટોબર 25, 2011 પર 10:27 એ એમ (am)
જય શ્રીકૃષ્ણ કાકા,
આપને તથા આપના સમગ્ર પરિવારને અને સૌ બ્લોગર મિત્રો/વડીલોને મારા અને ‘મન’ તથા અમારા પરિવાર તરફથી
દિપાવલીની ખુબ ખુબ શુભકામનાઓ.
નૂતનવર્ષાભિનંદન.
આપનો ડો.હિતેશ ચૌહાણ અને મન.
9.
Valibhai Musa | ઓક્ટોબર 25, 2011 પર 5:19 પી એમ(pm)
સુરેશભાઈના મંતવ્ય સાથે હું સંમત છું કે બોધદાયી બાળવાર્તાઓનું પુસ્તક બહાર પાડવામાં આવે. બાળસાહિત્ય લખવું આમ તો અઘરું છે, બાળકોની વયમાં આવી જવું પડે! અહીં લેખકે પોતાની વિદ્વતાને ભૂલી જવી પડે, નહિતો બાળકો ભારેખમ વાતોને ગ્રહણ પણ ન કરી શકે અને તેને પચાવી પણ ન શકે. મેં પણ પાણીનું મૂલ્ય, સરવાળે શુન્ય જેવી બાળવાર્તાઓ આપવાનો પ્રયત્ન કર્યો છે. સુરેશભાઈની ઓરોગામી એ પણ બાળભોગ્ય કલા જ છે ને!
ધન્યવાદ
10.
nabhakashdeep | ઓક્ટોબર 25, 2011 પર 7:12 પી એમ(pm)
શુભ દીપાવલિ. પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા સદા આપના
પરિવાર પર વરસતી રહે એવી અંતર પ્રાર્થના સભર નૂતન વર્ષાભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
ડોશ્રી ચંદ્રવદનભાઈ
ચેતતા નર સદા સુખી. સ્વભાવથી ડંખીલા લોકથી સાવધાની જરૂરી છે જ.
સુંદર બોધ કથા. વાર્તા સંગ્રહને દળદાર બનાવતા જાઓ.
રમેશ પટેલ(આકાશદીપ)
11.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | ઓક્ટોબર 26, 2011 પર 6:51 એ એમ (am)
આદરણીયશ્રી. ચન્દ્ર પુકાર સાહેબ
ખુબ જ સરસ રસપ્રદ બોધ વાર્તા આપે મુકેલ છે.
વાંચવાની મજા પડી ગઈ.
અમારા જેવા શિક્ષકને તો આવી વાર્તા પ્રોક્ષી
તાસમાં ખુબ જ કામ આવી જાય સાહેબ
++++++++++++++++++++++++++++++++++++++++++++++
આપને અને આપના પરિવારને દિવાળી અને
નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ, જીવનમાં ખુબ ખુબ આગળ વધો,
તમારી સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય એવી મારી અંતરની અભિલાષા.
કિશોરભાઈ પટેલ
12.
hemapatel | ઓક્ટોબર 26, 2011 પર 4:23 પી એમ(pm)
પંચતંત્રની બોધ કથાઓ જેવી બોધ કથાઓ.
13.
પરાર્થે સમર્પણ | ઓક્ટોબર 26, 2011 પર 7:00 પી એમ(pm)
આદરણીય શ્રી ચંદ્રવદનભાઈ,
બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ
લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ
ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન
14.
ડૉ. કિશોરભાઈ એમ.પટેલ | ઓક્ટોબર 27, 2011 પર 11:54 એ એમ (am)
આદરણીય સાહેબશ્રી
આપને માટે 2068 નું વર્ષ ખુબજ ફળદાયી, સુખમય અને
આનંદમય નીવડે તેવી શુભકામનાઓ
15.
chandravadan | ઓક્ટોબર 27, 2011 પર 4:30 પી એમ(pm)
This was the Email Response to the Post.
It was just a word but meant a lot.
It meant the Post was read & “liked” !>>>>>
Re: એક સાપ અને એક ડોશીમા !…A NEW POSTMonday, October 24, 2011 4:42 PM
From: “Prahladbhai Prajapati” >View contact detailsTo: “chadravada mistry” > fine
16.
meitry200@hotmail.com | મે 14, 2013 પર 6:29 પી એમ(pm)
This story is so nice