હસતે મુખડે ગુડબાય !

સપ્ટેમ્બર 28, 2011 at 11:20 એ એમ (am) 26 comments

હસતે મુખડે ગુડબાય !

કરો હસતે મુખડે ગુડબાય,
આ તો વિદાય ઘડી રહી
!……………(ટેક)

કાવ્ય પોસ્ટો વાંચી ઘણી,
હૈયે ખુશીઓ ખુબ ભરી,
પણ….હવે તો…..કરો હસતે મુખડે
…..(૧)

આ કાવ્ય રચના માણી, તમે ખુશ
હશો,
એવી ખુશીઓ સાથે ‘ટુકી વાર્તાઓ’ને
આવકારો,
પણ…..હવે તો…..કરો હસતે
મુખડે…..(૨)

ચાલો, ત્યારે, ‘બાય બાય’ પ્રેમથી
કહો,
‘ફરી આવજો’કહેવાનું કદી ના
ભુલો,
પણ….હવે તો….કરો હસતે
મુખડે……(૩)

વાર્તાઓ કે સુવિચારો ચંદ્ર લખે
ભલે,
ફરી કાવ્યો લખવાની ‘પ્રોમીસ’સૌને એ કરે
!
પણ……હવે તો……..કરો હસતે
મુખડે…..(૪)

કાવ્ય રચના….તારીખ ઃસેપ્ટેમ્બર,૯,
૨૦૧૧                   ચંદ્રવદન

બે શબ્દો…

એક પછી એક એમ ત્રણ કાવ્ય રચનાઓ
પોસ્ટરૂપે.
આ ત્રણ રચનાઓ એક જ તારીખે…યાને સેપ્ટેમ્બર, ૯,
૩૦૧૧ ના  દિવસ્રે !
હવે તો, સૌને ખાત્રી થઈ ગઈ હશે કે ભવિષ્યમાં
‘ચંદ્રપૂકાર’ પર  કાવ્યો હશે જ!
આ પોસ્ટ બાદ, પહેલી “વાર્તા” પોસ્ટરૂપે તમે સૌ
વાંચશો.
એ ગમશે એવી આશા !

નમસ્તે ! ગુડ બાય ! આવજો !

ડો. ચંદ્રવદન  મિસ્ત્રી.
FEW WORDS…
A Kavya Post to express “Good Bye” to all
..& then embark on “TUNKI VARTAO” as the New Posts.
Hope to see you all on the Blog to read these
Posts !
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

હૈયામાંથી વહેતા પ્રેમ-ઝરણા ! વાંદરો અને શિયાળ

26 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  સપ્ટેમ્બર 28, 2011 પર 11:44 એ એમ (am)

  સુંદર વિચાર
  ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ ચિત્રકાર ખલિલ જિબ્રાને આવજો કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં પણ આંખથી કહેવાનું હોય છે.
  ત્યારે આપણા આવજોમાં જ ઈ આ વોનો ભાવ છે જ તે બા ઇમા નથી

  જવાબ આપો
  • 2. chandravadan  |  સપ્ટેમ્બર 28, 2011 પર 11:58 એ એમ (am)

   પ્રજ્ઞાજુબેન,

   થોડા સમય બાદ, તમે પધારી, “સુંદર શબ્દો”માં પ્રતિભાવ આપ્યો ..તે માટે આભાર.

   ગુજરાતી કુટુંબો વિદાય સમયે “આવજો” કહે છે તેની “ઉંડો વિચાર સમજ” આપી તેની ખુશી.

   …………..ચંદ્રવદન
   Thanks !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 3. Atul Jani (Agantuk)  |  સપ્ટેમ્બર 28, 2011 પર 2:37 પી એમ(pm)

  Aavajo 🙂

  જવાબ આપો
 • 4. himanshupatel555  |  સપ્ટેમ્બર 28, 2011 પર 2:44 પી એમ(pm)

  પધારજો…ઃ)

  જવાબ આપો
 • 5. અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'  |  સપ્ટેમ્બર 28, 2011 પર 3:52 પી એમ(pm)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  આવજો શબ્દમાં ફરી આવવનું આમંત્રણ ગર્ભિત રીતે સમાયેલું છે અને આ આવજો પોતાના હોય તેને કહવાય, અન્ય ને તો …. ભલે ચલો રજા લ્યો.!

  ભલે ત્યારે ફરી પધારજો….!

  આભાર !

  જવાબ આપો
 • 6. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  સપ્ટેમ્બર 28, 2011 પર 5:13 પી એમ(pm)

  આદરણીયશ્રી. ડૉ.ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  આપનો વિદ્યા દાનનો યજ્ઞ હંમેશા પ્રજવ્વ્લિત રહે

  વિદાય ……………..એટલે ………….,

  વિ…….વિદ્યા…,

  દા…….દાનઓ….,

  ય…….યજ્ઞ……..! સદાય જલતો રહે…..!

  પ્રેમથી આવજો.

  જવાબ આપો
  • 7. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  ઓક્ટોબર 2, 2011 પર 11:43 પી એમ(pm)

   અરે………….!

   આદરણીયશ્રી. ચન્દ્રવદન ” પુકાર ” સાહેબ

   તમે મને કોઈ જવાબ ન આપ્યો,
   બધાને જવાબ આપ્યો.

   હું તમારાથી બધી જ રીતે નાનો છું

   એટલે મને રિસાવાના અધિકારનો ઉપયોગ કરી

   રિસાઈ જઈશ. ( મજાકમાં )

   જવાબ આપો
   • 8. chandravadan  |  ઓક્ટોબર 3, 2011 પર 12:42 એ એમ (am)

    અરે, કિશોરભાઈ, આમ રીસાઈ ના જાશો,

    અહી નાના મોટાનો સવાલ ના લાવો,

    તમે તો, “વિદાય”માં વિદ્યા દાન યજ્ઞ કર્યો,

    એવી જ્યોત મુજમાં જોનારને મેં તો ભાઈ કહ્યો,

    કિશોર, ચંદ્ર દિલ નાજુક, પણ છે વિશાળ,

    રમેશ, ગોવિન્દ સાથે તારો પણ છે સ્વીકાર,

    “ચંદ્રપૂકાર” તું આવજે ફરી ફરી ‘ને નિહાળજે,

    ખુદને ચંદ્ર દિલમાં, ‘ને ખુશીઓ તુજ હૈયે ઉભરાવજે !

    કિશોર કદી ના રીસાઈ ચંદ્ર તો જાણે એવું,

    આટલા શબ્દોમાં “બધુ” જ સમજવું !

    …ચંદ્રવદન.
    Kishorbhai,
    Thanks for your revisit & another comment for this Post.
    DR. CHANDRAVADAN MISTRY

 • 9. vandana patel  |  સપ્ટેમ્બર 28, 2011 પર 5:16 પી એમ(pm)

  માનનીય ચંદ્રવદનભાઈ ,

  આવજોની લાગણી અનેરી હોય છે, જે ફરી મળવાની ઈચ્છા બતાવે છે . ખુબ સરસ વાત આપે કરી .. આપની કાવ્ય વાંચી આનંદ થયો…. સુંદર રચના.

  વંદના પટેલ

  જવાબ આપો
 • 10. બીના  |  સપ્ટેમ્બર 28, 2011 પર 6:42 પી એમ(pm)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,
  આવજો!
  ફરી પધારજો!

  જવાબ આપો
 • 11. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 28, 2011 પર 6:57 પી એમ(pm)

  Chandravadanbhai….
  aavata rahejo..kaavyo laavata rahejo.. ne…dil behlaavta rahejo..

  જવાબ આપો
 • 12. Narendra  |  સપ્ટેમ્બર 28, 2011 પર 9:36 પી એમ(pm)

  ‘આવજો’ શબ્દની ખુબી જ એ છે કે તે દ્વારા અમે કહીએ છીએ ફરીથી એવા જ પ્રેમભાવથી પધારજો. અમે રાહ જોઇશું.

  જવાબ આપો
 • 13. Ishvarlal Mistry  |  સપ્ટેમ્બર 28, 2011 પર 11:02 પી એમ(pm)

  Faree Malsoo. Very good Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 14. ગોવીંદ મારુ  |  સપ્ટેમ્બર 29, 2011 પર 3:18 એ એમ (am)

  ભલે આવજો…

  જવાબ આપો
 • 15. sapana  |  સપ્ટેમ્બર 29, 2011 પર 10:44 એ એમ (am)

  આવજો …ફરી પધારજો….આ અલવિદાઅ નથી આખું બ્લોગજગત આપની રાહમાં આંખો બીછાવશે….તબિયત સંભાળશો અને stay in touch…સપના

  જવાબ આપો
 • 16. ushapatel  |  સપ્ટેમ્બર 29, 2011 પર 3:00 પી એમ(pm)

  આપના વિચારો કવિતા સ્વરૂપે જાણવા મળ્યા અને અવારનવાર આપણે બ્લોગની અરસપરસ મુલાકાત લેતા રહીશું…આવ..જો.

  જવાબ આપો
 • 17. bakulvshah  |  સપ્ટેમ્બર 30, 2011 પર 4:48 એ એમ (am)

  આદરણીય શ્રી ચંદ્રવદન ભાઈ
  વિદાય હમેશા વસમી હોય છે.વસમી વિદાય ટાણે દિલ માં ઊંડે ઊંડે આશ હોય છે ફરી ફરી મળવાની . મુખ કદાચ હસતું હોય પણ દિલ તો રડતું હોય છે !! આવજો એ રડેલ દિલ ની પુકાર વ્યક્ત કરે છે !!

  ખુબ સુન્દેર રીતે આપે ભાવ વ્યક્ત કર્યા છે . ધન્યવાદ !!

  બકુલ શાહ

  જવાબ આપો
 • 18. ઇન્દુ શાહ  |  સપ્ટેમ્બર 30, 2011 પર 4:28 પી એમ(pm)

  આવજોમાં ફરી આવોનો ભાવ છુપાયેલ છે, જરૂર આવશો.
  ત્યાં સુધી આપની વાર્તા વાંચીશું.
  આ વજો.

  જવાબ આપો
 • 19. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 30, 2011 પર 6:10 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  “આપ આમ ગુડ બાય કહી વિદાય લો એ અમને મંજુર નથી

  સજાવ્યા સાજ કાવ્યને લેખના એ અધૂરા રહે તે કબૂલ નથી

  શો વાંક છે અમારો જરા કહેશો કે કેમ ચાલ્યા અધવચ્ચે એકલા

  આમાં આવજો કહી કહી દીધું શું અમારી કોઈ ભૂલ તો નથી.”

  જવાબ આપો
  • 20. chandravadan  |  સપ્ટેમ્બર 30, 2011 પર 6:31 પી એમ(pm)

   અરે, ગોવિન્દભાઈ, “આવજો”માં નથી ભુલ કોઈ તમારી કે મારી,

   ફક્ત, “આવજો”માં, ફરી ફરી પધારવા ચંદ્ર-વિનંતી છે મારી,

   હવે તો, મંજુર કરજો “વિદાય” થોડા સમય માટે કાવ્ય-પોસ્ટો માટે,

   પણ હશે, “ટુંકી વાર્તા” સ્વરૂપે થોડી પોસ્ટો “ચંદ્રપૂકાર” માટે,

   “આવજો” ચંદ્રપૂકાર પર વાર્તાઓ વાંચવા, ગોવિન્દ પ્યારા !

   ચંદ્રને ખુશ કરવા, આવજો આ બ્લોગ પર , ગોવિન્દ પ્યારા !

   ………………..ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 21. nabhakashdeep  |  સપ્ટેમ્બર 30, 2011 પર 8:39 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ
  ..છૂટા પડવું સંભવ નથી..દિલોના સંબંધ છે
  આવજો લખો કે ના આવજો લખો
  શબ્દથી પર સદા એક પોકાર છે
  રંગ હર હૈયે ચંદ્ર થઈ પૂર્યો એવો
  અમર મિલનના સદા જુહાર છે
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
  • 22. chandravadan  |  સપ્ટેમ્બર 30, 2011 પર 9:36 પી એમ(pm)

   એક દિલમાં બીજુ દિલ છે,

   દિલોમાં રમેશ ચંદ્ર છે,

   છુટા પડવું અસંભવ છે,

   મિત્રતાના નાતે અચળ છે,

   શબ્દો તો “ચંદ્રપૂકાર”માં છે,

   અને, સાંભળવા સૌ તૈયાર છે,

   તો પછી, “વિદાય” નથી,

   “આવજો” માં જ ભલાઈ રહી !

   પ્રતિભાવના રમેશ શબ્દોનો સ્વીકાર છે,

   “ફરી પધારજો” ચંદ-શબ્દોમાં આભાર છે !

   ……ચંદ્રવદન
   Rameshbhai,
   Thanks for your encouragements….thanks for your visits/comments on my Blog.
   Chandravadan

   જવાબ આપો
 • 23. Dinesh Mistry  |  ઓક્ટોબર 1, 2011 પર 10:08 એ એમ (am)

  Chandravadanbhai, I agree with Govindbhai’s comments. But look forward to tooki varta.
  Dinesh

  જવાબ આપો
 • 24. vijayshah  |  ઓક્ટોબર 12, 2011 પર 6:32 પી એમ(pm)

  આવજોમાં જૈને પાછા આવો નો ભાવ તો છે જ પણ હાથ હલાવીને તો જવાની ના જ કહેવાય છે ખરુંને?

  જવાબ આપો
 • 25. chandravadan  |  ઓક્ટોબર 23, 2011 પર 5:15 પી એમ(pm)

  This was an EMAIL RESPONSE to this Post>>>>>>

  Flag this messageRe: હસતે મુખડે ગુડબાય !Thursday, October 20, 2011 5:02 AM
  From: “rozina Dhrolia” >View contact detailsTo: “chadravada mistry” >vah vah saras che gamiyu ho…..

  જવાબ આપો
 • 26. nabhakashdeep  |  ઓક્ટોબર 23, 2011 પર 10:04 પી એમ(pm)

  Resp.Dr Chandravadanbhai

  શુભ દીપાવલિ
  .આપના પરિવારને દિવાળીની શુભકામનાઓ.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: