હૈયામાંથી વહેતા પ્રેમ-ઝરણા !

સપ્ટેમ્બર 24, 2011 at 12:19 પી એમ(pm) 20 comments

 

હૈયામાંથી વહેતા પ્રેમ-ઝરણા !

અનેક હૈયામાંથી પ્રેમ ઝરણાઓ વહી
ગયા,
કાવ્ય રચનાઓ ચાલુ રાખોનો પેગામ દેતા
ગયા,,….(૧)

પ્રેમ ઝરણાના નીરમાં સ્નાન કરવાની તકો દેતા
ગયા,
સ્નાન કરતા, ચંદ્ર તન મન પાવન
થયા……………….(૨)

પાવન તન મને ચંદ્રે  તો પ્રભુને
પુકાર્યા,
તો, કાવ્યરૂપે લખવા પ્રેરણારૂપી ફુલો
ખીલ્યા…………..(૩)

ફુલોની મહેકમાં ચંદ્ર તો વિચારોમાં
રહે,
ત્યારે, માત સરસ્વતી ચંદ્ર-શબ્દોમાં
વહે………………..(૪)

જે કંઈ આછંદ કે ભુલોભર્યું  કાગળ શબ્દો
બને,
તેને જ ચંદ્ર ‘કાવ્ય જેવું ‘ કહી પ્રગટ કરે
!……………..(૫)

ડર નથી હવે, કે એને અન્ય શું કહેશે
?
કારણ કે, સર્વમાં ‘ચંદ્ર-હ્રદય્પૂકાર’ છે
!……………….(૬)

આવો, ઓ, મિત્રો મારા, ચંદ્ર શબ્દોને વાંચો
જરા,
ના ગણો કવિ એને, જે હ્રદયનું છે તે જ સ્વીકારો
જરા !…….(૭)

કાવ્ય રચનાઓ લખવા વિનંતી હતી તમારી
જ્યારે,
રચના આ લખી, તમ આશાઓ પુરી કરી છે આજે
!…………..(૮)

ના રહે કદી નિરાશા ચંદ્ર-રચના કે અન્ય
વિષયે,
જો, શ્રધ્ધાના સથવારે, હોય તમે જીવન યાત્રાના
પંથે !………(૯)

હૈયાના  પ્રેમ ઝરણા વહી, અમુત બનતા
રહે,
અને, અમર આત્મા જ્ઞાન-ભક્તિ પ્રકાશે ચમકે
!……………….(૧૦)

કાવ્ય રચના,,,તારીખ..સેપ્ટેમ્બર, ૯,
૨૦૧૧                       ચંદ્રવદન

બે શબ્દો…


ચંદ્રપૂકાર પર આવી અનેક તરફથી વિનંતી થઈ
કે…….”કાવ્ય લખાણ બંધ ના કરો !”
ત્યારબાદ, “મહેમાનો અને ચંદ્ર”ના એક “સંવાદ” રૂપે
તમે આગળ પ્રગટ કરેલી પોસ્ટ વાંચી.
તો, મેં મારી ઈચ્છા દર્શાવી દીધી તો આ બીજી કાવ્ય
રચના શા માટે ?
કોણ જાણે, એ આગળની પોસ્ટ પુર્ણ કર્યા બાદ, મારા
હ્રદયમાં “કંઈક ” થયું.
ઝરણા વહેતા હોય એવું
થયું.
અને પ્રભુ પ્રેરણાથી શબ્દો વહી
ગયા.
અને,….અંતે, આ આ રચના
થઈ.
ગમશે એવી આશાઓ !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Today yet another Kavya
Post.
So, you will be all reassured that in the Future, there will be Poems on my Blog.
In this Poem, I am having a
VISION.
In it. I see the Springs of Water flowing from
many Hearts.
I seem bo be bathing in these & receiving
Everyone’s LOVE !
I hope you you all feel MY LOVE
too.
Dr. Chandravadan
Mistry

Entry filed under: કાવ્યો.

મહેમાનો અને ચંદ્ર પ્રતિભાવોરૂપી સંવાદ ! હસતે મુખડે ગુડબાય !

20 ટિપ્પણીઓ Add your own

 • 1. Preeti  |  સપ્ટેમ્બર 24, 2011 પર 1:47 પી એમ(pm)

  તમારી નવી રચના વાંચવાની ખુબ જ મજા આવી. જે કવિતાનો જીવ હોય તે કવિતા થી દુર રહી જ ના શકે. એમના હૈયા માંથી આવા ઝરણાં નીકળતા જ રહેતા હોય છે.

  જવાબ આપો
 • 2. Capt. Narendra  |  સપ્ટેમ્બર 24, 2011 પર 3:13 પી એમ(pm)

  અમારી વિનંતિ સ્વીકારવા માટે આભાર. ઝરણું ચાહે પહાડમાંથી નીકળતું હોય, સ્વર્ગથી ઉતરતું હોય કે પછી હૃદયમાંથી. એ પ્રભુની જ બક્ષીશ છે. તેને અટકાવતા નહિ.

  જવાબ આપો
 • 3. sapana  |  સપ્ટેમ્બર 24, 2011 પર 8:20 પી એમ(pm)

  સરસ રચના અને કાવ્યોથી દૂર શા માટે જવાનુ..પ્રાણવાયુ છે શબ્દોથી પૂરતા રહો..
  સપના

  જવાબ આપો
 • 4. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 25, 2011 પર 2:03 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  કવિ અને સાહિત્ય રસિક હદય ક્યારેય તેનાથી વિમુખ થતું જ નથી.

  આપના કાવ્યો અને વિચારો હંમેશા સમાજ અને વાચકને પ્રેરણાના

  પુષ્પો આપતા હોય છે . આપના વિચારો સદભાવના ભક્તિ ને બીજાને

  કૈક આપવા સર્જાયા છે એજ આપની ખૂબી અને મહાનતા છે.

  જવાબ આપો
 • 5. chandravadan  |  સપ્ટેમ્બર 25, 2011 પર 2:37 એ એમ (am)

  This was an Email form Vadodara for the Post>>>>>>>

  Re: હૈયામાંથી વહેતા પ્રેમ-ઝરણા !Saturday, September 24, 2011 7:25 PM
  From: “Samir Dholakia” >View contact detailsTo: “chadravada mistry” >Aashaaa raakhu chhu ke tamne kavita gamshe? Are sahab gamshe ne bahu j gameeee. Simply great sir…. Wah wah.

  samir

  જવાબ આપો
 • 6. nabhakashdeep  |  સપ્ટેમ્બર 25, 2011 પર 4:46 એ એમ (am)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ ,આપની હ્ર્દયથી સ્ફૂરતી કાવ્ય રચનાઓ સરળ
  છતાં જે કઈંક કહેવું છે તે સરસ રીતે કહી જાય છે.
  ખૂબખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 7. Ishvarlal R Mistry  |  સપ્ટેમ્બર 25, 2011 પર 5:56 એ એમ (am)

  Songs coming deep from heart is surely like water flowing from fountain ,very pleasing to heart mind and soul and peaceful well said chandravadanbhai best wishes,good thoughts.keep it going.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 8. thakorbhai maganbhai patel  |  સપ્ટેમ્બર 25, 2011 પર 5:53 પી એમ(pm)

  રેલાવો ચંદ્ર સદૈવ નિર્મળ શીતલ તેજ કિરણો,
  કોઈનેય ન લાગે તાપ એવો દે ઉજાસ અનેરો.

  રાત દિવસ જો અહી ચંદ્ર નાખે એનો ડેરો તો,
  ચાંદની સી કવિતાઓ જન્મ લઇ લે ઢેરો ઢેરો.

  શા માટે?અમે ન ઈચ્છીએ આવો લાવો અનેરો,
  દિલ-દિમાગથી કલમ ફરે કે કાગળ ન રહે કોરો.

  હોય છે કોરા કાગળનેય અભરખો શાહી ચુસવાનો,
  છોને રંગ હોય શાહીનો લાલ લીલોકે રંગ વગરનો.

  બેઉ ને આનંદ તો એકમેકને વળગી પલળવાનો,
  એટલે સવાલ પર સવાલ તો જરૂર સળવળવાનો.

  કેમકે કોઈનોય હરખ દેખાતો નથી કોરો રહેવાનો,
  હું, તે,તેઓ સૌ શોધે છે લ્હાવો ચંદ્ર તેજ લુંટવાનો.

  હવે ક્યારેય ન લાવો વારો ભૈ રેઈનકોટ પહેરવાનો,
  બસ લ્હાવો આપો અમને ચાંદની મા પલળવાનો.

  જવાબ આપો
  • 9. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 25, 2011 પર 6:22 પી એમ(pm)

   ઠાકોરભાઈ,

   હું જે લખી શક્ય કરૂ એ તો મારૂં અલ્પ જ્ઞાન છે.

   તમે જે પ્રતિભાવરૂપે લખ્યું એમાં તમારી ઉદારતા છે.

   તમે જે કાવ્યરૂપે લખયું તેમાં તો શબ્દોભરી કળા છે.

   સુંદર રીતે જે શબ્દોમાં કહ્યું તે માટે આભાર.

   ……..ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 10. ઇન્દુ શાહ  |  સપ્ટેમ્બર 25, 2011 પર 6:42 પી એમ(pm)

  હૈયાના પ્રેમ ઝરણા વહી અમૃત બનતા રહે’
  અને અમર આત્મા જ્ઞાન ભક્તિ પ્રકાશે ચમકે”
  ખૂબ સરસ ,
  ચંદ્રવદનભાઇ ,
  આવા અમૃત સમા પ્રેમ ઝરણા સદા વહેતા રાખો અમો સહુ પાન કરતા રહીએ..
  ઇન્દુ

  જવાબ આપો
 • 11. અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'  |  સપ્ટેમ્બર 25, 2011 પર 6:46 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  તમારી રચનાઓ બાળકની કાલીઘેલી ભાષા જેવી સરળ છે, જેમાં હૃદયના સ્પષ્ટ ભાવો સમાયેલા છે, બાળક ઈશ્વરનું સ્વરૂપ ગણાય અને તેની ભાષા કોઈને પણ પસંદ આવે તેમ મારી સમજ છે, જેમાં સરળતા અને પ્રેમ, સ્નેહ સમાયેલો હોય છે…

  હૃદયના ભાવ વ્યક્ત કરવા જે કાર્ય કરો છો તે પ્રસંસનીય છે….

  ધન્યવાદ !

  જવાબ આપો
 • 12. DR. CHANDRAVADAN MISTRY  |  સપ્ટેમ્બર 25, 2011 પર 10:10 પી એમ(pm)

  This was an Email for this Post>>>>

  Re: Fw: હૈયામાંથી વહેતા પ્રેમ-ઝરણા !Sunday, September 25, 2011 2:31 PM
  From: “pushpa rathod” >View contact detailsTo:

  >— On Sat, 9/24/11, chadravada mistry wrote:

  >From: chadravada mistry
  >Subject: હૈયામાંથી વહેતા પ્રેમ-ઝરણા !
  >To:
  >Date: Saturday, September 24, 2011, 5:32 AM
  >
  >Ame shu tmone apie? Tme vachvyu ej tmaro ane amaro anand ekj che, to nirvysni banine bhu j moto upkar kryo? Jivanma ghnuj mhtnu kam start kryu che jiv shivne jane che. jidgi jivavi e pan mhtvnu che.

  જવાબ આપો
  • 13. chandravadan  |  સપ્ટેમ્બર 25, 2011 પર 10:16 પી એમ(pm)

   પુષ્પાબેન,

   તમે અંગ્રેજી લીપીમાં ગુજરાતીમાં “બે શબ્દો” લખ્યા તે વાંચી આનંદ.આભાર !

   હું વંચાવું અને તમે વાંચો એ જાણી ખુશી……અને જો એથી તમારૂં જીવન થોડું પણ પ્રભુ તરફ હોય તો પ્રભુનો જ આભાર.

   હવે, મારા ઈમેઈલ જવાબ પ્રમાણે આશાઓ છે કે તમે ગુજરાતીમાં ટાઈપ કરતા શીખી જશો જ !>>>ચંદ્રવદન
   DR. CHANDRVADAN MISTRY

   જવાબ આપો
 • 14. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  સપ્ટેમ્બર 26, 2011 પર 12:06 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ ” પુકાર ” સાહેબ

  ” હૈયામાં હામ છે,

  દિલમાં રામ છે,

  ઓ સાહેબ તમારી

  રચના વાંચીને દિલ પુકારે છે, આપને મારો ચન્દ્ર કયાં છે, ”

  ખુબજ સરસ રચના સાહેબ દિલને વહેલી સવારે આપે હચમચાવી નાંખ્યુ.

  ખુબ્જ સરસ રચના ગમી ગઈ

  જવાબ આપો
 • 15. pravina  |  સપ્ટેમ્બર 26, 2011 પર 3:36 એ એમ (am)

  ‘Chandra’ always shine like POONAM”

  good job

  visit

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 16. himanshupatel555  |  સપ્ટેમ્બર 26, 2011 પર 3:47 એ એમ (am)

  તમારી પ્રેમ રસથી ભરપૂર તરબતર રચના માણી આવોજ પ્રેમ વહેતો રાખજો….

  જવાબ આપો
 • 17. chandravadan  |  સપ્ટેમ્બર 26, 2011 પર 12:18 પી એમ(pm)

  This was an Email Response>>>>>

  Re: હૈયામાંથી વહેતા પ્રેમ-ઝરણા !Sunday, September 25, 2011 9:26 PM
  From: “Prahladbhai Prajapati” ;View contact detailsTo: “chadravada mistry” >aapnu haiyu nirmal chhe shabash

  જવાબ આપો
 • 18. hemapatel  |  સપ્ટેમ્બર 26, 2011 પર 8:47 પી એમ(pm)

  આપનુ પ્રેમ ઝરણુ સદા કાવ્ય બની વહેતુ રહે એજ શુભેચ્છા .

  જવાબ આપો
 • 19. અક્ષયપાત્ર/Axaypatra  |  સપ્ટેમ્બર 27, 2011 પર 1:34 એ એમ (am)

  બસ આ ઝરણુ વહેતુ રહે તે જ શુભેચ્છા!

  જવાબ આપો
 • 20. chandravadan  |  સપ્ટેમ્બર 27, 2011 પર 12:34 પી એમ(pm)

  This was an Email Response of Dr. Kamlesh Prajapati from India>>>>

  Re: Fw: હૈયામાંથી વહેતા પ્રેમ-ઝરણા !Monday, September 26, 2011 7:08 PM
  From: “Kamlesh Prajapati” >View contact detailsTo: “chadravada mistry” કાકા
  હૈયા માંથી વેહ્તું ઝરણું કાવ્ય ખુબજ સુંદર લાગ્યું. પરદેશ માં વસી ને પણ કાવ્ય ની રચના કરો છો અને એ પણ સુંદર કાવ્ય. મને લાગે છે કે આપના હર્દય માંથી પણ આ પ્રકારનું પ્રેમ નું ઝરણું સદાય વહ્યા કરે અને મને લાગે છે કે આપશ્રી ને પ્રભુ એ એવી શક્તિ આપી છે કે જે આ પ્રકારના કાવ્ય રચવા આપશ્રી ને પ્રરિત કરે છે.
  આપ સર્વે ને નવલી નવરાત્રી ની શુભ કામના.
  જય માં અંબે.
  કમલેશ પ્રજાપતિ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: