કલ-નિનાદ સ્મરણિકા ગ્રંથની મારી વાંચન યાત્રા !

સપ્ટેમ્બર 15, 2011 at 12:22 એ એમ (am) 14 comments

100_3874
 This Photo..From Gujarati Sahitya Sarita Site & published  with the Permission.

કલ-નિનાદ સ્મરણિકા ગ્રંથની મારી વાંચન યાત્રા !

“કલ-નિનાદ”નામે હ્યુસ્ટનની સંસ્થા ગુજરાતી  સાહિત્ય સરિતાના દ્શાબ્દિ મહોત્સવની બુક પોસ્ટ દ્વારા મને એપ્રિલમાં વાંચવાનો
લ્હાવો મળ્યો. એ બુકના કવર નિહાળતા ખુબ જ આનંદ થયો. અને ત્યારબાદ, એ વાંચવા માટે  હું આતુર હતો. એક પછી એક પાન ધીરે ધીરે વાંચ્યા. વાંચી જે મારા મનમાં થયું તે જ
શબ્દોમાં લખવા પ્રયાસ કરી રહ્યો છું.
પ્રથમ પાને પ્રગટ હતી પ્રાર્થના. એમાં સમાવેશ થયો
હતો ઉમાશંકર જોષીની “હે પ્રભો !”..અને નરસિંહરાવ દિવેટિયાની”પ્રેમળ જ્યોત દાખવી”.
બસ, આ બે રચનાઓ દ્વારા ઉચ્ચ ગુજરાતી ભાષા/સાહિત્ય ના દર્શન થઈ ગયા. મનમાં સંતોષ
હતો. અને, મારૂં વાંચન ચાલુ રહ્યું.
પાન ૨ પર અનેકના નામો હતા.દશાબ્દિ મહોત્સવ સંચાલક
તરીકે રસેશભાઈ દલાલ….સંસ્થાના સંચાલક તરીકે દેવિકા ધ્રુવ….સહસંચાલક તરીકે ડો.
રમેશ શાહ…ખજાનચીના નામે પ્રશાંત મુન્શા, અને સંકલન અને સંપાદન તરીકે બે
નામો…પ્રો. સુમન અજમેરી, વિજય શાહ, અને સાથે સોવેનીયર કમીટીમાં હતા ત્રણ નામો….
સરયુબેન પારીખ, દેવિકાબેન ધ્રુવ, અને વિશ્વદીપ બારડ…અને છેલ્લે હતા ટાઈપ સહાય
કરનારા..ડો. ઈંદિરાબેન શાહ, શૈલાબેન મુન્શા, પ્રવિણાબેન કડકીયા, અને હેમાબેન
પટેલ..અને માનદ સલાહકારોમાં નામો હતા ..દીપક ભટ્ટ, મુકુંદ ગાંધી, ડો. ભગવાનદાસ પટેલ
વિનોદ પટેલ અને હેમંત ગજરાવાલા. આ સર્વ વિગતે ઉલ્લેખ કરવાનું કારણ એટલો જ કે આ સૌના
ફાળા વગર આ પુસ્તક હોય જ ના શકે.
પાન ૩ એટલે દેવિકાબેન ધ્રુવના શબ્દોમાં “કંકુ
ચોખાથી સૌનું સ્વાગત” અને પાન ૪ પર રસેશભાઈ દલાલે”આયોજનની પગદંડી પરથી”ના શબ્દોમાં
પરદેશમાં રહી, માત્રુભાષા/માત્રુભૂમીના પ્રેમની વાત કવિ નર્મદ ના શબ્દો”ડગલું
ભર્યું કે ના હટવું, ના હટવું” કહી, સંસ્થાની સફળતા વિષે જાણ
કરી.
આ લખાણ ખુબ જ અગત્યનું કહેવાય. પણ મારી “વાંચન
યાત્રા” તો હજુ ચાલુ જ હતી.
પાન ૫ એટલે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર
મોદીનો શુભ સંદેશો..અને પાન ૬એટલે ગુજરાત સરકારના કાર્યકર્તા ભાગ્યેશ જહાનો
અભિનંદનભર્યો સંદેશો.આ પ્રમાણે ગુજરાત રાજ્યના આશિર્વાદો બાદ પાન ૭ પર મોંઘેરા
મહેમાનો ડો. અશરફ ડબાવાલા, અને ડો. મધુમતિબેન મહેતાનું એમના જ કાવ્યો સાથે ફોટાઓ
સાથે ભાવભર્યુણ સ્વાગત હતું. અને પાન ૮ પરા ડો. સુધીર પાખીખ વિષે માહિતીઓ વાંચી ,
વાંચક સુંદર મનગમતી ગુજારાતી કાવ્યોને વાંચી ગુજરાત માટે ગૌરવ અનુભવી વાંચનયાત્રા
આગળ ચલાવવા માટે ખુશીઓ હૈયે ભરે છે…..કારણ કે “મંગલ મંદિર ખોલે”…ઓ ઈશ્વર ભજીએ
તને !”….”નહી રે વિસારૂં હરિ”અને “આજની ઘડી રળિયામણી” ફરી વાંચાવાની તક એને તક
મળે છે.
પાન ૧૦ એટલે સંસ્થાનેનારાયણ દેસાઈ તરફતી એક પત્ર
દ્વારા શુભેચ્છાઓ, અને સામેના પાન ૧૧ પર ગુજરાતના ગૌરવ વિષે કહેતી એનેક
કાવ્ય-રચનાઓ. અને, ત્યારબાદ, પાન ૧૨ એટલે અનેક વ્યક્તિઓ તરફથી મળેલા શુભેચ્છાના
સંદેશા.પાન ૧૩ પર “મનના અતલ ઉંડાણમાં”ના પ્રવિણાબેન કડકીયાના લેખને સ્થાન
મળ્યું,અને પાન ૧૪ પર સાંસ્થાને “ચીકાગો આર્ટ સરકલ” તરફથી મળેલી શુભેચ્છાઓભર્યો
પત્ર. ફરી, પાન ૧૫ પર ગુજરાતના કાવ્યોરૂપે વખાણો, અને પાન ૧૬ પર ફરી શુભ
સંદેશાઓ.
પાન ૧૯ એટલે બે લેખો…ડો. ઈન્દિરાબેન શાહનો
“ક્રુતશતા”લેખ અને હેમાબેન પટેલનો “સફળતા”નો લેખ.આ લેખો વાંચ્યા બાદ,પાન ૨૧ પર
પ્રગટ થયેલી ચીમન પટેલની રચના ” બેસતા કરી દીધા” કોઈ પણ વાંચવાનું ચુકે નહી જ ! નવા
જમાનામાં થઈ રહેલા પરિવર્તન વિષે એમણે સુંદર વર્ણન કર્યું છે…અરે, આ તો અમેરીકા
છે એવું જ એમણે કહી દીધું….અને, પ્રો. સુમન અજમેરી ની રચના “જિંદગી” દ્વારા
શબ્દોમાં ઘણા જ ઉંડા ભાવમાં કંઈક કહેવાયું છે. એ જ ભાવમાં, મહમદ અલી પરમારની “માલિક
શૌલા બુઝાવી દે ” અને રમઝાન વિરાણીની “આ હ્યુસ્ટન છે !” વાંચતા પાન ૧૫ પૂરૂં થાય
છે….અને એ પછી, પાન ૨૭ એટલે ત્રણ બીજી રચનાઓ..”નૈયા” (શૈલા મુન્શા), “એ આવે છે”
(વિશાલ મોણપરા) અને “શતદલ” (દેવિકા દ્રુવ).
હવે, આટલું વાંચ્યું અને પાન ૨૯ પર “એક
વ્યક્તિનું આ કામ નથી,સમુહનું જુઓ આ પરિણામ”ના લેખ વાંચી હું ખુબ જ આનંદ અનુભવી
રહ્યો હતો. આ લેખ ફોટાઓ સહીત દેવિકાબેન ધ્રુવ, વિજય શાહ અને સુમન અજમેરી તરફથી હતો.
આ લેખ દ્વારા, ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૦ વર્ષની યાત્રાની ઝલક હતી..શું શું શક્ય
થયું તેનો હેવાલ હતો. એ જાણી આનંદ થયો, પણ વધૂ આનંદ તો એનો હતો કે એઓએ એ જાહેર
કર્યું કે આ જે કંઈ શક્ય થયું તે સૌના ફાળા આધારીત થયું છે. અહી રહી છે “એકતા,
સંપ”ની મહત્વતા !..ફક્ત અહી જરા વધુમાં એટલો ઉલ્લેખ કરવો છે કે “જો ફોટાઓ કલરમાં
હોત કે પછી ગ્લોસી પાન પર પ્રીન્ટ થયા હોત ” તો એની સંદરતા વધુ ખીલતે
!
પાન ૩૩ થી ૩૮ એટલે ત્રણ લેખો….૧
“પરાવર્તન…દીપિકા બની શોના” (સરયુ પરીખ).૨ “ઝમકુબા” (વિજય શાહ ) ૩ “મૌનનો
જ્વાળામુખી” ( વિશ્વદીપ બારડ)…અને ત્યારબાદ, પાન ૩૯ નવિન બંકરનું સંકલન “હ્યુસ્ટન
સાહિત્ય સર્જકોની રચના સુષ્ટિ”…આ લખાણ દ્વારા સૌને જાણ થાય છે કે હ્યુસ્ટન
શહેરમાં અનેક “ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ” છે. આ વાંચ્યા પછી, “હસ ગુલ્લી”માં જરા
હાસ્ય કરી,અકબર લાખાણીએ પ્રગટ કરેલ “પાકિસ્તાનમાં ગુજરાતી સાહિત્ય સર્જન અને
સમ્રુધ્ધિનું સંક્ષિપ્ત અવલોકન” વાંચી, એટલું જ્ઞાન થાય કે દેશના ભાગલા પડ્યા હોવા
છતાં, ગુજરાતી સાહિત્ય હજુ પણ જીવીત છે. આ એક ખુબ જ આનંદની વાત છે !…અને
ત્યારબાદ, પાન ૪૩ પર કિરીટ ભક્તનું “મારી માર્તુભાષાનું સૌન્દર્ય” વાંચતા
શબ્દો-લખાણનું મહત્વ સમજાય છે. આવી સમજ બાદ, નિલમ દોશીનો લેખ “ઝુરાપો એટલે…”કંઈક
ઉડાણની વિચારધારા તરફ લઈ જાય છે. અને મુકુંદ ગાંધી એમના “ગુજરાત રંગભૂમી”માં સૌ
વાંચકોને ગુજરાતી નાટકો વિગેરેનો સાહિત્ય ટ્કાવવા માટેના ફાળાનો ઉલ્લેખ કરે છે.
ત્યારબાદ, પાન ૫૭ એટલે રસેશ દલાલ છેલ્લા લેખ “હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતામાં
ખીલેલ સાહિત્યના સર્જકો”મા નામો સાથે સર્વ કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરે છે. જે કંઈ એઓ
વિષે આગળ વાંચ્યું તે ફરી તાજુ કરે છે.
અહી મારી “વાંચન યાત્રા” પુર્ણ હોત પણ પાન ૫૯
વાંચ્યું…તો, મેં “ચંદ્રપૂકાર”ના નામ સાથે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા તે શબ્દો
ફરી વાંચ્યા. હૈયે ખુબ જ આનંદ થયો !..અને, આ સાથે, પાન ૬૦ પર સંસ્થા સભ્યો તરફથી
દર્શાવેલી “શુભેચ્છાઓ” વાંચવાનો લ્હાવો લીધો.
આ મારી સફર…આ મારી વાંચનયાત્રા….ખરેખર અહી
સમાપ્ત થાય છે !હ્યુસ્ટનની આ “ગુજરાતી સાહિત્ય સરિતા”એ ૧૦ વર્ષ પુરા કર્યા, અને હવે
મારી એક પ્રાર્થના કે આ સંસ્થા પ્રગતિના પંથે આગેકુચ કરતી રહે
!
ડો. ચંદ્રવદન મિસ્ત્રી…લેન્કેસ્ટર
કેલીફોર્નીઆ

બે શબ્દો…

આ પોસ્ટ દ્વારા મારી ઈચ્છા છે કે તમે સૌ અમેરીકામાં રહેતા હોય કે અમેરીકા બહાર
રહેતા હોય, પણ એક ગુજરાતી તરીકે જાણો કે અમેરીકાના દેશમાં, ટેક્ષસાસ પ્રાન્તમાં
હ્યુસ્ટન શહેરમાં એક સંસ્થા ચાલે છે ..જેનું નામ છે “ગુજરાતી સાહિત્ય સરિતા”…અને
આ સંસ્થાએ ૧૦ વર્ષ પુરા કર્યા અને એ માટે એક ઉત્સવ થયો. એ સમયે એક “એનીવરસરી” બુક
પ્રગટ થઈ. એ બુક વાંચવાનો લ્હાવો મને મળ્યો. એ બુક-વાંચનનું જે લખાણ શક્ય થયું તે જ
મેં અહી પોસ્ટરૂપે પ્રગટ કર્યું છે.

જે કોઈને આ સંસ્થા વિષે વધુ જાણવું હોય તેઓ નીચેની “લીન્ક”થકી માહિતી જાણી શકે
છે>>>>

The Photo for this Post is with the Courtesy of
the “Gujarati Sahtya Sarita” Site Administration

>>>>ડો. ચંદ્રવદન મિસ્ત્રી

FEW WORDS…
When the Book of the 10th Anniversary of ”
Gujarati Sahiya Sarita” was in my hands, I was happy to read
it.
I expressed this happiness by my Lekh in
Gujarati.
I passed this to others in Houston, including
Shree Vijay Shah.
I wish it remained as a Comment on the Santha
Site.
But, now my wish is fulfilled as I publish it
as a Post on my Blog Chandrapukar.
I take the opportunity of letting the “Blog
Jagat”know of the the good Guajarati Sahiyta Works in Houston Texas,
USA.
I hope you all enjoy this Post
!
Dr. Chandravadan Mistry

Entry filed under: Uncategorized.

સુવિચારો…..”મન અને વિચારો” મહેમાનો અને ચંદ્ર પ્રતિભાવોરૂપી સંવાદ !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 15, 2011 પર 8:33 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  “ગુજરાતી સાહિત્ય સરિતા” ને દશાબ્દી મહોત્સવ નિમિતે જે વાર્ષિક બુક

  બહાર પડી અને આપે તે વાચી પૃષ્ઠ વાર જે વર્ણન કર્યું તે આપ સાહિત્ય

  રસના અનેરા સ્વામી છે સાથે દેશ વિદેશે સાહિત્ય તેમજ અન્ય વિષયોમાં

  યોજાતા પ્રસંગોને કાવ્ય લેખ કે અન્ય રીતે સરાહના કરી વાચકોને સતત

  માહિતગાર રાખો છે તે આપની ગુજરાતી ભાષા ને સાહિત્ય રૂચીને ઉજાગર

  કરે છે.

  “પ્રણામ છે એવા ચંદ્ર ને જે ચન્દ્ર પુકાર હમેશ કરે છે

  દેશ વિદેશે યોજાતા સાહિત્ય પ્રેમને ઉજાગર કરે છે.”

  જવાબ આપો
 • 2. devika dhruva  |  સપ્ટેમ્બર 15, 2011 પર 11:54 પી એમ(pm)

  આપના જેવા કદરદાની અમારા ઉત્સાહને બેવડો કરે છે. ચન્દ્રભાઇ,ખુબ ખુબ આભાર..

  જવાબ આપો
 • 3. Ishvarlal R Mistry  |  સપ્ટેમ્બર 16, 2011 પર 4:36 એ એમ (am)

  Chandravadanbhai, Very good post from Gujrati Sahitya Sarita site.Thankyou for sharing this information and obtaining such good thoughts that helps us all , very encouraging.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. nabhakashdeep  |  સપ્ટેમ્બર 16, 2011 પર 5:25 એ એમ (am)

  “ગુજરાતી સાહિત્ય સરિતા”…અને
  આ સંસ્થાએ ૧૦ વર્ષ પુરા કર્યા અને એ માટે એક ઉત્સવ …
  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  હૈયે ખુબ જ આનંદ થયો ..Very nice writeup.

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 5. hemapatel  |  સપ્ટેમ્બર 17, 2011 પર 2:19 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ આપનો ખુબ ખુબ આભાર .

  જવાબ આપો
 • 6. chandravadan  |  સપ્ટેમ્બર 17, 2011 પર 12:51 પી એમ(pm)

  This was an Email Response>>>>

  Re: કલ-નિનાદ સ્મરણિકા ગ્રંથની મારી વાંચન યાત્રા !Friday, September 16, 2011 3:15 PM
  From: “Jagdish Patel” >View contact detailsTo: “chadravada mistry” >very nice.

  Jagdish Haribhai Patel

  London Technical College ( UK ) Limited
  ADD Education Overseas Services Limited
  Travel International Business Limited
  Clean Renewable Energy Limited

  London _ UK. Vadodara _ India.

  જવાબ આપો
 • 7. chandravadan  |  સપ્ટેમ્બર 17, 2011 પર 12:54 પી એમ(pm)

  An Email Response of Mahendrabhai>>>>

  “Mahendra Bhimani” >View contact detailsTo: “chadravada mistry” >Yes, Chandravadanbhai, enjoying the Posts.

  Mahendra

  જવાબ આપો
 • 8. કૅપ્ટન નરેન્દ્ર  |  સપ્ટેમ્બર 17, 2011 પર 7:05 પી એમ(pm)

  Thank you for introducing the souvenir with interesting description of the material you read.

  જવાબ આપો
 • 9. ushapatel  |  સપ્ટેમ્બર 18, 2011 પર 1:23 પી એમ(pm)

  goodevening(indian time)…today i visited..yr blog..ane rachano..pictures..photos also viewed…really nice one so nice is your thoughtts..sabdnaa paalave ramataa sishunaa darashanthe laene yogadarshn vishe aapanaa vichaaro vaacyaa.. ane videshmaa rahine pravruti dvara seva karo chho te janine aanand thayo..may god bless for you all…Thanks usha

  જવાબ આપો
 • 10. Sudhir Patel  |  સપ્ટેમ્બર 18, 2011 પર 5:23 પી એમ(pm)

  Congratulations to you and ‘Gujarati Sahitya Sarita’!

  Sudhir Patel.

  જવાબ આપો
 • 11. pami66  |  સપ્ટેમ્બર 19, 2011 પર 3:04 એ એમ (am)

  Thanks for such a wondeful and detailed observation.

  જવાબ આપો
 • 12. વિશ્વદીપ બારડ  |  સપ્ટેમ્બર 19, 2011 પર 3:19 પી એમ(pm)

  dear chandrakantbhai,
  thank you very much for posting our report on your site.

  જવાબ આપો
 • 13. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  સપ્ટેમ્બર 20, 2011 પર 8:53 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  “ગુજરાતી સાહિત્ય સરિતા” ને દશાબ્દી મહોત્સવ નિમિતે પ્રકાશિત

  પુસ્તકનું વર્ણન આપ જ આટલા સુ6દર રીતે કરી શકે, ન્યાય આપી શકે.

  સાચા કવિ અને સાહિત્યકાર જ એક સાચા સાહિત્યકારને ઓળખી શકે.

  જવાબ આપો
 • 14. ઇન્દુ શાહ  |  સપ્ટેમ્બર 28, 2011 પર 2:35 એ એમ (am)

  ડો શ્રી ચંન્દ્રવદનભાઇ,
  આપનો ખુબ ખુબ આભાર
  ચંન્દ્ર પુકાર પર હ્યુસ્ટન સાહિત્ય સરિતાના દશાબ્દી મેગેઝીનનો અહેવાલ પ્રકાશીત કરવા બદલ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: