સુવિચારો…..”મન અને વિચારો”

September 10, 2011 at 10:42 am 25 comments

  DH16.gif
 http://keralites.net/

સુવિચારો…..”મન અને વિચારો”

 

 

 

 

મન અને વિચારો

(૧) મન એટલે વિચારોની ખાણ.

(૨) વિચારો એટલે ખાણના પથ્થરો.

(૩) વિચારરૂપી પથ્થરોમાંથી હીરા, એટલે સત્ય તરફ લઈ જતા શુભ-વિચારો.

(૪) હીરાઓને વિણવું એટલે શુભ-વિચારોને અપનાવવું, અને પથ્થરરૂપી અસત્ય તરફ લઈ  જતા બુરા વિચારોનો ત્યાગ.

(૫) હીરારૂપી શુભવિચારોનો સંગ્રહ એટલે ચિંતનરૂપી પ્રકાશ.

(૬) ફક્ત ચિંતન એટલે હીરાઓને પેટીમાં રાખી, હીરાઓનું મુલ્ય પથ્થર બરાબર  કરવું.

(૭) જેમ હીરાને વીટી કે ઘરેણા પર જડતા, એનું ખરૂં  મુલ્ય અંકાય, તેમ સુવિચારોને  શબ્દો અને કાર્યોમાં અપનાવતા એને ખરૂં મુલ્ય મળે છે.

આથી, મારે અંતે કહેવું છે  કે>>>>>

માનવીએ મનની વિચારોરૂપી ખાણમાંથી સત્ય તરફ વાળતા શુભ વિચારો જ અપનાવી,
અને  અસત્ય તરફ લઈ જતા બુરા વિચારોનો ત્યાગ કરી, ચિંતન-પ્રકાશ દ્રારા
પરિવર્તન લાવી,  શબ્દો અને કાર્યો દ્વારા અનેકને લાભ થાય એવો પ્રયાસ કરવો
જોઈએ. એ જ માનવ જીવનનો  મર્મ છે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી……તારીખઃ માર્ચ,૨૧, ૨૦૧૧

FEW WORDS
Today….after so many Kavya-Posts, this is a Post of “Suvicharo”…or
“Pearls of Wisdom”.
The Topic is Mind & Thoughts.
The message is “act & spread the good or “positive” thoughts &
discard all the bad or “negative” thoughts.
Hope you like the Post.
Chandravadan
Advertisements

Entry filed under: સુવિચારો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૭) કલ-નિનાદ સ્મરણિકા ગ્રંથની મારી વાંચન યાત્રા !

25 Comments Add your own

 • 1. Preeti  |  September 10, 2011 at 11:03 am

  ખુબ જ સરસ વિચારો આપે રજુ કર્યા છે.

  Reply
 • 2. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )  |  September 10, 2011 at 12:18 pm

  શબ્દો અને કાર્યો દ્વારા અનેકને લાભ થાય એવો પ્રયાસ કરવો એ જ માનવ જીવનનો મર્મ છે ! ………….. Nice thought.

  Reply
 • 3. hemapatel  |  September 10, 2011 at 12:26 pm

  તત્વ ચિન્તનથી ભરેલ અતિ સુન્દર વિચારો.

  Reply
 • 4. વિશ્વદીપ બારડ  |  September 10, 2011 at 1:07 pm

  શુભ વિચારોનો મેળો…

  Reply
 • 5. pragnaju  |  September 10, 2011 at 1:09 pm

  સુંદર વિચારો
  એક મજબૂત વિચારમાં ક્રાંતિ લાવવાની ભરપૂર તાકાત હોય છે, .

  Reply
 • 6. devika dhruva  |  September 10, 2011 at 3:58 pm

  સુંદર વિચારો.

  Reply
 • 7. અશોક જાની 'આનંદ'  |  September 10, 2011 at 5:57 pm

  વિચારો સારા છે, પ્રેરણા પૂરી પાડે તેવા, માત્ર એટલું કહેવાનું કે પથ્થરો, હીરા સોનાની
  ‘ખાંડ’ નહીં પણ ‘ખાણ’ હોય…

  Reply
  • 8. chandravadan  |  September 10, 2011 at 6:44 pm

   અશોકભાઈ..નમસ્તે ! ઘણા લાંબા સમય બાદ, તમે બ્લોગ પર આવી પોસ્ટ વાંચી, એનો આનંદ !

   તમે પ્રતિભાવ પણ આપ્યો તે માટે આભાર.

   ” ખાણ”ને ભુલથી “ખાંડ” શબ્દ્લખાણ તમારી નજરે નિહાળ્યું…ભુલો સુધરવાની તક લીધી.

   તમારા “ભાષાજ્ઞાન”નો લ્હાવો આપતા રહેશો……પોસ્ટ ગમે કે ના ગમે તે તમારા વિચારો શબ્દોમાં જણાવશો >>>ચંદ્રવદન

   Reply
 • 9. Ishvarlal R Mistry  |  September 10, 2011 at 6:39 pm

  Good thoughts will always clear your ways from all obstacle in life.
  Always have positive thoughts to have sucess in life instead of negative thoughts.

  Ishvarbhai.

  Reply
 • 10. nabhakashdeep  |  September 10, 2011 at 6:40 pm

  સારા વિચારો અને આચાર એ સારા જીવનનો પાયો છે ..એ સંદેશા દેતી
  આપની આ મૌલિક પોષ્ટ વાંચી જે તરંગો અનુભવ્યા અને બૃહદ બ્લોગ જગતને ભાગીદાર બનાવ્યા તે માટે ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 11. પરાર્થે સમર્પણ  |  September 11, 2011 at 1:52 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  ખૂન માનન અને ચિતાન ભર્યા સુવિચારોની હારમાળા સર્જી છે.

  હીરા અને સોનાની ખાણો તત્વ આપે જયારે આ સુંદર વિચારો

  પ્રદર્શિત કરતી ખાણમાંથી સજ્જન અને માનવતા ભર્યા મનુષ્યો

  પેદા થાય…વાહ સાહેબ…વાહ.

  Reply
 • 12. venunad  |  September 11, 2011 at 3:43 am

  Mind and thoughts are everything which shapes our life.

  Reply
 • 13. vandana patel  |  September 11, 2011 at 8:46 am

  સરસ વાત … કે ” વિચાર જ્યાં સુધી આચાર ન બને સુવિચાર ન કહેવાય.”

  Reply
 • 14. "આકાશ ગૌસ્વામી"  |  September 11, 2011 at 11:27 am

  khub jsaras vat kari aape ..
  su tame mara bloag ma madad karso ?
  maro blag=http://akashgauswami.blogspot.com/

  Reply
 • 15. સુરેશ  |  September 11, 2011 at 12:56 pm

  સરસ વિચારો.

  Reply
 • 16. કૅપ્ટન નરેન્દ્ર  |  September 13, 2011 at 2:00 am

  ખુબ સુંદર વિચારો વ્યક્ત કર્યા છે. વિચારની ગતિ પ્રકાશની ગતિ કરતાં વધુ તેજ હોય છે અને વિચાર જ જો ઉમદા હોય તો તેની અસર એટલી જ ઝડપથી થતી જાય છે. બહુ સરસ, ચંદ્રવદનભાઇ.

  Reply
 • 17. Dilip Gajjar  |  September 13, 2011 at 9:59 am

  ચંદ્રવદન ભાઈ આપે સાચું લખ્યું વિચારો હીરા જેવા છે અને સુવિચારો આચરણમાં લાવતા જીવન વિકસિત થાય ..
  આ સાથે મારી એક ગઝલ કોટ કરું છું …

  કેટલાંયે મનમહીં વિચાર છે
  તે બધા માં શ્રેષ્ઠ સદવિચાર છે
  ખૂબ થાતો વિશ્વમાં આજે પ્રચાર,
  કીંમતી વિચારનો આચાર છે
  આપતો લેતો અને જોનાર ત્રણ
  હોય તેજસ્વી તો ભ્રષ્ટાચાર છે ?
  મુજને જે સંભાળતો તે માં બની
  ભાવ તુજ સમજી શકું આભાર છે
  દૂર રહેતો તોય પણ છે પાસમાં
  આપદામાં મિત્રનો સહકાર છે
  માનવી શું શું થયો માનવ મટી
  માનવી માનવ બને સ્વીકાર છે
  હરદિલે ઈશ્વર વસે ગૌરવ કરો
  વ્યક્તિની પૂજા જ દુરાચાર છે
  દેશ એવો છે અસૂરજ લોકનો
  આંખ ખુલ્લી તોય પણ અંધાર છે
  મૂલ્ય માટે તું રહે બળતો દિલીપ
  કે દુરિતનો હર ઘડી સંહાર છે
  -દિલીપ ગજજર

  Reply
 • 18. himanshupatel555  |  September 13, 2011 at 1:23 pm

  મન એટલે વિચારોની ખાણ
  સાચું કહ્યું મનથી ઉંડી ખાણ કદાચ જ બીજી કોઇ હશે…

  Reply
 • 19. અક્ષયપાત્ર/Axaypatra  |  September 13, 2011 at 1:36 pm

  વિચારોની ખાણમાંથી સત્ય તારવવાની વાત ગમી. આવા પ્રકારના પ્રચાર માટે ધન્યવાદ.

  Reply
 • 20. chandravadan  |  September 13, 2011 at 7:29 pm

  This was an Email Response to the Post>>>>>

  Flag this messageRe: સુવિચારો…..”મન અને વિચારો”……Tuesday, September 13, 2011 6:54 AM
  From: “rozina Dhrolia” >View contact detailsTo: “chadravada mistry” >Namaste .
  suvicharo bahu j sara che gamiya,,,,,,,,,,,

  thanx tame mane mokliya ..
  AND……
  My Response to that>>>>>>>>

  Thanks a lot Rozina for your Email..I am happy that you liked this Post.
  Hope you will visit my Blog again !
  DR. CHANDRAVADAN MISTRY

  Reply
 • 21. Deejay  |  September 14, 2011 at 1:46 am

  ખૂબ સરસ.

  Reply
 • 22. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  September 14, 2011 at 5:20 pm

  આદરણીયશ્રી. ડો. શ્રી ચંદ્રવદનભાઈ

  હું ” પુકાર ” કરી કરીને થાકી જાઉ છું કે …………..!

  આપનો બ્લોગ એ સાચે જ ” વિચારોનું વૃંદાવન છે. ”

  કહેવાય છે કે શાહીના એક ટીપામાંથી હજારોઓ, લાખો સારા વિચારોને જન્મ

  આપે છે. એક વિશાળ બાગ તૈયાર થાય છે. તેના આપ સ્વામી છો.

  ” મા સરસ્વતિ ” આપને કલમ સદાય ચાલતી રાખે, અમને નવા વિચારો મળતા

  રહે, એવી અભ્યર્થનાસહ…….!

  આપનો હંમેશનો…,

  કિશોરભાઈ પટેલ

  Reply
 • 23. pravina  |  September 14, 2011 at 9:06 pm

  nice thoughts.

  Reply
 • 24. Thakorbhai & Parvatiben Mstry  |  September 16, 2011 at 8:07 pm

  Very well said about mind and thoughts emanating from mind. A good, clean minded person sees the good points of others. A dirty minded person is always looking for dirt.

  Reply
 • 25. Sudhir Patel  |  September 18, 2011 at 5:22 pm

  Nicely presented the truth of human mind!

  Sudhir Patel.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

September 2011
M T W T F S S
« Aug   Oct »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: