ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો !

સપ્ટેમ્બર 1, 2011 at 12:49 પી એમ(pm) 39 comments

 

ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો
!

(1)
        તમાકું ત્યાગી વલીભાઈ
!

હાર્ટની સર્જરી બાદ, વલીભાઈ તો આવી ગયા છે
ઘરે,
તમાકું ત્યાગ કરી, વલીભાઈ તો નવજીવનમાં છે ઘરે,
રમીઝ કહેઃ દાદા,તમે લાગો
છો જુદા જુદા,
તો, દાદા કહેઃ તમાકું વગર લાગું છું સારો,પૌત્ર મારા,
ત્યારે, રમીઝ કહેઃસારા જ હતા,પણ હવે છો વધુ સારા તમે,
જાગ્યા ત્યારથી સવારના મંત્ર
સાથે,તમાકું વગર રહેશો જરૂર તમે,
તમે અચાનક તમાકુંનું વ્યસન છોડ્યું, છે એ જ
બરાબર,
કાંઈ અણગમતું થાય,ગભરાશો નહી,ત્યારે ડોકટરસલાહ ,છે એ જ બરાબર,
“ખુદા
હાફીઝ્”ના પૌત્ર-શબ્દો યાદ કરી,કરી
વલીભાઈ છે રાજી,તમાકું ત્યાગનો આનંદ
માણી,માણી !
ચંદ્રવદન તારીખ ઓગસ્ટ ૧૪, ૨૦૧૦
Posted on “William’s Tales”of Valibhai Musa on
Aug.14th 2010
(2)
દીલ મારૂં ખોલ્યું તો વલીભાઈને અંદર જોયા,
પુછ્યું “કેમ મારા દીલમાં તમે છુપાયા ?”,
“દીલ મારું રીપેરમાં છે એથી અહી છું ?”કહે
વલી,
“અરે, રીપર થઈ ગયું છે, છાતી પર કાપ જોને
વલી”
“ચાલો ઘરે” કહી પકડી મેં તો વલી આંગળી,
“આવો ને મારા ઘરમાં”કહે વલી પકડી મુજ આંગળી
!
>>>>ચંદ્રવદન.

DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
(3)
આજે તો છે ખુશીનો દિવસ !
આજે તો છે ખુશીનો દિવસ !…(ટેક)
જાણ્યું કે હોસ્પીતાલમાં એક હાર્ટ ઓપરેશન
થયું,
જાણ્યું કે એ ઓપરેશન વલી દેહ પર થયું,
એ તો ઉપરવાલાની મહેરબાનીથી થયું !
જેથી, ચંદ્ર ખુશ છે આજે !……(૧)
જાણ્યું કે “લેફ્ટ મેઈન”બ્લોક હતી,
જાણ્યું કે સમયસર ઓપરેશન થયાની વાત હતી,
એ તો ઉપરવાલની મહેરબાની હતી !
જેથી, ચંદ્ર ખુશ છે આજે !…….(૨)
કોઈ કહે, પરિવારના આગ્રહથી આ થયું,
કોઈ કહે, ડોકટર કે મિત્રોની સલાહોથી થયું,
હું કહું, ઉપરવાલાની મહેરબાનીથી થયું !
જેથી, ચંદ્ર ખુશ છે આજે !…….(૩)
“ના જોઈએ બાયપાસ સર્જરી”વલી કહે જ્યારે,
“આ તો એન્જીઓપ્લાસ્ટી જ છે “પરિવાર કહે
ત્યારે,
અરે, આ બધુ તો ઉપરવાલો જ શક્ય કરે !
જેથી, ચંદ્ર ખુશ છે આજે !…….(૪)
” ‘આઈ. સી. યુ.’માં છું હું ” કહે વલી
જ્યારે,
” મિત્ર,આઈ સી યુ” ચંદ્ર-શબ્દો સાંભળે વલી
ત્યારે,
આવી પ્રાર્થનામાં ઉપરવાલાની મહેરબાની રહી !
જેથી, ચંદ્ર ખુશ છે આજે !…….(૫)
હવે, ચંદ્ર-આશ છે વલી આવે ઘરે,
હવે, ચંદ્ર-આશ છે વલી રહે સલામત ઘરે,
હવે, તો જરૂર ઉપરવાલાની મહેરબાની હશે !
જેથી, ચંદ્ર ખુશ છે આજે !……(૬)
કાવ્ય રચના …તારીખ ઓગસ્ટ ૨૩, ૨૦૧૦
ચંદ્રવદન
(4)
        CONGRATULATIONS
!
ફુલવાડી”માં આ “મિત્રતાનું ફુલ” નિહાળેતા,
વિચારૂં કે કેવી હશે લગ્ન દિવસે આ બે ફુલકળી
?
સુંદર હશે, કે ખીલી છે બે સુંદર પુષ્પોરૂપે આજે
!
નિહાળી, “જુગ જુગ જીઓ”કહી, “ચંદ્ર” હૈયે હરખાય છે આજે
!          ચંદ્રવદન.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Posted on “Fuvadi” of Vishwadeep Barod on May 26th
2010
(5)
                     તો, કાનો કહે
રાધા શ્યામ હોય કે ના, મને તો મારી
રાધા ગમે !
ના મથુરામાં એકલો રહું જો ના મળે મારી ગોપીઓ કે
ગાયો,
ના વાંસળીએ છિદ્રો, તો છિદ્રો પાડી મુકું મારા
સૂરો,
હોય મોરપીંછ પીળું તો પણ રહે મુજને વ્હાલું
!
સાચુ કહું રાધા તારા વગર, આ કાનને જીવવું બને અઘરૂં
,
યાદ છે છોડી હતી લક્ષ્મી, અને અનેક રાણી,
શાને સતાવે કાનોમાં કહી, ઓ મારી પ્યારી !
આવ, આવ, ઓ રાધા મારી, ઓ રાધા મારી,
મુજ અંતરમાં બેસી, કરવા દે પ્રેમ-લીલા મારી
!
                    ચંદ્રવદન
August 1, 2010 at 2:58
pm
(On Devikaben Dhruva’s Blog)
(6)
જો” અને “તો”નું અંતર
કલ્પનાઓ ન કરો
તો, “જો”અને “તો” નથી,
કલ્પના કરતા, “જો” અને “તો” ના આવે એવું
નથી,
“જો” આવે અને સાથે “તો” ને જરૂર લાવે,
એકબીજાથી જુદા, છતાં વચ્ચે “અંતર” લાવે,
હવે, તમે કલ્પનાઓની બહાર નિકળો જ્યારે,
અને, “જો” અને “તો” ફરી મનમાં આવે ત્યારે,
જાણજો કે, એવી ઘટના શુભ કહેવાય છે,
કારણ કે,ફરી વિચાર કરવાની ઘડી મેળવાય છે,
હવે,”જો” અને “તો”નું “અંતર”દુર કરવું
રહ્યું,
કલ્પીત શુભ વિચારોને અમલમા મુંકતા, અંતર ના
રહ્યું,
હવે, ખુશ છે અખિલ, ચંદ્રે આવી સત્ય વાત જો
કહી,
પણ,આ વાત નથી મારી કે તમારી, એ તો સૌની ફરજ
રહી,
ચંદ્રે તો કહી છે આ વાત એના દીલની,
કહી તો જ ના રહી એક દીલમાં,છે હવે એ સૌની,
એટલે જ ચંદ્ર અંતે કહે,
“જો” અને “તો” હંમેશા અમર રહે !
કાવ્ય રચના…ઓગસ્ટ ૧૫,૨૦૧૦ ચંદ્રવદન.
DR. CHANDRAVADAN MISTRY
Posted on Akhil Sutaria’s Blog on Aug. 15th
2010
(7)
CHANDRAVADAN MISTRY says:

બિન્દુઓમાંથી હું છું સાગર,
બીજમાંથી હું છું વ્રુક્ષ,
તણખલામાંથી હું જ અગ્નિ,
પવનમાંથી હું જ તુજ શ્વાસ,
આકાશમાં હું છું શુન્ય,
પાંચ એક સાથે થતા હું જ પ્રાણ,
પાંચ છુટા થાતા, ના રહે પ્રાણ,
અને, નથી ત્યારે હું
પણ, છે પ્રભુ અનંત “તું “!
>>>ચંદ્રવદન
Posted Rekhben Sindhal’s Blog on Aug. 15th
2010
(8)
હું નથી સુરેશ !
હું છું આત્મા એક !
હું માયાબંધનો છોડતો સુરેશ
!
હું એવો જ આત્મા એક !
હું મુજ ભીતર શોધી રહેલ સુરેશ
!
હું પરમ તત્વરૂપી અંસ આત્મા એક
!
હું નથી સુરેશ !
ફક્ત અમર આત્મા એક !
>>>>ચંદ્રવદન
By Email to Sureshbhai Jani on August 25th
2010 as he made the Announcement to close his Blog & Blog Activities
!
(9)

નારાયણ ક્રુષ્ણ !

દે ભુખ્યાને અન્ન, અને ગરીબની સેવા કરે
!
અરે, એ તો સ્નાન કરાવે, અને અનેકને હસાવે
!
એ છે નારાયણ ક્રુષ્ણ !
એવા નારાયણ ક્રુષ્ણને ચંદ્ર વંદન કરે
!……(૧)
છે જગતમાં એક માનવી જે નથી તવંગર,
છે જગતમાં એક માનવી જે એક પેગંબર,
એ છે નારાયણ ક્રુષ્ણ !
એવા નારાયણ ક્રુષ્ણને ચંદ્ર વંદન કરે
!….(૨)
…..ચંદ્રવદન

ON BINA’S BLOG for Post  on
DEC, 18th 2010

(10)


To:
“harnish Jani”
<harnish5@yahoo.com>

હરનિશ કહે….

“ચંદ્ર, ભલે તું દુનિયા ફરે,

તું તો હંમેશા હરનિશ સ્ક્રીનમા રહે”

ચંદ્ર કહે…..

“ચાલો, ભલે તું કેદી કરે મને,

હરનિશ-સ્ક્રીનમાં રહેવું મંજૂર મને”

હરનિશ કહે….

” કેમ જાણે તું,મળ્યો એવોર્ડ મળ્યો મને ?

ખરેખર, ભુલ્યો હતો એનું કહેવાનું તને !”

ચંદ્ર કહે…

“સુશીલાને “ચંદ્રપુકાર”પર મુકી હતી, યાદ છે તને
?

જે થાય “સુશીલા”ને તે બધુ જ જાણવા મળે મને !”

હરનિશ કહે….

“હા, હા, સુશીલા સાથે કહ્યું હતું મારા વિષે, યાદ છે
મને,

હ્રદયે ખુશી ભરી કહ્યો આભાર, કેમ ભુલી શકાય તને
?”

ચંદ્ર કહે અંતે ત્યારે….

“હરનિશ, ફાળા કે આભારની વાતો છોડ હવે,

મિત્રતાના નીરે સ્નાન કરી, હ્રદયમાં રાખજે ચંદ્રને હવે !


ચંદ્રવદન…..ડિસેમ્બર,૨૬,૨૦૧૦ ( સીડની )

(11)
Now that the comment is for the intended Post,….I write
this from my Heart >>>>
અહી હાર કોની ?
નથી એ કોઈની !
નથી હાર ડો.રાવની,
નથી હાર પારૂની,
નિહાળું હું જીત પ્રેમસંબંધનની,
નિહાળું હું જીત માનવતાની !
ચંદ્ર પણ જીતી ગયો,
લંગોટિયા મિત્રોને જાણી ગયો,
જાણી હતી પારૂને,
પણ…ના જાણી ડો રાવની પત્નીને નામે,
કહીશ પારૂ એ નામ ?
દેજે ભેટ આ ભાઈને !
>>>ચંદ્રવદન
This was posted on Paru’s Blog
“PIYUNOPARAPAT” for the Post “Masti
Kavya”.

(12)

chandravadan said

જન્મ્યો તો જગતમાં જયારે ત્યારથી વેચાતો જ આવ્યો
છું
Rachana …nice one…..Gami !
Govindbhai…feel like saying
more……
જન્મ લીધો અને મુલ્ય મારૂં શૂં
?
વેચાવા બેસી. મુલ્ય મારૂં
આંકુ
ના વેચાયો તો નારાજ થયો,
વેચાતા દામ ના બરાબર ‘ને નારાજ
થયો.
નારાજીમાં હું વિચારી
રહ્યો,
ત્યારે, હલાવતા જાગી ગયો,
અરે, આ તો સ્વપ્ન હતું,
જાગતા મુલ્ય મારૂં સમજાય ગયું
!
>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
(Chandrapukar)
This was my Comment for a
Post on the Blog of Govindbhai !
(13)

chandravadan says:

Pragnajuben brought me to this Post
and>>>>>
અમદાવાદી રૂપિયાની નોટ વટાવી મંદિરે ગયો
ત્યારે, પ્રભુ પાસે ઉભો રહીને પ્રાર્થના કરવા લગ્યો,
“હે, પ્રભુ પૈસા છુટા ઘણા આપું છું હું તને,
આપજે એના રૂપિયાની નોટો કરી મને”
ત્યારે, પ્રભુ કહેઃ હા, આપીશ નોટો એવી,
કે હશે એ બધી જ નકલી જેવી,
અને મને જો છેતરશે તો દશા થશે બુરી
કે પગે લાગી માફી માંગવી થશે જરૂરી,
માટે દાન કર ‘ને છોડ આ વ્રુત્તિ તારી,
ત્યારે,સાંભળી અમદાવાદી કહે અંતે,
દાન હવે કરીશ હું, ભુલ થઈ છે મારી,
પણ, મંદિરીયે, સ્વીકારજો પરચૂરણ મારી !
>>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
This Response was  after readind the “Khati Mithi” Post
on the Blog of Nilamben Doshi.

બે શબ્દો…

આજે છે મારી “કાવ્ય-પોસ્ટોની સફરમાં આ છેલ્લી પોસ્ટ
છે.

આ પ્રમાણે, અનેક “ઝલકો” રૂપે મારી જ રચનાઓ એક પોસ્ટરૂપે
પ્રથમ વાર છે.

અહી,કોઈ મિત્રને ઈમેઈલ દ્વારા મારા વિચારો દર્શાવ્યા કે
પછી, કોઈના બ્લોગ પર

જઈ, મેં મારા વિચારો “કાવ્યરૂપે” પ્રગટ કર્યા.

આ પ્રમાણે…...વલીભાઈ
મુસા….વિશ્વદીપભાઈ….દેવીકાબેન દ્રુવ…..અખિલ સુતરીયા….

રેખાબેન સિંધલ……પારૂ ક્રુષ્ણકાન્ત…. હરનિશભાઈ
જાની…સુરેશભાઈ જાની…..

ગોવિન્દભાઈ પટેલ…નિલમબેન વિગેરે
સૌને …..સ્નેહના તાંતણે બાંધી લીધા.

બસ …આ બધુ પોસ્ટરૂપે પ્રગટ કરી, એ મીઠી યાદ તાજી કરી
છે.

સૌને આ પોસ્ટ ગમે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW  WORDS…
Today’s Post as the Kavya-Post is unique.
This Post consists of “small Kavya thoughts”that were
posted as my COMMENTS on different Blogs …OR these Kavya Thoughts were
conveyed to some dear Friends via the Emails.
I hope you like this Post.
Dr. Chandravadan
Mistry.

 

 

Entry filed under: કાવ્યો.

ચંદ્રપૂકારની કાવ્ય-પોસ્ટોની ઝલક ! ચંદ્રવિચારો શબ્દોમાં (૧૭)

39 ટિપ્પણીઓ Add your own

 • 1. અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'  |  સપ્ટેમ્બર 1, 2011 પર 4:44 પી એમ(pm)

  વલીભાઈ પ્રત્યેનો સ્નેહ સાથે અનેક રચનાઓની ઝલક પોસ્ટ રૂપે માણી અને જાણી,

  સુંદર પ્રયાસ…………

  ધન્યવાદ ………!

  જવાબ આપો
  • 2. chandravadan  |  સપ્ટેમ્બર 1, 2011 પર 7:52 પી એમ(pm)

   અશોકભાઈ,,,નમસ્તે ! આ પોસ્ટ પ્રગટ કરી ત્યારે મનમાં થયું કે “આ નાની નાની ઝલકો”રૂપે પોસ્ટ કોણ વાંચશે ?”..અને તમે આવી વાંચી અને પ્રતિભાવ પણ આપ્યો,

   આભારભરી ખુશી !….ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN

   જવાબ આપો
 • 3. Ishvarlal R Mistry  |  સપ્ટેમ્બર 2, 2011 પર 3:26 એ એમ (am)

  Very nice poem of encouragement to Valibhai, very nice advise , like your poem and post. thank you for sharing.Best wishes.

  Ishvarbhai.

  જવાબ આપો
  • 4. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2011 પર 12:59 પી એમ(pm)

   Ishvarbhaai,
   Thanks a lot for your comment for this Post.
   You have been visiting my Blog and reading the Posts and posting your Comments.
   I always enjoyed reading your comments.
   Please keep visiting my Blog !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 5. himanshupatel555  |  સપ્ટેમ્બર 2, 2011 પર 3:53 એ એમ (am)

  વલીભાઈ પ્રત્યે કુણાશ અને કુમાશ દિલદૈને અવતર્યા છે,ગમ્યું.

  જવાબ આપો
  • 6. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2011 પર 12:55 પી એમ(pm)

   હિમાન્શુભાઈ,

   તમારો પ્રતિભાવ વાંચી, તમારી ખુશી જાણી, અને હૈયે આનંદ થયો !

   તમે તો અનેકવાર આ બ્લોગ પર આવી મને ઉત્સાહ આપ્યો છે.

   આભાર ! ફરી આવજો !……..ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 7. પરાર્થે સમર્પણ  |  સપ્ટેમ્બર 2, 2011 પર 4:45 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  ચંદ્રના હદયમાંથી ટપકેલી” કાવ્ય જેવી” ઝલકો મનમોહક અને સુંદર છે.
  અમને સ્વપ્નમાં પણ જોઈ જાગતા મુલ્ય સમજાવ્યું એ ગમ્યું.
  સુંદર પ્રયાસ સાથે સુંદર અભિવ્યક્તિની રજૂઆત.
  ધન્ય કલમ અને ધન્ય કલમના સ્વામી એવા ડોક્ટર સાહેબ.

  જવાબ આપો
  • 8. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2011 પર 12:48 પી એમ(pm)

   ગોવિન્દભાઈ,

   નમસ્તે ! અને, સુંદર પ્રતિભાવ માટે આભાર.

   તમે તો આ બ્લોગ પર પધારી, પ્રતિભાવો દ્વારા ખુબ જ ઉત્સાહ રેડ્યો છે.

   આ તમારા પ્રતિભાવ દ્વારા જાણ્યું કે તમે તમારા બ્લોગ પર લખેલા મારા શબ્દો ફરી વાંચી ખુશી અનુભવી.

   ચાલો, ફરી ફરી આવતા રહેશો !……..ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 9. sapana  |  સપ્ટેમ્બર 2, 2011 પર 11:52 એ એમ (am)

  ચમ્દ્રવદનભાઈ ખૂબ સરસ કવિતાઓ આપના મિત્રો પર!! પણ કેમ આમ કહ્યુ છેલ્લી? લખતાં રહો ..આપની કલમ પર કોઈ પહેરા નથી..ખૂબ દુઆ સાથે..
  સપના

  જવાબ આપો
  • 10. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2011 પર 12:39 પી એમ(pm)

   સપનાબેન,,,,આભાર ! તમે પોસ્ટમાં “છેલ્લી” કાવ્ય-પોસ્ટ જાણી, સ્વીકાર ના કરતા, કાવ્યો લખતા રહેવાની સલાહ આપી. અને મારી રચનાઓ વાંચવાની ખુશી દર્શાવી તે માટે હૈયે આનંદ છે.

   એક પછી એક ફક્ત “કાવ્ય-પોસ્ટો” નવેમ્બર ૨૦૧૦થી પ્રગટ કરી, અને હવે થયું કે “કાઈ બીજું” બ્લોગ પર પ્રગટ કરૂં ..એથી જ, આ પોસ્ટને “છેલ્લી” પોસ્ટ કહી છે……અણ, જ્યારે જ્યારે

   પ્રભુપ્રેરણાથી કાવ્ય રચના શક્ય હશે ત્યારે જરૂરથી બ્લોગ પર મુકવા માટે ખુશી હશે !

   તમે ફરી ફરી આ બ્લોગ પર જરૂરથી પધારશો !………ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 11. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2011 પર 3:46 પી એમ(pm)

  This is the Email Response to this Post>>>>>

  Re: ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકોFriday, September 2, 2011 8:22 AM
  From: “rozina Dhrolia” View contact detailsTo: “chadravada mistry” >thanx a lot,,,
  zindgi ma muskeli ma kam aave evu kai lakhi ne
  moklo ne ,bye,,,,

  જવાબ આપો
  • 12. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2011 પર 3:48 પી એમ(pm)

   Rozina,
   Thanks !
   And my Response is in Gujarati…..

   રોઝીના,

   અંગ્રેજીમાં પ્રતિભાવ ઈમેઈલથી વાંચી આનંદ !..અને આભાર !

   જીવનમાં “મુશકેલીઓ” વિષે કાંઈ લખવાની વિનંતી !

   તો….લખું છું >>>>>

   જીવનમાં મુશકેલીઓ તો જરૂર આવશે,

   એવા સમયે, સમતોલન મન કામ આવશે,

   જો જે સમયે જે દુઃખ આવે તેનો પ્રથમ સ્વીકાર કરો,

   તો, જાણજો કે, તો મુશકેલીઓભર્યા દુઃખમાં ફક્ત સુખ નિહાળો,

   એવા પરિવર્તન દ્વારા બધા જ દુઃખો દુર ભાગશે,

   અને, ત્યારે એ જીવન જીવવા માટે શક્તિઓ આપશે,

   બસ, આટલી જ છે આ ચંદ્ર વાણી,

   જો માનો તો એ બને તમ કહાણી !

   ……ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 13. nabhakashdeep  |  સપ્ટેમ્બર 2, 2011 પર 5:17 પી એમ(pm)

  ડોશ્રીચંદ્રવદનભાઈ ઍટલે ભાવ ભરેલું હૃદય.
  આપે બ્લોગ પોષ્ટ દ્વારા આત્મિયતા વહેંચી અને જગવી છે. પોષ્ટ દ્વારા
  માનવીય મિત્રતાથી પણ કઈંક વધારે, શબ્દ પુષ્પોથી આપે મહેકાવ્યું છે.
  આદરણીય વલિભાઈીએટલે વિદ્વતા સાથે સામાજિક સંસ્કારના સ્ત્રોત તો શ્રીહર્નિશભાઈ
  જાની દરેક પ્રસંગમાં હસવાની કળાનું પ્રતિક, શ્રી ગોવિંદભાઈ પટેલ(સ્વપ્ન)
  ..વતન પ્રેમની ઊંચી મિશાલ અને પોતિકા શ્રી સુરેશભાઈ જાની અને ૬૦
  પ્લસના ચોતરે મળતા નિસ્વાર્થ મહાનુભાવો અને શ્રી નરેન્દ્રભાઈ (કેપ્ટન)
  સર્વે ને આપે નજીકથી માણવા સહભાગી બનાવ્યા છે. આપની આ રચનાઓ
  શુભ દર્શન થી છલકે છે.શ્રી અશોકકુમાર અને તેમના બ્લોગની સુવાસ
  મૂઠી ઊંચેરી છે..સૌ મિત્રોને મીઠી યાદ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
  • 14. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2011 પર 6:47 પી એમ(pm)

   સ્નેહી રમેશભાઈ,

   નમસ્તે !

   તમે આ પોસ્ટ વાંચી, એક “સુંદર” પ્રતિભાવ આપ્યો છે !

   તમે આ પોસ્ટમાં મુકેલા “પુષ્પો”નો ઉલ્લેખ કરી, મારા કાવ્ય-પોસ્ટને એક ઉંચા શિખરે મુકી છે.

   પણ ..એવું કરતા, તમે “આપણી મિત્રતા”ને ઉચ્ચ સ્થાન આપ્યું છે.

   અને, મારે વધુમાં કહેવું છે કે…….

   મારી અનેક કાવ્ય રચનાઓ વાંચતા, તમે મારી નબળી રચનાઓ (કાવ્ય સ્વરૂપની નજરે) માં ભુલો

   ના શોધતા, ફક્ત મારા “હ્રદયભાવો”નો સ્વીકાર કરી, તમારા “કવિતત્વ”ની નજરે ના નિહાળી, મને

   પ્રતિભાવોરૂપે ખુબ જ ઉત્તેજન આપ્યું છે. ખુબ ખુબ આભાર !

   ફરી ફરી પધારતા રહેજો !>…….ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 15. Dilip Gajjar  |  સપ્ટેમ્બર 2, 2011 પર 11:05 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ, મને પણ એમ જ લાગ્યું કે કેમ આ છેલ્લી પોસ્ટ ..હવે શું આપના કાવ્ય આપનો ભાવ તેની અભિવ્યક્તિ નહીં વાંચવા અનુભવવા મળે ..પણ આપ લખતા જ રહો અને ભાવના ઝરણા અસ્ખલિત વહેતા રહે..વલીભાઈ વિષે આપે સુંદર રીતે ..ભાવથી લખ્યું તે ખૂબ જ ગમ્યું ..
  દિલીપ

  જવાબ આપો
  • 16. chandravadan  |  સપ્ટેમ્બર 2, 2011 પર 11:33 પી એમ(pm)

   દિલીપભાઈ,

   નમસ્તે !

   આવી પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   સપનાબેને “છેલ્લી”પોસ્ટ છે જાણી, તમે લખ્યું તેમ સલાહ આપી.

   આ પ્રમાણે લખવાનું કારણ એટલું જ કે ૬૮ કાવ્ય-પોસ્ટો બાદ મારે અહી વિરામ લઈ, બીજા વિષયે બ્લોગ સફર ચાલુ રાખવા વિચાર કર્યો છે.

   એનો અર્થે એવો નહી કે કાવ્ય-પોસ્ટ બ્લોગ પર ના હશે !સમય સમયે એ હશે !

   પણ…આ નવી સફરમાં પ્રગટ કરેલી પોસ્ટો માટે તમારો પ્રતિભાવ- ઉત્સાહ મળશે જ !>>>>ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 17. Dr.Kishorbhai Mohanbhai Patel  |  સપ્ટેમ્બર 3, 2011 પર 12:50 એ એમ (am)

  આદરણીયશ્રી. ડૉ.ચન્દ્રવદન ” પુકાર ” સાહેબ

  સૌ પ્રથમ તો ” છેલ્લો શબ્દ ” કાઢી નાંખશો.

  કવિના હૈયામાં તો કવિતાના સરિતારૂપી ખળ ખળ ઝરણાં વહે છે,

  વળી આપની રચનાઓ તો ” ગંગાકળ ” ના પવિત્ર જળ બિંદુઓ સમાન

  છે. આપના તો અનેક ઝરણાં ઓ વહે છે. તો આપ સહેબ ભલે તમે બીજો વિભાગ

  શરૂ કરો પણ આ વિષય તો ચાલુ જ રાખશોજી.

  હા, આપે આપના જેવા જ બીજા કવિઓને યાદ કરી તેમને પણ આપની યાદમાં

  વીણી તે ખુબજ સારી બાબત કહેવાય સાહેબ,

  બીજુ કે વલીભાઈને તમાકુની સલાહ અમને ખુબજ ગમી ગઈ. એમના પૌત્રો કહે

  તે બરાબર જ છે. કે તમે આજ જુદા જુદા લાગો છો.

  તમાકુ માટે….,

  ” મારા ખાતર નહિ તો,

  તારા ખાતર,

  મુકો તમાકુ પર કાતર.”

  ડૉ. કિશોર પટેલ

  જવાબ આપો
  • 18. chandravadan  |  સપ્ટેમ્બર 3, 2011 પર 1:13 એ એમ (am)

   કિશોરભાઈ,

   નમસ્તે ! સુંદર પ્રતિભાવ સાથે ઉત્સાહ રેડ્યો તે માટે ખુબ ખુબ આભાર !

   વલીભાઈ વિષે લખેલું ગમ્યું એ જાણી ખુશી.

   કાવ્યરૂપે બ્લોગ પર પોસ્ટો હશે જ !

   આગળ પ્રગટ કરેલી અનેક પોસ્ટો વાંચી તમે મારા હૈયે ઉત્સાહ રેડ્યો જ છે એ ભુલાય તેમ નથી.

   હવે પછી પ્રગટ થનાર પોસ્ટો વાંચવા જરૂરથી આવશો !

   ………ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 19. અક્ષયપાત્ર/Axaypatra  |  સપ્ટેમ્બર 3, 2011 પર 1:25 એ એમ (am)

  બ્લોગયાત્રાના બધા જ સાથીદારોને તમે ખરેખર સ્નેહને તાંતણે બાંધ્યા છે. ભાવ ઝરણુ વહેતુ રહે તે શુભેચ્છાઓ સાથે નમસ્કાર……

  જવાબ આપો
  • 20. chandravadan  |  સપ્ટેમ્બર 3, 2011 પર 1:42 એ એમ (am)

   રેખાબેન,

   નમસ્તે ! જ્યારે આ પોસ્ટ પ્રગટ કરી ત્યારે એક આશા હતી કે “જે કોઈના બ્લોગ કે ઈમેઈલના કોન્ટાક”નો પોસ્ટમાં ઉલ્લેખ છે તેઓ તો જરૂર આવી વાંચશે.

   તો, તમે આવી આ પોસ્ટ વાંચી, તમારો પ્રતિભાવ આપ્યો તે માટે આનંદભર્યો આભાર ..અને ફરી પણ પોસ્ટો વાંચવા આવશો એવી આશા !…..ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 21. Dinesh Mistry  |  સપ્ટેમ્બર 3, 2011 પર 9:10 પી એમ(pm)

  Chandarvadanbhai, Many thanks for delightful poetary. Our Namaste to you.

  જવાબ આપો
  • 22. chandravadan  |  સપ્ટેમ્બર 4, 2011 પર 12:37 પી એમ(pm)

   Dineshbhai,
   Thanks for your visit/comment for this Post.
   You had come in the Past and also posted comments.
   You had given me the encouragement to continue the Blog.
   Hoping you visit this Blog as the time permits !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 23. Harnish Jani  |  સપ્ટેમ્બર 4, 2011 પર 2:49 એ એમ (am)

  ગુરુ બ્લોગ બંધ કરો છો? કેમ પાછી દાકતરી ચાલુ કરવાના છો? સમય કેવી રી તે પસાર કરશો. ઈ મેઈલ લખતા રહેશો. ગુડ લક.

  જવાબ આપો
  • 24. chandravadan  |  સપ્ટેમ્બર 4, 2011 પર 12:53 પી એમ(pm)

   હરનિશભાઈ,

   નમસ્તે !

   તમે ઈમેઈલ વાંચી, અને બ્લોગ પર આવી આ પોસ્ટ વાંચી, પ્રતિભાવ આપ્યો તે માટે આભાર !

   હું ક્યાં ગુરૂ ? ખરેખર તો તમે ગુરૂપદને લાયક છો. કેમ હું તમોને “હાસ્યગુરૂ” ના કહી શકું ?

   તમે કેમ માની લીધું કે હું આ બ્લોગ બંધ કરૂં છું ? શબ્દ “છેલ્લો/છેલ્લી” ફક્ત આ કાવ્ય પોસ્ટ માટે હતો.

   આ પછી , એક કાવ્ય પોસ્ટ બાદ બીજી કાવ્ય પોસ્ટ ના હશે….અને કંઈક નવું !

   તો…નવી પોસ્ટો વાંચવા આવશોને ?

   અરે, હા, તમે પુછ્યું કે “ડોકટરી ધંધો ફરી શરૂ કરો છો ?” હું કહું કે “આ ‘લખાણપટ્ટી”ની ટેવ ચાલુ રહેશે, અને સાથે “ફ્રી ડોકટરી સલાહો”.

   આગળ તમે “તંદુરસ્તી”ની પોસ્ટૉ વાંચી જ છે !………ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 25. pravina  |  સપ્ટેમ્બર 4, 2011 પર 3:54 એ એમ (am)

  હરનીશભાઈની વાત ગમી,શું ખરેખર દાક્તરી કરવાનો ઈરાદો છે?

  લખવાના ધંધામાં દળદર ના ફીટે.

  pleasevisit

  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
  • 26. chandravadan  |  સપ્ટેમ્બર 4, 2011 પર 1:07 પી એમ(pm)

   પ્રવિણાબેન,

   તમે પધારી, પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ જ આભાર !

   તમે પણ હરનિશભાઈની કોમેન્ટ વાંચી,જાણે એમના લખાણના કેદી બની કહેવા લાગ્યા..” શું તમારો ફરી ડોકટરી ધંધો શરૂ કરવાનો ઈરાદો છે ?”

   અરે, આ ઈન્ટરનેટ પર બ્લોગીન્ગ મફત છે…….કાંઈ લખવું હોય તેવી આશાઓ પુરી થાય છે……તો શાને “દાકતરી” ધંધારૂપે કરી મગજમારી ?

   ઉપર હરનિશભાઈની કોમેન્ટના જવાબરૂપે લખ્યું તે પ્રમાણે હવે “નવી પોસ્ટો ” હશે !

   આવશોને વાંચવા ?………….ચંદ્રવદન.
   AND….
   I visited your Blog & read the New Post “OlakhanNi Khan”!
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 27. સુરેશ  |  સપ્ટેમ્બર 4, 2011 પર 7:10 પી એમ(pm)

  તમારી મિત્રતા ખૂબ માણી છે.
  અહીં એને શબ્દદેહ આપ્યો ..તેનો ખૂબ આભાર.

  જવાબ આપો
  • 28. chandravadan  |  સપ્ટેમ્બર 4, 2011 પર 10:04 પી એમ(pm)

   સુરેશભાઈ,

   નમસ્તે !…આજે પધારી, આ પોસ્ટ વાંચી જે “બે શબ્દો” પ્રતિભાવરૂપે લખ્યા તે માટે ખુબ ખુબ આભાર.

   “મિત્રતાની મીઠાશ” તો “પુષ્પોની મહેક ” જેમ હંમેશા હવામાં રહે ..આપણી મિત્રતા અમર રહે એવી આશાઓ !>>>>>ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 29. chandravadan  |  સપ્ટેમ્બર 5, 2011 પર 1:03 એ એમ (am)

  This comment for this Post was by an Email>>>>

  Re: ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકોSunday, September 4, 2011 4:34 PM
  From: “Prahladbhai Prajapati” >View contact detailsTo: “chadravada mistry” >ચંદ્રવદન ભાઈ તમારા હદયમાં થી નીકળેલા શબ્દો જ સાચી કવિતાઓ છે

  જવાબ આપો
  • 30. chandravadan  |  સપ્ટેમ્બર 5, 2011 પર 1:10 એ એમ (am)

   પ્રહલાદભાઈ,

   નમસ્તે !

   તમે ઈમેઈલથી જે શબ્દો કહ્યા તે વાંચી ખુબ જ આનંદ થયો.

   ખરેખર, તમે એક “સત્ય” કહ્યું .

   થોડા શબ્દોમાં ખુબ જ કહી દીધું.

   આભાર !

   સમય સમયે ફરી બ્લોગ પર આવશો !>>>>>ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 31. Preeti  |  સપ્ટેમ્બર 5, 2011 પર 7:21 એ એમ (am)

  આપના હૃદયમાંથી નીકળેલી કાવ્ય ઝલકો ખુબ જ સુંદર છે.

  જવાબ આપો
  • 32. chandravadan  |  સપ્ટેમ્બર 5, 2011 પર 11:54 એ એમ (am)

   બેન પ્રિતી,

   મારા બ્લોગ પર પધારી જે પ્રતિભાવ આપ્યો, તે વાંચી ખુબ જ આનંદ,

   …અને આભાર !

   ફરી પણ પધારતા રહેશો !…….ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 33. Capt. Narendra  |  સપ્ટેમ્બર 5, 2011 પર 4:21 પી એમ(pm)

  “જો” અને “તો”નું અંતર
  કલ્પનાઓ ન કરો
  તો, “જો”અને “તો” નથી,
  કલ્પના કરતા, “જો” અને “તો” ના આવે એવું
  નથી,
  “જો” આવે અને સાથે “તો” ને જરૂર લાવે,
  એકબીજાથી જુદા, છતાં વચ્ચે “અંતર” લાવે,
  હવે, તમે કલ્પનાઓની બહાર નિકળો જ્યારે,
  અને, “જો” અને “તો” ફરી મનમાં આવે ત્યારે,
  જાણજો કે, એવી ઘટના શુભ કહેવાય છે,
  કારણ કે,ફરી વિચાર કરવાની ઘડી મેળવાય છે,
  હવે,”જો” અને “તો”નું “અંતર”દુર કરવું
  રહ્યું,
  કલ્પીત શુભ વિચારોને અમલમા મુંકતા, અંતર ના
  રહ્યું,
  હવે, ખુશ છે અખિલ, ચંદ્રે આવી સત્ય વાત જો
  કહી,
  પણ,આ વાત નથી મારી કે તમારી, એ તો સૌની ફરજ
  રહી,
  ચંદ્રે તો કહી છે આ વાત એના દીલની,
  કહી તો જ ના રહી એક દીલમાં,છે હવે એ સૌની,
  એટલે જ ચંદ્ર અંતે કહે,
  “જો” અને “તો” હંમેશા અમર રહે !

  _What a lovely poem!

  જવાબ આપો
  • 34. chandravadan  |  સપ્ટેમ્બર 5, 2011 પર 5:10 પી એમ(pm)

   નરેન્દ્રભાઈ,

   તમે આવ્યા.

   આ પોસ્ટ વાંચી.

   અને પોસ્ટમાથી અખિલભાઈ સાથે થયેલી ચર્ચાને ચુંટી જે અંગ્રેજીમા કહ્યું એ મારા માટે ખુબ જ છે.

   તમોને કાવ્ય રચના ગમી એ આનંદની વાત છે.

   તમે તો “ચંદ્રપૂકાર”પર અનેકવાર આવી ઉત્તેજન આપ્યું છે એ કદી ના ભુલાશે !……………….ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 35. Valibhai Musa  |  સપ્ટેમ્બર 9, 2011 પર 4:36 એ એમ (am)

  સીવીભાઈ,

  કુશળ હશો.

  પ્રતિકૂળ સંજોગો અને કોમ્પ્યુટરની આડોડાઈના કારણે આપના બ્લોગ સાથેનો સંપર્ક કામચલાઉ સ્થગિત રહ્યો હતો. “ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો”માં આપે મને ફરી યાદ કર્યો તે બદલ ધન્યવાદ.

  આપ સહૃદયી છો અને સ્નેહીજનો પરત્વેની આપની સંવેદનાઓ સામા પક્ષે પણ પડઘાયા સિવાય રહે નહિ તે સ્વાભાવિક છે. મારા તાજેતરના અમેરિકાના પ્રવાસ દરમિયાન છેક દૂરસુદૂર કેલિફોર્નિઆ સુધી તો મારાથી આવી શકાય તેમ ન હતું, પણ આપણી વચ્ચેના સતત ટેલિફોનિક સંપર્ક એવા રહ્યા કે જાણે અપણે એકબીજાની સાવ નજીક જ હોઈએ!

  મારા બ્લોગ ઉપરના મારા આત્મલક્ષી હળવા લેખ “તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા” ને આધાર બનાવીને જે તે સમયે આપે લખેલ કાવ્ય અને તેની જ આજની પુન:પ્રસિદ્ધિએ તમાકુત્યાગની મારી મક્કમતાને બળ આપ્યું છે. ત્રેપન વર્ષની તમાકુ સાથેની કુસંગત સાથેનો છેડો આમ સાવ ફાટી જવો એમાં આપ જેવા મિત્રોનો ફાળો પણ અનન્ય રહ્યો છે. તમાકુના વ્યસનના અતિરેકે મારી શારીરિક અને માનસિક સાહજિકતાઓને જે હાનિ પહોંચાડી હતી તે કેવી તીવ્ર હતી તે તો તમાકુને છોડ્યા પછી જ હું જાણી શક્યો છું. ધનવ્યયની વાતને ગૌણ સમજીએ તો તન અને મનની સ્વસ્થતાનો અનેરો આનંદ હું લૂટી રહ્યો છું.

  આપની ભલી લાગણીઓ બદલ ફરી એકવાર ધન્યવાદ.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  જવાબ આપો
  • 36. chandravadan  |  સપ્ટેમ્બર 9, 2011 પર 11:52 એ એમ (am)

   વલીભાઈ,

   મોડા પણ તમે આવ્યા.

   આવીને “જે શબ્દોમાં” તમે પ્રતિભાવ આ પોસ્ટ માટે આપ્યો, તે વાંચી, મારા હૈયે ખુબ જ આનંદ થયો.

   ખુબ આભાર !

   આ પોસ્ટ માટે અનેક પ્રતિભાવો મળ્યા હતા છતાં જાણે “કંઈક અધુરું ” હતું.

   જાણે હું તમારી વાટ જોઈ રહ્યો હતો.

   હવે તમારા “બે શબ્દ”થી જાણે “પુર્ણતા” મળી હોય એવું હૈયે થયું !

   આપણી “મિત્રતા” હંમેશા રહે એવી આશાઓભરી પ્રાર્થના !>>>>>ચંદ્રવદન.
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 37. chandravadan  |  સપ્ટેમ્બર 9, 2011 પર 12:09 પી એમ(pm)

  હિરેન બારભાયા

  Mumbai, India

  હું હિરેન બારભાયા, મૂળ તો વડોદરા(બરોડા)નો અને અત્યારે મુંબઈમાં રહું છું. હું પ્રોગ્રામિંગ, ક્રિકેટ અને ચેસનો દીવાનો છું.

  Hirenbhai,
  Thanks for your visit to my Blog & clicking “Like the Post”.
  Wish you had also posted a Comment with your Words !
  DR. CHANDRAVADAN MISTRY

  જવાબ આપો
 • 38. chandravadan  |  સપ્ટેમ્બર 9, 2011 પર 12:14 પી એમ(pm)

  Dear All,
  So many of you had come to my Blog and read this Post.
  Of these 19 Persons had commented.
  I thanks All.
  I understand as I write this FINAL Comment for the Post..some may read this Post later on..some may even post their Comments. My THANKS are always there !
  DR. CHANDRAVADAN MISTY

  જવાબ આપો
 • 39. Deejay  |  સપ્ટેમ્બર 21, 2011 પર 11:21 પી એમ(pm)

  હું શું લખુ? મને તો આપ સર્વે લખો છો તે મફતમાં વાંચવાની મઝા પડે છે.ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો કે મારી નિવ્રત્તીનો સમય આનંદથી પસાર થાય છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

સપ્ટેમ્બર 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: