ચંદ્રપૂકારની કાવ્ય-પોસ્ટોની ઝલક !

ઓગસ્ટ 25, 2011 at 11:35 એ એમ (am) 15 comments


ચંદ્રપૂકારની કાવ્ય-પોસ્ટોની ઝલક !

નવેમ્બર ૨૦૧૦થી નવી શરૂઆત કરી,

એક પછી એક ફક્ત કાવ્યો હોય એવી વાત રહી,

કાવ્યરૂપે કંઈક આ સંસારનું મેં કહ્યું,

પતિ-પત્ની, સાસુ-વહુ, દીકરી-બાપ વિષે કહ્યું,

અરે,ડોશીની પોસ્ટમાં ઘડપણનું પણ કહ્યું,

“શાને ઉતાવળ કરે છે તું?”માં જન્મ લેનાર બાળનું કહ્યું,

“તું ,હું અને અન્ય”માં સૌ માનવીઓ વિષે કહ્યું,

“સમુદ્ર મંથન” માં પુરા સંસારની થતી ઘટનાઓનું કહ્યું,

ગાંધીજી, વિવેકાનંદના જીવનની ઝલકરૂપે જરા કહ્યું,

અને,હરિષ ભીમાણીને કાવ્યમાં મઢીને કંઈ કહ્યું,

અરૂણ, નરેન્દ્ર, અને નલીનને  અંજલીરૂપે કહ્યું,

“ભુલે ચુકે ના પડશો માંદા”કે “માંદા પડશો”માં હાસ્યભાવે કહ્યું,

આકાશમાં વાદળો, સુર્ય નિહાળી કાવ્ય કર્યું,

જાપાનના ધરતીકંપ અને લીબીયાની લડાઈ વર્ણન કર્યુ,

બ્લોગો પર જઈ પોસ્ટો વાંચી કાંઈક કાવ્યરૂપે લખ્યું,

જે થકી,”ખુલ્લી આંખના સપના”વિષે કાવ્ય બન્યું,

મારા જ લખાણો પર શંકા સાથે ટીકાઓ કાવ્યરૂપે કરી,

બ્લોગો કે ઈમેઈલની “કાવ્ય ઝલકો”ને અંતે મુકવા તૈયારી કરી,

‘મન’ ‘સ્વાર્થ’ અને ‘મ્રુત્યુ ડર’ના વિષયે કાવ્યરૂપે કહી,

‘ન્રુત્ય’નું કહેતા,ચંદ્રે સર્વ કાવ્યમાં ‘પ્રભુ-ભક્તિ’ ભરી,

કોઈક કાવ્ય રચનાને સૌના ભલા માટે રદ પણ કરી,

રદ કે પ્રગટ, અંતે તો ‘ચંદ્રપૂકાર’ પર જે નિહાળી તેની આ વાત રહી !

કાવ્ય રચનાઃતારીખ માર્ચ,૨૫,૨૦૧૧                   ચંદ્રવદન

બે શબ્દો…

આજની આ કાવ્ય-પોસ્ટ આગળ તૈયાર કરેલી પોસ્ટોમાં ના હતી.

છેલ્લી પોસ્ટ “ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી કાવ્યજેવી ઝલકો”ની જ હશે એ નક્કી
હતું.

તો, એક રચના દ્વારા કાવ્ય-પોસ્ટોરૂપે શું શું પ્રગટ થયું તેની જાણ વાંચકોને

કરવા માટે પ્રભુ-પ્રેરણાથી શક્ય થઈ.

સૌને ગમશે એવી આશા !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW   WORDS…
Today’s Post is a Kavya, which is taking the
Readers back to some of the Kavya Posts which had been published on Chandrapukar
since the 1st one in November 2010. It also tells the Readers of the LAST
KAVYA-POST after this Post.
Thus my Journey of continuously publishing one
Kavya Post after another will END then as you read the NEXT
Post.
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

આ જ છે કૃષ્ણ મોરારી મારો ! ચંદ્ર હ્રદયમાંથી ટપકેલી “કાવ્ય-જેવી” ઝલકો !

15 ટિપ્પણીઓ Add your own

 • 1. hemapatel  |  ઓગસ્ટ 25, 2011 પર 5:20 પી એમ(pm)

  તમારી કાવ્ય પોસ્ટમાં લગભગ બધાજ વિષયો તમે આવરી લીધા છે .
  અને દરેકની સુન્દર રીતે અભિવ્યક્તિ કરી છે .બધાજ વિષયો સરસ
  હતા .એકજ શુભેચ્છા આપ આવી જ રીતે સદા લખતા રહો .

  જવાબ આપો
 • 2. Ishvarlal R Mistry  |  ઓગસ્ટ 26, 2011 પર 6:13 એ એમ (am)

  Hello Chandravadanbhai all your kavya post said lot of things and benefitted , and enjoyed by everybody, thanks for sharing so much , Best wishes.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 3. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  ઓગસ્ટ 26, 2011 પર 7:43 એ એમ (am)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદન ” પૂકાર ” સાહેબ

  આપના કાવ્યો અને પોસ્ટની કાવ્યરૂપી ઝલક જોઈ

  મારૂ મનડુ મલક મલક પલકભર ” પૂકાર ” કરી હસ્યુ,

  આવા અનેક નેક ” શાહીના ટીપામાંથી જન્મેલ ” આપના સારા વિચારોને

  આપે કાવ્યોમાં મઢી લીધા છે. ગુજરાતી સમાજ આપનો હંમેશ ઋણી રહેશે.

  આપે દરેક ક્ષેત્રને આવરી લઈ લખેલ છે, તે ખુબજ પ્રસંસનીય બાબત

  કહેવાય.

  ડૉ. કિશોર પટેલ

  જવાબ આપો
 • 4. nabhakashdeep  |  ઓગસ્ટ 26, 2011 પર 11:41 પી એમ(pm)

  ડોશ્રી ચંદ્રવદનભાઈ
  આપના સરળ દેખાતા દરેક કાવ્યોમાં ભાવ જગતનાં ઉડાણ છે જે
  આત્મિય સંબંધ બની મહેંકી ઊઠે છે. જીવનની પાઠશાળાના આ કાવ્યો
  ઉત્તમ મણકા છે. આપના ભજન સંગ્રહમાં ના પદો તો પ્રભુ પ્રેમથી
  નીતરતાં અનુભવું છું. આનંદ સાથે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'  |  ઓગસ્ટ 27, 2011 પર 5:46 એ એમ (am)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  આપના કાવ્ય સંગ્રહ ના સારને માણ્યો અને ઈશ્વર કૃપાથી સરળ પરંતુ અસરકારક ભા સાથેની રચનાઓ પણ માણી અને આપના સરળ અને પ્રમાળ સ્વભાવની અનુભૂતિ પણ થઇ થયા…………… સુંદર રચનાઓ બદલ ધન્યવાદ !

  જવાબ આપો
 • 6. himanshupatel555  |  ઓગસ્ટ 27, 2011 પર 4:40 પી એમ(pm)

  વિશાળ ફલક પર કરાતું સર્જન હમેશા રસપ્રદ જ હોય જેમ તમારામાં બન્યું છે
  સુંદર કામ માટે અભિનંદન અને ભવિષ્ય માટે શુભેછાઓ…

  જવાબ આપો
 • 7. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓગસ્ટ 27, 2011 પર 4:54 પી એમ(pm)

  હદયના શુદ્ધ ભાવો જ્યારે કાવ્યરૂપે વહે ત્યારે તે સર્જન સુંદર જ હોય. તમારા હ્રદયની સુંદરતા બ્લોગ પર મુખરિત થાય છે. ધન્યવાદ!

  જવાબ આપો
 • 8. pravina  |  ઓગસ્ટ 28, 2011 પર 5:10 એ એમ (am)

  your way of expressing is excellent.

  Wish you all the best.

  જવાબ આપો
 • 9. sapana  |  ઓગસ્ટ 28, 2011 પર 6:09 એ એમ (am)

  સમેટી બધાંનો પ્રેમ કાવ્ય બની ગયું
  ચંદ્રભાઈ આપની કલમે આખું વ્યોમ ઝુમી ગયું
  સર્વ પ્રત્યે રાખી સદભાવના એક ગ્રુપ બની ગયું
  જગા આપી દિલમાં અને બ્લોગમાં મિત્રોને
  ચંદ્રનું દિલ એક કાગળ અને ચંદ્રપૂકાર કલમ બની ગયું…
  શુભેચ્છા…સપના

  જવાબ આપો
 • 10. Dilip Gajjar  |  ઓગસ્ટ 29, 2011 પર 12:14 પી એમ(pm)

  ખૂબ જ સુંદર ભાવકાવ્ય…આપને મુક્તક અર્પણ કરું ,…

  કાવ્યની માલા કરીને કાવ્ય ઈશ્વરને ધર્યું
  ચંદ્રવદને પુષ્પ મહેકાવીને ઈશ્વરને ધર્યું
  સર્વ સમ્બધોનો એક સેતુ બનાવી શબ્દ નો
  ભાવભક્તિનું વહાવી ઝરણું ઈશ્વરને ને ધર્યું
  -દિલીપ ગજજર

  જવાબ આપો
 • 11. બીના  |  ઓગસ્ટ 29, 2011 પર 3:55 પી એમ(pm)

  Very good. Wish you all the best for future!

  જવાબ આપો
 • 12. venunad  |  ઓગસ્ટ 29, 2011 પર 4:09 પી એમ(pm)

  માનનિય ડૉ. ચન્દ્રવદન,
  આપે જે કંઈ કહ્યું તે અમે વાંચ્યું અને માણ્યુ, જે તમને ગમ્યું.
  અભિનંદન.
  “સાજ” મેવાડા

  જવાબ આપો
 • 13. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 30, 2011 પર 6:02 એ એમ (am)

  આદરણીય ડો. શ્રી ચન્દ્રવદનભાઈ,

  કાવ્ય દ્વારા આપે અત્યાર સુધીની બધી પોસ્ટ વાણી લઈને

  એક અનોખો ચંદ્ર પુકાર કર્યો છે. આપે ભક્તિ રાષ્ટ્રીયતા ,

  સમાજ કુટુંબ દેશ પરદેશ જન્મ દિન એવા બહુ વિધ પ્રસંગોને

  કાવ્યમાલામાં વણી લીધા છે. દિલથી સલામ…અને…. નમન

  જવાબ આપો
 • 14. Dilip Patel  |  ઓગસ્ટ 31, 2011 પર 1:26 એ એમ (am)

  શ્રી. ડૉ. ચન્દ્રવદનભાઈ,
  આપ સાચી લગનથી શાણી વાતો સાદી પણ કાવ્યાત્મક રૂપે સારી રીતે કરી રહ્યા છો એનો આનંદ આપના આ બ્લોગની મુલાકાત દરમિયાન અવશ્ય અનુભવાય છે. ખરેખર આપનો અંતર પૂકાર સુણ્યાનો સંતોષ અનુભવાય છે. અભિનંદન અને આભાર.

  જવાબ આપો
 • 15. devikadhruva  |  ઓગસ્ટ 31, 2011 પર 12:42 પી એમ(pm)

  સંક્ષિપ્તમાં આવરી લેતી સરસ ભાવ-રચના.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,312 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: