માનવ દેહના ભાવ-ઝરણા !

ઓગસ્ટ 9, 2011 at 12:23 પી એમ(pm) 17 comments

માનવ દેહના ભાવ-ઝરણા !

મનડાના બાગમાં વિચાર-ફુલો હલે,
મહેક એની પ્રસરી, નિર્મળ નીર બને,

હ્રદયના ઉંડાણમાં કંઈક હલચલી રહે,
લાગણીઓના નીર ઉછળી, બહાર નિકળે,

મનના નિર્મળ નીરને હ્રદયના લાગણી નીર
મળે,
નયનોમાં એ વહી, સ્નેહ ઝરણાઓ બને,

સ્નેહ ઝરણાઓ નયનેથી વહી, આસુંઓ બને,
જેને પ્યારના આસુંડા લોકો કહે,

ધીરે ધીરે આસુંડા તો વહેતા રહે,
મનડું અને  હૈયું હવે હલકું બને,

ચંદ્ર મુખડે સ્નેહ-પ્રકાશ ચમકે,
નિહાળી, સૌ આનંદીત બને,

મન,હ્રદય, અને નયના રમે,
ત્યારે, માનવ દેહે ભાવ-ઝરણા પ્રગટે !

કાવ્ય રચના…તારીખ જુલાઈ,૬, ૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

જુલાઈ, ૫, ૨૦૧૧ના રોજ રાત્રીએ સુતા પહેલા મારા મનમાં
અનેક વિચારો રમવા લાગ્યા.
ત્યારે, મારા મન સાથે મારા હ્રદય ભાવો પણ છલકાતા
હતા.
સવારે જ્યારે જાગ્યો ત્યારે પણ રાત્રીના વિચારો ફરી
યાદ આવ્યા.
એવી યાદ સાથે, લાગણીભાવો કારણે નયને આસુંઓ વહેતા હોય
એવું મનમાં થયું.
અને પછી…..
હાથમાં એક પેન..અને જે શબ્દો વહી ગયા તે હતા પેપર
પર.
આ રચનાને “કાચુ ” સ્વરૂપ મળ્યું .
જરા શબ્દોનો ફેરફાર યોગ્યતા માટે.
અંતે આ રચના !
ગમી ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…

Today’s Post is the interaction of MIND, HEART &
EYES of a HUMAN.
MIND generating THOUGHTS..then these thoughts having
the effects on the HEART (FEELINGS)
and finally if POSITIVE, then the TEARS of HAPPINESS
& GOOD FEELINGS.
This INTERACTION….is showing on the FACE of the
POET as the SMILE ( Light of Love)…which when
witnessed by others results in the benefit of LOVE
in OTHERS.
Hope this Post is enjoyed by ALL !

DR. CHANDRAVADAN MISTRY.

 

Advertisements

Entry filed under: કાવ્યો.

મંદિર અને તું ! જય હો સાથે ભારતમાતાને વંદન !

17 ટિપ્પણીઓ Add your own

 • 1. વિશ્વદીપ બારડ  |  ઓગસ્ટ 9, 2011 પર 2:00 પી એમ(pm)

  મન,હ્રદય, અને નયના રમે,

  ત્યારે, માનવ દેહે ભાવ-ઝરણા પ્રગટે ! sundar bhav…like it.

  જવાબ આપો
 • 2. narenphanse  |  ઓગસ્ટ 9, 2011 પર 4:37 પી એમ(pm)

  આને હું દિવ્ય અનુભૂતિ કહીશ. જે વિચાર પુષ્પ બની સુગંધ પ્રસરાવે અને પ્રભાતમાં તેના પર અશ્રુનાં ઝાકળ વરસાવે તેને અન્ય કોઇ નામ ન હોય. વાહ, સુંદર ભાવ અને સુંદર કાવ્ય અનુભવીને ખુબ આનંદ થયો.

  જવાબ આપો
 • 3. Ishvarlal R Mistry  |  ઓગસ્ટ 9, 2011 પર 6:05 પી એમ(pm)

  Very nice poem, good thoughts bring happiness,peace and joy.well said thanks Chandravadanbhai.

  Ishvarbhai.

  જવાબ આપો
 • 4. પરાર્થે સમર્પણ  |  ઓગસ્ટ 9, 2011 પર 7:27 પી એમ(pm)

  આદરણીય ડો.શ્રી ચંદ્રવદનભાઈ,

  સ્નેહ ઝરણાઓ નયનેથી વહી, આસુંઓ બને,
  જેને પ્યારના આસુંડા લોકો કહે,
  ધીરે ધીરે આસુંડા તો વહેતા રહે,
  મનડું અને હૈયું હવે હલકું બને,
  માનવ દેહના ભાવોને ચન્દ્રનો પુકાર મળે પછી એ વહેવા લાગે.
  વિચારોને એકરૂપ કરી સાધીને માનવ દેહના ભાવો કાગળ પર
  અંકિત કરવાનું ભગીરથ કાર્ય જેનું વદન ચન્દ્ર સમું છે તે જ કરી શકે.

  જવાબ આપો
 • 5. hemapatel  |  ઓગસ્ટ 9, 2011 પર 9:59 પી એમ(pm)

  ભાવ ભર્યા શબ્દોથી વહેતુ , હૈયાનુ સ્નેહ ઝરણુ .

  જવાબ આપો
 • 6. pravina  |  ઓગસ્ટ 10, 2011 પર 2:45 એ એમ (am)

  Beautiful thoughts shows happiness in life.

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  ઓગસ્ટ 10, 2011 પર 4:52 એ એમ (am)

  મન,હ્રદય, અને નયના રમે,
  ત્યારે, માનવ દેહે ભાવ-ઝરણા પ્રગટે !
  હૃદયની મધુરતા અને પ્રસન્નતા સઘળું સહજ રીતે ઝરણું બની વહ્યું.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. dadimanipotli1અશોકકુમાર - 'દાદીમા ની પોટલી'  |  ઓગસ્ટ 10, 2011 પર 12:20 પી એમ(pm)

  આદરણીય ડૉ. ચંદ્રવદનભાઈ,

  મન,હ્રદય, અને નયના રમે,
  ત્યારે, માનવ દેહે ભાવ-ઝરણા પ્રગટે !

  મનના ભાવો ને ખૂબજ સુંદર અને સહજ રીતે રચનામાં દર્શાવ્યા છે.

  જવાબ આપો
 • 9. sapana  |  ઓગસ્ટ 11, 2011 પર 12:02 એ એમ (am)

  ધીરે ધીરે આસુંડા તો વહેતા રહે,
  મનડું અને હૈયું હવે હલકું બને,…આંસુંથી મન હળવું થાય…એ વાત ખરી…
  એક લાઇન લખું
  સોચતે સોચતે મન ડૂબને લગતા હૈ મેરા
  જહેનકી તયમે કૉઇ દરિયા તો રવા નહી?

  જવાબ આપો
 • 10. himanshupatel555  |  ઓગસ્ટ 11, 2011 પર 3:49 એ એમ (am)

  આત્મ સંવાદ અને તેનું તારતમ્ય આનંદ તરફ લઈ જતું સ્પર્શી ગયું.

  જવાબ આપો
 • 11. ડૉ. કિશોરભાઈ એમ. પટેલ  |  ઓગસ્ટ 11, 2011 પર 7:30 એ એમ (am)

  આદરણીયશ્રી. ડૉ. ચન્દ્રવદનભાઈ

  ” આપની આંખોમાથી સ્નેહની સરિતા વહે,

  ત્યારે જ તો પ્રેમની કવિતા બને છે.”

  સુંદર ભાવવાહી રચના

  જવાબ આપો
 • 12. dhavalrajgeera  |  ઓગસ્ટ 11, 2011 પર 11:30 પી એમ(pm)

  મન,હ્રદય, અને નયના રમે,સુંદર ભાવ અને સુંદર કાવ્ય.

  જવાબ આપો
 • 13. chetu  |  ઓગસ્ટ 11, 2011 પર 11:34 પી એમ(pm)

  સ્નેહ ઝરણાઓ નયનેથી વહી, આસુંઓ બને,
  જેને પ્યારના આસુંડા લોકો કહે,

  speechless …!!! Congrats …!!!

  જવાબ આપો
 • 14. અરવિંદ અડાલજા  |  ઓગસ્ટ 12, 2011 પર 8:56 એ એમ (am)

  “સ્નેહ ઝરણાઓ નયનેથી વહી, આસુંઓ બને,
  જેને પ્યારના આસુંડા લોકો કહે,”
  ઉપરોક્ત પંક્તિઓ મને ખૂબ જ ગમી ગઈ ! ભાવવાહી લાગણી અદભુત રીતે વ્યકત થાય છે.

  જવાબ આપો
 • 15. અક્ષયપાત્ર/Axaypatra  |  ઓગસ્ટ 12, 2011 પર 2:58 પી એમ(pm)

  ભાવ ઝરણા જ્યાં વહેતા હોય ત્યાં પરમ તત્વની સાથે સંધાન હોય જ! સુંદર રચના.

  જવાબ આપો
 • 16. Vishvas  |  ઓગસ્ટ 13, 2011 પર 3:35 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  આપ સર્વેને રક્ષાબંધનની ખુબ ખુબ શુભકામનાઓ.

  બસ આજે પણ છે સ્નેહના ઝરણાઓ ભાઈ અને બહેનના…

  આપનો ડો.હિતેશ ચૌહાણ અને મન,

  જવાબ આપો
 • 17. Dilip Gajjar  |  ઓગસ્ટ 13, 2011 પર 2:26 પી એમ(pm)

  સ્નેહ ઝરણાઓ નયનેથી વહી, આસુંઓ બને,
  જેને પ્યારના આસુંડા લોકો કહે,

  ધીરે ધીરે આસુંડા તો વહેતા રહે,
  મનડું અને હૈયું હવે હલકું બને,
  Khub j bhaavsabhar….Chandravadan bhai..straight from heart..

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: