ભુલ કબુલાત સાથે ખરો હ્રદયભાવ !

July 10, 2011 at 11:25 am 17 comments

 

ભુલ કબુલાત સાથે ખરો હ્રદયભાવ !

ખુશીમાં લખ્યું એક કાવ્ય મેં તો,
લખી, સૌને જણાવવા, આતુર હતો હું તો,
(૧)

નવી પોસ્ટનું લખાણ “ડીયર મિત્રો” કરી
લખવું,
કોણ જાણે કેમ, છેલ્લા “આર” ‘ને બદલે “ડી” લખ્યું
?…(૨)

એક અંગ્રેજી શબ્દ ફેરફારની અસર ગંભીર કેવી
?
મિત્રો થોડાને મોકલ્યા બાદ, ભુલ મારી મેં
જાણી…..(૩)

ભુલ કબુલાત કરતા, ડીયર મિત્રોને ફરી
લખ્યું,
જે હશે પરલોકમાં, એઓ પણ “ડીયર” છે એવું
લખ્યું,….(૪)

સુધારા આવા કરી, મોકલ્યો ઈમેઈલ સંદેશો
સૌને,
હવે, હૈયે ખુશી, અને મળશે ખરો ચન્દ્ર-હ્રદયભાવ
સૌને,….(૫)

ભુલ નાની કે મોટી, ભુલ તો ભુલ જ, બીજું સમજવાનું ના
રહે,
ઈચ્છા વગર થયેલ ભુલોની પણ કબુલાત તો કરવી જ
પડે,….(૬)

જીવન જગતમાં જીવવા માટે, આટલી શીખ છે
ચંદ્રની,
હ્રદય ખોલી, માફી તમારી તો, ચિન્તાઓ શેની
?…..(૭)

માંગશો માફી,જગતમાં એ મળે કે ના
મળે,

જો આ જગતમાં નહી, તો, પ્રભુ પાસે એ મળે
!…(૮)

કાવ્ય રચના ..તારીખઃ જુલાઈ ૮,૨૦૧૧ ચંદ્રવદન.

બે શબ્દો…

આગળની પોસ્ટ તૈયાર થઈ.
ક્રમ પ્રમાણે, મિત્રોને એની જાણ હું ઍમેઈલ દ્વારા
કરૂં  તે પ્રમાણે, નવી પોસ્ટનું લખાણ  માટે “ડીયર મિત્રો” લખ્યું
તેમાં એક શબ્દ લખાણમાં એક અક્ષરની ભુલ થઈ..એ નાની
વાતમાં ગંભીરતા હતી.
બસ, આ વિચાર સાથે મારૂં મન ગુંચવાયેલું
હતું.
અને, આ રચનાનો જન્મ !
મારા હ્રદયભાવને ઝીલશો !
રચનામાં જીવનમાં થતી ભુલોની પાર થવાનો સંદેશ
છે.
રચના અને સંદેશો ગમ્યો ?

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is not planned.
One MISTAKE made by me.
If and when a mistake, one MUST seek the
APOLOGY.
I did via this POEM.
Then, there is a GENERAL ADVICE to ALL that whenever
one makes a mistake, one must ADMIT that and then
ask for the
APOLOGY.
If one does that, even if the person does not
forgive, God will
always forgive what is done with the
HEART.

DR. CHANDRAVADAN MISTRY

 

Advertisements

Entry filed under: કાવ્યો.

શું કહું ? શું કહું ? શ્રી પ્રજાપતિ વિધાર્થી આશ્રમ, બીલીમોરા ને અભિનંદન

17 Comments Add your own

 • 1. સુરેશ જાની  |  July 10, 2011 at 11:44 am

  શી ભૂલ થઈ એ જ ખબર ન પડી!
  પણ માફી માંગી શકીએ , એ તો બહુ મોટી વાત છે. એ તમે કરી શક્યા માટે હાર્દિક અભિનંદન. અમને પણ એવી શક્તિ પરમાત્મા આપે એવી પ્રાર્થના.
  ભૂલ ચૂક બદલ માફ કરશો.

  Reply
 • 2. venunad  |  July 10, 2011 at 1:18 pm

  You are very smart in finding expressive ways! Liked.

  Reply
 • 3. sapana  |  July 10, 2011 at 1:32 pm

  ભૂલ કબુલ કરવી મોટી વાત છે…અને કરવી જ જોઇએ પણ કબુલ કર્યા પછી પણ એને દોહરાવ્યા કરવી એ બરાબર નથી….હા માણસ છીએ ભૂલોનાં પોટલાં..કદમ કદમ પર ભૂલો થવાની પણ દિલથી માફી કોઇએ માંગી તો માફ કરી આગળ ચાલવાનુ અને વાત્ને દફે કરવાની..માફી આપવી એ અલ્લાહનો ગુણ છે એ ગુણ આપણામા પણ આવે એ દુઆ..
  સપના

  Reply
 • 4. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  July 10, 2011 at 3:28 pm

  આદરણીયશ્રી. ડો.ચન્દ્રવદનભાઈ

  આપે સરસ રચના મુકેલ છે,

  કોઈપણ માફ કરી શકાય એવી ભુલો હોય તો

  ભગવાન પાસે સાચા દિલથી માંગેલ માફી

  ભગવાન માફ જ કરી દે છે, પરંતુ આપ તો કદી હું જ્યાં સુધી

  આપને શબ્દો દ્વારા ઓળખુ છું ત્યાં સુધી આપ દ્વારા ભુલ

  થવાની કોઈ શક્યતા જ નથી સાહેબ, મારો હ્રદય કહે છે કે

  આપ દિલના ખુબજ ચોખ્ખા માણસ છો.

  ડૉ.કિશોરભાઈ પટેલ

  +++++++++++++++++++++++++++++++++++++++++

  સાહેબ આપની તબિયત કેમ છે તે જણાવશોજી.

  Reply
 • 5. Dr Sudhir Shah  |  July 10, 2011 at 3:41 pm

  nice one
  god bless you

  Reply
 • 6. ishvarlal mistry.  |  July 10, 2011 at 5:24 pm

  Very nicely said admitting mistake,its funny english word with gujratiword but it is understood what you meant ,good point thanks for clarifying,Best wishes.
  Ishvarbhai.

  Reply
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  July 10, 2011 at 5:46 pm

  This was an Email Response for this Post>>>>

  From: dilip gajjar
  Subject: Re: NEW POST…….ભુલ કબુલાત સાથે ખરો હ્રદયભાવ !
  To: “chadravada mistry” >
  Date: Sunday, July 10, 2011, 5:10 AM

  ખૂબ જ સરળ અંતરથી આ કવિતા ની રજૂઆત …પાણિની પણ કહે કે..
  એકે શબ્સ સુપ્રયુકતો સ્વર્ગે લોકે કામધેનું ભવેત ..યોગ્ય શબ્દ પ્રયોજાય તો સ્વર્ગની ખુશી મળે તેવો આનંદ થાય ..
  જો કે આપને તો માત્ર ટાઈપીંગ ભૂલ જ હતી ..
  પુનઃ ચિત્ત પ્રસન્ન થાય તે માટે પ્રાયશ્ચિત્ત છે ..ખુબજ ઉત્તમ સમજ ..પણ જેઓ આત્મા ને પૂર્ણ નથી માનતા તેમને તો માત્ર ભૂલ અને માફી માંગવી એજ જાણે કાયમી પણ …
  જ્યારે આપની સંસ્કૃતી તો આત્મા મુલત: પૂર્ણ છે તેમ કહે છે માટે ભૂલ સ્વીકારવાથી ફરી સરખું થઇ જાય ..દોષ એ કાયમી ખોટ છે તે અપૂર્ણ વિચાર છે ..જે આત્મા ને પૂર્ણ ન માને તેમના માટે..

  Reply
 • 8. Harnish Jani  |  July 10, 2011 at 6:35 pm

  ડિયરની જગ્યાએ ડેડ લખાય જાય એ મોટી વાત નથી – પણ ઉપરથી જવાબો આવવા માંડે ત્યારે ચેતતા રહેવું.

  Reply
 • 9. Capt. Narendra  |  July 10, 2011 at 6:45 pm

  તમારી કવિતામાં એટલા ડૂબી જવાય છે કે સાથેનો પત્ર જોવાનું રહી જાય છે. આમ Dear નું Dead થયું જોવામાં આવ્યું નહિ! તેથી મને તેનું ખોટું-બોટું લાગ્યું નથી. પણ આ પત્ર/કવિતથી તમારી મહાનતા જોવામાં આવી.

  Reply
 • 10. pravina  |  July 10, 2011 at 11:27 pm

  ચંદ્રની,

  હ્રદય ખોલી, માફી તમારી તો, ચિન્તાઓ શેની

  Even you ask for forgiveness ,some prople do not buy it..

  To ask for it,is a giant step.

  Reply
 • 11. himanshupatel555  |  July 11, 2011 at 2:04 am

  જાવને આપી માફી હવેતો ચિંતા છોડો અને હશો જોઈએ….

  Reply
 • 12. પરાર્થે સમર્પણ  |  July 11, 2011 at 5:19 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  જીવન જગતમાં જીવવા માટે, આટલી શીખ છે
  ચંદ્રની,
  હ્રદય ખોલી, માફી તમારી તો, ચિન્તાઓ શેની

  વાહ ડોક્ટર સાહેબ, કેટલા નિખાલસ અને પવિત્ર ભાવો
  આપના હદયમાં રમે છે. કહેવાય છે કે માફી માગ્યા પછી
  હૈયાનો ભાર હળવો થાય છે.
  આપની મહાનતા અને હિમાતને ખરેખર દાદ આપવી પડે.
  અભિનદન..સલામ..નમસ્કાર….વંદન.

  Reply
 • 13. અશોક મોઢવાડીયા  |  July 11, 2011 at 6:56 am

  વ્હાલાને બદલે મૃત થયું
  પણ માફીકાવ્યનું અમૃત મળ્યું !

  ક્ષમાયાચનની આ કાવ્યાત્મક રીત બહુ ગમી. આભાર.

  Reply
 • પોતાની ભૂલ પોતે જોઈ શકે તો તે ઈશ્વરની અસીમ કૃપા છે તેમ મારી સમજ છે અને તે દરેક ને તેની અનુભૂતિ થતી નથી, આ ઉપરાંત ન ગણ્ય બાબતને પોતાની ભૂલ સમજી અને તેનો એકરાર કરી સ્વીકાર કરવો તે પણ સરળ અને સહજ હૃદય ધરાવતા સરળ માનવીનું જ કામ છે.

  સુંદર ભાવ સાથેની સુંદર રચના…આ શક્તિ ઈશ્વર અમને પણ આપે કે આવી જ સરળતાથી કહી શક્ય કે ભૂલ ચૂક માફ કરશો… બસ તે જ ઈશ્વરને પ્રાર્થના.

  Reply
 • 15. બીનાBina  |  July 20, 2011 at 9:39 pm

  Very good, GENERAL ADVICE to ALL that whenever
  one makes a mistake, one must ADMIT that and then
  ask for the
  APOLOGY.
  If one does that, even if the person does not
  forgive, God will
  always forgive what is done with the
  HEART.
  Good post!

  Reply
 • 16. Vankar Vitthalbhai Khemabhai  |  July 28, 2011 at 9:48 pm

  I greatly impressed by this site encountered for the first time. “To err is human, but to forgive is divine.” Out of these two extremes, I value the human who errs and when realizes it accepts that guilt. To accept is the greatest thing that one can do. By doing so, one declares “the end of something like nuclear war” from his side and I believe that is a first step towards the PEACE. Only a strong person can accept his mistakes without fearing the consequences. What a great idea indeed expressed by you!!! Do communicate such thoughts required to save the universe……Viththalbhai Vankar, IDAR

  Reply
  • 17. chandravadan  |  July 28, 2011 at 10:45 pm

   Vithalbhai,
   Thanks for your visit/comment for this Post.
   AND……

   સ્નેહી વિઠ્ઠલભાઈ,

   નમસ્તે !

   તમે પહેલીવાર મારા બ્લોગ પધારી, જે પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ ખુબ આભાર !

   આ પોસ્ટને કરી એમાં મારી કરેલી ભુલ માટે કબુલાત હતી તે મેં જાહેર કરી ..એ જ ઈરાદો હતો !

   કિન્તું, એ સમયે એક કાવ્ય રચના થઈ ત્યારે હું મારા હ્રદયમાં પ્રવેશ કરી ચુક્યો હતો…અને,

   ભુલ કબુલાત સિવાય હું મારા વિચારને “ઉચ્ચ પદ” પર લાવી, એક બીજો વિચાર દર્શાવવા

   માટે તૈયાર હતો…..જો ખરા હ્રદયભાવ સાથે તમો માફી માંગતા હોય, અને જો સામની પાર્ટી

   એ માટે ક્ષમા ના આપે તો નારાજ થવાની કોઈ વાત નથી..કારણ કે સાચા દીલથી કરેલી

   કબુલાત પ્રભુ જરૂર માફ કરે જ છે..એ જ ખરૂં મુલ્ય છે !.. એ જ જીવન છે !…….ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

July 2011
M T W T F S S
« Jun   Aug »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: