એક ટુંકી મુલાકાત !

June 26, 2011 at 5:48 am 17 comments

 


 
 

એક ટુંકી મુલાકાત !

એ ટુંકી મુલાકાત,
દિલીપ, યાદ છે તને ?……..(ટેક)
 
૨૦૧૧માં જુન માસ હતો,
૧૪ તારીખનો મંગળવાર હતો,
ચંદ્ર દિલીપને મળવાની આશમાં હતો,
દિલીપ, એ યાદ છે તને ?……….એ ટુંકી…..(૧)
 
 
૬૫,મીડવેલ રોડના ઘરે સાંજને સમય હતો,
ઘરનો ડોરબેલનો અચાનક રણકાર હતો,
સાંભળી, ડોર ખોલી, દિલીપ ઉભો હતો,
દિલીપ, એ યાદ છે તને ?……..એ ટુંકી……(૨)
 
 
ચંદ્ર દિલીપ ભેટી, ખુશીથી ભર્યા હતા,
સીટીંગરૂમમાં `ભક્તિભાવના ઝરણા`કારણે હતા,
ચર્ચા કરતા, જીવન-કહાણી દિલીપ સંભળાવતા હતા,
દિલીપ, એ યાદ છે તને ?……..એ ટુંકી……(૩)
 
 
પત્ની ઈલા અને દીકરી યોગીશા સાથે હતા,
દીકરી નીનાના પતી પ્રતિક પણ સાથે હતા,
વાતો કરતા, સ્નેહ સબંધે સૌ નજીક હતા,
દિલીપ, એ યાદ છે તને ?……..એ ટુંકી…….(૪)
 
 
`ચંદ્ર ભજનમંજરી`ની વીસીડી દિલીપ હસ્તે હતી,
`દિલીપ ગીતો`ની સીડી ચંદ્ર હસ્તે હતી,
એવી ભેટોમાં મીઠી યાદ ભરી હતી,
દિલીપ, એ યાદ છે તને ?…….એ ટુંકી ……(૫)
 
ચંદ્ર કહે, એ મુલાકાત ટુંકી હોય ભલે,
ચંદ્ર હૈયે તો એ જીવનભર હશે,
દિલીપ હૈયે પણ એવું જ હશે,
દિલીપ, એ યાદ છે તને ?……એ ટુંકી……(૬)
 
 
 
કાવ્ય રચના…તારીખ જુન ૧૫,૨૦૧૧                ચંદ્રવદન.
 
 

બે શબ્દો…

૨૦૧૧ના જુન માસે મારૂં ઈન્ગલેન્ડ આવવું.
 
લેસ્ટરમાં દિલીપભાઈ ગજ્જરને મળવું.
 
આ જ `એક મુલાકાત` !
 
એ મુલાકાતને જ મેં શબ્દોમાં મઢી છે !
 
જે પોસ્ટરૂપે તમો વાંચો છો તે ગમે એવી આશા.
 
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS…
 
This Post is created while I am in U.K. …and after I met my friend DILIP GAJJAR.
 
It was a memorable Meeting & the Kavya (Poem) simply gives the description of that MEETING & the FEELINGS.
 
Hope you like this Post !
 
 
DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: કાવ્યો.

લગ્ન દિવસ ! પ્રભુધામથી જગમાં પાછા ફર્યા !

17 Comments Add your own

 • 1. ashvin mavani  |  June 26, 2011 at 6:23 am

  એક તક તમને પણ…
  http://www.aapnugujarat.co.cc
  આ વેબસાઈટ પર તમારી પોતાની કોઈપણ સાહિત્ય કૃતિ પબ્લીશ કરવા ઈચ્છતા હોવ તો નીચેના ઈ-મેઈલ પર કૃતિની સંપૂર્ણ માહિતી અને વિનંતી સાથે મેઈલ કરો.
  (નોંધ: ફક્ત તમારા દ્વારા રચિત કૃતિઓ સ્વીકારવામાં આવશે.)

  info@aapnugujarat.co.cc

  Reply
 • 2. પરાર્થે સમર્પણ  |  June 26, 2011 at 6:37 am

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  ચંદ્ર કહે, એ મુલાકાત ટુંકી હોય ભલે,
  ચંદ્ર હૈયે તો એ જીવનભર હશે,
  દિલીપ હૈયે પણ એવું જ હશે,
  દિલીપ, એ યાદ છે તને ?……એ ટુંકી……(૬)
  મિત્રો તો ઘણીવાર એક બીજાને મળે પણ………
  મિત્ર મુલાકાતને કાવ્ય રસમાં ઢાળી સર્જન કરવું એ આપ
  સરીખા કુશળ કલમના કસબી આલેખી શકે.
  અને જયારે સામે મિત્ર પણ સાહિત્ય રસના એક મજાના
  સિદ્ધહસ્ત કવિ હોય ત્યારે મુલાકાત અવર્ણનીય બની જાય.

  Reply
 • 3. Atul Jani (Agantuk)  |  June 26, 2011 at 6:56 am

  અરે વાહ – બે ભાવ ભરેલા મિત્રો મળે ત્યારે તો આવા કાવ્યો જ સ્ફુરેને?

  બંને મિત્રોની પરસ્પર મુલાકાત બદલ અભિનંદન અને આનંદ.

  Reply
  • 4. chandravadan  |  June 26, 2011 at 7:18 am

   Dear Atul,
   Thanks for your visit/comment for this Pos.
   It is nice of you to be visting recently my Blog & your previous Comments too.
   Please do revisit…It was nice to see the Blog Madhvan !
   DR. CHANDRAVADAN MISTRY

   Reply
 • 5. praheladprajapati  |  June 26, 2011 at 8:53 am

  બહુજ સરસ સ્મ્રન્તીકા કવી ની કલમે લખાયેલી વાચવા મળી

  Reply
 • 6. સુરેશ જાની  |  June 26, 2011 at 12:34 pm

  બે જાણીતા મિત્રો મળ્યાના સમાચારે, જાતે મળ્યા હોય એવો આનંદ થયો.

  Reply
 • 7. અક્ષયપાત્ર/Axaypatra  |  June 26, 2011 at 1:37 pm

  જીવનની દરેક પળોને કાવ્યમય બનાવવાની સિદ્ધિ તમે મેળવી છે તેવું લાગે છે.

  Reply
 • 8. Capt. Narendra  |  June 26, 2011 at 8:42 pm

  પરમ મિત્ર સાથેની મુલાકાત બે પળની ભલે કેમ ન હોય, એ ન તો કૃષ્ણ ભુલે, ન સુદામો! એટલું જ નહિ, તેમની આસપાસનું જગત પણ તેને કદી ભુલી ન શકે. એક સારા મિત્રની ભેટને ચિરસ્મરણીય બનાવવા માટે અભિનંદન!

  Reply
 • 9. pravina  |  June 26, 2011 at 10:35 pm

  I remember that day very well but the reason was different.

  still it was memorable day for youmakes me happy.

  Reply
 • 10. nabhakashdeep  |  June 26, 2011 at 10:41 pm

  ભાવથી ભરેલા બે કવિ હૃદયીના ભાવથી ભરેલા મિલનની આ કવિતા અંતરમાં
  ઉજાશ પાથરી ગઈ. આપને શ્રી દિલીપભાઈ મળ્યા ને તેમની વાત લઈ અહીં આવ્યા
  એ ખુશીની વાત બની ગઈ. આ સ્મરણ સદા ગાતું રહેશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 11. ishvarlal mistry.  |  June 27, 2011 at 4:57 pm

  Very nice poem about meeting long time friend,I know the feeling how nice it is to meet a long time friend.Congractulations and best wishes.
  Ishvarbhai.

  Reply
 • 12. sapana  |  June 28, 2011 at 2:09 am

  શ્રી ચંદ્રવદનભાઈ આપ્નું ગીત ખૂબ સરસ છે..ઘણી મુલાકાતો જીવનભર નથી ભૂલાતી…
  સપના

  Reply
 • આદરણીયશ્રી ચંદ્રવદનભાઈ,

  ચંદ્ર કહે, એ મુલાકાત ટુંકી હોય ભલે,
  ચંદ્ર હૈયે તો એ જીવનભર હશે,
  દિલીપ હૈયે પણ એવું જ હશે,
  દિલીપ, એ યાદ છે તને ?……

  બે મિત્રો વચ્ચેના ભાવને કાવ્યમાં ખૂબજ સુંદર રીતે વ્યક્ત કરેલ છે…

  Reply
 • 14. chandravadan  |  June 30, 2011 at 6:05 pm

  This is an Email Response to this Post>>>>

  Re: NEW POST…..એક ટુંકી મુલાકાત !Sunday, June 26, 2011 2:43 AM
  From: “Samir Dholakia”View contact detailsTo: “chadravada mistry” >Wah wah sahb shu vaat chhe……….

  samir

  Reply
 • 15. Dilip Gajjar  |  June 30, 2011 at 6:49 pm

  હા ચન્દ્રવદન ભાઈ ..યાદ રહેશે એ ટૂંકી છતાં ભાવ સભર મુલાકાત કેમ કે જેવા આપ મારા દ્વારે પધાર્યા અંતરથી ભાવના ઝરણ વહેવા લાગેલા ..અને હું ભેટી ગયેલ આપને..આ એક એવું જીવંત કાવ્ય છે જેને શબ્દો પણ વર્ણવી ના શકે…આપનું જીવન જ એવું બને કે ભાવનું ઝરણું વહેતું રહે અને પાવન કરતુ રહે અંતર ને અને જોસ્તુ રહે હૈયાથી હૈયાને …આવું જ ચિત્ત પ્રભુમાં જોડાઈ શકે છે તેમાં દૃતે ચિત્તે પ્રવીષ્ટાયા ગોવીન્દાકારતો સ્થિતો ..એમ કહ્યું છે ને….

  ચંદ્ર કહે, એ મુલાકાત ટુંકી હોય ભલે,
  ચંદ્ર હૈયે તો એ જીવનભર હશે,
  દિલીપ હૈયે પણ એવું જ હશે,
  દિલીપ, એ યાદ છે તને ?……એ ટુંકી……(૬)

  Reply
  • 16. chandravadan  |  June 30, 2011 at 7:36 pm

   દિલીપભાઈ…આ પોસ્ટરૂપી રચના પ્રગટ કર્યા બાદ, અનેકના પ્રતિભાવો વાંચી ખુબ જ આનંદ થયો…પણ, હૈયે એક આશા અધુરી હતી….હું તમારી વાટ જોઈ રહ્યો હતો….અને આજે તમે પધારી. “બે શબ્દો” લખ્યા ..તે વાંચી મારી આશા પુરી થઈ…અને એ શબ્દો વાંચી મારા હૈયે થયું કે “દિલીપ હૈયે પણ એવા જ પ્રેમનું નીર વહે છે”..બસ, આટલી જાણ સાથે મારા હૈયે “પુર્ણ સંતોષ” હતો , અને આજે એ માટે હું પ્રભુનો પાડ માની રહ્યો છું !..પ્રતિભાવ માટે આભાર !>>>>ચંદ્રવદન

   Reply
 • 17. chetu  |  June 30, 2011 at 10:54 pm

  ખુબ સરસ કાવ્ય … મૈત્રીની મહેંક સદાય પ્રસરી રહે ..!!

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

June 2011
M T W T F S S
« May   Jul »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: