ચંદ્ર ફોટોગ્રાફીની દુનિયામાં !

જૂન 4, 2011 at 12:53 પી એમ(pm) 14 comments

http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/Lamb_drinking_-_rawnsley_park.JPG/800px-Lamb_drinking_-_rawnsley_park.JPG
I want to touch water???
……….just move the cursor on the image

ચંદ્ર ફોટોગ્રાફીની દુનિયામાં !

ફોટોગાફીમાં અજાયબી અને કરામતો આજે ખુબ થાય
છે,
જે થયું તેનું કહું, ભવિષ્યનું તો આજે કાંઈ
કહેવાય ના !…….(ટેક)
માનવી જગતમાં રહી કંઈ નવું નવું
વિચારે,
હાથ આપ્યા પ્રભુએ, તો, કરવું શું  એ
વિચારે,
વિચારતા, વિચારતા, કલમ, કલરો છે એના હાથમાં,
દ્રશ્ય નિહાળતા, તસવીર એની બની  છે એના હાથમાં
!….ફોટોગ્રાફી……(૧)
તસવીરો આવી ફરી ફરી નિહાળતા, માનવી થાકી
ગયો,
કાંઈક બીજું કરવું, વિચાર એવો એના મગજમાં આવી
ગયો,
બોક્ષ્ના અંધારે “લેન્સ”મુકી, એણે એક કેમેરો
કર્યો,
ફીલ્મ જેવી ચીજ કરી, દ્રશ્યોનો ફોટારૂપી  શરગાણ
કર્યો ! …ફોટોગ્રાફી……(૨)
કાળા, ધોળા ફોટાઓ જ્યારે ગમ્યા નહી  આ
માનવીને,
તો, કલરમાં ફોટોગ્રાફો થાય તેવું કર્યું આ જ
માનવીએ,
અને, સંતોષ ના રહ્યો, તો, અનેક ફોટાઓ એક સાથે
નિહાળવાની કળા કરી,
અને, “સીનેમાટોગ્રાફી” સ્વરૂપે “મુવી ફીલ્મો ”
કરી !….ફોટોગ્રાફી……..(૩)
મુંગી ફીલ્મો નિહાળી માનવી તો થાકી
ગયો,
ત્યારે, “સાઉન્ડ” ફીલ્મ સાથે મુકાવા મંડી
પડ્યો,
આવી જ રીતે થીયેટરોમાં મુવીઓ જોવાની શરૂઆત થઈ,
જેમાં, ફેરફારો લાવતા, “ટુ ડી અને થ્રી ડી”
મુવીઓ બની !…ફોટોગ્રાફી….(૪)
મુવીઓને શિખરે લાવતા, માનવી ફોટોગ્રાફીને જરા
ભુલ્યો,
યાદ કરતા, “ડીજીટલ કેમેરા” અને “સીને સ્ટીલ
ફોટોગ્રાફી”નો રસ્તો ખુલ્યો,
અને પછી, ફોટાઓમાં “હલન ચલન” નિહાળી શકાય એવું
થયું.
અને, આજની પોસ્ટરૂપે પાણીને જાણે હલાવતા હોય એવી
ખુશી હૈયે ભરી !….ફોઓગ્રાફી…(૫)
ચંદ્ર, ફોટોગ્રાફીની દુનિયામાં રહી, આજે આ બધુ
સૌને કહે
જગતમાં નવું નવું  શું હશે કાલે,  કેમ એ કહી શકે
?
પણ, પ્રભુ દરબારમાં  ચર્ચાઓ એની  જરૂર
હશે,
અને, કંઈક નવું  પ્રભુ ઈચ્છાથી જ હશે
!…….ફોટોગ્રાફી…(૬)

કાવ્ય રચના  તારીખ મે, ૨૮, ૨૦૧૧
ચંદ્રવદન

બે શબ્દો…

એક ઈમેઈલ મળ્યો.
એમાં અંગ્રેજી શબ્દોમાં હતું ” વોના ટચ વોટર
?”
એ લખાણ  કાવ્ય પહેલા જ પ્રગટ કર્યું
છે.
અને સુચન પ્રમાણે, અમલ થાય તો…જાણે આપણે પાણીને
હલાવતા હોય એવું નજરે  આવે.
આ એક કોમ્પ્યુટર સાથે ફોટોગ્રાફીની કરામત છે
!
આશા છે કે તમોને આ પોસ્ટ ગમે !

ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW  WORDS…
Today’s Post is a Followup to an Old
Post.
The LINK for that Post on Cine Photography
is>>>>
https://chandrapukar.wordpress.com/2011/05/08/%e0%aa%b8%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ab%e0%ab%8b%e0%aa%9f%e0%ab%8b%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%ab%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%95%e0%aa%b0/
Hope you will click as directed at the
beginning of this Post & enjoy moving the water in the Photo of a Spring
with its water….the stationary water starts to flow as you use your
Mouse.
Enjoy !
Dr. Chandravadan
Mistry

Entry filed under: કાવ્યો.

ખરા હરમન રોસેનબ્લટને તમે જાણો ! નીનાની ૪૦મી વર્ષગાંઠ !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. વિશ્વદીપ બારડ  |  જૂન 4, 2011 પર 1:53 પી એમ(pm)

  sundar rachna..

  જવાબ આપો
  • 2. chandravadan  |  જૂન 4, 2011 પર 4:44 પી એમ(pm)

   વિશ્વદીપભાઈ,

   આભાર !

   તમે “ચંદ્રપૂકાર” પર આગળ આવ્યાહતા.

   આ પોસ્ટ માટે તમારો પ્રતિભાવ પ્રથમ છે.

   તમે પણ કાવ્ય રચનાઓ રચો છો….અને તમારા તરફથી આ “બે શબ્દો” તો તમારા આશીર્વાદોરૂપે હું સ્વીકારૂં છું !….ચંદ્રવદન
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 3. pragnaju  |  જૂન 4, 2011 પર 4:45 પી એમ(pm)

  ફોટાઓ દ્વારા તમે પોતાના કુટુંબના આબાલવૃદ્ધોના, વિશેષ ઉત્સવો તહેવારોના ફોટા પાડી પુરાણી સ્મૃતિઓને જાળવી શકો છો. જૂનાં ચિત્રોના આલબમ બનાવીને ઘરની જીવતી જાગતી વાર્તા રચી શકાય છે. પ્રકૃતિના દૃશ્યો, ઇતિહાસ પ્રસિદ્ધ ઈમારતોનાં ચિત્રો તમે પોતાના શોખ માટે તૈયાર કરી શકો છો. જો આ૫ણે પોતે જ ફોટા પાડીને પોતે જ ડેવલ૫ કરીએ તો વધુ આનંદ આવે. એનાથી શરીરની તંગદિલી ઓછી થાય છે અને પ્રકૃતિ તથા માનવ જાતિનાં સુંદર હૃદયસ્પર્શી પાસાંઓ તરફ દૃષ્ટિપાત કરવાનો અવસર પ્રાપ્ત થાય છે જે મનુષ્યની રચનાત્મક પ્રવૃત્તિમાં સહાયક નીવડે છે. પોતાના હાથે બનાવેલી વસ્તુ પ્રત્યે આ૫ણને મોહ હોવાથી એ સાધારણ હોય તો ૫ણ વિશિષ્ટ લાગે છે કારણ કે એમાં રચનાત્મક આનંદ ભળેલો છે. ૫હેલાં એમાં કોઈની મદદ લેવી જોઈએ અને અભ્યાસ થઈ જાય ૫છી એ શોખને વિકસાવવો જોઈએ. આ જ શોખ આગળ જતાં વ્યવસાયરૂ૫ ૫ણ ધારણ કરી શકે છે.
  ત્યારે બીજી તરફ ફોરેન્સિક સાયન્સમાં ફોટોગ્રાફી વિભાગ મુખ્યત્વે ત્રણ રીતે કામગીરી કરે છે.
  ગુના સ્થળ ઉપર ફોરેન્સિક સાયન્સના અધિકારીની સૂચના મુજબ ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કરવામાં આવે છે.
  ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, માઇક્રો, મેક્રો જેવી અલગ અલગ ફોટોગ્રાફીની ટેક્નિક વાપરીને પ્રયોગ શાળાના અન્ય વિભાગોની ફોટોગ્રાફી કરવામાં આવે છે. માણસની ખોપરી અને ફોટોગ્રાફ્સ ઉપરથી વિડિયો સુપર ઈમ્પોજિશન ટેક્નિક દ્વારા માણસની ઓળખ નકકી કરવામાં આવે છે.
  ફોટોગ્રાફિકલી રેકોર્ડેડ ઇમેજીસ ( એનાલોગ / ડિજિટલ )નું પરીક્ષણ
  વિડિયો કેસેટ, વિડિયો સી.ડી., ડી.વી.ડી. વગેરેમાં તેની સાતત્યતા, એડિટિંગ અને મોડિફિકેશન વગેરે તપાસવામાં આવે છે.
  ફોટોગ્રાફ્સ, સી.ડી. અથવા વિડિયો ફિલ્મમાંની વ્યક્તિની ઓળખ, ફોટોગ્રાફીની જુદી જુદી પદ્ધતિઓ અપનાવી નક્કી કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના કેમેરાનું પરીક્ષણ કરવામાં આવે છે.
  આપણા ધર્મગ્રંથોના કથનને આધુનીક વીજ્ઞાન પણ પુષ્ટી આપે છે, તે વધુ પડતું છે, બલ્કે ‘Wishful thinking‘ છે. નીર્જીવ વસ્તુની આસપાસ પણ ક્રીલીયન ફોટોગ્રફી આભા સર્જી શકે છે.. ટેલીપથી, વીચારશક્તીથી વસ્તુનું હલનચલન, ઈત્યાદીની ભીતરમાં ખરી વસ્તુ શી છે, તેની વૈજ્ઞાનીક સમજણ આપે છે.

  જવાબ આપો
 • 4. Ramesh Patel  |  જૂન 4, 2011 પર 8:56 પી એમ(pm)

  સાચે જ ફોટોગ્રાફીની કલા અને કૌશલ્ય જે આજના નવયુગમાં વિકસ્યું છે તે એક’ wonder of science’
  છે. આપની રચનામાં આ અભિવ્યક્તિ સુંદર રીતે ઝીલાઈ છે.
  આ વિષય ને આપના વિચારો મને ખૂબ જ ગમ્યા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 5. sapana  |  જૂન 5, 2011 પર 3:21 પી એમ(pm)

  ચંદ્રવદનભાઈ આ ટેકન્લોજીની દુનિયા પણ અજબ છે…પાણી હલતું જોઇને ખૂબ મજા આવી મારા એક મિત્ર ફૂલોના ફોટા એવા પાડે કે એવું લાગે કે ફોટાઓ હમણા મ્હેકી ઉઠ્શે અને મ્હેકી ઉઠે તો નવાઈ પણ નહીં..ફોટૉ ગ્રાફી એક કલા છે..માનવું પડશે…
  સપના

  જવાબ આપો
 • 6. ishvarlal mistry.  |  જૂન 5, 2011 પર 5:10 પી એમ(pm)

  Very nice how amazing , what pleasing to mind and eyes ,I love it thank you for sharing.What wonderful nature God has made.Nice photography.
  Ishvarbhai.

  જવાબ આપો
 • 7. pravina  |  જૂન 5, 2011 પર 9:02 પી એમ(pm)

  કાવ્ય અને તસ્વીરનો સમન્વય , જાણે સોનામાં સુગંધ.

  ખૂબ સુંદર અભિવ્યક્તિ.

  જવાબ આપો
 • 8. Nita Mistry  |  જૂન 5, 2011 પર 11:45 પી એમ(pm)

  Sunder rachana, vachti vakhate lagyu ke, technology ketli aagal vadhi gayi chhe ane, haji pan aagal ne aagal vadhatij jaay chhe. Parantu jyare paani ne haltu joyu; tyare dil khush thai gayu. Just immagine, drishhya raat nu hot, ane Chandra nu pratibimba paani ma padyu hot, aane paani halyu hot? Aa apratim drishhya nazer same laavi to juvo….. Niti..

  જવાબ આપો
  • 9. chandravadan  |  જૂન 6, 2011 પર 12:37 એ એમ (am)

   Nita,
   Thanks for your visit/comment for this Post.
   Inspired by your words in your comment..and in trying to capture your feelings, I had written in Gujarati this way>>>>>

   એક પ્રિતમ દ્રશ્ય !
   ફોટામાં પાણીને હલતું જોયું,
   દિલ ખુશીથી નાચી રહ્યું,
   નિહાળી પુનમ ચંદ્રમાને આકાશમા,
   વિચાર આવ્યો એક મનમાં,
   દુર નજર ગઈ નદી પાણીમાં,
   તો,હતો ચંદ્રમા નદીમાં,
   ધીરેથી પવન દેહને સ્પર્સ કરે,
   નદીમાં ચંદ્રમા હલી નૃત્ય કરે,
   દ્રશ્ય પ્રિતમ આવું, નજરે આવે,
   નીતા નિહાળી, કુદરતને નમન કરે !

   >>>ચંદ્રવદન ( મે ૫,૨૦૧૧)
   I hope you will come & read this Response & hope you like it !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
   • 10. Nita Mistry  |  જૂન 6, 2011 પર 6:06 પી એમ(pm)

    Banne rite mane chhelli line gami mama. Ek ma Prabhu na goon gaya chhe to bijama, aakhi kudarat ne naman karyu chhe. ‘Niti” lakhyu hot to, eno aartha ‘sachhai’ thaaiy chhe, je khari rite to, nisarga ni-khudarat ni sachhai chhe. Nita naam to aahi na goraoe aapyu chhe, Niti bolta bolta Nikki kari nakhe chhe, jethi Nita naam no swikaar karvo padyo chhe. Pan aapna saga-sambandhee mate to NITI j chhu…..Mama, koi kavita ke kavya “Aakho” per kari ne jaroor mokalsho…..Niti.

 • 11. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  જૂન 6, 2011 પર 10:14 એ એમ (am)

  તસ્વીર સાથેની રચના એ તસ્વીરને બોલતી કરી આપે છે… ખૂબજ સુંદર રચના. ફોટોગ્રાફીની કળા એટલી વિકસિત છે કે તેમાં જે કરીએ તે ઓછું છે.

  ખૂબજ સુંદર અભિવ્યક્તિ ….

  જવાબ આપો
 • 12. પ્રીતિ  |  જૂન 6, 2011 પર 12:47 પી એમ(pm)

  Thank you Chandravadanbhai. 🙂

  જવાબ આપો
 • 13. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  જૂન 6, 2011 પર 1:34 પી એમ(pm)

  શ્રીમાન. ચન્દ્રવદન સાહેબ

  રચના તો સુંદર છે, જ એમાં કોઈ શંકાને સ્થાન નથી.

  પણ સાહેબ પાણીને કર્સલ લઈ જવાથી હાલતુ જોઈ

  હું હાલી ગયો

  ખુબજ સુંદર સાહેબ

  કાબિલે તારીફ

  કિશોર પટેલ

  જવાબ આપો
 • 14. પરાર્થે સમર્પણ  |  જૂન 6, 2011 પર 8:03 પી એમ(pm)

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,

  ડોક્ટર સાહેબે બીમાર દર્દીને હાલતાં ચાલતાં કરેલા તે જોયેલું છે

  પણ તસ્વીરને હાલતી ચાલતી કરવાની ડોક્ટર સાહેબની આ કળા

  અનોખી છે. નયનરમ્ય તસ્વીર એટલું જ મનમોહક કાવ્ય .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,823 hits

Disclimer

સંગ્રહ

જૂન 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: