Archive for મે 27, 2011

હરમનની કહાણીમાં એક ફેન્સ અને એક છોકરી !

File:OkinawaJapanesePOW.jpg

હરમનની કહાણીમાં એક ફેન્સ અને એક છોકરી !

હરમનની કહાણી ના જાણો તો જરૂર જાણો,
જાણશો તો, પ્રભુ જરૂર છે એવું તમે કહેશો !……(ટેક)
જર્મનીના “નાઝી” રાજમાં પોલેન્ડ દેશની આ વાત છે,
જ્યુસ કેદીઓમાં નાનો હરમન એના પરિવાર સાથ છે,
આવ્યો જ્યારે સમય સૌને બીજે જવાનો,
“ઉંમર તારી ૧૬ છે” દીધો ભાઈએ સલાહરૂપી ખજાનો,
અને, માતાથી દુર હરમન થાય છે,
આવી આ કહાનીની શરૂઆત છે !…….હરમનની…(૧)
નાનો હરમન પ્યારમાં માત પાસે દોડી જાય છે,
ત્યારે, માતાના કઠોર શબ્દે ભાઈઓ પાસે જાય છે,
ઢોર જેમ વાહનમાં,હરમન બરલીન નજીક “સ્કેલીબેન”માં જાય છે,
મૃત્યું દેહોને વાહનમાં ભરવાનું કામ હવે કરે,
“૯૪૯૮૩”નંબરના કેદી તરીકે આ કેમ્પમાં ઓળખાય છે,
ત્યારે, “એન્જલ મોકલીશ”ના માત-શબ્દો હરમન સ્વપ્ને વહે છે !…..હરમનની….(૨)
કેમ્પમાં ચાલતા, બાર્બ વાયર ફેન્સ નજીક હરમન જાય છે,
ઝાડ પાછળ સંતાયેલ એક નાની છોકરી એને દેખાય છે,
“છે કાંઈક?ખાવું છે” હરમન એને ધીમા સાદે કહે છે,
ના સમજી, છોકરી તો, હરમન પોલીશભાષામાં ફરી કહે છે,
જેકેટમાંથી સફરજન એક કાઢી, ફેન્સ ઉપરથી હરમન તરફ ફેંકે,
ત્યારે, દોડતી છોકરીને “ફરી મળીશું” ધીમા સ્વરે હરમન કહે !…..હરમનની…(૩)
એ જ સમયે, દરરોજ ની હવે ફેન્સ નજીક હરમન સફર રહી,
જે સમયે, પોલીશ છોકરી કઈક ખાવાનું આપવા હાજર હતી,
ના હરમન જાણે નામ એનું, પણ એ દયાળુ એક પરી હતી,
જેના થકી, ભુખ હરમનની ટાળી, જીવનદાન એ આપતી હતી,
નવ માસે કેમ્પ છોડી, ચેકોસ્લેવીઆ જવાનો દિવસ આવી ગયો,
ત્યારે, “હવે ના આવીશ, જઈએ છે અમો”ના શબ્દો હરમન એને કહેતો ગયો !…હરમનની….(૪)
મે,૧૦, ૧૯૪૫ની સાલની હવે આ વાત રહી,
“હવે તો મૃત્યુ નજીક જ છે” એવી સૌને જાણ રહી,
મૃત્યુ મારાથી દુર ગયું હતું પણ હવે તો છટકવાની બારી નથી,
એવા વિચારોમાં હરમનની મૃત્યુ માટે તૈયારી હતી,
ત્યાં, ગોગાંટ શાને વિચારી હરમન એના ભાઈઓને મળે,
યુધ્ધ જીતેલા રસીઅન સૈનિકો આઝાદીની ખુશી કહી એનું જાણવા મળે !……હરમનની….(૫)
એવા સમયે, અનેક વિચારોમાં પડે,
જ્યાં, મૃત્યુ સિવાય કાંઈ નહી ત્યાં ખરેખર આઝાદી મળે,
જ્યાં,ભુખના કારણે મૃત્યુ હોય ત્યાં એક છોકરી એન્જલ બને,
જે થકી, માત-શબ્દો સ્વપ્નોમાં રહી, સાકાર બને,
એવા સમયે, હરમનની યાદમાં પેલી છોકરી હતી,
પ્રથમ ઈંગલેન્ડની સફરમાં આવી હરમન વિચારધારા હતી,…..હરમનની…..(૬)
“જ્યુઈસ ચેરીટી”ના કારણે, હરમન તો ઈંગલેન્ડથી અમેરીકા આવે,
ઈંગલેન્ડમાં “ઈલોક્ટ્રોનીક્સ”નું શીખી હરમન તો અમેરીકા પધારે,
યુ.એસ.એ. ની આર્મીમાં ભરતી કરી, “કોરીયન વોર”માં એ લડે,
ત્યારબાદ, હરમન તો ન્યુ યોર્ક શહેરમાં બે વર્ષ રહે,
અને, ઓગસ્ટ ૧૯૫૭માં ઈલોક્ટ્રોનીક દુકાન કરી ધંધો કરે,
એવા સમયે, મિત્ર પોલીશ છોકરી સાથે “ડેઈટ”ની વાતો કરે, ….હરમનની…..(૭)
આવી”બ્લાઈન્ડ ડેઈટ” માટે હરમનની તો નારાજી હતી,
છ્તાં, મિત્ર “સીડ”સાથે જવા માટે હરમનની અંતે “હા” હતી,
સાથે ફરી, વાતો કરી, ડિનર કરી, પાછળની કારસીટે હરમન રોમા સાથે હતો,
“વિશ્વયુધ્ધ”ની ચર્ચાઓ કરતા, “ક્યાં હતો તું ?” રોમાનો એક સવાલ હતો,
ત્યારે, “ફેન્સ નજીક એક છોકરી”ની હરમને ફરી તાજી કરી,
“અરે, એ છોકરી તો હું જ હતી” રોમાએ હોંશથી કબુલાત કરી,…..હરમનની….(૮)
“હવે તો હું કદી ના છોડીશ તને”હરમન રોમાને કહે,
“પાગલ છે તું”કહી, માતપિતાને મળવા આમંત્રણ આપે,
લગ્નગ્રંથી હાથ માંગ્યો જ્યારે હરમને તો રોમાએ “હા” કહ્યું,
ત્યારે, હરમન હૈયું તો હતું ખુબ જ ખુશીઓ ભર્યું,
૫૦ વર્ષ લગ્નમાં હરમનને બે સંતાન સાથે ત્રણ ગ્રાન્ડ સંતાનોની ખુશી મળી,
અને, અંતે ચંદ્ર કહે, ફ્લોરીડાના “માયામી બીચ”ના હરમન રોસેનબ્લ્ટની આ કહાણી રહી !…..હરમનની….(૯)
કાવ્ય રચના..તારીખ મે, ૧૭, ૨૦૧૧ ચંદ્રવદન.

બે શબ્દો…

મંગળવાર, અને મે, ૧૭. ૨૦૧૧નો દિવસ.
હું પારૂ ક્રુષ્ણકાન્તના બ્લોગ પર હતો,
ત્યાં, એક અંગ્રેજી પોસ્ટ “A True Story”હતી.
એમાં “હરમન રોસનબ્લટ”ના જીવન વિષે હતું.
આ વાંચ્યા બાદ, મારૂં હૈયું હલી ગયું.
આ લેખ ગુજરાતીમાં હોય તો કેવું ?
ગુજરાતીમાં લેખ લખવા મારી શક્તિ ના હતી.
તો, ત્યારે વિચાર આવ્યો “કેમ ના કાવ્ય સ્વરૂપે ?”
બસ, આ વિચાર સાથે જે શક્ય થયું એ જ પ્રગટ કર્યું છે.

પણ…ખરેખર તો સૌએ એ અંગ્રેજી લેખ જરૂર વાંચવો જોઈએ.

એ કરવા, આ નીચેની “લીન્ક” પર ક્લીક કરો…..

http://piyuninopamrat.wordpress.com/2011/05/13/a-true-story/
એ પોસ્ટ વાંચતા વધુમાં જાણ્યું કે આ કહાની હવે એક અંગ્રેજીમાં “The Fence” નામે મુવી(MOVIE) તરીકે નિહાળી શકાય છે.
સૌને આ મારી પોસ્ટ ગમે એવી આશા !
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
FEW WORDS…
Visiting the Blog of Paru Krushnakant, I read a Post ” A True Story” and it was about
HERAMAN ROSENBLAT who was eventually settled at MIAMI BEACH of FLORIDA.
His story was made into a Movie “The Fence”.
You all can read the Story in English on the Blog. To read the Post you can click on the Link given above of the Blog of Paru Krishnakant.
If you desire to know MORE on this person then you can click on the LINK below>>>
http://en.wikipedia.org/wiki/Herman_Rosenblat
Dr. Chandravadan Mistry

ATTENTION !

આ “કાવ્ય-પોસ્ટ”માં HERMAN ROSENBLAT  અને એની પત્ની  ROMA ખરેખર આ જગતના માનવીઓ છે.

પણ….આ કહાણીમાં “એક ફેન્સ અને એક છોકરી”ની વાર્તા અસત્ય છે. એ હરમનનું જુઠાણું છે.

Herman Rosenblat of Florida, U.S.A. is a real person. In writing a MEMOIR as a book, he

FABRICATED the story of a GIRL at the FENCE. The book was printed & to be released as

“ANGEL at the FENCE”….but before it’s Release the TRUTH was discovered. The book was NEVER

released.

But now in the same name a MOVIE will be made and and promoted as a FICTIONAL STORY.

Herman had agreed to let all  profits go to the Organizations helping the HOLOCAST victims.

I am sorry to have published a Post without researching. Accept my Kavya as a POSSIBILITY

on this Earth !

CHANDRAVADAN

મે 27, 2011 at 1:37 એ એમ (am) 9 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 394,955 hits

Disclimer

સંગ્રહ

મે 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031