સુર્ય, સાગર, પવન સાથે એક ઝાડ !

મે 20, 2011 at 1:21 pm 16 commentshttp://niravrave.files.wordpress.com/2010/09/500x_andrewmartinsunset.jpg

સુર્ય, સાગર, પવન સાથે એક ઝાડ !

સાંજનો સમય હતો,
સુર્ય આથમતો હતો,
છતાં, આકાશે પ્રકાશ હતો,
અને….
અચાનક, પવન આવ્યો,
સાગરકિનારે અકેલા ઝાડને લાગ્યો,
હલતા,હલતા, ઝાડ ખીજથી ભરપૂર થયો,
અને કહે….
“શાને તું મુજને હલાવે ?
શાંતી મારી, શાને તું ભંગ કરાવે ?”
ત્યારે પવન કહે…
“હલાવું છું હું જરૂર તને,
પણ, પ્રભુની યાદ કરાવું છું હું તને,
સાગર રેત પર રહે છે તું,
સાગર-પાણી ‘ને સુર્ય થકી છું તું,
ઉંચાઈના ગર્વમાં ભુલ્યો હતો તું,
જરા હલાવી, એ યાદ કરાવું છું હું !”
અને ઝાડ જરા નમી ગયું,
હવે, ચંદ્ર કહે…
“ઝાડને સમજાય છે ભુલ એની,
પવન સાથે રમતા, છે ખુશી એની !”
કાવ્ય રચનાઃ તારીખ મે,૧૬,૨૦૧૧ ચંદ્રવદન.

બે શબ્દો…

આજની પોસ્ટ નિહાળેલા અહી પ્રગટ કરેલા ફોટા આધારીત છે.
એક ઈમેઈલ દ્વારા એ ફોટો હતો બીજા ફોટાઓ સાથે.
એ ઈમેઈલમાં લખ્યું હતું કે….

અહી પ્રેમની વાત હતી, પણ મેં અહી આકાશનું દ્રશ્ય નિહાળ્યું, અને સાથે રેતી પર એક ઝાડને પવનમાં હલી રહેલું નિહાળ્યું.

અને વિચાર આવ્યો કે ઉંચાઈના ગર્વ સાથે એ પવનને હલાવવા માટે “નાખુશી” દર્શાવવા લાગે છે…….

ત્યારે

પવનના જવાબરૂપે કઈક “શીખ” હતી..અને આ શીખમાં પ્રભુને ભુલી ગયાની યાદ હતી.

અને આ “શીખમાં “પ્રેમ” પણ સમાય જતો હતો, એથી અંગ્રેજી લખાણ પણ યોગ્ય કહેવાય !

>>>ડો. ચંદ્રવદન મિસ્ત્રી.

FEW WORDS…
Today’s Kavya Post is because of the inspiration I got from one Photo in which it was the Sky with the Setting Sun..and a tall single Coconut Tree on the shore of the Sea and swayed by the Wind.
And the Imaginative Dialogue between the TREE & the WIND….and finally the MESSAGE for LIVING in this World to all.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

મહર્ષિ અરવિંદના ભારત આઝાદી પહેલાના પાંચ સ્વપ્નાઓ ! હરમનની કહાણીમાં એક ફેન્સ અને એક છોકરી !

16 Comments Add your own

 • 1. pragnaju  |  મે 20, 2011 at 2:38 pm

  શાસ્ત્રીય સંગીતમાં નાદને બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે. ડો.યાજ્ઞિક નોંધે છે કે પ્રકૃતિમાંથી અને સજીવ સૃષ્ટિમાંથી માણસને જે વિવિધ ધ્વનિએકમો મળ્યાં અને પોતાના ગળામાં અનુકરણથી એમને સિદ્ધ કરવા મથ્યો એમાંથી જ નાદ પેદા કરવાનું અને ઊંચાઇ-ઉત્કટતા વધારવા ઘટાડવાનું કૌશલ્ય એણે પ્‌રાપ્ત કર્યું.અમારા સર્વોદય માર્ગમા પ્રાર્થના માટે કયું ગીત રાખવું જેને માટે મતભેદ ન હોય…અને રાષ્ટ્રીયસ્તરે આ ગીત આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઇનાં નથી-
  પસંદગી પામ્યું.
  તેવા જ ભાવ પ્રધાન
  સાગર રેત પર રહે છે તું,
  સાગર-પાણી ‘ને સુર્ય થકી છું તું,
  ઉંચાઈના ગર્વમાં ભુલ્યો હતો તું,
  જરા હલાવી, એ યાદ કરાવું છું હું !”
  અને ઝાડ જરા નમી ગયું,
  અને એનો નાદ સંભળાયો
  હવે, ચંદ્ર કહે…
  “ઝાડને સમજાય છે ભુલ એની,
  પવન સાથે રમતા, છે ખુશી એની !”

  Reply
 • 2. સુરેશ જાની  |  મે 20, 2011 at 3:29 pm

  સરસ અને સંવેદનશીલ અવલોકન.

  Reply
 • 3. ishvarlal mistry.  |  મે 20, 2011 at 5:55 pm

  Well said Chandravadanbhai, it is true to think about that and understand it.

  Reply
 • 4. Dinesh Mistry  |  મે 20, 2011 at 6:46 pm

  How situations and images arouses one’s thought! Truly though provoking.

  Reply
 • 5. hemapatel  |  મે 20, 2011 at 9:30 pm

  બહુજ સરસ વિચારો સાથેની રચના .

  Reply
 • 6. sapana  |  મે 21, 2011 at 12:04 am

  but it takes a lifetime to forget someone…ખૂબ સરસ અછાંદસ અને ખૂબ સરસ સુવિચાર!..મજા આવી…
  સપના

  Reply
 • 7. pravina  |  મે 21, 2011 at 2:31 am

  wonderful observation of nature. You need eyesto see that beauty.

  Reply
 • 8. Dr P A Mevada  |  મે 21, 2011 at 6:02 am

  Realy a nice message given through this poem, liked it very much.

  Reply
 • સરસ અને હૃદયસ્પર્શી અવલોકન સાથે રજૂઆત…

  Reply
 • 10. himanshupatel555  |  મે 21, 2011 at 2:58 pm

  સરસ ઇન્સ્પીરેશન કેળવ્યું છે અને એક વિચાર પુદગલ મૂકી ગયું.

  Reply
 • 11. Ramesh Patel  |  મે 22, 2011 at 4:55 am

  કુદરતના સાનિધ્યમાં કેટલું પ્રેરક ભાવમય ગીત રમવા નીકળ્યું. આપની દ્ર્ષ્ટિ …ભગવદમય
  બની એક વિચાર જ્યોતિ બની ઉજાશ પાથરી રહી છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 12. SARYU PARIKH  |  મે 24, 2011 at 5:32 pm

  saras rajuat.
  Saryu

  Reply
 • 13. Dr. Hitesh Chauhan  |  મે 25, 2011 at 11:25 am

  જય શ્રીકૃષ્ણ કાકા,

  હમણા ખુબ જ વ્યસ્ત રહેવાતુ હોવાથી બ્લોગ પર અવાતુ જ નથી.તો માફ કરશો અને કદાચ આ વર્ષ પણ ખુબ વ્યસ્ત અને ….
  સાવ સાચું છે પ્રેમ કોઈનો મળવો આસાન નથી હોતો અને મળવા છતા મેળવવો પણ અઘરો છે.વળી આપની રચના પર કહું તો નમે તે સૌ ને ગમે અને સમય અને સંજોગોની સાથે તાલ મિલાવીને ચાલનાર જ આગળ વધી શકે છે.

  આપનો
  ડૉ.હિતેશ ચૌહાણ

  Reply
 • 14. પરાર્થે સમર્પણ  |  મે 25, 2011 at 8:52 pm

  આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઈ,
  સુંદર અવલોકન દ્વારા રચના સર્જી મનુષ્ય જાતને અભિમાનથી દુર
  રહેવાનો સંદેશ પાઠવ્યો છે. ખુબ ગમ્યું આપનું સર્જન

  Reply
 • 15. વિશ્વદીપ બારડ  |  મે 26, 2011 at 4:39 pm

  “ઝાડને સમજાય છે ભુલ એની,
  પવન સાથે રમતા, છે ખુશી એની !”
  sundar rachna.

  Reply
 • 16. Sudhir Patel  |  મે 30, 2011 at 11:41 pm

  Very nice poem with meaningful message!
  Sudhir Patel.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

મે 2011
M T W T F S S
« Apr   Jun »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: