મહર્ષિ અરવિંદના ભારત આઝાદી પહેલાના પાંચ સ્વપ્નાઓ !

મે 15, 2011 at 12:19 પી એમ(pm) 12 comments

 

 
 
 
 
 
 
 
 
 

મહર્ષિ અરવિંદના ભારત આઝાદી પહેલાના પાંચ સ્વપ્નાઓ !

શ્રી અરવિંદના સ્વપનાઓ વિષે મધર્સ ડેના દિવસે ખબર પડે,
 
ભારતની આઝાદી પહેલા, શ્રી અરવિંદ મનમાં એવા સ્વપ્નાઓ રહે,
 
ધ્યાનથી તમે સાંભળશો, જે કહેવું છે આજે મારે !………………..(ટેક)
 
ભારતને આઝાદી તો મળશે જ અને મળશે જ,
 
પણ, ના થાય હિન્દુસ્તાનના ભાગલા, એવી ઈચ્છા છે,
 
આવો પ્રથમ અરવિંદ-વિચાર, જાણો તમે આજે  !…….શ્રી અરવિંદના….(૧)
 
સમગ્ર એશીયા ખંડે મુક્તિ જ્યોત જરૂર પ્રગટાશે,
 
જે થકી, માનવ બળ અને સંસ્ક્રુતિ તમે ટકાવશો,
 
આવો બીજો અરવિંદ-વિચાર, જાણો તમે આજે !…….શ્રી અરવિંદના ……(૨)
 
“વર્લ્ડ યુનિયન”કે માનવીઓનો સંપ જરૂરીત કહેવાય,
 
કરવા એવું, માનવ ઉમદા અને આધ્યત્મિકતા જો ખીલવાય,
 
આવો ત્રીજો અરવિંદ-વિચાર, જાણો તમે આજે !…….શ્રી અરવિંદના…..(૩)
 
ભારતને આઝાદ બની, વિશ્વને કદી ના ભુલવું,
 
“આધ્યત્મિકતાની ભેટ” વિશ્વને અર્પણ કરતા કદી ના ચુકવું,
 
આવો ચોથો અરવિંદ-વિચાર, જાણો તમે આજે !…..શ્રી અરવિંદના……(૪)
 
માનવ-ઉત્ક્રાન્તિ અને વિકાશ થકી, માનવ જાત આગળ વધે,
 
“ચેતના”એવી જાગ્રુત કરી, બધી જ સમસ્યાઓનો ઉકેલ કરવો રહે,
 
આવો પાંચમો અરવિંદ-વિચાર, જાણો તમે આજે !……શ્રી અરવિંદના…..(૫)
 
એક પછી એક પાંચે વિચારો “પરફેકશન પુર્ણતા” પર જરૂર આવશે,
 
વ્યક્તિગત પુર્ણતા સાથે ભારતની પુર્ણતા જો અહી ખીલેલી હશે,
 
ચંદ્ર કહે, પાંચ અરવિંદ-વિચારો દ્વારા અરવિંદ આશાઓ આજે અમર છે !…શ્રી અરવિંદના….(૬)
 
 
કાવ્ય રચના ઃ તારીખ મે, ૯, ૨૦૧૧                   ચંદ્રવદન
 
 

બે શબ્દો…

મે,૮,૨૦૧૧ના “મધર્સ ડે”ના દિવસે “માતાજી”ની યાદમાં પ્રજ્ઞાજુબેને એમના બ્લોગ પર  “માતૃવંદના”ની પોસ્ટમાં મહર્ષિ અરવિંદના
“પાંચ સ્વપ્નાઓ”રૂપી વિચારોની જાણ કરી…એ વાંચ્યા બાદ, મેં શ્રી અરવિંદના વિચારોના “શબ્દો”ને વીણી, આ રચના કરી છે.
 
અહી મારું કાંઈ જ નથી..જે છે તે ફક્ત “અરવિંદ વિચારોભર્યા શબ્દો” જ છે !
 
આ વિચારો હતા આઝાદી પહેલા…..
 
ત્યારબાદ,….હિન્દુસ્તાનના ભાગલા પડ્યા.
 
એક દિવસ આજના “ભારત અને પાકીસ્તાન”ને બદલે એક “હિન્દુસ્તાન કે એક દેશ” હોય તો કેવું ?
 
કદાચ ફરી એને આપણે એક “નવું સ્વપ્ન” કહી શકીએ.
 
બીજા અરવિંદ વિચારો ઘણા જ “ઉચ્ચ” છે.
 
એવી વિચારધારા વિશ્વમાં મુકવા ભારતે પહેલ કરવી જોઈએ.
 
પણ…..આ પહેલ માટે “કરપ્શન”થી રંગાયેલા ભારતે બદલાવું પડશે.
 
જો એવું થાય તો….
 
બીજા અરવિંદ વિચારો અશક્ય ના હોય શકે….ભારતની “મહાનતા” ફરી ચમકી શકે. એનો આધાર છે “ભારતના નેતાઓ અને ભારતવાસીઓ”.
 
આજે “ચંદ્ર” બસ એવા અધુરા સ્વપ્નાઓ સાકાર થાય એવી પ્રાર્થનાઓ કરતો રહે છે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW WORDS…
 
Today’s Post is a Poem besed on “FIVE DREAM-LIKE THOUGHTS” of Shree Arvind of Pondicherry of India.
 
 Shree Arvind was a Freedom Fighter at first in the Struggle for Independence of India. Then…he took the “higher path” of the Philosophy & the Spirituality. Mataji was with him. Many were infuenced by his Wisom.
 
The “Arvind Thoughts” were published in a Post on the Blog of Pragnajuben Vyas.
All are the “words of Shree Arvind” in the Poem..I simply “rearranged” a few words here & there. So in this “kavya” NOTHING is mine. And those interested to know more on Shree Arvind, may click on the Link below>>>

Sri Aurobindo – Wikipedia, the free encyclopedia

 

 
Vandan to Shree Arvind !
 
 
Dr. Chandravadan Mistry.
Advertisements

Entry filed under: કાવ્યો.

પિતાની યાદમાં અખિલ રમતો રહે ! સુર્ય, સાગર, પવન સાથે એક ઝાડ !

12 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 15, 2011 પર 12:28 પી એમ(pm)

  અ દ ભૂ ત ચિંતનના
  ખૂબ સુંદર ભાવને
  લયમા ઢાળવા બદલ

  ધન્યવાદ

  જવાબ આપો
 • 2. Dr P A Mevada  |  મે 15, 2011 પર 4:22 પી એમ(pm)

  ડૉ. શ્રીચન્દ્રવદનભાઈ,
  તમારી ઉત્તરો-ઉત્તર પ્રગતિ જોઈ આનંદ થાય છે. આ રચના સૌથી શ્રેષ્ઠ લાગી. અભીનંદન !

  જવાબ આપો
 • 3. ishvarlal mistry.  |  મે 15, 2011 પર 5:09 પી એમ(pm)

  Very good thoughts of Shree Arvind he was really a well wisher for India.thankyou for sharing with us chandravadanbhai..

  જવાબ આપો
 • 4. hemapatel  |  મે 15, 2011 પર 6:15 પી એમ(pm)

  મહર્ષિ શ્રી અરવિન્દના એકદમ ઉમદા વિચારો, જે એમણે ભારત માટે સ્વપ્ન
  જોયા હતા .
  સુન્દર રચના .

  જવાબ આપો
 • 5. Capt. Narendra  |  મે 15, 2011 પર 6:50 પી એમ(pm)

  મહર્ષિ અરવિંદ સાચા સ્વપ્નદૃષ્ટા હતા અને તેમણે ભારતના પરમઉત્થાન માટે જે વિચારો લખ્યા તેને આપે સરળ, સુંદર ઢાળમાં ઉતારી રજુ કર્યા છે. સરસ!

  જવાબ આપો
 • 6. pravina  |  મે 15, 2011 પર 8:33 પી એમ(pm)

  Nicely portrait Maharshi Arvind’s Dream.
  He was great man.

  જવાબ આપો
 • 7. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  મે 15, 2011 પર 10:08 પી એમ(pm)

  ડૉ. ચંદ્રવદનભાઈ,

  મહર્ષિ અરવિંદના અનેક વિચારો ખૂબજ જાણવા જેવા છે, અને તમે તેના વિછારોને ખૂબજ સુંદર રીતે રચનામાં ઢાળ્યા….

  મહર્ષિને અમારા સત સત વંદન …

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  મે 16, 2011 પર 1:33 એ એમ (am)

  મહર્ષી અરવિંદ, પ્.પુ.માતાજી અને તેમના આધ્યાત્મિક અને માનવજાતના કલ્યાણમાટેની
  ઉદ્દાત ભાવનાની તપસ્યા એ સર્વ ભાવો આજે આપે કાવ્યમાં ઝીલી ,સુંદર મનનીય કવિતાઆપી છે.
  ખૂબખૂબ અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. Dilip Gajjar  |  મે 16, 2011 પર 5:32 પી એમ(pm)

  Shree Chandrevadanbhai,, aape sunder kavy kari mahrshi Arvindna 5 swapn nu nurupan karyu..je khub agatyanu laage chhe..

  જવાબ આપો
 • 10. chandravadan  |  મે 18, 2011 પર 8:22 પી એમ(pm)

  This was an EMAIL RESPONSE to this Post>>>

  RE: NEW POST…મહર્ષિ અરવિંદના ભારત આઝાદી પહેલાના પાંચ સ્વપ્નાઓ !Tuesday, May 17, 2011 7:25 AMFrom: “Vasant Mistry” View contact detailsTo: “Doctor Chandravadan Mistry” Namste Chandravadanbhai,
  I read your latest mail on the views of maharshi Arvind.taht is Bharat wanted but it not happened and Bharat was divided the result is that it is suffering and who know one day it will be Islamic country whre Hindus will be in minority or may be wiped out.
  I do read your articles and poems it is nice of you one way you are seving the society and it also better than name and fame.
  Kind regards to all.
  Vasant and Nirmala

  જવાબ આપો
 • 11. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  મે 19, 2011 પર 11:19 પી એમ(pm)

  ડૉ. ચંદ્રવદનભાઈ

  મહર્ષિ અરવિંદના અનેક વિચારો પૈકી આપે રચમાનય બનાવી દીધા સાહેબ

  સમાજને આજે આવા વિચારોની તાતી જરૂર છે.

  ખુબ ખુબ અભિનંદન સાહેબ

  જવાબ આપો
 • 12. Bina  |  જૂન 3, 2011 પર 4:33 પી એમ(pm)

  Thanks for sharing very good thoughts of Maharshi Arvind .

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

મે 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: