પિતાની યાદમાં અખિલ રમતો રહે !

મે 11, 2011 at 3:21 એ એમ (am) 15 comments

 

 
 
 

પિતાની યાદમાં અખિલ રમતો રહે !

પિતાની છત્રછાયા નથી આજે હવે,

અને,અખિલ તો વિચારોમાં પડે !….(ટેક)

માત-પિતાના ઉપકારો ગણે,

“ગણાય નહી”એવું અખિલ કહે,

બસ,આજે પિતાની યાદમાં અખિલ રમતો રહે !….પિતાની…(૧)

“માર્ગદર્શન”કાર્યમાં વલસાડથી દુર રહે,

સાંભળી,”પિતાની વિદાય”નું અખિલ રૂદન કરે,

બસ,આજે પિતાની યાદમાં અખિલ રમતો રહે !….પિતાની….(૨)

“માર્ગદર્શન”યજ્ઞ તો ચાલુ રહે,

અને, યજ્ઞ-જ્યોતમાં પિતાને અખિલ નિહાળતો રહે,

બસ, આજે પિતાની યાદમાં અખિલ રમતો રહે !….પિતાની….(૩)

ચંદ્ર તો, અખિલથી દુર રહે,

છતાં,”આશ્વાસનો”ભર્યા શબ્દો અખિલને કહે,

બસ,આજે પિતાનીયાદમાં અખિલ રમતો રહે !….પિતાની….(૪)

કાવ્ય રચનાઃ તારીખ મે ૭, ૨૦૧૧                    ચંદ્રવદન

 
 

બે શબ્દો…

શનિવાર અને મે,૭, ૨૦૧૧નો દિવસ હતો.
 
ભારતથી વલીભાઈ મુસાનો એક ઈમેઈલ આવ્યો.
 
જાણ્યું કે વલસાડમાં સવારના પાંચ વાગે અખિલભાઈ સુતરિયાના પિતાશ્રીનું અચાનક અવસાન થયું.
 
એવા સમયે ખુબ જ દીલગીરી અનુભવી.
 
એવા સમયે અખિલભાઈ દુર પાલનપુર હતા.
 
એક ઈમેઈલ દ્રારા અંગ્રેજીમાં મેં અખિલભાઈને આશ્વાસનના શબ્દો લખ્યા.
 
ત્યારબાદ…અખિલભાઈને જ યાદ કરતા, હ્રદયમાંથી જે શબ્દો વહી ગયા, અને એક રચના થઈ તે એમને મોકલી.
 
 એ જ આજે એક પોસ્ટરૂપે તમે નિહાળો છો.
 
“માર્ગદર્શન” એ અખિલભાઈનો “શિક્ષણ યજ્ઞ” છે. અખિલભાઈનો પ્રાણ જેમાં છે. આ રચનામાં પિતાની “યાદ”માં મેં અખિલભાઈને માર્ગદર્શન સાથે નિહાળવાનો પ્રયાસ કર્યો છે.
 
આ “અંજલી”દ્વારા અખિલભાઈને મારા આશ્વાસનો છે !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW WORDS…
 
Today’s Post is an ANJALI to the FATHER of AKHIL SUTARIA.
 
 I am sure MANY know Akhilbhai with his passion for the “upliftment” of the EDUCATION in GUJARAT. His “Shikshan Yagna” called “MARGDARSHAN” had done a lot..and still continues this “Good Work”.
 
At the time of this personal tragedy, let there be others to support Akhilbhai by their words of Sympathy.
 
Dr. Chandravadan Mistry.

Entry filed under: કાવ્યો.

સીને ફોટોગ્રાફીની વાત કરૂં હું ! મહર્ષિ અરવિંદના ભારત આઝાદી પહેલાના પાંચ સ્વપ્નાઓ !

15 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  મે 11, 2011 પર 8:39 એ એમ (am)

  તેમના ઘરથી ચાલતા જવાય એટલા અંતરે સદગત વડીલ રહેતા હતા. મારું સદભાગ્ય કે, જતાં પહેલાં એમને અને અખિલભાઈનાં માતુશ્રીને મળી શક્યો હતો. આતલી ઉમ્મરે પણ એમનો જુસ્સો જોયો ; અને અખિલભાઈના જુસ્સનો મૂળ સ્રોત અનુભવ્યો.
  સદગતના આત્માને પ્રભુ શાંતિ આપે.

  જવાબ આપો
 • 2. Dr Sudhir Shah  |  મે 11, 2011 પર 8:50 એ એમ (am)

  પિતાની યાદમાં અખિલ રમતો રહે !

  યાદોના વનમાં અખિલ રમતો રહે !
  સુગંધના દરિયામાં અખિલ મસ્ત રહે !

  ડૉ. સુધીર શાહ નાં વંદન

  જવાબ આપો
 • 3. સુરેશ  |  મે 11, 2011 પર 9:01 એ એમ (am)

  જેમને હું સી.એમ.ના હુલામણા નામથી બોલાવું છું; તેવા ચન્દ્રભાઈનો આ ભાવ વાંચી, જોઈ મને પણ સદગતને અંજલી આપવા મન થયુ.
  સદભાગ્યે મારી પાસે સદગતનો ફોટો હતો. આથી નેટ ઉપર સૌ કોઈ એમનાં દર્શન કરી શકે; તે આશયથી મેં પણ તેઓશ્રીને શ્રદ્ધાંજલી અર્પી છે – તે નિહાળવા સૌને વિનંતિ –
  http://gadyasoor.wordpress.com/2011/05/11/akhil_fathe/

  જવાબ આપો
 • 4. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  મે 11, 2011 પર 9:20 એ એમ (am)

  ડૉ.ચંદ્રવદનભાઈ,

  અખીલભાઈના પિતાને આપે ભાવાંજલિ સાથે અમો પણ અમારૂ એક પુષ્પ તેમના પિતાશ્રીના ચરણમાં અર્પણ કરી વંદન કરીએ છીએ, અને ઈશ્વરને પ્રાર્થના કે તેમના ભગીરથ કાર્યમા સદા તેમના પિતાજીના મૂક આશીર્વાદ રહે.

  જવાબ આપો
 • 5. અખિલ સુતરીઆ  |  મે 11, 2011 પર 10:23 એ એમ (am)

  અમને આટલો સ્નેહ અને પ્રેમ આપી રહેલા આપ સૌનો આભાર પણ કેવી રીતે માનું ? અજાણ્યામાંથી આત્મીય અને પ્રત્યક્ષ કે પરોક્ષની સીમા પારથી સીધે સીધી દિલથી ,,,, વહી રહેલા શ્રધ્ધાંજલીના પ્રવાહમાં વહેતો રહીને જીવનસાગર તરી જવાની હિંમત મેળવી રહ્યો છુ્

  જવાબ આપો
 • 6. Dr P A Mevada  |  મે 11, 2011 પર 4:34 પી એમ(pm)

  Dear Dr. Chandravadan,
  You have very nicely & effectively put the sorrow of Akhilbhai.

  જવાબ આપો
 • 7. hemapatel  |  મે 11, 2011 પર 4:39 પી એમ(pm)

  અખિલભાઈના પિતાશ્રીને ભાવ ભરી શ્રધ્ધાંજલી .
  પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે એવા પ્રાર્થના .

  જવાબ આપો
 • 8. ishvarlal mistry.  |  મે 11, 2011 પર 4:53 પી એમ(pm)

  You have said nicely said about Akhilbhai’s father and what he did. May his soul rest in peace.May God give strenth to Akhilbhai of a big loss.

  જવાબ આપો
 • 9. chandravadan  |  મે 11, 2011 પર 6:55 પી એમ(pm)

  This was an Email Response to this Post>>>>

  Re: Fw: પિતાની યાદમાં અખિલ રમતો રહે !Wednesday, May 11, 2011 1:45 AMFrom: “Kantilal Parmar”View contact detailsTo: “chadravada mistry”Very well done Shree Dr. Chandravadanbhai,
  Best wishes.
  Kantilal Parmar
  Hitchin
  આવજો

  જવાબ આપો
 • 10. nilam doshi  |  મે 12, 2011 પર 12:10 એ એમ (am)

  અખિલભાઇના આ દુ:ખમાં અમે પણ સહભાગી છીએ… ઇશ્વર તેમના આત્માને શાંતિ અર્પે..એ પ્રાર્થના સાચા દિલથી કરીએ છીએ…

  સરસ રીતે શ્રધ્ધાંજલિ બદલ ધન્યવાદ..

  જવાબ આપો
 • 11. pravina Avinash  |  મે 12, 2011 પર 2:08 એ એમ (am)

  અખિલભાઈના પિતાશ્રીને ભાવ ભરી શ્રધ્ધાંજલી .
  પ્રભુ સદગતના આત્માને શાંતિ અર્પે એવા પ્રાર્થના .

  જવાબ આપો
 • 12. sapana  |  મે 12, 2011 પર 8:09 પી એમ(pm)

  અખિલભાઈને ઈશ્વર ધીરજ આપે અને એમનાં પીતાજીની આત્માને શાંતી..
  સપના

  જવાબ આપો
 • 13. Dilip Gajjar  |  મે 15, 2011 પર 10:10 એ એમ (am)

  “માર્ગદર્શન”કાર્યમાં વલસાડથી દુર રહે,

  સાંભળી,”પિતાની વિદાય”નું અખિલ રૂદન કરે,

  બસ,આજે પિતાની યાદમાં અખિલ રમતો રહે !….પિતાની….(૨)
  Akhilbhai na pitana aatmaatthe praarthana..

  જવાબ આપો
 • 14. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  મે 19, 2011 પર 11:22 પી એમ(pm)

  ડૉ.ચંદ્રવદનભાઈ

  અખિલભાઈના પિતાને આપે ભાવાંજલિ સાથે અમો પણ

  અમારૂ એક પુષ્પ અર્પણ કરીએ છીએ.

  જવાબ આપો
 • 15. chandravadan  |  જુલાઇ 1, 2011 પર 10:48 પી એમ(pm)

  This was a recent Email from Bhajmanbhai Nanavati….He had the desire to post a Comment for this Post…but did not dare to do so as his thoughts were “incomplete” & being not happy he had abandoned the idea…..
  but after reading his feeling I felt compelled to pubblish it as below>>>

  સ્નેહી ચન્દ્રવદનભાઇ,

  ચન્દ્રપુકારનો હુ નિયમિત વાચક છુ. અખિલ સુતરિય ના પિતાશ્રીના નિધન પરનુ કાવ્યવાચીને મને નીચેની પક્તિઓ સૂઝી હતી પણ બીજી પક્તિ મને અપૂર્ણ લાગી આથી પોસ્ટ ન કરી.

  અખિલ ! બ્રહ્માડમા એકલો તુ નથી, ગુમાવી જેણે છત્રછાયા
  માહી પર જાય તે નાશવત, ન્યાય છે સર્વદા
  ધૈર્ય ધર, ધૈર્ય ધર, ઈશનુ સ્મરણ કર,
  પરમ શાતિ મને એ જ સાચુ વર.
  BHAJMANBHAI

  જવાબ આપો

sapana ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

મે 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: