જગતમાં જે આવ્યા તે ગયા !

મે 4, 2011 at 12:03 એ એમ (am) 19 comments

 

 https://i0.wp.com/home.pacbell.net/brynalan/FIRELIGHTanimation2INCH.gif

 
 

જગતમાં જે આવ્યા તે ગયા !

જગતમાં જે આવ્યા તે ગયા,
 
સર્જનહારે જ તારણહાર મોક્લ્યા,
 
મત કર ચિંતા ! મત કર ચિંતા !………..(ટેક)
 
રાવણ આવ્યો,
 
એ તો રામને લાવ્યો,
 
અને..અંત રાવણનો રે આવ્યો !…..જગતમાં…(૧)
 
કંશ આવ્યો,
 
એ તો ક્રુષ્ણને લાવ્યો,
 
અને…અંત કંશનો રે આવ્યો !…..જગતમાં….(૨)
 
હીટલર આવ્યો,
 
એ તો વિશ્વયુધ્ધને લાવ્યો,
 
અને…અંત હીટલરનો રે આવ્યો !….જગતમાં….(૩)
 
સદામ આવ્યો,
 
એ તો બુશને લાવ્યો,
 
અને…અંત સદામનો રે આવ્યો !…..જગતમાં…(૪)
 
બીન લાડીન આવ્યો,
 
એ તો ઓબામાને લાવ્યો,
 
અને…અંત બીન લાડીનનો રે આવ્યો !…જગતમાં…..(૫)
 
દુષ્ટને મારવા, આ જગમાં,
 
આવશે જરૂર કોઈ, આ જગમાં,
 
રાખજે શ્રધ્ધા તું રે પ્રભુમાં,
 
રહે ચંદ્ર ફક્ત આવા વિચારોમાં !……..જગતમાં…..(૬)
 
 
કાવ્ય રચના ઃ તારીખ મે ૨,૨૦૧૧            ચંદ્રવદન
 

બે શબ્દો…

રવિવાર, અને ૧, મે ૨૦૧૧ની સાંજ હતી.
 
ટીવી પર અચાનક લખાયું…અમેરીકાના પ્રેસીડન્ટ ઓબામા કાંઈ અગત્યના સમાચાર આપવાના છે.
 શું હશે ?
 
વાટ જોવી જ રહી !
 
અને..જાણ્યું કે પાકિસ્તાનમાં હેલીકોપટરોથી જઈ ત્રાસ આપી રહેલા બીન લાડીનને મારી નાખવામાં સફળતા મળી છે.
 
આ સમાચાર બાદ, મારૂં મન વિચારોમાં હતું.
 
 અને આ રચના શક્ય થઈ !
 
જગતમાં બનતી ઘટનાઓમાંની આ એક ઘટના !
 
ડો. ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW WORDS…
 
Today’s Post is Poem after the news of the Death of Bin Laden in Pakistan.
 
The World had faced the “evil minded persons” in the Past…..and will face such Humans with the “path of the untruths” in the Future.
 
God eventually takes care !
 
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: કાવ્યો.

મન સ્થીરતા! સીને ફોટોગ્રાફીની વાત કરૂં હું !

19 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 4, 2011 પર 1:24 એ એમ (am)

  દુષ્ટને મારવા, આ જગમાં,
  આવશે જરૂર કોઈ, આ જગમાં,
  રાખજે શ્રધ્ધા તું રે પ્રભુમાં,
  રહે ચંદ્ર ફક્ત આવા વિચારોમાં !……..જગતમાં….
  શ્રધ્ધા અને વિશ્વાસ હોય તો જ આધ્યાત્મિક પ્રગતિ કરી શકાય પણ પુરુષાર્થના ભોગે તો નહીં જ.જગતમાં જે કોઈ પણ આગળ આવ્યા છે, નામના અને પ્રતિષ્ઠા પામ્યા છે, કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે તો એ માટે એમણે શ્રમ અને પુરૂષાર્થ તો કરવો જ પડ્યો છે
  માનવે જ માનવ બનીને પોતાનું સ્વનિયંત્રણ કરવું જરૂરી બનશે. ત્યાં સુધી કોઇપણ પોતે સુખેથી જીવી નહીં શકે. તેને આધપિત્ય મેળવ્યા વગર જંપ નહીં વળે. વધુ અને હજુ વધુ સંપત્તિ મેળવવા તે હરાયા ઢોરની માફક કે હડકાયા કૂતરાની જેમ રખડતા રહેશે. માર્ક્સ તેથી જ મૂડીવાદી માણસને સતત દબાણ અને અસંતોષ હેઠળ જીવતો દુ:ખી જીવડો કહ્યો છે. તેને સતત સ્પર્ધા અને મૂડી ઘટી જવાનો ડર રહે છે.
  તત્વ સ્રુષ્ટિએ પરમાત્મામાં વિલીન બનનારા કહી બતાવીને પરમાત્માને જ જગતના એકમાત્ર કારણ કહેવામાં આવ્યા છે. જીવાત્મા સુષુપ્તિદશામાં પરમાત્મામાં લય પામે છે. એ દ્દષ્ટાંત દ્વારા પરમાત્મા જ સૌના મૂળ કારણ છે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. એ ઉપરાંત કાણ્વ શાખાવાળાએ એ વિષયને પોતાના ગ્રંથમાં સ્પષ્ટ કર્યો છે. તેમાં અજાતશત્રુએ જણાવ્યું છે કે ‘વિજ્ઞાનમય પુરૂષ અથવા જીવાત્મા સુષુપ્તિદશામાં સ્થિત હતો ત્યારે બુદ્ધિ સાથે સઘળા પ્રાણોનો અથવા મુખ્ય પ્રાણને અને ઈન્દ્રિયોની વૃત્તિને લઈને હૃદયની અંદરના આકાશમાં સુઈ રહેલો. એ વખતે એનું નામ સ્વપતિ કહેવાય છે.’ એ વર્ણનમાં આવેલો આકાશ શબ્દ પરમાત્માનો વાચક છે. એ વર્ણન દ્વારા સૂચવવામાં આવ્યું છે કે સુષુપ્તિમાં જીવાત્મા જેવી રીતે સઘળા પ્રાણોની સાથે પરમાત્મામાં વિલિન થાય તેવી રીતે પ્રલયકાળમાં સમસ્ત જગત પરમાત્મામાં વિલિન બને છે અને સૃષ્ટિ કામમાં ફરી પ્રાદુર્ભાવ પામે છે.

  જવાબ આપો
 • 2. sapana  |  મે 4, 2011 પર 3:07 એ એમ (am)

  યદા યદા ધર્મસ્ય ગ્લાનિર ભવતી તદા તદા…બિલકુલ સાચીવાત ..એક મંગળમય ગીત બન્યું છે..શ્ર્લોક જેવું લાગે છે અભિનંદન..
  સપના

  જવાબ આપો
  • 3. dilip Gajjar  |  મે 5, 2011 પર 8:12 પી એમ(pm)

   આપ આ સ્લોક પણ જાણો તેથી આશ્ચર્ય અને ખુશી થઈ..મને તો અગ્ને નય સુપથારાયે ..દુરિતાની પરાસુવઃ સ્લોક યાદ આવ્યો..

   જવાબ આપો
 • 4. Harnish Jani  |  મે 4, 2011 પર 4:12 એ એમ (am)

  બહુ સરસ-નામ તેનો નાશ.

  જવાબ આપો
 • 5. P Shah  |  મે 4, 2011 પર 4:27 એ એમ (am)

  સરસ !

  જવાબ આપો
 • 6. Ishvarbhai R. Mistry  |  મે 4, 2011 પર 4:41 એ એમ (am)

  Very nicely said in your poem.Worth understanding and remembering.

  જવાબ આપો
 • 7. સુરેશ જાની  |  મે 4, 2011 પર 4:31 પી એમ(pm)

  બધા આવે ને જાય
  આપણેય આવ્યા ને જાશું
  પણ હતા એવા ને એવા રહ્યા..

  કશું બનવાની મજા કરતાં માત્ર હોવાની મજા માણીએ તો? જુઓ કાલે રીંછ બનાવ્યું – બસ મજાના હોવાપણામાં
  http://rutmandal.info/HobbyVishwa/

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  મે 4, 2011 પર 6:07 પી એમ(pm)

  કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરી છે તો એ માટે એમણે શ્રમ અને પુરૂષાર્થ તો કરવો જ પડ્યો છે….
  ……………………………………..
  દુષ્ટને મારવા, આ જગમાં,

  આવશે જરૂર કોઈ, આ જગમાં,

  રાખજે શ્રધ્ધા તું રે પ્રભુમાં,

  રહે ચંદ્ર ફક્ત આવા વિચારોમાં !……..જગતમાં…..(૬)
  ………………………..
  With a hope…સમસ્ત જગત પરમાત્મામાં વિલિન બને છે

  Ramesh Patel(Aakashdeep)

  જવાબ આપો
 • 9. pravinshah47  |  મે 5, 2011 પર 4:33 એ એમ (am)

  સરસ કવિતા. દુષ્ટોને મારવા ભગવાન ફરીશ્તાઓને મોકલે જ
  છે. એથી તો દુનિયા તાકી રહે છે.
  પ્રવીણ શાહ

  જવાબ આપો
 • 10. razia  |  મે 5, 2011 પર 6:03 એ એમ (am)

  સાચી વાત

  જગતમાં જે આવ્યા તે ગયા !
  જગતમાં જે આવ્યા તે ગયા,

  સર્જનહારે જ તારણહાર મોક્લ્યા,

  જવાબ આપો
 • 11. P U Thakkar  |  મે 5, 2011 પર 8:01 એ એમ (am)

  સરસ વાત કહી છે. આવતા રહે છે અને જતા રહે છે. કોઇ પણ ધર્મ, દેશ કે કાળ હોય , કુદરત કુદરતનું કામ કરે છે. ઉત્પત્તિ, સર્જન અને લય.

  જવાબ આપો
 • 12. અશોકકુમાર -'દાદીમા ની પોટલી '  |  મે 5, 2011 પર 5:58 પી એમ(pm)

  આદરણીય ડૉ.ચંદ્રવદનભાઈ,

  આપે યુગ પુરુષો સાથે આજના નેતાઓને મૂકી અને જે રજૂઆત કરી તે ઉત્તમ છે કે નામ છે તેનો નાશ છે જ. હા, કઈ રીતે તે સૌના કર્મ પર આધાર રહે છે.

  કોઈને આપણે દુષ્ટ સમજીએ છીએ જેમ કે રાવણ કે કંસ- પરંતુ તેના કર્મ અલગ જ પ્રકારના છે કે તેને ભગવાન ખુદ મારવા આવે છે.

  જ્યારે આ કળીયુગના માનવીને મારવા કોઈને નિમિત બનાવે છે.

  સુંદર રજૂઆત સાથેની રચના !

  જવાબ આપો
 • 13. dilip Gajjar  |  મે 5, 2011 પર 8:13 પી એમ(pm)

  આપે સારુ કાવ્ય કર્યુ…
  ગતાસૂનગતાસૂચ્શ નાનુસોચન્તિ પંડિતા..એમ કહ્યુ જ છે ને..જ્ઞાનીઓ કઈ આવ્યા કે ગયાનો શોક કરતા નથી…મને ચિતાનો પ્રજ્વલિત અગિન નિહાળી…અગ્નેનય સુપથારાયે અસ્મીન..વિશ્વાની દેવસવિતર્દુરિતાનિ શ્લોક યાદ આવી ગયો…

  જવાબ આપો
 • 14. pravina Avinash  |  મે 6, 2011 પર 12:47 એ એમ (am)

  It is a facts Of Life.

  જવાબ આપો
 • 15. hemapatel  |  મે 6, 2011 પર 8:29 પી એમ(pm)

  આ મૃત્યુ લોક છે એટલે જે અહીયાં આવે તેને જવાનુ નક્કી જ છે .
  દુષ્ટ અને મહા પાપીઓને મારવા માટે ભગવાન સ્વયંમ પૃથ્વિ પર પ્રગટ
  થાય અથવા તો બીજા સ્વરૂપે કોઈને પણ પાપીઓનો નષ્ટ કરવા માટે
  મોકલે છે .
  બહુજ સરસ રચના .

  જવાબ આપો
 • 16. ડો. કિશોરભાઈ એમ. પટેલ  |  મે 8, 2011 પર 5:41 પી એમ(pm)

  સાહેબશ્રી.

  સર્જનહારના હાથ ખુબજ વિશાળ છે.

  ધરતીને પાપ મુક્ત બનાવવા પ્રભુ અવતાર લે અને લીલા કરે છે.

  સરસ રચના

  જવાબ આપો
 • 17. નટખટ સોહમ રાવલ  |  મે 11, 2011 પર 5:20 એ એમ (am)

  ખુબ સરસ ચંદ્રવદનભાઇ…
  જે આવ્યા છે તે જવાના તો છે જ પણ કેવા કામ કરીને જાઓ છો એ મહત્વનું છે.સારા માણસ હોવું કે ખરાબ એના ઉપર આખી જિંદગીનો હિસાબ થતો હોય છે

  જવાબ આપો
 • 18. Nita Mistry  |  મે 31, 2011 પર 9:23 પી એમ(pm)

  “Yada yada hi dharmassya, glanir bhavati Bharat (ahi aahu vishwa), Abhiyutthanam adharmassya, tadatmanam srujamyahum” Mahabharat maathi aa vachan aaj sudhi sachu padyu chhe ane asha chhe bhavishya ma pan sachu thashe. Khubaj rasprad lagi tamari rachana. Write some more pls. I enjoyed it so much…….Niti.

  જવાબ આપો
  • 19. chandravadan  |  મે 31, 2011 પર 10:31 પી એમ(pm)

   Nita,
   After your 1st visit/comment for my Jivan Zarmar, this is your 1st comment for a Post on HOME of Chandrapukar.
   Thanks !
   Chandravadan (Mama)

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,096 hits

Disclimer

સંગ્રહ

મે 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: